________________
સરસ્વતી પુત્રોને વંદના
.
આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી અને પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજીની
પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) ઉપદેશ તરંગિણી (૨) કર્મગ્રંથ ષટકાવચૂરિ (૩) જ્યોતિષ કરંડક (૪) ઉત્તરાધ્યયન સૂત્ર - શાંતિસૂરિજી ટીકા-ભાગ ૧ થી ૩ (રિપ્રિન્ટ) (૫) ત્રિશષ્ટિ શલાકા પુરુષ-સંરકૂત પ્રતાકાર - ભાગ ૧ થી ૬ (રિપ્રિન્ટ)
પૂ. આ.નયવર્ધનસૂરિજી મ. સા. (આ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) જ્ઞાન બિંદુ - કર્તા ઉપા. યશોવિજયજી મ. સા.
પૂ.પં.નયભદ્રવિજયજી મ. સા. (આ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) પ્રશ્ન વ્યાકરણ (પનાવાગરણ) (૨) સટ્ટજિયફuો, જઇ ઇય કપ્પો, શ્રાવક આલોચના વિધિ પ્રકાશ શ્રીતસાર, ચારેય કૃતિનું એક જ પુસ્તકમાં સમાવેશ
- શ્રમણ-શ્રમણી ભગવંતોને વિનંતી :પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. ચાતુમાસ દરમ્યાન શ્રી સંઘમાં સ્થિરતા કરે છે તે પહેલા આઠ મહિનાના શેષ કાળ દરમ્યાન પોતાના અભ્યાસ માટે જુદા જુદા જ્ઞાનભંડારમાંથી પુસ્તકો પ્રતો વગેરે મંગાવ્યા હોય છે અને ગત વર્ષના ચાર્તુમાસ દરમ્યાન અધુરા રહેલા ગ્રંથો પોતાના ચાતુમાસ પછી પોટલામાં બાંધીને રવજન કે આગામી ચાર્તુમાસ સ્થળે મુકે છે. જેથી શેષકાળ દરમ્યાન વિહારમાં વધારાની ઉપધિ રાખવી ન પડે.
હવે આ ચાતુમાસ દરમ્યાન આપની પાસે રહેલા પોટલાઓમાં જ્ઞાનભંડારમાંથી આપે લીધેલા પુસ્તકો તુરત જ પરત મોકલવાનું શક્ય ન હોય તો પણ પુસ્તક-પ્રત છ મહિનાથી વધુ સમયથી આપની પાસે હોય તેની યાદી સંગ્રહત જ્ઞાનભંડારને મોકલવા યોગ્ય કરશોજી. વિશેષમાં જ્યારે પણ પ્રતાકાર ગ્રંથ પરત મોકલો ત્યારે તેના બધા જ પત્રો ક્રમસર ગોઠવીને પરત કરશો અને તેમાં કોઇ પણ પત્ર ઓછો હોય તો તેની નોંધ અલગ પત્રમાં કરશો જેથી બીજી નકલમાંથી ઝેરોક્ષ કરાવીને અધુરી નકલ પૂર્ણ કરી શકાય. આપના વિવેક અને ઉચિત આચરણથી આપના ગુરુભાઇઓને જરૂરીયાતવાળું પુસ્તક ઉપલબ્ધ બને. ભવ્ય વિમોચન સમારોહ :- દીક્ષા દાનેશ્વરી પૂ. આ.ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂ.પં.વૈરાગ્યરત્નવિજયજી મ. સા.દ્વારા સંપાદિત પાંચ પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘના ઉપક્રમે યોજાયો જેમાં અગ્રણી શ્રેષ્ઠિવર્યો, શ્રુતપ્રેમીઓ અને પત્રકારોના વરદ હસ્તે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, તેમજ બાળકો માટે સચિત્ર ચિલ્ડ્રન સિરિઝ શરૂ કરવામાં આવી જેમાં ત્રણ સચિત્ર એક થા હાથી, ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલ.
અહો ! અવશાનમ= ૩૯ ૪)