Book Title: Aho Shruta gyanam Paripatra 48 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ સકલ શ્રીસંઘ શી રીતે આગળ આવે ? એમ્બીયન્સ ધરાવતી થઇ જાય. સંઘના એક એક સંતાનમાં જ્ઞાન અને જ્ઞાનપરિણતિનું રીતસર સિસ્ટમેટિક વાવેતર થાય, ને એક દશકામાં તો આખા સંઘના દેદાર પલટાઇ જાય. શું એવું ન થઇ શકે? કે આખા વર્ષ દરમ્યાન શ્રીસંઘની દીકરીઓ અને વહુઓ માટે ચારિત્ર અને મર્યાદાપાલન વિષયક જુદી જુદી ચોપડીઓના આધારે પરીક્ષાઓ હોય અને એમાં સોનાચાંદીના દાગીનાઓના, સિક્કાઓના ઇનામોની હારમાળા હોય. શું એવું ન થઇ શકે? કે સકલ શ્રીસંઘના સમગ્ર સમાજો એવો નિર્ણય કરે કે અમુક હાઇટનો સ્ત્રાર્થ, વિધિ અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થયો હોય, એની જ સાથે વેવિશાળ અને લગ્ન થઇ શકે. પહેલાના સમયમાં કન્યા પસંદગીમાં ધાર્મિક અભ્યાસને મહત્વ અપાતું હતું શું એવું ન થઇ શકે? કે દરેક સંઘમાં સવારથી રાત સુધી જુદા જુદા તત્ત્વજ્ઞાનના ક્લાસો ચાલતા હોય, ને શ્રીસંઘના દરેક ઉંમરના લોકો એનો લાભ લેતા હોય. શું એવું ન થઇ શકે? કે આપણે એવું વાતાવરણ સર્જાયું હોય કે સંઘના પરિસરથી માંડીને માર્કેટ સુધી જ્યાં પણ સંઘના સભ્યો ભેગા મળે ત્યાં તત્ત્વજ્ઞાનની જ વાતો સહજ રીતે થતી હોય. Why Not? કેમ આવું ન થઇ શકે? પાલીતાણાની સમસ્યાઓનું સમાધાન આ જ્ઞાનયજ્ઞમાં છે. સાધારણના તોટાથી માંડીને સંઘની બધી સમસ્યાઓનું સમાધાન આ જ્ઞાનયજ્ઞમાં છે. લવ જેહાદ અને આંતરજ્ઞાતીય લગ્નોથી માંડીને એબોર્શન સુધીની બધી સમસ્યાઓનું સમાધાન આ જ્ઞાનયજ્ઞમાં છે. પાંચમા આરામાં ચોથા આરાનો અવતાર કરાવવાનું સામર્થ્ય આ જ્ઞાનયજ્ઞમાં છે. If we wish. જો આપણે ઇચ્છીએ તો આ બધું જ થઇ શકે છે.. ખરેખર... અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૮Page Navigation
1 ... 5 6 7 8