Book Title: Aho Shruta gyanam Paripatra 26
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અલકોટિનાક્રુતપ્રભાવકો દ્વારા સમજણપૂર્વકની સાચી શુદ્ધ ધૃતરક્ષા જિનશાસનની ઉજ્જવળ પરંપરામાં અનેકાનેક શ્રુતપ્રભાવકો થઇ ગયા છે. એમાં પણ આપણી અત્યંત નજીકના છેલ્લી સદીના શ્રુતપ્રભાવકોની જો વાત કરવી હોય તો મુખ્ય ત્રણ નામ સૌની જીભે અવશ્ય પડે છે. (૧) પ. પૂ. આગમાં દ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ (૨) પ.પૂ. શ્રુતભાસ્કર પુણચવિજયજી મહારાજ (1) પ.પૂ. શ્રુતપ્રભાવક શ્રી જંબુવિજયજી મહારાજ ઉપરોક્ત ત્રણેય મહાપુરુષ પરમઋતભક્ત અને શાસ્ત્રજ્ઞાન સંપન્ન પરમગીતાર્થ હતા. પ.પૂ. આગમોદ્ધારકશ્રીએ આજીવન ઋતસેવા કરી પ્રાચીન હસ્ત લીખીતો પરથી અનેક આગમગ્રંથો તથા અન્ય ગ્રંથો સંપાદન કરી છપાવડાવી પ્રસિધ્ધ કર્યા. પ. પૂ.પુણ્યવિજયજી મ.સા. તથા પ.પૂ. જંબુવિજયજી મ.સા.એ અનેક પ્રાચીન હસ્તલિખિતોને આધારે ચોક્કસાઇ પૂર્વકના વિશુધ્ધ સંપાદનો કર્યા. તેમજ જુદા જુદા હસ્તપ્રતોના શાસ્ત્ર સંગ્રહોનો જીર્ણોદ્ધાર કર્યો તથા તેમાં રહેલી મહત્વની હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા સુરક્ષિત કરાવી અને સંશોધન કરતાં ગુરુભગવંતોને નકલો ઉપલબ્ધ કરાવી, આજે આ ત્રણેય મહાપુરુષો શ્રુતજ્ઞાન ક્ષેત્રે દિવાદાંડી સમાન છે. આનંદજનક બીના એ પણ છે કે વર્તમાન પણ તેમના ચીલે ચાલનારા મહાપુરુષો વિધમાન છે જ.. ઉપરોક્ત ત્રણેય મહાપુરુષોએં ભવિષ્યની પેઢીને સાચો શુધ્ધ સુતવારસો મળી રહે એ માટે હસ્તલેખનનો વિકલ્પ ન અજમાવતા પ્રિન્ટીંગ અને ડીજીટલાઇઝેશનનો વિકલ્પ શા માટે સ્વીકાર્યો હશે.. એ અહીં વિચારણીય મુદ્દો છે. અને તે પર દીર્ઘવિચારણા કરતાં મુખ્ય પાંચ બાબત અહીં વિચારણીય બને છે. (૧) લહીયા દ્વારા શ્રુતલેખન (૨) મુફ ચેકીંગ (૩) પાઠ ભેદ અને પાઠ શુદ્ધિ (૪) સહજ, સરળ ઉપયોગીતા (૫) જ્ઞાન દ્રવ્ય વ્યય. આ બધા જ મુદ્દાની વિસ્તૃત ચર્ચા આ લેખમાં કરી છે. (૧) લહીયા દ્વારા શ્રુતલેખન :- શ્રુતલેખનન પ્રારંભિક આવશ્યક્તા છે લેખન કરનારા લહીયાઓ, પ્રાચીન હસ્તલિખિત પ્રતો પર અભ્યાસ કરીએ તો જણાશે કે જેમ જેમ હસ્ત લિખિત પ્રતો જુની હોય છે. તેમ તેમાં અશબિ ઓછી હોય છે. પછી પછીના કાળે અશધિઓ વધી છે. પૂર્વેકાળે લખાતી