Book Title: Aho Shruta gyanam Paripatra 37
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ 'ધર્મદ્રવ્યનો સુયોગ્ય વિનિમય વળી, ફીક્સમાં મૂકેલી આ રકમથી બેંકો, કતલખાના, પોસ્ટ્રીફાર્મ, | ઉધોગો વગેરેને સરકાર લોન સબસીડી આપે છે. આપણી ધર્મદ્રવ્ય-રકમ દ્વારા આ પ્રકારના પરોક્ષ ઉપયોગ દ્વારા આપણને દોષ લાગે કે નહિ? તે ગુરુ ભગવંત પાસે સમજવું જોઇએ. 0 કેટલાક સંઘની રકમ અમે બહાર આપતા નથી. માત્ર અમારા સંઘમાં જ ખર્ચ કરશું. અથતિ જે.મૂ. પૂ. તપ. શ્રીસંઘની જનરલ વ્યવસ્થા, શ્રીસંઘની મર્યાદા, શ્રીસંઘની જરૂરિયાત એ બધાને અવગણીને અમે અમારા સંઘમાં ઉપાર્જિત રકમનો વહીવટ કરશું. દ્રવ્યના અભાવે બીજા સંઘો ભલે સીદાતા રહે, અમે માત્ર અમારુ કરશું. દુનિયામાં કોઇ પણ કંપનીની સબ બ્રાંચ આ રીતે વહીવટ કરે ખરી? કરી શકે ખરી ? 0 આવી માનસિક્તા વાળા સંઘોમાં પછી એવું જોવાય કે ૧૦ વરસ પહેલા જ કરાયેલું લારીંગ કઢાવીને નવું કરાવાય. જ્યાં જરૂર ન હોય તો પણ નવા નવા ખર્ચ કરાવે. અન્ય આવશ્યક કાર્યમાં વધુ પડતા ખર્ચ કરાવે. રૂપિયા વધુને વધુ જમા થતા રહે. ક્યારેક તો રૂપિયા વધુ પડ્યા હોય એટલે ટ્રસ્ટી કે પ્રમુખ બનવાની હોવાહોડ લાગે. મૂળમાં આ માન્યતા જ ખોટી છે. સમગ્ર જિનશાસન આપણું છે. અન્ય સંઘોમાં આપણા જ ભાઇઓ છે. આપણી શક્તિ અનુસાર દરેકને વિનિયોગ કરવાની ફરજ છે. અને જે સંઘોની આવી ભાવના હોય તે સંઘોને ક્યારેય કોઇ વાતે પ્રાયઃ કરી તકલીફ રહે નહિ. @ કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે ગુરુદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય ની રકમ, જે તે ક્ષેત્રમાં જ વાપરવાને બદલે સીધા દેવદ્રવ્યમાં ઉપયોગમાં લઇ લે, ઘણું કરીને બહેનોના ઉપાશ્રયમાં જ્ઞાનખાતાની આવકમાંથી ભગવાનનો મુગટ કે ખોખા કે હાર વગેરે જેવું બનાવવાની પ્રવૃતિ જવાય છે. વાત્સવમાં, જે ખાતાનું દ્રવ્ય હોય તે બને ત્યાં સુધી એ ખાતામાં જ વાપરવું જોઇએ, અત્યંત આવશ્યક્તા સિવાય એ ઉપરના ક્ષેત્રમાં પણ લઇ જવું યોગ્ય નથી. ૦ આ સંદર્ભે અન્ય પણ વિચારણા થઇ શકે છે, જે અવસરે જોઇશું. સૂચના:- સાત ક્ષેત્રના સુયોગ્ય વહીવટ માટે, ક્યું દ્રવ્ય ક્યા ખાતામાં જાય અને તે દ્રવ્ય ક્યાં ક્યાં વાપરી શકાય એ સંબંધે ' ધર્મદ્રવ્ય વ્યવસ્થા ” કરીને શાસ્ત્રાનુસારી, માર્ગસ્થ પુસ્તિકા પણ પૂર્વે છપાયેલ છે, જે અમારી પાસેથી ઉપલબ્ધ થઇ શકશે. સુધારો :- ગયા મહિને અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૬ સાધારણ દ્રવ્યની વૃદ્ધિ અંગેના લેખમાં ધુવસેના રાજા બનીને કલ્પસૂત્ર વાંચવાની વિનંતી કરવા અંગેના ઉલ્લેખમાં શરતચૂકથી લખાયેલ છે તેના બદલે શ્રમણ સંમેલનના ઠરાવ મુજબ ધુવસેન રાજા બનીને કલ્પસૂત્ર સાંભળવાનો ચઢાવો બોલાવો જોઇએ...મિચ્છામિ દુક્કડમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૦ ૯

Loading...

Page Navigation
1 ... 5 6 7 8