Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
અહો ! શ્રવૉon
_II શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
સંકલન શાહ બાબુલાલ સમલા
- બેડાવાળા સંવત ૨૦૭૨ - ભાદરવા સુદ-૫
જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજય સંયમી ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર અનંતશ: વંદન...
જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી/વિધિકારકશ્રી આદિ ને.....પ્રણામ. વિ. સં. ૨૦૦૨, પાલીતાણા ખાતે યોજાયેલ ઐતિહાસિક વિરાટ શ્રમણ સંમેલન, પર્યુષણ પર્વમાં અષ્ટમંગલના દર્શનના ચડાવાને લઇને દાયકાઓ અને સદીઓ સુધી ચિરસ્મરણીય બની રહેશે. એ નિઃશંક છે. પ્રાયઃ દરેકે દરેક સંઘોમાં સાધારણ દ્રવ્ય અંગે ખેંચતાણ જ રહેતી અનુભવાતી. હોય છે. પછી દેવદ્રવ્ય વગેરે જેવા ઉપરના ક્ષેત્રમાંથી હવાલા પાડીને કામ ચલાવાય, એના દેવા વધતા જાય, સંઘ પર ભાર વધે આ મહા અનર્થ સર્જાય. વળી, સંઘ હસ્તકના ઉપાશ્રય, પેઢી વગેરે બિલ્ડીંગોના મેન્ટેનન્સ સાફ સફાઇ આ બધાના ખર્ચના પણ શ્રીસંઘોને પ્રશ્ન રહેતા હોય છે. • શ્રમણ સંમેલનના સમગ્ર વિશ્વભરના શ્રી સંઘોને આશીર્વાદ રૂપ આ ઠરાવ દ્વારા અનેક સંઘો આરામનો, રવસ્થતાનો શ્વાસ લઇ રહ્યા છે, અને લેશ. સકળ શ્રી સંઘની સર્વોચ્ચ પ્રવર સમિતિએ પણ અષ્ટમંગલના ચડાવા તથા દર્શન ક્યારે કરાવવા વગેરે સંબંધી સંકળા શ્રી સંઘોને માર્ગદર્શન પુરુ પાડ્યું. શ્રમણ સંમેલનમાં ન જોડાયેલા અન્ય પક્ષો તરફથી પણ આ ઠરાવને મળેલ સમર્થન અનુમોદનીય રહ્યું. 2 અષ્ટમંગલ સંબંધી જાગૃતિ લાવવામાં શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા "અષ્ટમંગલ ઐશ્વર્ય “ પુસ્તકની ગુજરાતી અને હિન્દી મળી ૮૦૦૦ નકલ છપાઇ અનેક સંઘો અને પ્રમુખ શ્રાવકો સુધી પહોંચાડવામાં આવી, અમારા સાબરમતીના શ્રી પાર્શ્વ સેવા ભક્તિ મંડળ દ્વારા સારી એવી સંખ્યામાં અષ્ટમંગલના સેટ તૈયાર કરાવી લેંગકોક, અમેરિકા, લંડન સહિત ભારતના સાત રાજ્યોમાં યોગ્ય નકરાથી મોકલવામાં આવ્યા.. અન્ય સ્થાનથી પણ અષ્ટમંગલોના સેટ તૈયાર થઇ શ્રીસંઘોને મળ્યા. અષ્ટમંગલ સંબંધી ક્લીપીંગ્સ અને ભેજ દ્વારા પણ સારો એવો પ્રસાર થયો, આ બધા પ્રયત્નોને પરિણામે દરેક સંઘોમાં અંદાજીત પાંચ થી પંદર લાખ રૂપિયાની સાધારણની આવક થઇ. તપાગચ્છીય શ્રમણ સંમેલન નિયુક્ત શ્રાવક સમિતિ દ્વારા પણ જે સંઘોને અષ્ટમંગલ બનાવવા હોય તેઓને યોગ્ય નકરાથી બનાવી આપવાની જાહેરાત થઇ. આ સર્વકાર્યોની અનુમોદના. ૦ સહુના આ સમૂહ પ્રયત્નોથી આ વર્ષે ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો. હવે આવતા વર્ષથી બાકી રહ્યા હોય તેવા પણ અનેક શ્રી સંઘોમાં અષ્ટમંગલના દર્શન શરૂ થશે. જેને આવકારીએ છીએ. 0 અલબત્ત, આવક વધતા વહીવટીય સમજદારી હોવી જરૂરી બને છે. સાધારણ ખાતાની રકમ વાપરવા અંગે પણ શાસ્ત્રકારોએ કેટલુંક દિશા સૂચન કર્યું છે, જે અવસરે વિચારીશું. જિનાજ્ઞા વિરુદ્ધ કોઇ પ્રરૂપણા થવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્....
લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા
" दासोऽहं सर्वसाधूनाम्
અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૦ ૧
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજ
નૂતન પ્રકાશની સંવત = હom E 69 ક્રમ પુસ્તકનું નામ | કત /સંપાદક ભાષા પ્રકાશક પ્રસંગ સંચય
આ.મુનિચંદ્રસૂરિજી ગુજ. | ૐકારસૂરિજી આરાધના ભવન પ્રસ્તાવના સમુચ્ચય
આ.મુનિચંદ્રસૂરિજી | ગુજ. | ૐકારસૂરિજી આરાધના ભવન શબ્દ માધ્યમે શાશ્વતી ઉપાસના આ. જગવલ્લભસૂરિજી | સં./ગુજ. નગીનદાસ નાગરદાસ (વર્ધમાન શાસ્તવ) સિદ્ધહેમચંદ્ર ધાતુપાઠ
ગણિ હિતવર્ધનવિજયજી | સં./ગુજ. કુસુમ અમૃત ટ્રસ્ટ નિમિનાથ કથા (કાવ્યમય) ગણિ હિતવર્ધનવિજયજી|ગુજ. | કુસુમ અમૃત ટ્રસ્ટ
શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમ ગણિ હિતવર્ધનવિજયજી | સં./ગુજ. કુસુમ અમૃત ટ્રસ્ટ (પદચ્છેદ, અન્વય, સમાસ, શબ્દાર્થ) શાશ્વત જિન પ્રતિમા સ્વરૂપ પૂ.સૌમ્યરતનવિજયજી
જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રીપાળ-મરણા
આ. અજિતશેખરસૂરિજી અહંમ આરાધક ટ્રસ્ટ શ્રીપાળ-મચણા(પ્રતાકાર) આ. અજિતશેખરસૂરિજી | ગુજ. અહમ આરાધક ટ્રસ્ટ ઘરેણું
આ. અજિતશેખરસૂરિજી અહમ આરાધક ટ્રસ્ટ અરિહંતના અતિશયો આ.કીર્તિયશસૂરિજી
સન્માર્ગ પ્રકાશન આરાધના વિરાધનાનું ફળ પં. ધર્મતિલકવિજયજી
ધમકીર્તિવિજય ગ્રંથમાળા વાત રે વાત
આ. મુક્તિપ્રભસૂરિજી.
મુક્તિચંદ્રસૂરિજી સ્મૃતિ ગ્રંથમાળા શ્રાવકો ક્યા કરના ચાહિયે ? | આ. મુક્તિપ્રભસૂરિજી.
મુક્તિચંદ્રસૂરિજી સ્મૃતિ ગ્રંથમાળા સૂત્રાર્થ મુક્તાવલી ભા-૧,૨ પૂ. વિક્રમસેન વિજયજી
લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન ઉપદેશ પ્રસાર આ.જયાનંદસૂરિજી
ગુરુ રામચંદ્ર પ્રકાશન જૈન તત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન | પં. દિવ્યકીર્તિવિજયજી
ટીટોઇ જૈન સંઘ | ગુજ.
