Book Title: Aho Shruta gyanam Paripatra 31
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Pictorial character for Children આપણે શું કરી શકીએ ? નેશનલ બુક ફેર :- હવે તો આ મેળો આવતા વર્ષે યોજાશે, પણ એની તૈયારી અમે શરૂ કરી દીધી છે. આ મેળામાં અમે જોયું કે સચિત્ર જૈન બાળ સાહિત્યની અંગ્રેજી ભાષામાં ઘણી માંગ છે. પણ આપણી પાસે એવું સાહિત્ય ઉપલબ્ધ નથી. ક્યાંય ક્યાંય આવા પ્રકાશના થયા છે, તો યોગ્ય માર્કેટીંગના અભાવે ઇચ્છુક સુધી પહોંચી શક્યા નથી, જૈન કથાઓ + જૈન અભ્યાસક્રમ સચિત્ર અંગ્રેજી બાળસાહિત્યરૂપે મળે તે માટે અનેક વાલીઓ શોધખોળ કરતાં હોય છે. કદાચ તેમનું પોતાનું જ્ઞાન ઓછું હોય તો પણ બાળકોના સંસ્કાર અને ધાર્મિક વિકાસ માટે તેમને આવું સાહિત્ય જોઇતું હોય . નવી પેઢીને નવેસરથી ઘડવા માટે આ બીડું અમે ઝડપી લીધુ છે. પ્રભુ વીર થી લઇને કુમારપાળ સુધીના નાયકોની અંગ્રેજી ભાષામાં સચિત્ર બાલ સાહિત્યની શ્રેણીનું કાર્ય શરૂ કરેલ છે. - આ કાર્યની અગત્યતા અને જરૂરીયાત સમજીને જુદા જુદા ઘણા બધા સ્થળે બીરાજમાન આચાર્ય ભગવંતોની પ્રેરણાથી યુવાન સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા પ૦ ચરિત્રોનું અંગ્રેજીમાં આલેખન શરૂ થયું છે અને તે પૈકી 10 ચરિત્રોની પ્રેસ કોપી અમોને મળી ગઇ છે, જે માટે સહાયક બનનાર સર્વે ગુરુ ભગવંતોનો ઋણ રવીકારીએ છીએ. આર્ટ પેપર ઉપર આકર્ષક મલ્ટીકલર પ્રિન્ટીંગ, ચિત્રમય બાળકોને ગમે તેવી આંકઈક ડીઝાઇન, બાળ સુલભ સરળ અંગ્રેજી ભાષામાં, સંસ્કાર સિંચન માટે 32 પેજના 10-12 પુસ્તકોની પ્રથમશ્રેણી ટૂંક જ સમયમાં પ્રકાશિત થશે. જે બાળકોને પાઠશાળામાં પ્રભાવના વગેરે આપવા માટે પણ ઉપયોગી બની રહેશે. આત્મીય આવકાર : જિનશાસનના અનંત આણની સંવેદનાને હૃદયમાં વસાવીને આપશ્રી પણ આ મિશનમાં જોડાઓ, આપશ્રી આપની ક્ષમતાને અનુસારે (1) સ્ટોરી રાઇટીંગ (2) ડ્રોઇંગ (3) ડીઝાઇનીંગ (4) પ્રુફ ચેકીંગ (5) માર્કેટીંગ (6) ઇકોનોમિકલ સપોર્ટીગ જે કાંઇ પણ કરી શકો, તે કરવા માટે આગળ આવો. પ્લીઝ, છતી શક્તિને ગોપાવશો નહીં ચાલો, આપણે સહુ મળીને જિનશાસનની સેવાથી ધન્ય બનીયે. Come....you are welcome... Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રતોન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - 31 8

Loading...

Page Navigation
1 ... 6 7 8