Book Title: Aho Shruta gyanam Paripatra 26 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ અવલકોટિના કૃતપ્રભાવકો દ્વારા સમજણપૂર્વકની સાચી શુદ્ધાશ્રુતરક્ષા. જ્ઞાનમાં તો અંગુઠા છાપ અબુધ જ હોય છે. એને સંસ્કૃત નો સ કે પ્રાકૃતનો પની ગતાગમ હોતી નથી, માત્ર દેખી દેખીને નકલ જ કરવાની હોય છે. એમાં ધ્યાન બે ધ્યાન થતાં અથવા તો વધુ લખી ને વધુ વળતર મેળવવાની લાયમાં ક્યારેક અક્ષર, કાના માત્રા, ક્યારેક શબ્દો તો ક્યારેક આખી લાઇન ગપચાવી દેતા હોય છે. પૂર્વ કાળના લહીયા વ્યવસ્થિત સમજદાર હતા. ગુરુભગવંતોનું વ્યવસ્થિત ચેકીંગ રહેતું, જ્યારે આજે? રોજના આવશ્યક સૂત્રોમાં પણ આપણે શુદ્ધિની કેટલી દરકાર કરીએ છીએ, એક કાના કે માત્રાના ફેરફારમાં અર્થના અનર્થો થઇ જતાં શાસ્ત્રોમાં દષ્ટાંતો બતાવ્યા છે. ત્યારે અણઘડ લહિયાઓના હાથમાં ભવિષ્યના અતરક્ષાની દોરી સોપવી કેટલી યોગ્ય ગણાશે? (૨) ચેકીંગ સંશોધન :- લહિયાઓએ લખેલ સંસ્કૃત પ્રાકૃતના ગ્રંથોને ચેક કરવા માટેનો પ્રાથમિક અધિકારી એ છે કે જેને એ ભાષાનું જ્ઞાન હોય, તથા વાસ્તવિક સાચો અધિકારી એ છે કે જેને જે તે આગમિક પદાર્થનું જ્ઞાન પણ હોય, આવા અધિકારી તરીકે તો વિદ્વાન સાધુ ભગવંતાદિ જ મળે. - જેટલા પણ સાધુ ભગવંતો હયાત છે એમાં આવા વિશિષ્ટ સુતજ્ઞાની સાધુભગવંતો કેટલા ટકા મળે? હવે સામાન્ય બુદ્ધિથી વિચારો કે જે એવા થોડા ઘણાં વિદ્વાન સાધુભગવંતો છે તે દરેકને પોતાના નવસર્જન, ભાષાંતરણ, સંશોધન, સંપાદનના કામો ચાલતા હોય ત્યારે તેઓ પોતાના સમય લહિયાએ લખેલ ગ્રંથો ચેક કરવામાં આવે (કે જેમાં તેમની બોદ્ધિક ક્ષમતાનો કોઇ વિશિષ્ટ ઉપયોગ થતો નથી) કે પછી પોતાના નવસર્જનમાં આપે? માની લ્યો કે કોઇ શ્રુતભક્તિ થી પ્રેરાઇને હસ્ત લિખિત ગ્રંથો ચેક કરશે તો પણ તે કેટલા ગ્રંથો ચેક કરશે, તથા તેની ધીરજ કેટલી ટકશે? આ વાસ્તવિક્તામાં જ્યાં થોડા ઘણા ગ્રંથો પણ ચેક કરવા મુશ્કેલ છે, ત્યાં જેઓને અતિવિશાળ પાયે શ્રુતલેખન કરાવવાના કોડ હોય ને કરોડોની તેની યોજના હોય તેઓ આ કાર્ય કેવી રીતે કરશે તે એક લાખ રૂપિયાનો સવાલ છે. આ રીતે ચેક કર્યા બાદ પણ કામ પતી જતુ નથી, સંશોધક મહાત્માએ જ્યાં જ્યાં ભુલ કાઢી હોય, પાછો સુધાર્યા