________________
પુસ્તક
અહો ! શ્રવૉon
_II શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
સંકલન શાહ બાબુલાલ સમલા
- બેડાવાળા સંવત ૨૦૭૨ - ભાદરવા સુદ-૫
જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજય સંયમી ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર અનંતશ: વંદન...
જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી/વિધિકારકશ્રી આદિ ને.....પ્રણામ. વિ. સં. ૨૦૦૨, પાલીતાણા ખાતે યોજાયેલ ઐતિહાસિક વિરાટ શ્રમણ સંમેલન, પર્યુષણ પર્વમાં અષ્ટમંગલના દર્શનના ચડાવાને લઇને દાયકાઓ અને સદીઓ સુધી ચિરસ્મરણીય બની રહેશે. એ નિઃશંક છે. પ્રાયઃ દરેકે દરેક સંઘોમાં સાધારણ દ્રવ્ય અંગે ખેંચતાણ જ રહેતી અનુભવાતી. હોય છે. પછી દેવદ્રવ્ય વગેરે જેવા ઉપરના ક્ષેત્રમાંથી હવાલા પાડીને કામ ચલાવાય, એના દેવા વધતા જાય, સંઘ પર ભાર વધે આ મહા અનર્થ સર્જાય. વળી, સંઘ હસ્તકના ઉપાશ્રય, પેઢી વગેરે બિલ્ડીંગોના મેન્ટેનન્સ સાફ સફાઇ આ બધાના ખર્ચના પણ શ્રીસંઘોને પ્રશ્ન રહેતા હોય છે. • શ્રમણ સંમેલનના સમગ્ર વિશ્વભરના શ્રી સંઘોને આશીર્વાદ રૂપ આ ઠરાવ દ્વારા અનેક સંઘો આરામનો, રવસ્થતાનો શ્વાસ લઇ રહ્યા છે, અને લેશ. સકળ શ્રી સંઘની સર્વોચ્ચ પ્રવર સમિતિએ પણ અષ્ટમંગલના ચડાવા તથા દર્શન ક્યારે કરાવવા વગેરે સંબંધી સંકળા શ્રી સંઘોને માર્ગદર્શન પુરુ પાડ્યું. શ્રમણ સંમેલનમાં ન જોડાયેલા અન્ય પક્ષો તરફથી પણ આ ઠરાવને મળેલ સમર્થન અનુમોદનીય રહ્યું. 2 અષ્ટમંગલ સંબંધી જાગૃતિ લાવવામાં શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા "અષ્ટમંગલ ઐશ્વર્ય “ પુસ્તકની ગુજરાતી અને હિન્દી મળી ૮૦૦૦ નકલ છપાઇ અનેક સંઘો અને પ્રમુખ શ્રાવકો સુધી પહોંચાડવામાં આવી, અમારા સાબરમતીના શ્રી પાર્શ્વ સેવા ભક્તિ મંડળ દ્વારા સારી એવી સંખ્યામાં અષ્ટમંગલના સેટ તૈયાર કરાવી લેંગકોક, અમેરિકા, લંડન સહિત ભારતના સાત રાજ્યોમાં યોગ્ય નકરાથી મોકલવામાં આવ્યા.. અન્ય સ્થાનથી પણ અષ્ટમંગલોના સેટ તૈયાર થઇ શ્રીસંઘોને મળ્યા. અષ્ટમંગલ સંબંધી ક્લીપીંગ્સ અને ભેજ દ્વારા પણ સારો એવો પ્રસાર થયો, આ બધા પ્રયત્નોને પરિણામે દરેક સંઘોમાં અંદાજીત પાંચ થી પંદર લાખ રૂપિયાની સાધારણની આવક થઇ. તપાગચ્છીય શ્રમણ સંમેલન નિયુક્ત શ્રાવક સમિતિ દ્વારા પણ જે સંઘોને અષ્ટમંગલ બનાવવા હોય તેઓને યોગ્ય નકરાથી બનાવી આપવાની જાહેરાત થઇ. આ સર્વકાર્યોની અનુમોદના. ૦ સહુના આ સમૂહ પ્રયત્નોથી આ વર્ષે ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો. હવે આવતા વર્ષથી બાકી રહ્યા હોય તેવા પણ અનેક શ્રી સંઘોમાં અષ્ટમંગલના દર્શન શરૂ થશે. જેને આવકારીએ છીએ. 0 અલબત્ત, આવક વધતા વહીવટીય સમજદારી હોવી જરૂરી બને છે. સાધારણ ખાતાની રકમ વાપરવા અંગે પણ શાસ્ત્રકારોએ કેટલુંક દિશા સૂચન કર્યું છે, જે અવસરે વિચારીશું. જિનાજ્ઞા વિરુદ્ધ કોઇ પ્રરૂપણા થવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્....
લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા
" दासोऽहं सर्वसाधूनाम्
અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૦ ૧