Book Title: Aho Shruta gyanam Paripatra 48 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પુસ્તક ४८ II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II અહો ! શ્રુતજ્ઞાનમ સંકલન શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા સંવત ૨૦૦૫ - શ્રાવણ સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી. જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રી આદિને પ્રણામ. પંચાશક ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજાએ સંઘને તીર્થંકરની ઉપમા આપી છે. તીર્થંકર બનવાની પ્રક્રિયા પણ શ્રી સંઘના કારણે જ થઇ શકે છે. આવા ઉત્કૃષ્ટ તત્ત્વ સ્વરૂપ શ્રી સંઘનું સભ્યપદ આપણને મળ્યુ છે. શ્રીસંઘના વિવિધ વિભાગોનું સુંદર સંચાલન ટ્રસ્ટીઓ કરતા હોય છે. અને સંઘના સભ્યો સાથેની આ આત્મીયતાને લીધે સંઘના કાર્યો સારી રીતે સંપન્ન થાય છે. જે આપણા આત્મ ક્લ્યાણ માટેના જ કાર્યો છે.પર્યુષણ પર્વ દરમ્યાન શ્રી સંઘના કાર્યોનું ફંડ વિવેકપૂર્વક કરી લઇએ તો પરમ પાવન પર્યુષણ પર્વની પ્રવચન ધારામાં આપણા સમયનો બચાવ થાય. નિશ્રાદાતા ગુરભગવંતના પ્રવચનનો પૂરેપૂરો લાભ લઇ શકાય. જિનવાણી શ્રવણનો રસ જળવાઇ રહે. શ્રી સંઘનું જ્ઞાનસ્તર અને પરિણતિસ્તર માં વૃધ્ધિ થાય એવી ભાવનાથી આ વિકલ્પ રજુ કરેલ છે. એક કાગળમાં સંઘ દ્વારા થઇ રહેલા બઘા જ કાર્યોની વિગતવાર માહિતી આપવામાં આવે, શ્રી સંઘ આપણો પોતાનો છે અને સંઘના કાર્યો પણ આપણા જ છે અને સંઘ દ્વારા જ આપણને આરાધનાની વ્યવસ્થા મળવાની છે. શ્રી સંઘમાં આપેલ દાન અનંતગણું થઇને પરત મળે છે. એવું શાસ્ત્રવચન પણ છે. શ્રી સંઘના સભ્યો દ્વારા મળેલ યોગદાન ઉગી નીકળે એવો નિષ્ઠાપૂર્વક સર્વ્યય કરવાની ખાતરી આપીએ છીએ. ખરેખર તો સંઘમાં યોગદાન આપવું એ આપણી ફરજ કે કર્તવ્ય છે, તેના કરતા વિશેષ તો હકીકતમાં આપણું સૌભાગ્ય છે કે શ્રી સંધમાં આપણે યોગદાન આપી શકીએ છીએ. આપશ્રીના સંપૂર્ણ સાથ સહકારથી આપણે આ વર્ષે નૂતન શરૂઆત કરીને આદર્શ પર્યુષણ ઉજવી શકીશું. અને આદર્શ પ્રવચન ધારાને માણી શકીશું એવી આશા અને વિશ્વાસ સાથે શ્રી સંઘના સેવકોના પ્રણામ.... આ જ કાગળની પાછળની બાજુમાં શ્રીસંઘ તરફથી જે જે કાર્ય થતાં હોય તેની યાદી (૧) સર્વ સાધારણ ફંડ (૨) પાઠશાળા (૩) આયંબિલ શાળા (૪) જીવદયા (૫) સાધર્મિક ભક્તિ (૬) તપસ્વી બહુમાન (૭) પ્રભાવના અને તેની સાથે રકમ, દરેક સભ્યો લખીને પેઢીમાં કાગળ પોતાના નામ સરનામા સાથે જમા કરાવી દે. ઉપર મુજબના ફોર્મ બનાવીને શ્રીસંઘના દરેક ઘરમાં આપવાથી પર્વ દરમ્યાન સમયનો બચાવ થશે. એ સંઘના દરેક વ્યક્તિ તરફથી પોતાની શક્તિ અને ભાવ મુજબ સારું ફંડ મળશે અને સંઘનો સામાન્ય શ્રાવક પણ પોતાના તરફથી યોગદાન આપીને પુણ્યમાં ભાગીદાર બની શકશે. 'दासोऽहं सर्व साधूनाम् ' લી. સફળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૮ ૧Page Navigation
1 2 3 4 5 6 7 8