હોય, તે સર્વ વિગત પાછી મુળ પ્રતમાં લહિયા દ્વારા સુધારાવવાની હોય છે. અત્યંત વિરજ સાધ્ય અને માનસિક શ્રમસાધ્ય આ કાર્ય છે. માત્ર જ્ઞાન દ્રવ્યની રેલમછેલ થઇ જવાથી કે લખવાનો ઓર્ડર આપી દેવાથી સરળતાથી આવા કાર્યો થઇ જતાં નથી.. (૩) પાઠ ભેદ અને પાઠ શુદ્ધિઃ - સુતનું લેખન જ કરાવવું જોઇએ એવું કહેનારાઓ આ માટે હિંસા વિરાધના અને પ્રાચીન પદ્ધતિના મુદ્દાને આગળ કરે છે, પરંતુ સાચી વાસ્તવિક્તા એ છે કે પ્રાચીન ઋતવારસાના સંરક્ષણમાં હિંસા અહિંસા કે પ્રાચીન અર્વાચીન પદ્ધતિ એ ગૌણ બાબત છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ મહત્વ પાઠ શુદ્ધિનું છે અને તે પ્રિન્ટીંગ દ્વારા જ વધુ સાચવી શકાય છે. ધારો કે ૨૦૦ પાનાનો કોઇ એક ગ્રંથ છે અને તેન ૧૦ નકલ કરવાની છે. હવે માનવસહજ ભૂલને કારણે એક પેજ પર એક ભૂલ થાય તો સંપૂર્ણ ગ્રંથમાં એક કોપીમાં ૨૦૦ ભૂલો થાય. (વાત્સવમાં તો આનાથી ત્રણ, ચાર કે પાંચ ગણી ભૂલો જ નીકળશે. છતાં ઓછામાં ઓછી કલ્પના કરીએ તો એ ૨૦૦ ભુલ નીકળશે.) હવે ૧૦ લહિયા પોતાની રીતે લખે ત્યારે દરેક જણ અલગ અલગ ૨૦૦ સ્થાને ભલ કરે એટલે એક જ ગ્રંથની ૧૦ કોપીને થઇને કુલ ૨૦૦૦ ભલો થાય - આજે જેઓ પણ આ હસ્તલેખન કરાવે છે તેઓ ઘણું કરીને પૂ. પુચવિજયજી મ.સા. કે પૂ. જંબુવિજયજી મ.સા.આદિના શુધ્ધ સંપાદનો ઉપરથી જ હાલેખન કરાવે છે. તે મહાપુરુષોએ અનેક તાડપત્રો પ્રાચીન અને હસ્તશિને આધારે પાઠ ભેદોની સંગતતાએ કરીને જે એક ગ્રંથ સવગ શુધ્ધ કર્યો હોય તેને ઉપર જણાવ્યા પ્રમાણે લખવાથી નવા હજારો પાઠ ભેદો ઉભા થાય અને ભવિષ્યની પેઢીને ફરી પાછો અશુધ્ધ શ્રતવારસો આપવાનો થાય. અને ૨૦૦-૫૦૦ વર્ષ પછી ફરી કોઇ પૂ.પુણ્યવિજયજી કે પૂ. જંબુવિજયજીની શ્રીસંઘને જરૂર પડશે. એટલે આ રીતે પૂજ્ય મહાપુરુષોના શુધ્ધ સંપાદિત ગ્રંથો લખાવવામાં તેમની અથવા તો શ્રુતજ્ઞાનની ભક્તિ છે કે અવહેલના છે તે શાંતચિત્તે મધ્યસ્થ ભાવના થી વિચારવું જોઇએ. વળી, શ્રુતલેખન એ અહિંસક છે કે અત્યહિંસક છે ને છાપકામ ભરપુર વિરાધનામય છે. વગેરે વગેરે તો હજી વિચારણીય સ્તરે જ છે.... (ક્રમશઃ આગામી અંક - ૨૦માં) 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬Page Navigation
1 ... 5 6 7 8