Book Title: Aho Shruta gyanam Paripatra 33
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ પુસ્તક 33 ॥ શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II સંકલન શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા સંવત ૨૦૦૧ - ભાદરવા સુદ-૫ અહો ! શ્રુતજ્ઞાનમ જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જ્ઞાનભંડારોના......A, B, C, D ગ્રુપમાં વર્ગીકરણ વર્તમાનમાં ચારે’ય ફીરકાના મળીને ૧૫ હજારથી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતો છે. લગભગ ૧૨૦૦ થી અધિક સ્થાનોમાં ચાતુર્માસ થાય છે. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ચોમાસામાં તેમજ શેષકાળમાં વિહાર દરમ્યાન અભ્યાસોપયોગી પુસ્તકોની આવશ્યક્તા રહે છે. સંયમધર્મની મર્યાદા અનુસાર અને જૈનસાહિત્યની વિપુલતા અને વિવિધતાને કારણે બધુ સાહિત્ય એક સાથે લઇને ફરવું શક્ય નથી. તેથી જે તે સંઘોમાં ક્ષેત્રાનુસાર વિશાળ અને સમૃદ્ધ જ્ઞાનભંડાર હોય તે જરૂરી છે. છે નવા જ્ઞાનભંડાર બનાવવા માટે આપણી પાસે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુરૂપ કેવો જ્ઞાનભંડાર બનાવવો તેનું વિઝન લક્ષ્ય હોવું જરૂરી છે. સામાન્યથી જ્ઞાનભંડારનું આ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. (A) જ્યાં પૂજ્યોનું વિચરણ ઓછું હોય તેવા ક્ષેત્રમાં શ્રાવક ઉપયોગી વાંચન, પ્રવચન, વાર્તા વગેરે તથા શ્રાવકોપયોગી જીવવિચાર-કર્મગ્રંથ સૂત્રો વિધિવિધાન-પૂજા વિવેચનોના પુસ્તકો રાખી શકાય. (B) આપણે ત્યાં ઘણી પ્રકાશન સંસ્થાઓ જ્ઞાનદ્રવ્યથી પુસ્તકો છપાવતા હોય છે. તથા કોઇપણ જ્ઞાનભંડારને વિનામૂલ્યે ભેટ આપતા હોય થે. એ પ્રકાશન સંસ્થાઓ તેમજ ગુરુભગવંતોને પત્ર લખવાથી પુસ્તકો ભેટ મળી શકે છે. જેના લીધે પૂજ્યોના અભ્યાસ ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ બને. (C) ઉપરના પુસ્તકો સિવાય ચારે'ય ફીરકાના આગમગ્રંથો, ન્યાયદર્શનના પુસ્તકો, શિલ્પ-જ્યોતિષ, ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા વિવિધ શબ્દકોષો જ્ઞાનદ્રવ્યથી કે સ્વદ્રવ્યથી વસાવવા જોઇએ. એ માટે દર વર્ષે ૨૦-૨૫ હજાર જેટલી તો ખરીદી પૂ.ગુરુભગવંતોના માર્ગદર્શન અનુસાર અવશ્ય કરવી જાઇએ. તો જ શ્રીસંઘનો જ્ઞાનભંડાર ઉપયોગી પુસ્તકોથી સમૃદ્ધ બની શકે. (D) ઉપરોક્ત પુસ્તકો ઉપરાંત અન્ય સર્વ ધર્મીય ગ્રંથો જેવા કે વેદો, પુરાણો, બુદ્ધના ત્રિપિટકો, બાઇબલ-કુરાન વગેરે ગ્રંથો, સાહિત્ય-કલાના વિશ્વસ્તરીય ગ્રંથો તેમજ અનેક હસ્તલિખિત જ્ઞાનભંડારોના કેટલોગ ખરીદીને વસાવવા જોઇએ. આવા જ્ઞાનભંડારો માટે અધતન કોમ્પ્યુટર પ્રોગ્રામસાથે કેળવાયેલો સ્ટાફ જોઇએ. અને તેઓ ઉદારતાપૂર્વક સંગ્રહ કરેલી માહિતિ બધાને આપે, (E) આધુનિક જ્ઞાનભંડાર :- જ્ઞાનભંડારના બધા જ પુસ્તક-પ્રતોના સંગ્રહને વિશિષ્ટ કક્ષાનો બનાવવા માટે કોમ્પ્યુટર અને પ્રીન્ટીંગ મશીન રાખવું જરૂરી છે. અભ્યાસોપયોગી ગ્રંથોની ડીજીટલ પીડીએફ ફાઇલો બનાવીને ડીવીડી અથવા તો વેબસાઇટ ઉપર ઘણી સંસ્થાઓએ પ્રકાશિત કરી છે. વેબસાઇટ ઉપર રહેલ અભ્યાસ ઉપયોગી, રેફરન્સ અને સંશોધનોપયોગી બધાજ ગ્રંથોનો ડીજીટલ સંગ્રહ ડાઇનલોડ કરી જ્ઞાનભંડારોનો ડીજીટલ માસ્ટર કેટલોગ બનાવવો જોઇએ અને જે પણ ગુરુભગવંતોને જરૂરી હોય તે પુસ્તકો જરૂર મુજબ પ્રિન્ટ કઢાવીને તેઓની ભક્તિનો લાભ લઇ શકાય. પૂર્વમુદ્રિત અને વર્તમાનમાં પ્રાયઃ અપ્રાપ્ય એવા અભ્યાસોપયોગી પુસ્તકોનું પણ સ્કેનીંગ કરીને ડીજીટલ પીડીએફ નો સંગ્રહ કરી શકાય અને જ્યારે પણ કોઇપણ ગુરુભગવંતોને એક સાથે વાંચન-અભ્યાસ માટે ૫-૧૦-૧૫ નકલની જરૂર હોય તો પ્રિન્ટ નકલ પૂરી પાડી શકાય. આવી ડીજીટલ સંગ્રહની ઇ-લાયબ્રેરી એ આજના જમાનાની આગવી જરૂરિયાત છે. અને તેને લીધે ઘણા બધા બિનજરૂરી પ્રિન્ટીંગ કાગળોનો બચાવ થશે. અને આમાં ઓછા રોકાણમાં ખૂબ જ ઉત્તમકક્ષાનો માટો લાભ લઇ શકાય છે. લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના અહો ! શ્રુતજ્ઞાનમ્ - 33 ૧ " दासोऽहं सर्व साधूनाम् '

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8