Book Title: Aho Shruta gyanam Paripatra 26
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પૂજ્યપાદ ગુરુભગવંતોને નમ્ર વિજ્ઞપ્તિ . 0 શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પ.પૂ.પ્રાચીનશુતોદ્ધારક વૈરાગ્ય દેશનાદક્ષા આયાદવે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ પૂર્વક, પૂજ્યશ્રીના પુન્યપ્રભાવે, લોકાર્પણ થયેલ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર - સાબરમતીને છેલ્લા છ વરસથી પૂજ્યોને અભ્યાસ ઉપયોગી ગ્રંથો સાહિત્ય પહોંચાડવાનો ઉત્તમ લાભ મળી રહ્યો છે, જેનો અમારા હૈયે અપાર આનંદ છે. ચાતુર્માસમાં એક સાથે 3-4-5 કે વધુ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો અભ્યાસ કરતા હોય ત્યારે એક જ ગ્રંથની ઘણી નકલોની એક સાથે જરૂર પડે છે. જે પણ પૂજ્યોને આ રીતે એક સાથે વધુ ગ્રંથની આવશ્યક્તા હોય તો અમારી પાસેથી મંગાવી ઋતભક્તિનો લાભ આપશોજી. (c) જેઓ પાસે અભ્યાસ ઉપયોગી ગ્રંથની પીડીએફ હોય, તેઓ અમને ઇમેઇલ કરી શકે, અથવા સીડીમાં મોકલે તો અમો ગ્રંથની કોપીઓ કઢાવી જરૂરિયાતવાળા પૂજયોને આપી શકીશું. (c) ગત ચાતુર્માસ દરમ્યાન અમારા જ્ઞાનભંડારમાંથી જે પણ પૂજયોને પુસ્તક-ગ્રંથાદિ મોકલવામાં આવેલ, તેઓના અભ્યાસનું કાર્ય પૂર્ણ થતા પુસ્તકો અમને પાછા જમા કરાવવા વિનંતિ. - કેટલીકવાર એક સ્થાનેથી આવેલ પ્રત બીજા પૂજયોને મોકલતા, પ્રતના પાના ઉલટ-સુલટ હોવાની ફરિયાદ આવે છે. તો દરેક પ્રોને નમ્ર વિનંતી કે જ્યારે પ્રત પરત જમા કરાવો ત્યારે તેના દરેક પાના વ્યવસ્થિત ગોઠવીને મોકલવા. જે પણ પૂજ્યશ્રીઓ તરફથી બાળસાહિત્ય પ્રકાશિત થતુ હોય અથવા તે અંગેની સીડી, ડીવીડી અથવા અંગ્રેજી બાળવાર્તા સાહિત્ય ઉપલબ્ધ હોય અથવા તેના પ્રાપ્તિસ્થાન વગેરે અંગેની માહિતિ હોય તો તેઓ કૃપા કરી અમને જણાવે. અમોને બાળકો માટેની જ સ્પેશીયલ લાયબ્રેરી બનાવવાની ભાવના છે. 0 કચ્છમિત્રમાં શ્રી માવજી કે. સાવલાનો શ્રી ધીરજલાલ ટોકરશી શાહના ગુજરાતી બાળવાર્તા શ્રેણીનો અંગ્રેજી અનુવાદ કરવા સંબંધી લેખ દિશાસૂચક છે. આ રીતે ગુજરાતી બાળવાર્તાઓનું અંગ્રેજી ભાષાંતરણ કરીને મલ્ટીકલર ચિત્રો સાથે ઇ-બુક રૂપે પણ પ્રકાશન કરવાથી ખૂબ જ સુંદર પરિણામ આવી શકે છે. તો એ બાબત આપનો સહયોગ અને અભિપ્રાય જણાવવા યોગ્ય કરશો. - અંગ્રેજી મીશનરી સ્કુલમાં અભ્યાસ કરેલ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંત જૈન પારિભાષિક શબ્દોનું યોગ્ય અંગ્રેજી રૂપાંતર દ્વારા સહયોગ આપી શકે છે. Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed અહી ! શ્રવજ્ઞાળી , Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 26 8

Loading...

Page Navigation
1 ... 6 7 8