જિનદત્તસૂરિ ગ્રંથમાળા અધ્યાત્મકલ્પદ્રુમ પં.તત્વમભવિજયજી
પરમ શ્રદ્ધેય પ્રકાશન વ્યાતિપંચક પૂ.પઘકીર્તિવિજયજી
ભદ્ર આનંદ ગંથ માળા વીતરાગ સ્તોત્ર (વિવેચન સહિત) - પૂ.પૂણ્યધનવિજયજી | સં/ગુજ
ઉમરા જૈન સંઘ |તર્ક સંગ્રહ
સા. શ્રુતપ્રિયાશ્રીજી
જૈન આત્માનંદ સભા ૨૨ વસુદેવ હિંડી-પ્રથમખંડ
ભોગીલાલ સાંડેસરા
જૈન આત્માનંદ સભા ૨૩ | આદિનાથ પ્રભુ ચરિત્ર
હિતેશભાઇ ગાલા સંઘ મેરા ભગવાન હૈ પૂ.ગુણહંસવિજયજી
મિશન જૈનત્વ જાગરણ અકબર પ્રતિબોધક કૌન ? ભૂષણ શાહ
પારસધામ આરાધ્યમ
વીરમતીબાઇ મહાસતી (રતિલાલજી મ. સા. સ્મૃતિગ્રંથ)
પ્રાણ મહિલા મંડળ ૨૦ |ઉવસગ્ગહર સ્તોત્રમ
સા. સુબોધિકાભાઇ
અહંમ સ્પિરીચ્યલ સેન્ટર આદર્શ કેળવણીને ઉપનિષદ ગુણવંત બરવાળિયા
અહંમ સ્પિરીચ્યલ સેન્ટર જગ જયવંત શ્રુત સેવા દર્શન ગુણવંત બરવાળિયા
વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ સાધક સહચરી
મુનિશ્રી સંતબાલજી
સં.
ગુજ.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - 30 ૨
Page #3
--------------------------------------------------------------------------
________________
GTની પ્રકાશના સંવત ૨૦૦૧ ૨૦૦૨
સૂરિપદ રજતોત્સવ નિમિત્તે પંચ પ્રસ્થાન પૂણ્યસ્મૃતિ પ્રકાશન દ્વારા સિદ્ધહસ્ત લેખક પૂ. આ. પૂર્ણચંદ્રસૂરિજી લેખિત ૨૫ પુસ્તકોનું નૂતન સંસ્કરણ પુનઃપ્રકાશિત થયેલ છે. (૧) જિનશાસનના જ્યોતિર્ધરો - ભાગ ૧ થી ૩ (૪) સંસ્કૃતિની રસધાર - ભાગ ૧ થી ૫ (૯) પ્રત્યેક બુદ્ધ (૧૦) આબુતીર્ણોદ્ધારક મંત્રીશ્વર વિમલ (૧૧) મહાસતી મૃગાવતી (૧૨) નળ-દમયંતી. (૧૩) મહારાજા ખારવેલ (૧૪) ગૌરવ ગાથા ગિરનારની (૧૫) દીવા દાંડી. (૧૬) પુયે જય - પાપે ક્ષય (૧૦) ઉપવન (૧૮) સુખ દુઃખની ઘટમાળ (૧૯) લેખ મીટે નહીં- મેખ લગાવો (૨૦) પાથેય (૨૧) અક્ષરના દિવડાં (૨૨) પ્રેરણાના પારિજાત (૨૩) કલ્યાણ કાવ્ય (૨૪) કલ્યાણ પણ (૨૫) કલ્યાણ કળશ
જૈન વિશ્વ કોશ ભાગ-૧ પૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિજી મ. સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી જેન વિશ્વકોશનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો છે. જેમાં જૈન ધર્મના ૪૬૨ જેટલા જુદા જુદા લેખો છે. ૨૨૨ જેટલા રંગીન ચિત્રો છે. અને જૈન ધર્મના જુદા જુદા ૯૫ વિષયોને કક્કાવારી પ્રમાણે તૈયાર થયેલા અધિકરણો ગ્રંથમાં આવરી લેવાયા છે. હજારો વર્ષથી નહીં થયેલું આ કપરા કાર્યની જવાબદારી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ અને શ્રી ગુણવંત બરવાળિયાએ રવીકારી છે. આ ગ્રંથ શ્રી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ - પાટણવાળા એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ) દ્વારા પ્રકાશિત થયેલ છે. અને તબક્કાવાર છ થી સાત ભાગ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
અહો ! શ્રુતજ્ઞાનમ ફક્ત ચાતુર્માસમાં દર મહિને ગુરુભગવંતો અને અગ્રણી શ્રાવકોને રવદ્રવ્યથી મોકલવામાં આવે છે. આપને વાંચન બાદ જરૂર હોય તો સંગ્રહમાં રાખશો અને નહિતર અમોને પરત મોકલી શકો છો, પરંતુ પરઠવશો નહીં.
અહો ! શ્રુતજ્ઞાનમ - 30 B.
Page #4
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના
.
આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી અને પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજીની
પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) ઉપદેશ તરંગિણી (૨) કર્મગ્રંથ ષટકાવચૂરિ (૩) જ્યોતિષ કરંડક (૪) ઉત્તરાધ્યયન સૂત્ર - શાંતિસૂરિજી ટીકા-ભાગ ૧ થી ૩ (રિપ્રિન્ટ) (૫) ત્રિશષ્ટિ શલાકા પુરુષ-સંરકૂત પ્રતાકાર - ભાગ ૧ થી ૬ (રિપ્રિન્ટ)
પૂ. આ.નયવર્ધનસૂરિજી મ. સા. (આ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) જ્ઞાન બિંદુ - કર્તા ઉપા. યશોવિજયજી મ. સા.
પૂ.પં.નયભદ્રવિજયજી મ. સા. (આ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) પ્રશ્ન વ્યાકરણ (પનાવાગરણ) (૨) સટ્ટજિયફuો, જઇ ઇય કપ્પો, શ્રાવક આલોચના વિધિ પ્રકાશ શ્રીતસાર, ચારેય કૃતિનું એક જ પુસ્તકમાં સમાવેશ
- શ્રમણ-શ્રમણી ભગવંતોને વિનંતી :પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. ચાતુમાસ દરમ્યાન શ્રી સંઘમાં સ્થિરતા કરે છે તે પહેલા આઠ મહિનાના શેષ કાળ દરમ્યાન પોતાના અભ્યાસ માટે જુદા જુદા જ્ઞાનભંડારમાંથી પુસ્તકો પ્રતો વગેરે મંગાવ્યા હોય છે અને ગત વર્ષના ચાર્તુમાસ દરમ્યાન અધુરા રહેલા ગ્રંથો પોતાના ચાતુમાસ પછી પોટલામાં બાંધીને રવજન કે આગામી ચાર્તુમાસ સ્થળે મુકે છે. જેથી શેષકાળ દરમ્યાન વિહારમાં વધારાની ઉપધિ રાખવી ન પડે.
હવે આ ચાતુમાસ દરમ્યાન આપની પાસે રહેલા પોટલાઓમાં જ્ઞાનભંડારમાંથી આપે લીધેલા પુસ્તકો તુરત જ પરત મોકલવાનું શક્ય ન હોય તો પણ પુસ્તક-પ્રત છ મહિનાથી વધુ સમયથી આપની પાસે હોય તેની યાદી સંગ્રહત જ્ઞાનભંડારને મોકલવા યોગ્ય કરશોજી. વિશેષમાં જ્યારે પણ પ્રતાકાર ગ્રંથ પરત મોકલો ત્યારે તેના બધા જ પત્રો ક્રમસર ગોઠવીને પરત કરશો અને તેમાં કોઇ પણ પત્ર ઓછો હોય તો તેની નોંધ અલગ પત્રમાં કરશો જેથી બીજી નકલમાંથી ઝેરોક્ષ કરાવીને અધુરી નકલ પૂર્ણ કરી શકાય. આપના વિવેક અને ઉચિત આચરણથી આપના ગુરુભાઇઓને જરૂરીયાતવાળું પુસ્તક ઉપલબ્ધ બને. ભવ્ય વિમોચન સમારોહ :- દીક્ષા દાનેશ્વરી પૂ. આ.ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂ.પં.વૈરાગ્યરત્નવિજયજી મ. સા.દ્વારા સંપાદિત પાંચ પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘના ઉપક્રમે યોજાયો જેમાં અગ્રણી શ્રેષ્ઠિવર્યો, શ્રુતપ્રેમીઓ અને પત્રકારોના વરદ હસ્તે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, તેમજ બાળકો માટે સચિત્ર ચિલ્ડ્રન સિરિઝ શરૂ કરવામાં આવી જેમાં ત્રણ સચિત્ર એક થા હાથી, ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલ.
