Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 28
________________ અપવાદ-આચાર આમાં દર્શાવી દીધો છે. એક પણ બાકી નહિ, હા ! શરત માત્ર એટલી જ કે ઉત્સર્ગમાં જેમ સુંદર ભાવ હોવો જોઇએ, એમ અપવાદમાં (ઉત્સર્ગ વિપરીત આચરણમાં) પણ સુંદર ભાવ હોવો જોઇએ. એ હોય, તો જ આ અપવાદમાર્ગ ! આમ આ સૂત્ર પણ ભાવની ઘણી ઘણી ઘણી મહત્તા દર્શાવે છે. (૬) ને આસવા તે પરિસવા, ને પરિસવા તે આસવા । શ્રી આચારાંગસૂત્ર : ભાવાર્થ : જે જે આશ્રવો છે, તે તે સંવ-પશ્રિવો છે. જે જે સંવર (=પરિશ્રવો) છે, તે તે આશ્રવો છે. આશ્રવ=કર્મબંધનું કારણ. (મુખ્યત્વે પાપકર્મબંધનું કારણ...) સંવ–કર્મબંધ અટકાવનાર (કર્મનિર્જરા કરાવનાર...) પ્રસ્તુતસૂત્રમાં એ દર્શાવ્યું છે કે જે જે કર્મબંધના કારણો છે, તે તે કર્મનિર્જરાદિના કારણો છે. દા.ત. ઓઘો બાળવો એ આશ્રવ છે, તો શાસનહીલના અટકાવવા માટે શ્રેણિકના સમયમાં ઓઘો બાળીને ભભૂતી શરીર પર લગાવી દઇ સંન્યાસી તરીકેનો દેખાવ ઉભો કરનારા સાધુ માટે એ જ ઓઘો બાળવાની ક્રિયા સંવ૨ છે, કર્મક્ષયાદિનું કારણ છે. એનાથી ઉંધું જે જે કર્મનિર્જરાદિના કારણો છે, તે તે કર્મબંધના કારણો છે. દા.ત. ગુર્વાદિની શ્રેષ્ઠ કોટિની ભક્તિ કરવી એ પરિશ્રવ છે. પરંતુ વિનયરત્ને રાજાની હત્યા કરવાના તીવ્ર અશુભભાવ સાથે, રાજાના મહેલમાં ઘુસવા માટે સાધુ બની, આચાર્યનો વિશ્વાસ જીતવા ઉત્કૃષ્ટ ભક્તિ કરી. આ આખી ભક્તિ એમને માટે ભયંકર કોટિનું પાપ બંધાવનારી જ બને. ટુંકમાં, જે જે પુણ્યક્રિયાઓ છે, તે તે પાપક્રિયા બની શકે છે. જે જે પાપક્રિયાઓ છે, તે તે પુણ્યક્રિયા બની શકે છે. જો પુણ્યક્રિયાઓ પાછળ ભાવ ખરાબ, તો એ પાપક્રિયા ! જો પાપક્રિયાઓ પાછળ ભાવ સારો, તો એ પુણ્યક્રિયા ! આમ આ સૂત્રમાં પણ અધ્યવસાયનું જબરદસ્ત મહત્ત્વ સ્થાપિત થાય છે. અજબ જીવનની ગજબ કહાની ૧૩

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126