Book Title: Aho Shruta gyanam Paripatra 37 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ શ્રુતજ્ઞાનનું કાર્ય કરતી સંસ્થાઓ - અનુમોદના શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ :- સાત ક્ષેત્રની ભક્તિ માટે ૩૮ વર્ષ પૂર્વે પૂ. ગુરુદેવ શ્રી હેમચંદ્રવિજયજી મ. સા.ની પ્રેરણાથી (હાલ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ) સ્થાપના થઇ છેલ્લા થોડા વર્ષોથી જ્ઞાનક્ષેત્રમાં ખૂબ જ સુંદર ભક્તિ સંસ્થા દ્વારા થઇ રહી છે. (૧) પ૦૦ થી વધુ ગ્રંથો પ્રકાશન કરી ભારતભરના સંઘોને સમર્પિત કરવાનો લાભ મળ્યો છે. (૨) ઉધઇ અને ભેજ ન લાગે તેવા વિશિષ્ટ કાગળો ઉપર આપણા આગમ અને પૂર્વના મહાપુરુષો રચિત મહત્વના 6 સેટના ૧૮૩ ગ્રંથોની સવાસો નકલો તૈયાર કરીને વિશિષ્ટ જ્ઞાનભંડારોને ભેટ મોકલાવી છે. (૩) આગમ વગેરે પ્રાચીન શાસ્ત્રો ઓરિસ્સાના કારીગરો દ્વારા તાડપત્ર ઉપર લખાવીને ૭૦૦ તાડપત્રી તૈયાર કરાવી છે. | (૪) અપ્રગટ પ્રાચીન ગ્રંથોનું પ્રકાશન અને વિદ્વાન મુનિઓ દ્વારા તેના ઉપર ટીકા વિવેચન કરાવીને દર વર્ષે ૩૦-૪૦ નવા ગ્રંથો પ્રકાશિત થાય છે. (૫) પૂર્વજોએ લખાવેલ પ્રાચીન હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા સુરક્ષિત અને તેની આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રિન્ટીંગ-પ્રોસેસીંગ દ્વારા રક્ષા કરવાનું કાર્ય ચાલુ છે. | (૬) સંસ્થા દ્વારા ચાર વિશાળ જ્ઞાનભંડાર - શ્રુતભવનનું નિર્માણ કરીને પૂજ્યોને સ્વાધ્યાય ઉપયોગી ગ્રંથો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. (૧) શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન - પાલીતાણા (૨) પાટણમાં આવેલ વિશાળ શ્રુતભવન જેમાં હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ પણ છે. (૩) શ્રી સિદ્ધાંત મહોદધિ પ્રેમસૂરીશ્વરજી શ્રુત સદન-પરિમલ ક્રોસિંગ, અમદાવાદ (૪) ચાંદખેડા અમદાવાદમાં આઇ. ઓ.સી.રોડ ઉપર દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ગુરુમંદિર નું નિર્માણ થઇ રહ્યું છે. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર સંવત ૨૦૬૩ માં શા. સરેમલ જવેરચંદજી બેડાવાલા પરિવાર દ્વારા રવદ્રવ્યથી બનાવવામાં આવ્યો. જેમાં પૂજ્ય ગુરુદેવોની કૃપા અને આશીર્વાદથી નીચે મુજબ સંગ્રહ દ્વારા સમૃદ્ધ અને પૂજ્યોને અભ્યાસ માટે ઉપયોગી બની રહ્યો છે. (૧) વિવિધ વિષય પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી પુસ્તકો -૧૮૦૦૦ (૨) આગમ-પ્રકરણ અને ચરિત્ર ગ્રંથો પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી પ્રતાકાર-૨૫૦૦ (૩) ઇ-લાયબ્રેરી અંતર્ગત ડીજીટલ પુસ્તકોનો સંગ્રહ - પીડીએફ ફાઇલ - ૯૦૦૦ (૪) માસિક અને વિવિધ લેખ સંગ્રહ પ્રિન્ટેડ તેમજ ડીજીટલ સોફ્ટ નકલ રૂપે - ૮૦૦ (૫) કિંમતી અને અલભ્ય હસ્તપ્રતોનો ડીજીટલ સંગ્રહ - ૮૦૦૦૦ (૬) વિવિધ જ્ઞાનભંડારની હસ્તપ્રતોની ઝેરોક્ષ - ૧૨૦૦ (o) અહો શ્રુતજ્ઞાનમ્ - ચાતુર્માસિક માસિકના ૩૯ અંકો રવદ્રવ્યથી પ્રકાશિત (૮) અહો શ્રુતમ્ ઇ-પરિપત્ર દ્વારા આઠ અપ્રગટ કૃતિઓનું પ્રકાશન નવ વર્ષમાં પૂજ્યોને અભ્યાસ માટે ૨૧૫૦૦ પુસ્તક-પ્રતો તેમજ ૧૪૦૦ હસ્તપ્રતની ઝેરોક્ષ સંશોધન-સંપાદન માટે આપવામાં આવી છે. ગત એક વર્ષ દરમ્યાન પૂજ્યોને ૪૦૨૫ પુસ્તકો ઇશ્ય કરવામાં આવી છે. જેમાં સાબરમતી -અમદાવાદ ઉપરાંત જુદા જુદા શહેરો અને ગામડામાં રહેલા ચારેય ફીરકાના શ્રમણ-શ્રમણી ભગવંતોને કુરીયર દ્વારા પહોંચાડવાનો લાભ મળેલ છે. અને ગુરુભગવંતોએ શ્રુત સેવાનો લાભ આપ્યો છે. તે બદલ તેમના ઋણી છીએ. અત્યાર સુધીમાં પ્રાયઃ અલભ્ય જીર્ણ પ્રાચીન મુદ્રિત ૨૨૮ પુસ્તકોનું પુનઃ પ્રકાશન કરવામાં આવેલ છે. અને તેની ૧૫ ડીવીડી બનાવીને જરૂર મુજબ જ્ઞાનભંડારોને ઇ-લાયબ્રેરી બનાવવા ભેટ આપેલ છે. આપની જરૂરીયાત માહિતી માટે ઇમેઇલ કે વોટસઅપ કે પત્ર દ્વારા સંપર્ક કરશો. અહો ! શ્રુતજ્ઞાનમ – ૩૯ ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8