અહો ! અવશાનમ= ૩૯ ૪)
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનનું કાર્ય કરતી સંસ્થાઓ - અનુમોદના
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ :- સાત ક્ષેત્રની ભક્તિ માટે ૩૮ વર્ષ પૂર્વે પૂ. ગુરુદેવ શ્રી હેમચંદ્રવિજયજી મ. સા.ની પ્રેરણાથી (હાલ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ) સ્થાપના થઇ છેલ્લા થોડા વર્ષોથી જ્ઞાનક્ષેત્રમાં ખૂબ જ સુંદર ભક્તિ સંસ્થા દ્વારા થઇ રહી છે. (૧) પ૦૦ થી વધુ ગ્રંથો પ્રકાશન કરી ભારતભરના સંઘોને સમર્પિત કરવાનો લાભ મળ્યો છે. (૨) ઉધઇ અને ભેજ ન લાગે તેવા વિશિષ્ટ કાગળો ઉપર આપણા આગમ અને પૂર્વના મહાપુરુષો રચિત મહત્વના 6 સેટના ૧૮૩ ગ્રંથોની સવાસો નકલો તૈયાર કરીને વિશિષ્ટ જ્ઞાનભંડારોને ભેટ મોકલાવી છે. (૩) આગમ વગેરે પ્રાચીન શાસ્ત્રો ઓરિસ્સાના કારીગરો દ્વારા તાડપત્ર ઉપર લખાવીને ૭૦૦
તાડપત્રી તૈયાર કરાવી છે. | (૪) અપ્રગટ પ્રાચીન ગ્રંથોનું પ્રકાશન અને વિદ્વાન મુનિઓ દ્વારા તેના ઉપર ટીકા વિવેચન
કરાવીને દર વર્ષે ૩૦-૪૦ નવા ગ્રંથો પ્રકાશિત થાય છે. (૫) પૂર્વજોએ લખાવેલ પ્રાચીન હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા સુરક્ષિત અને તેની આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રિન્ટીંગ-પ્રોસેસીંગ દ્વારા રક્ષા કરવાનું કાર્ય ચાલુ છે. | (૬) સંસ્થા દ્વારા ચાર વિશાળ જ્ઞાનભંડાર - શ્રુતભવનનું નિર્માણ કરીને પૂજ્યોને સ્વાધ્યાય ઉપયોગી ગ્રંથો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. (૧) શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન - પાલીતાણા (૨) પાટણમાં આવેલ વિશાળ શ્રુતભવન જેમાં હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ પણ છે. (૩) શ્રી સિદ્ધાંત મહોદધિ પ્રેમસૂરીશ્વરજી શ્રુત સદન-પરિમલ ક્રોસિંગ, અમદાવાદ (૪) ચાંદખેડા અમદાવાદમાં આઇ. ઓ.સી.રોડ ઉપર દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ગુરુમંદિર
નું નિર્માણ થઇ રહ્યું છે. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર સંવત ૨૦૬૩ માં શા. સરેમલ જવેરચંદજી બેડાવાલા પરિવાર દ્વારા રવદ્રવ્યથી બનાવવામાં આવ્યો. જેમાં પૂજ્ય ગુરુદેવોની કૃપા અને આશીર્વાદથી નીચે મુજબ સંગ્રહ દ્વારા સમૃદ્ધ અને પૂજ્યોને અભ્યાસ માટે ઉપયોગી બની રહ્યો છે. (૧) વિવિધ વિષય પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી પુસ્તકો -૧૮૦૦૦ (૨) આગમ-પ્રકરણ અને ચરિત્ર ગ્રંથો પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી પ્રતાકાર-૨૫૦૦ (૩) ઇ-લાયબ્રેરી અંતર્ગત ડીજીટલ પુસ્તકોનો સંગ્રહ - પીડીએફ ફાઇલ - ૯૦૦૦ (૪) માસિક અને વિવિધ લેખ સંગ્રહ પ્રિન્ટેડ તેમજ ડીજીટલ સોફ્ટ નકલ રૂપે - ૮૦૦ (૫) કિંમતી અને અલભ્ય હસ્તપ્રતોનો ડીજીટલ સંગ્રહ - ૮૦૦૦૦ (૬) વિવિધ જ્ઞાનભંડારની હસ્તપ્રતોની ઝેરોક્ષ - ૧૨૦૦ (o) અહો શ્રુતજ્ઞાનમ્ - ચાતુર્માસિક માસિકના ૩૯ અંકો રવદ્રવ્યથી પ્રકાશિત (૮) અહો શ્રુતમ્ ઇ-પરિપત્ર દ્વારા આઠ અપ્રગટ કૃતિઓનું પ્રકાશન
નવ વર્ષમાં પૂજ્યોને અભ્યાસ માટે ૨૧૫૦૦ પુસ્તક-પ્રતો તેમજ ૧૪૦૦ હસ્તપ્રતની ઝેરોક્ષ સંશોધન-સંપાદન માટે આપવામાં આવી છે. ગત એક વર્ષ દરમ્યાન પૂજ્યોને ૪૦૨૫ પુસ્તકો ઇશ્ય કરવામાં આવી છે. જેમાં સાબરમતી -અમદાવાદ ઉપરાંત જુદા જુદા શહેરો અને ગામડામાં રહેલા ચારેય ફીરકાના શ્રમણ-શ્રમણી ભગવંતોને કુરીયર દ્વારા પહોંચાડવાનો લાભ મળેલ છે. અને ગુરુભગવંતોએ શ્રુત સેવાનો લાભ આપ્યો છે. તે બદલ તેમના ઋણી છીએ. અત્યાર સુધીમાં પ્રાયઃ અલભ્ય જીર્ણ પ્રાચીન મુદ્રિત ૨૨૮ પુસ્તકોનું પુનઃ પ્રકાશન કરવામાં આવેલ છે. અને તેની ૧૫ ડીવીડી બનાવીને જરૂર મુજબ જ્ઞાનભંડારોને ઇ-લાયબ્રેરી બનાવવા ભેટ આપેલ છે. આપની જરૂરીયાત માહિતી માટે ઇમેઇલ કે વોટસઅપ કે પત્ર દ્વારા સંપર્ક કરશો.