હસ્તલિખિત પ્રતો પૂજ્ય આચાયદિ ગુરુભગવંતોની નિશ્રામાં લખાતી વિદ્વાન સાધુ ભગવંતો તેનું સાંગોપાંગ ચેકીંગ કરતા, સંશોધન કરીને ભુલો સુધારતા, લહીયા દ્વારા છુટી ગયેલા પાઠ કે શબ્દો વ્યવસ્થિત નોંધતા, હાંસિયામાં ટીપ્પણીઓ કરતાં, અને તેઓના આ સમગ્ર પ્રયત્નોથી એક શાસ્ત્રની શુધ્ધ પ્રતિ તૈયાર થતી...ઘણાં ગુરુભગવંતોએ તથા શ્રાવકોએ પણ સ્વહસ્તે હસ્તપ્રત લખેલી છે, જે આજે પણ જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં જોવા મળે છે. વર્તમાન કાળની શ્રુતલેખનની પરિસ્થિતિ ઘણી વિચિત્ર અને વિષમ છે. આજે સારા પરંપરા પ્રાપ્ત લહીયાઓ જ મળતા નથી એટલે શ્રુતલેખનના શાસ્ત્રીય માની લીધેલા કર્તવ્યને અદા કરવા ગામે ગામ જ્યાં ગોઠવાઇ શકે તેમ હોય ત્યાં નવા નવા લહીયાઓ તૈયાર કરવામાં આવે છે. તેઓને ધાર્મિક જ્ઞાન અભ્યાસ તો ન હોય પણ તેઓનું સંસ્કૃત, પ્રાકૃત ભાષાકીય જ્ઞાન પણ લેશ માત્ર ન હોવા છતા એક માત્ર સારા અક્ષર જોઇને તેમને લખવાનું કામ સોંપવામાં આવે છે. ક્યારેક તો તેઓના વ્યવહારીક અભ્યાસ પણ વિચારણીય હોય છે. ઘણાં ખરા કિસ્સામાં એવું પણ જોવાય છે કે લહીયો પોતાના ઘરે ગ્રંથ લખીને લાવે એમાં ઘરે રેડીયો, ટી, વી, પર ગીતો સાંભળતા કે મોંમાં પાન-મસાલા ચાવતા નહીંજ લખતો હોય એવું માની લેવાને કોઇ કારણ નથી. એની સ્થાન શુધ્ધિ, મુખ શુદ્ધિન જળવાય એવું પણ બની શકે છે. વળી, આગમ જેવા પવિત્ર ગ્રંથો કઇ જાતિના લહીયા પાસે લખાવવા એનું નિયત બંધારણ ના હોઇ ક્યારેક સાવ હલકી જાતિના વ્યક્તિ લખતા હોય એવું પણ બની શકે છે. આપણે જેને લેખન કાર્ય સોંપ્યું હોય તે સારી વ્યક્તિ હોય પણ આજના જમાના ના ટ્રેન્ડ પ્રમાણે તે જેઓ પાસે કોન્ટ્રાક્ટથી લખાવતો હોય તે વ્યક્તિની જાતિનો શું ભરોસો? જો કોઇ બહેનો પાસે લખાવાય તો તેઓ પૈસાના લોભે ટાઇપિરિયડમાં નહીં જ લખતી હોય તેવી બાંહેધરી કોઇ આપી શકે એમ છે. ?. માની લ્યો કે તમે લહીયાની જાતિ, વસ્ત્ર, સ્થાન શુદ્ધિ, શરીર શુદ્ધિ આદિ જાળવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે, પરંતુ સરવાળે તો જે તે લહીયો ધાર્મિક જ્ઞાન તેમજ સંસ્કૃત, પ્રાકૃત ભાષા અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ ૬

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8