Book Title: Aho Shruta gyanam Paripatra 48 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ 'જૈન ધ્યાનમાર્ગ ધ્યાન એ મૂળમાં જેન માર્ગ જ હતો. અહીંથી બીજે આંશિક રૂપે ધ્યાન આવ્યું. તેમાંના કેટલાંકોએ તેને લોકભોગ્ય બનાવવા પ્રયાસ કર્યા. તેમાંથી કેટલાકને કંઇક સફળતા મળી, ને આજે હજારો જેનો ચ જ્યાં ત્યાં જવા લાગ્યા, એમના જીવનમાં "ધ્યાન” કેટલું આવ્યું એ પ્રશ્ન હતો. પણ મોક્ષસાધક કંઇક સાધના તેમની પાસે હતી. તે ય તેઓ ભ્રમણાગ્રસ્ત થઇને ખોવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઇને આપણા ગુરુભગવંતોએ જેને ધ્યાનમાર્ગને વર્તમાન લોકોને ઉપયોગી બને તે રીતે પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યા છે. અને તે માટે ધ્યાન શિબિરનું આયોજન પણ થઇ રહ્યું છે. જેના ફળ રૂપે સકલ શ્રીસંઘને સુંદર નજરાણા પ્રાપ્ત થયા છે. અધિકારી સંયમીઓ અને શ્રાવકો આ નજરાણાઓને આત્મસાત કરીને તેનો યોગ્ય રીતે વિનિયોગ કરવા પ્રયાસ કરે તો એનાથી સ્વ-પર કલ્યાણ તો થાય જ, જિનશાસનની જબરદસ્ત રક્ષાનો પણ લાભ મળે. ધ્યાન - નઝરાણા. (૧) આંતરયાત્રાઃ જૈન ધ્યાન પ્રક્રિયા લેખક:- ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી પ્રકાશક:- શ્રી ૩ૐકારસૂરિજી જૈન જ્ઞાનમંદિર (૨) પરમાનંદનું મંગલ દ્વારઃ જૈન ધ્યાનમાર્ગ લેખકઃ - ન્યાયમાર્તડ પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી પ્રકાશક:- દિવ્યદર્શન ટ્રસ્ટ (૩) ધ્યાન યોગઃ ૧૫ પ્રેકટીકલ ધ્યાન (ગુજરાતી, અંગ્રેજી) લેખક:- પ્રિય... પ્રકાશક:- પરમાનંદ પરિવાર - સુરત (૪) આત્મષણા: ધ્યાન શિબિર પ્રસ્તુતિ લેખક:- પ્રિયમ પ્રકાશક:- શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર (૫) ધ્યાન ધ્યાન શિબિર પ્રવચનો અને લેવલ ૧ પ્રેક્ટીકલ ધ્યાન લેખકઃ - પ્રિયમ પ્રકાશક:- અહો શ્રુતમ્ (૬) આલંબન ધ્યાનના પ્રયોગો લેખકઃ સુશ્રાવક બાબુભાઇ કડીવાળા 'ધ્યાનવેતાઓને નમ્ર વિનંતિ પ.પૂ.પંન્યાસજી મહારાજની પ્રેરણાથી પ.પૂ.અધ્યાત્મયોગી શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા. દ્વારા વિચિત અંક અદ્ભુત ધ્યાનગ્રંથ એટલે ધ્યાનવિચાર. અજ્ઞાતકર્તૃક આ પ્રાચીન - સંક્ષિપ્ત ગ્રંથમાં ધ્યાનમાર્ગના ગૂઢ રહસ્યો ધરબાયેલા છે. જો આ ગ્રંથને પ્રાયોગિક રીતે લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ થાય તો ખરેખર કમાલ થઇ જાય, નત મસ્તકે વિનંતિ જો આપનાથી આ શક્ય બને તો સકલ શ્રીસંઘ પર મહાન અનુગ્રહ થશે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૮ ૪Page Navigation
1 2 3 4 5 6 7 8