Book Title: Aho Shruta gyanam Paripatra 37
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ ધર્મદ્રવ્યનો સુયોગ્ય વિનિમય • જિનશાસનમાં સાતે'ય ક્ષેત્રો તથા જીવદયા-અનુકંપાના કાર્ય સદાય સુંદર રીતે ચાલ્યા કરે એ માટે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોએ શ્રીસંઘોને ખૂબ સુંદર અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. ૦ શ્રી સંઘોમાં પ્રભુની અષ્ટપ્રકારી પૂજાઓ, રવપ્નની ઉછામણી, પ્રતિષ્ઠા-અંજનશલાકાના યથા યોગ્ય આદેશો વગેરે દ્વારા દેવદ્રવ્યની સારી એવી આવક રહે છે. ગુરુભગવંતોને કામળી વહોરાવવી, ગુરુપૂજન વગેરે દ્વારા ગુરુદ્રવ્ય અને ગ્રંથ વહોરાવવા, પ્રતિક્રમણના સૂત્રોની બોલી વગેરે દ્વારા જ્ઞાનદ્રવ્યની આવક સારા એવા પ્રમાણમાં રહે છે. શ્રી સંઘોમાં આવકની સાથે સાથે ખર્ચનું પ્લાનીંગ યોગ્ય વિચારણા પૂર્વક થવું જરૂરી છે. • કેટલીક વાર શ્રી સંઘના ટ્રસ્ટીઓ પોતે જે તે દ્રવ્યના યોગ્ય વહીવટ કરવાના અધિકારી છે એ વાત વિસરીને, જે તે દ્રવ્યના જાણે માલિક હોય તે રવરૂપનું વર્તન કરતા જોવા મળે છે. ક્યા સ્થાને કેટલી જરૂર છે? કાર્ય કેવા પ્રકારનું છે? વહીવટીય શુદ્ધતા કેવી છે? પ-૭ સ્થાનોમાંથી પણ કયા સ્થાને વિશેષ આવશ્યક્તા છે ? આ બધા મુદ્દાની વિચારણા કરીને દ્રવ્યરકમ ફાળવવાની હોય છે, તેને બદલે ત્યાં ઓળખાણ, સગપણ જેવા તત્વો વચ્ચે આવે છે, અગ્રીમ જરૂરિયાતવાળુ સ્થાન બાજુ પર રહી જાય છે અને લાગવગવાળું સ્થાન ફાવી જાય છે. ૦ શ્રી સંઘના વહીવટદાર તરીકે જાણતાં કે અજાણતાં પણ જો આવું થતું હોય તો જ્ઞાની ગીતાર્થ ગુરુભગવંત પાસે બેસીને પ્રભુ શાસન સમજવા જેવું છે. ધર્મદ્રવ્યનો સુયોગ્ય વહીવટ કરનાર જો તીર્થકર નામકર્મ બાંધે છે. તો વહીવટમાં ઉપેક્ષાઓ-ગેરરિતિ કરનાર ઘણું અશુભ કર્મ બાંધી શકે છે, એ પણ ન ભૂલવું જોઇએ. પ્રભુનું શાસન વર્તમાનમાં આપણને અનુલક્ષીને શ્રી જે. મૂ.પૂ.તા. જૈન સંઘ એક મુખ્ય શાસન છે. મુખ્ય સંસ્થા છે અને આપણો સંઘ, એ તેની એક બ્રાન્ચ છે, શાખા છે, આપણા સંઘમાં ઉપાર્જિત દ્રવ્યની મુખ્ય માલિકી જે.મૂ. પૂ.તા.સંઘની ગણાય. અને આ સંઘની જે પણ આપણા જેવી અન્ય શાખાઓ એટલે કે સંઘો - તે બધી જ આપણા સહોદર ભાઇ જેવા ગણાય. આ મુખ્ય તત્વ જે ન સમજે તે પ્રભુ શાસનનો વહીવટ કરવા યોગ્ય નથી. © કેટલીકવાર એવું જોવા મળે છે કે એક સંઘમાં લાખો નહિ ક્રોડો રૂપિયા ફિક્સ ડીપોઝીટમાં પડ્યા હોય અને તેની બાજુના જ પરાનો નાનો સંઘ આવશ્યક જરૂરિયાત માટે પ૦૦ સ્થાને અરજી કરતો હોય! ૯ વર્તમાનકાળમાં શ્રીસંઘની જરૂરિયાત પૂરતી રકમ રાખીને બાકીની સર્વ રકમ યોગ્ય સ્થાને વિનિમય કરી દેવામાં જ શાણપણ છે. સરકારની ચાંપતી નજર, ગમે ત્યારે એક કાળો કાયદો કરી ટ્રસ્ટોની મિલ્કત, પોતાના સાર્વજનિક કાર્ય માટે પડાવી લેવાનો મોટો ભય રહેલો છે, જે બધા જ જાણે છે તેમ છતાં પોતાના સંઘની (પોતાની નહી) રકમ વાપરવાનો જીવ ચાલતો નથી, અહો ! શ્રુતજ્ઞાનમ ૩૦ ૬

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8