Book Title: Aho Shruta gyanam Paripatra 31
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ 'JAINISM STALL in National Book Fair-2015) વિશિષ્ટ મુલાકાતીઓ : સામાન્ય લોકો તો સપરિવાર પુસ્તક મેળામાં આવ્યા જ હતા. સાથે સાથે યુનિવર્સિટીઓના શિક્ષકો અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાનો-સંશોધકો પણ આવ્યા હતા. કળા-કૌશલ્યના ક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓ પણ પોતાના વિષયમાં અધતન જ્ઞાન મેળવવા માટે આ મેળામાં આવ્યા હતા. વધુ આનંદની વાત એ હતી કે અમારા હાર્દિક આમંત્રણને માન આપીને પ્રતિદિન આચાર્ય ભગવંતો અને શ્રમણ-શ્રમણી ભગવંતો પણ આ મેળામાં પધાર્યા હતા અને અમારા ઉલ્લાસમાં એમણે અભિવૃદ્ધિ કરી હતી. એફ વસવસો: સંપૂર્ણ વર્ષમાં રાજકીયસ્તરે યોજાતો જ્ઞાન-સંબંધી કોઇ ઉત્સવ હોય, તો તે આ જ હતો. જ્ઞાનનું અધતન સ્તર, મુદ્રણકૌશલ્ય, લોકભોગ્ય સાહિત્ય, અન્ય ધર્મોનું સાહિત્ય, અન્ય ધમની આક્રમક પ્રચાર-પ્રસારની નીતિ-રીતિ- આ બધી જાણકારી મેળવવાનો આ એક રવર્ણિમ અવસર હતો. આ અવસરે આપણા શ્રીસંઘના અગ્રણીઓ, પાઠશાળાના સંચાલકો, ધાર્મિક શિક્ષક-શિક્ષિકાઓ અને પૂ. સંયમી ભગવંતોને ભણાવતાં વિદ્વાનોના દર્શન આ મેળામાં દુર્લભ હતાં. તેઓ મહદંશે ગેરહાજર હોવાથી આવા જ્ઞાન-સપ્તાહમાં મળતા અનુભવથી, નવી પેઢીને ધતન માર્ગોના પરિચયથી અને અન્ય ઉપયોગી માહિતીથી વંચિત રહ્યા, તેનું અમને દુઃખ છે. એક કડવું સત્ય : ધર્મ પ્રસાર માટે મુરિલમોના ૮-૧૦ સ્ટોલ્સ હતા, ખ્રિસ્તીઓના ૪-૫ સ્ટોલ્સ હતા, વૈદિક પંથના ચિન્મયાનંદ મિશન, દયાનંદ સરસવતી આશ્રમ, ગીતા પ્રેસ, ગાયત્રી પરિષદુ, હરિઓમ આશ્રમ, આશારામ આશ્રમ વગેરેના સંખ્યાબંધ સ્ટોલ્સ હતા. આ સિવાય દાદા ભગવાન, ઓશો, શીખ ધર્મ વગેરેના પણ સ્ટોલ્સ હતા. આ દરેક સ્ટોલ્સ પરના સંચાલકો અને કાર્યકરોનો ઉલ્લાસ અને વહીવટ ખરેખર દાદ માંગી લે તેવા હતા. તેઓ પોતાના ધર્મના પ્રચારનું સાહિત્ય છૂટથી મફત વહેંચતા હતા. ૨૦૦-૩૦૦ રૂા.ની કિંમતની બાઇબલ કે કુરાનની નકલો પણ તદ્દન મફત આપતા હતા. જે મુલાકાતી આવે તેને પોતપોતાના ધર્મના સિદ્ધાંતો સારી રીતે સમજાવતા હતા. આ રીતે સાહિત્ય-પ્રચારની સાથે સાથે જ ધર્મપ્રચાર કરીને પોતે કરેલ તન-મનધન-સમયના વિનિયોગનું પુરે પુરું વળતર મેળવી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં આપણી સ્થિતિ શું હતી ? સમગ્ર વિશ્વમાં સવોત્કૃષ્ટ જ્ઞાનસંપતિ જેનીઝમ પાસે છે. સમગ્ર વિશ્વનો પ્રાચીનતમ અને આદર્શ પંથ જૈનીઝમ છે. ને છતાં ય જૈનીઝમના માત્ર બે જ સ્ટોલ હતા. (૧) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારનો (૨) શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટનો, સોરી ટુ સે, આ મેળામાં જૈનોની અનેક રીતે ઉદાસીનતા, રવધર્મપ્રસાર માટેની નિષ્ક્રિયતા અને અનંત ઉપકારી પરમતારક શ્રી જિનશાસન પ્રત્યેની સંવેદનાની શૂન્યતા અમારા અંતરને કોરી ખાતી હતી. ડીવાઇન ડ્રીમ : આવતા મેળામાં સળંગ દશ સ્ટોલ જૈનીઝમના હોય, પ્રેઝન્ટેશનનો કોઇ પ્રકાર બાકી ન હોય, લાખો લોકોના મોઢામાં અદભુત-અદ્ભુતના ઉદ્ગારો હોય, લાખો હૃદયમાં બોધિબીજના અમોધ વાવેતર થતાં હોય. લાખો લોકોના આવનારા કરોડો કલાકો રવાધ્યાય તરીકે નિશ્ચિત થઇ જતા હોય, જેનીઝમને સર્વોત્કૃષ્ટ ગૌરવ મળે અને જિનશાશનની એ અદ્ભુત પ્રભાવનાને જોઇને આપણી આંખોમાં હર્ષાશ્રુ આવી જાય. વર્ષોથી હૃદયને શેકતી અફસોસની આગ એ હર્ષાશ્રુઓથી બુઝાઇ જાય. ચાલો, આપણે સહુ મળીને આ દિવ્ય વનને સાકાર કરીએ. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૯ |

Loading...

Page Navigation
1 ... 5 6 7 8