અહો ! શ્રુતજ્ઞાનમ – ૩૯ ૫
Page #6
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યનો સુયોગ્ય વિનિમય
• જિનશાસનમાં સાતે'ય ક્ષેત્રો તથા જીવદયા-અનુકંપાના કાર્ય સદાય સુંદર રીતે ચાલ્યા કરે એ માટે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોએ શ્રીસંઘોને ખૂબ સુંદર અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. ૦ શ્રી સંઘોમાં પ્રભુની અષ્ટપ્રકારી પૂજાઓ, રવપ્નની ઉછામણી, પ્રતિષ્ઠા-અંજનશલાકાના યથા યોગ્ય આદેશો વગેરે દ્વારા દેવદ્રવ્યની સારી એવી આવક રહે છે. ગુરુભગવંતોને કામળી વહોરાવવી, ગુરુપૂજન વગેરે દ્વારા ગુરુદ્રવ્ય અને ગ્રંથ વહોરાવવા, પ્રતિક્રમણના સૂત્રોની બોલી વગેરે દ્વારા જ્ઞાનદ્રવ્યની આવક સારા એવા પ્રમાણમાં રહે છે. શ્રી સંઘોમાં આવકની સાથે સાથે ખર્ચનું પ્લાનીંગ યોગ્ય વિચારણા પૂર્વક થવું જરૂરી છે. • કેટલીક વાર શ્રી સંઘના ટ્રસ્ટીઓ પોતે જે તે દ્રવ્યના યોગ્ય વહીવટ કરવાના અધિકારી છે એ વાત વિસરીને, જે તે દ્રવ્યના જાણે માલિક હોય તે રવરૂપનું વર્તન કરતા જોવા મળે છે.
ક્યા સ્થાને કેટલી જરૂર છે? કાર્ય કેવા પ્રકારનું છે? વહીવટીય શુદ્ધતા કેવી છે? પ-૭ સ્થાનોમાંથી પણ કયા સ્થાને વિશેષ આવશ્યક્તા છે ? આ બધા મુદ્દાની વિચારણા કરીને દ્રવ્યરકમ ફાળવવાની હોય છે, તેને બદલે ત્યાં ઓળખાણ, સગપણ જેવા તત્વો વચ્ચે આવે છે, અગ્રીમ જરૂરિયાતવાળુ સ્થાન બાજુ પર રહી જાય છે અને લાગવગવાળું સ્થાન ફાવી જાય છે. ૦ શ્રી સંઘના વહીવટદાર તરીકે જાણતાં કે અજાણતાં પણ જો આવું થતું હોય તો જ્ઞાની ગીતાર્થ ગુરુભગવંત પાસે બેસીને પ્રભુ શાસન સમજવા જેવું છે. ધર્મદ્રવ્યનો સુયોગ્ય વહીવટ કરનાર જો તીર્થકર નામકર્મ બાંધે છે. તો વહીવટમાં ઉપેક્ષાઓ-ગેરરિતિ કરનાર ઘણું અશુભ કર્મ બાંધી શકે છે, એ પણ ન ભૂલવું જોઇએ.
