Book Title: Aho Shruta gyanam Paripatra 45 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ હા કી આયાત અહો ! શ્રવજ્ઞાote જાહ[ [ @ીવીળાવ 1 અહો ! શુdજ્ઞાળનું અહો ! શ્રવજ્ઞાofમ થી B શdહીGણી અહો ! શતાબ્દી અહો ! શ્રવજ્ઞાળાનું વાચકને ઉપયોગી પુસ્તકો કાઢી આપવામાં ઉપયોગી બનો. સંઘના ઘરે ઘરે જ્ઞાનભંડારના વાચકો હોય એવો પ્રયાસ કરો. (૬) જ્ઞાની ગુરુભગવંતોનો યોગ થાય ત્યારે તેમની અનુકૂળતાનુસાર તત્ત્વજ્ઞાનના સ્પેશિયલ કલાસ (વાચના) રખાવો અને યોગ્ય જીવોને તેમાં જોડો. (૦) ગુરુ ભગવંતોને જ્ઞાનાર્જન માટે પ્રોત્સાહિત કરો, તેમના અભ્યાસની જાણકારી રાખો અને તેમને જોઇતા પુસ્તકો જ્ઞાનભંડારથી પહોંચાડવા દ્વારા તેમને મદદરૂપ બનો. તમારો અભ્યદય, તમારા પરિવારનો અભ્યદય અને શ્રીસંઘના અભ્યદય ભાવક્રુતથી જ થઇ શકે છે. આ શ્રુતરક્ષા એ આપણી પોતાની રક્ષા છે. આપણા રવર્ણિમ ભાવિનું સર્જન છે. અનુસંધાન પાન નં...૧ ઉપરથી તેથી સંઘના અન્ય કાર્ય માટે સાધર્મિક ભક્તિ, પાઠશાળા, આયંબીલશાળા વગેરે માટે જુદી જુદી ટીપ થતી હોય છે. અને તેને લીધે એક ખાતામાં વધારો હોય ત્યારે બીજા ખાતામાં ઘટાડો પણ જોવા મળતો હોય છે. આમ એક જ ક્ષેત્રમાં જુદા જુદા ખાતાની ટીપ કરવામાં વધુ જરૂરીયાતવાળા ખાતાના કાર્યમાં કરકસર કરવી પડે છે. અને બીજા ખાતામાં સરપ્લસ હોવાથી બીન જરૂરી ખર્ચ થાય છે. આપણા આગમ અને પ્રકરણ ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં છે જ્યારે આપણો શ્રાવક વર્ગ આ ભાષા જાણતો નથી. આપમા સંચમી ગુરુભગવંતો પ્રાકૃત, સંસ્કૃત ભાષાનો તલ સ્પર્શી અભ્યાસ કરીને આ બધા જ ગ્રંથોમાં રહેલ પ્રભુ વીરની શ્રુતગંગા રૂપી વાણીનું દોહન કરીને આપણી ભાષામાં વ્યાખ્યાન કે પુસ્તક રૂપે રજુ કરે છે. જેના લીધે આપણને જેન દર્શનના, તત્ત્વજ્ઞાન, આચાર વગેરેનું જ્ઞાન થાય છે. પરંતુ ઉપકારી એવા આ ગુરુભગવંતોના અભ્યાસ માટે સંઘોમાં પ્રાયઃ વ્યવસ્થા નહીંવત છે. સંચમી ગુરુભગવંતોને ભણાવવા પંડિતજીના પગાર વગેરે માટેની વ્યવસ્થા તેમના ગુરુએ જ કરવી પડતી હોય છે. અને તે માટેના ખર્ચ માટે પણ તેઓએ સંસારી સગા કે ભક્તવર્ગ પાસેથી દ્રવ્યની વ્યવસ્થા કરવી પડતી હોય છે. પૂજ્ય ગુરુભગવંતોના અભ્યાસ માટે પોતાની ફરજ સમજીને યોગ્ય વ્યવસ્થા કરવા માટેની સંઘની ભાવના હોવા છતાં તે માટે દ્રવ્યનું કોઇપણ આયોજન સંઘમાં કરેલ હોતું નથી. 1 સંઘોમાં શ્રાવક-શ્રાવિકાના ક્ષેત્ર માટેની જુદી જુદી ટીપ થાય છે. તેના બદલે ફક્ત એક જ સર્વસાધારણ કે શુભ ખાતાની ટીપ કરીને એક જ ફંડ રાખવાનું (દેવ-ગુરુ અને જ્ઞાન સિવાય) વિચારી શકાય જેના લીધે સર્વે શુભ કાર્યો માટેનું એક જ ફંડ હોય તો પૂજ્ય સાધુ-સાધ્વીજીને ભણાવવા તેમજ પંડિતો કે વિદ્વાનોને જૈન દર્શનના ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃતિ કે પગાર માટેનો ખર્ચ પણ તેમાંથી આપી શકાય. બીજા ફીરકામાં એક જ ફંડની પદ્ધતિ અમલમાં હોવાથી પૂજ્યોના રવાધ્યાય-અભ્યાસ અને શ્રાવક-શ્રાવિકાઓના અભ્યાસ માટે ખૂબ જ જાગૃતિ જોવા મળે છે. અને જ્ઞાનાભ્યાસ માટે જરૂરી રકમ ફાળવ્યા બાદ જ બાકીની રકમથી સંઘનો વહીવટ થતો હોય છે. પૂજ્ય ગીતાર્થ ગુરુભગવંતો આ અંગે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડે એવી અભ્યર્થના.. Wહો શશાળાના અહો ! શુalofમ અહો ! શ્રેdiola અહો ! શ્રવજ્ઞાન અહો ! શવજ્ઞાન, - અહો ! શ્રુતજ્ઞાન અહો ! શ્રdજ્ઞાdia અહો ! શ્રવજ્ઞાot. Scanned with CamScannerPage Navigation
1 ... 5 6 7 8