Book Title: Aho Shruta gyanam Paripatra 33 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ 1) Aણ રવીકાર અને ક્ષમાપના ઇ આ વર્ષે પાઠશાળાના અભ્યાસક્રમ અંગે વિચારણા નો લેખ (તત્વજ્ઞાન પરિષદના જુન-૨૦૧૫માં પ્રકાશિત) તેમજ પંચમસમિતિના પાલનની સમીક્ષાનો લેખ અમોએ બધા જ આચાર્ય ભગવંતોને મોકલ્યો હતો. અમદાવાદ અને સુરતમાં બિરાજમાન બધા જ ગુરુભગવંતો સાથે આ અંગે રૂબરૂમાં પણ ચર્ચા વિચારણા થઇ હતી. ગુરુભગવંતોના આશીવદિ અને માર્ગદર્શન દ્વારા વર્તમાન સંજોગોમાં આ અંગેનો યોગ્ય ઉપાય પણ સૂચવ્યો હતો. શાસનની આજના સમયની સમસ્યાની ગંભીરતાને લક્ષ્યમાં લઇને ઘણા બધા ગુરુભગવંતો એ ત્વરિત પોઝીટીવ જવાબ અને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું તે સર્વે ગુરુભગવંતોનો અંતઃકરણ પૂર્વક સદણ રવીકારીએ છીએ. અમારા બંને લેખમાં તેમજ અહો! શ્રુતજ્ઞાનમ્ ના માસિક દ્વારા શાસ્ત્ર વિરુદ્ધ કોઇપણ પ્રરૂપણા થઇ હોય કે જાણતા અજાણતા કોઇનું પણ મન દુઃખ થયું હોય તો સર્વેને મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ રાતોપાસના - અનુમોદના પૂજ્ય જગશ્ચંદ્રસૂરિજી મ. સા. (ડહેલાવાળા) ના શિષ્યરત્ન પૂ.કાજ્ઞવિજયજી મ. સા.ની પ્રેરણાથી ચાતુર્માસ દરમ્યાન સુરત કતારગામસંઘ દ્વારા વાંચન આંદોલનનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા વિષયોના ૨૫ પુસ્તકોમાંથી સંઘના શ્રાવકશ્રાવિકાઓ-બાળકોએ રોજના ૧૫ મિનિટ એક પુસ્તક વાંચવાનું હોય છે. અને વાંચન પછી દરેક વ્યક્તિએ પોતાનો અનુભવ લખવાનો હોય છે. આ રીતે વાંચવાનો શોખ-ટેવ પેદા કરવા માટેનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમજ શ્રાવકો દ્વારા શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે તેઓના દ્વારા સંપાદિત-પ્રકાશિત પુસ્તકોની યાદી સાથેની પ્રવચનમાળાનું આયોજન તા. ૨ થી ૪ ઓક્ટોબર દરમ્યાન રાખવામાં આવેલ છે. | પ્રાચીન લિપિ શીખવાના વગો. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર દ્વારા દર વર્ષે પૂજ્ય સાધ્વીજી ભગવંતોને પ્રાચીન લિપિ શીખવવા માટેનું સાબરમતીમાં આયોજન કરવામાં આવે છે. વધુ સંખ્યામાં લાભ મળી શકે તે માટે આ વખતે પાલડી વિસ્તારમાં શ્રી પંકજ જૈન સંઘ - માણસાવાળા જ્ઞાનમંદિરમાં તા.૨૧-૯-૨૦૧૫ થી તા. ૨૧-૧૦-૨૦૧૫ સુધી ડૉ પ્રીતિબેન એન. પંચોલી (ભૂતપૂર્વ અધ્યક્ષ - હસ્તપ્રત વિભાગ એલ.ડી.ઇન્સ્ટી.) ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સંખ્યામાં સાધ્વીજી ભગવંતો તથા શ્રાવિકાઓ જોડાયા છે. 'BOOK-FEST - 2015 પૂ. જગચંદ્રસૂરિજી મ. સા. (ડહેલાવાળા)ના માર્ગદર્શનથી શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ દ્વારા બુક ફેસ્ટ-૨૦૧૫ નું ૧૨ ડિસેમ્બર થી ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૈન તત્વજ્ઞાનના વિવિધ સ્ટોલ્સ દ્વારા ઓડીયો-વીડીયોના માધ્યમથી બાળકોમહિલાઓને વિશિષ્ટ જ્ઞાન આપવામાં આવશે. તેમજ વિવિધ વિષયોના વિશાળ પુસ્તકોનું પ્રદર્શન-વેચાણ પણ રાખવામાં આવેલ છે. અહો ! શ્રdજ્ઞાનમ ૩૩Page Navigation
1 ... 3 4 5 6 7 8