પ્રભુનું શાસન વર્તમાનમાં આપણને અનુલક્ષીને શ્રી જે. મૂ.પૂ.તા. જૈન સંઘ એક મુખ્ય શાસન છે. મુખ્ય સંસ્થા છે અને આપણો સંઘ, એ તેની એક બ્રાન્ચ છે, શાખા છે, આપણા સંઘમાં ઉપાર્જિત દ્રવ્યની મુખ્ય માલિકી જે.મૂ. પૂ.તા.સંઘની ગણાય. અને આ સંઘની જે પણ આપણા જેવી અન્ય શાખાઓ એટલે કે સંઘો - તે બધી જ આપણા સહોદર ભાઇ જેવા ગણાય. આ મુખ્ય તત્વ જે ન સમજે તે પ્રભુ શાસનનો વહીવટ કરવા યોગ્ય નથી. © કેટલીકવાર એવું જોવા મળે છે કે એક સંઘમાં લાખો નહિ ક્રોડો રૂપિયા ફિક્સ ડીપોઝીટમાં પડ્યા હોય અને તેની બાજુના જ પરાનો નાનો સંઘ આવશ્યક જરૂરિયાત માટે પ૦૦ સ્થાને અરજી કરતો હોય! ૯ વર્તમાનકાળમાં શ્રીસંઘની જરૂરિયાત પૂરતી રકમ રાખીને બાકીની સર્વ રકમ યોગ્ય સ્થાને વિનિમય કરી દેવામાં જ શાણપણ છે. સરકારની ચાંપતી નજર, ગમે ત્યારે એક કાળો કાયદો કરી ટ્રસ્ટોની મિલ્કત, પોતાના સાર્વજનિક કાર્ય માટે પડાવી લેવાનો મોટો ભય રહેલો છે, જે બધા જ જાણે છે તેમ છતાં પોતાના સંઘની (પોતાની નહી) રકમ વાપરવાનો જીવ ચાલતો નથી,
અહો ! શ્રુતજ્ઞાનમ ૩૦ ૬
Page #7
--------------------------------------------------------------------------
________________
'ધર્મદ્રવ્યનો સુયોગ્ય વિનિમય
વળી, ફીક્સમાં મૂકેલી આ રકમથી બેંકો, કતલખાના, પોસ્ટ્રીફાર્મ, | ઉધોગો વગેરેને સરકાર લોન સબસીડી આપે છે. આપણી ધર્મદ્રવ્ય-રકમ દ્વારા આ પ્રકારના પરોક્ષ ઉપયોગ દ્વારા આપણને દોષ લાગે કે નહિ? તે ગુરુ ભગવંત પાસે સમજવું જોઇએ. 0 કેટલાક સંઘની રકમ અમે બહાર આપતા નથી. માત્ર અમારા સંઘમાં જ ખર્ચ કરશું. અથતિ જે.મૂ. પૂ. તપ. શ્રીસંઘની જનરલ વ્યવસ્થા, શ્રીસંઘની મર્યાદા, શ્રીસંઘની જરૂરિયાત એ બધાને અવગણીને અમે અમારા સંઘમાં ઉપાર્જિત રકમનો વહીવટ કરશું. દ્રવ્યના અભાવે બીજા સંઘો ભલે સીદાતા રહે, અમે માત્ર અમારુ કરશું. દુનિયામાં કોઇ પણ કંપનીની સબ બ્રાંચ આ રીતે વહીવટ કરે ખરી? કરી શકે ખરી ? 0 આવી માનસિક્તા વાળા સંઘોમાં પછી એવું જોવાય કે ૧૦ વરસ પહેલા જ કરાયેલું લારીંગ કઢાવીને નવું કરાવાય. જ્યાં જરૂર ન હોય તો પણ નવા નવા ખર્ચ કરાવે. અન્ય આવશ્યક કાર્યમાં વધુ પડતા ખર્ચ કરાવે. રૂપિયા વધુને વધુ જમા થતા રહે. ક્યારેક તો રૂપિયા વધુ પડ્યા હોય એટલે ટ્રસ્ટી કે પ્રમુખ બનવાની હોવાહોડ લાગે.
