Book Title: Aho Shruta gyanam Paripatra 31
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ પુસ્તક અહો ! શ્રવણીળોના II શ્રી ચિંતામણિIEશંખેશ્વર આશાપૂરણી પાનિાશાય નમH II સંકલન 3 શાહ બાબુલાલી સરેમલી -dડાવાળા સંવત ૨૦૦૧ - અષાઢ સુદ-૫ પ.પૂ. જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી... જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્ય, પંડિતવર્યશ્રી, સુશ્રાવકશ્રી,......પ્રણામાં “હું", આરાધક, પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ, જેનો જિનશાસનના મુખ્ય આધારસ્થંભમાં સમાવેશ કરે છે એવા સાતક્ષેત્રમાં ના તૃતીયક્ષેત્ર રવરૂપ "શ્રુતજ્ઞાનની નિષ્કામભક્તિ કરવાના સદાશયથી આરંભાયેલા ચાતુમસિક માસિક "અહો! શ્રુતજ્ઞાનમ” તેના સાતમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. સામુદાયિક બંધનોથી પર રહીને પ્રભુશાસનના "શ્રત" ના વિષયોમાં કાર્ય કરતા વિદ્વાન શ્રમણ-શ્રમણી ભગવંતો, પંડિતવર્યો, લેખકો આદિના સંશોધનસંપાદન-લેખન કાર્યોથી સૌને પરસ્પર અવગત કરાવવા તથા શ્રુત સંબંધી શ્રીસંઘમાં આવશ્યક વિચારણાઓ રજુ કરવી, એ જ તેનો મુખ્ય આશય રહ્યો છે. - -: બાળ સંકરણ : શ્રીસંઘનું એક અત્યાવશ્યક ફાર્ય:આજની શિક્ષણ પ્રણાલી અને વર્તમાન સમયના બદલાતા પ્રવાહોમાં ધર્મ ક્યાં અને કેવી રીતે ટકશે, એ બહું પાયાનો વિચારણીય પ્રશ્ન બની રહે છે. લાલયેન્દ્રવજ્ઞff” : ચાણક્યના આ નિતિ સૂત્રની ધરાર ઉપેક્ષા થઇને બીજી જ વર્ષથી બાળકોના પ્લે ગ્રુપ નર્સરી વગેરે જેવા આકર્ષક નામોના ઓઠા નીચે બાળકોનો વતંત્રતાનો શ્વાસ રૂંધાવા લાગે છે. મા-બાપને પણ, આજુબાજુની દેખાદેખીને કારણે આજે ને આજે બાળકને સર્વકલા સંપન્ન કરી દેવો હોય છે, છોડ વિકસતા પહેલા મુરઝાવવાની જાણે શરૂઆત થઇ જતી હોય તેમ લાગ્યા કરે છે. અલબત્ત આ ઘણી ગંભીર વિચારણા છે, પ્રારંભીક કાળ સ્કુલ, કોલેજને અતિ ભારે બર્ડનમાં પસાર થાય છે, યુવાનીમાં આવતા ધંધો, જોબ વગેરેમાંથી સમય કાઢવો ભારે પડે છે. ઘણું કરીને બાળપણમાં જ ધર્મના સંસ્કારોનું વ્યવસ્થિત, મજબુત પણે આધાન કરવામાં આવે તો યુવાનીમાં અને નહી તો ઘડપણમાં પણ ધર્મની રૂચિ ઉભી રહે છે. અને તેથી જ બાળક અવસ્થામાં શક્ય તેટલા ધર્મના સંસ્કારો આપી દેવા જોઇએ. આજનો બે વર્ષનો બાળક મોબાઇલ ઉપર ગેમ રમતો હોય ત્યારે તેને એજ જુની શિક્ષણ પ્રણાલીકાના ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડે છે અથવા તો અભ ફળદાયી બને છે. આનંદનો વિષય છે કે આજે મોટા શહેરોમાં કંઇક નવા અભિગમ સાથે બાળકનો ધર્મક્ષેત્રમાં પાઠશાળાના વિષયમાં પ્રવેશ કરાવાય છે. માત્ર સૂત્રો ગોખવાનો અભ્યાસ જ નહીં પરંતુ વિનય-વિવેક-ધર્મવ્યવહાર, દાન, કરૂણાના સંસ્કારો વગેરે અનેક એંગલોથી પાઠશાળાઓ સમૃદ્ધ બની રહી છે. ( હાલ, ચાતુમસિની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે પૂજા અભિયાન, ઉપાશ્રયે ગુરુવંદન અભિયાન, પ્રતિક્રમણ અભિયાન, સૂત્ર ગોખવા, ટી.વી. ત્યાગ વગેરે જેવા ચાતુમાસિક નિયમો આદિ દ્વારા બાળકોમાં ધર્મ સંસ્કારની વાવણી કરવી જોઇએ. અને એ દિશામાં ધનનો પ્રવાહ વાળવો જોઇએ. લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના " રાસોë સર્વ સાધૂનામ્ " 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8