મૂળમાં આ માન્યતા જ ખોટી છે. સમગ્ર જિનશાસન આપણું છે. અન્ય સંઘોમાં આપણા જ ભાઇઓ છે. આપણી શક્તિ અનુસાર દરેકને વિનિયોગ કરવાની ફરજ છે. અને જે સંઘોની આવી ભાવના હોય તે સંઘોને ક્યારેય કોઇ વાતે પ્રાયઃ કરી તકલીફ રહે નહિ. @ કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે ગુરુદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય ની રકમ, જે તે ક્ષેત્રમાં જ વાપરવાને બદલે સીધા દેવદ્રવ્યમાં ઉપયોગમાં લઇ લે, ઘણું કરીને બહેનોના ઉપાશ્રયમાં જ્ઞાનખાતાની આવકમાંથી ભગવાનનો મુગટ કે ખોખા કે હાર વગેરે જેવું બનાવવાની પ્રવૃતિ જવાય છે. વાત્સવમાં, જે ખાતાનું દ્રવ્ય હોય તે બને ત્યાં સુધી એ ખાતામાં જ વાપરવું જોઇએ, અત્યંત આવશ્યક્તા સિવાય એ ઉપરના ક્ષેત્રમાં પણ લઇ જવું યોગ્ય નથી. ૦ આ સંદર્ભે અન્ય પણ વિચારણા થઇ શકે છે, જે અવસરે જોઇશું. સૂચના:- સાત ક્ષેત્રના સુયોગ્ય વહીવટ માટે, ક્યું દ્રવ્ય ક્યા ખાતામાં જાય અને તે દ્રવ્ય ક્યાં ક્યાં વાપરી શકાય એ સંબંધે ' ધર્મદ્રવ્ય વ્યવસ્થા ” કરીને શાસ્ત્રાનુસારી, માર્ગસ્થ પુસ્તિકા પણ પૂર્વે છપાયેલ છે, જે અમારી પાસેથી ઉપલબ્ધ થઇ શકશે. સુધારો :- ગયા મહિને અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૬ સાધારણ દ્રવ્યની વૃદ્ધિ અંગેના લેખમાં ધુવસેના રાજા બનીને કલ્પસૂત્ર વાંચવાની વિનંતી કરવા અંગેના ઉલ્લેખમાં શરતચૂકથી લખાયેલ છે તેના બદલે શ્રમણ સંમેલનના ઠરાવ મુજબ ધુવસેન રાજા બનીને કલ્પસૂત્ર સાંભળવાનો ચઢાવો બોલાવો જોઇએ...મિચ્છામિ દુક્કડમ્
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૦ ૯
Page #8
--------------------------------------------------------------------------
________________ ૐ શ્રીં શ્રીં અહં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય શ્રી જીરાઉલા શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ || શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષ-હેમચંટૂ-જ્યસુંદર-કલ્યાણબોધિસૂરિભ્યો નમઃ | શિલ્પવિધિપ્રકાશાલારામુકાશીર્જારોઘનું ચાણjનજરાણું 'દિવ્યલોકના જિનાલયનું મત્સ્યલોકની ધરતી પર અવતરણ એટલે જ ‘શાશ્વતજિન સ્થાપના તીર્થ કૃપાવર્ષા : પ.પૂ.ગ.આ.ભ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આલેખન : પૂ. મુનિ શ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા. << પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ જિન પ્રતિમા * શું તમારે આવું તીર્થ નિર્માણ કરવું છે ? * શું તમારે દેવલોકમાં અનાદિ-અનંતકાળ સુધી રહેનારી શાશ્વત જિન પ્રતિમાનું જૈનાગમોમાં કહેલ અનુપમ સ્વરૂપ જાણવું છે ? * શું તમારે શાસ્ત્રોકત અભુત રૂપ સંપન્ન જિનપ્રતિમા 'નિર્માણ કરાવવાની ભાવના છે ? | દોવલોકના શાશ્વત જિનાલયના તળપ્લાન અને એલીવેશનો સહિતનો સર્વપ્રથમ ગ્રંથ. | * શાશ્વત જિનપ્રતિમા પ્રશ્નોત્તરી અંતર્ગત અવનવી માહિતી. વાંચો આ લઘુગ્રંથ... કદાચ, તમને માર્ગ મળી જય.. તમારો મનોરથ ફળી જાય. પ્રાપ્તિસ્થાન અમદાવાદ : શ્રી બાબુભાઈ૯૪૨૬૫૮૫૯૦૪, શ્રી યોગેશભાઈ - ૯૯૭૪પ 87879, શ્રી બિજલભાઈ - 84908 21546, મુંબઈ : શ્રી અક્ષયભાઈ - ૯૫૯૪પ પપપ૦૫ Printed Matter BookPosted 11417) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ - 30 8)