Book Title: Aho Shruta gyanam Paripatra 24
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ.કલ્યાણબૌધિસૂરિજી મ.સા. (પ્રાચીન શ્રુતોદ્ધારક પૂ.આ.હેમચંદ્રસૂરિજી શિષ્ય) (૧) મહા પ્રત્યાખાન પ્રકીર્ણક : નવનિર્મિત સંસ્કૃત ટીકા - "જયિની" સાથે (૨) સંસ્તારક પ્રકીર્ણક : અપ્રગટ પ્રાચીન સંસ્કૃત ટીકા તથા પ્રાચીન અવસૂરિ સાથે (૩) મરણવિભક્તિ પ્રકીર્ણક : નવનિર્મિત સંસ્કૃત ટીકા "પદમા” સાથે (૪) વનસ્પતિ સપ્તતિકા : સાવસૂરિ અપ્રગટ ગ્રંથ (૫) મંત્ર ગંર્ભિત જીરાવલા સ્તોત્ર : અપ્રગટ પ્રાચીન ટીકા સાથે (૬) જંબૂ અધ્યયન / જંબૂ પયજ્ઞો : અપ્રગટ ગ્રંથ (૭) અજીવકલ્પ પ્રકીર્ણક : અપ્રગટ ગ્રંથ (૮) બોટિક પ્રતિષેધ : અપ્રગટ ગ્રંથ (૯) દિગંબર મત વિચાર : અપ્રગટ ગ્રંથ - પૂ.આ.નરચંદ્રસૂરીશ્વરજી મ.સા. (આ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) શ્રી વિભક્તિવિચાર પ્રકરણ : જૈન દર્શનના પદાર્થોનો ગ્રંથ -ભાવાનુવાદ સાથે (૨) શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય : આ.વિજયચંદ્રસૂરિજી વિરચિત સાનુવાદ - ભાવાનુવાદ -સાધ્વીજી સોમ્યજ્યોતિશ્રીજી મ.સા. પૂ. હિતવર્ધનવિજયજી મ.સા. (આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) પ્રબંધ ચિન્તામણી : સંશોધન- ભાષાંતર સહિત (૨) કરોડો વંદન કલિકાલ સર્વજ્ઞશ્રીને : સચિત્ર - બહુરંગી આર્ટ પેપર ઉપર (અનું પાન નં - ૭ નું આગળ) -: શિલ્પાભ્યાસ માટેની વર્તમાન વાસ્તવિક્તાઃ શિલ્પરત્નાકર અનેક ગ્રંથોના શ્લોકોના સંગ્રહરૂપ હોઇ કયા શ્લોકોનો પૂર્વાપર સંબહંધ શો છે.? તે જાણવું મુશ્કેલ બને છે. અને માટે જ તેમણે કરેલ ગુજરાતી અનુવાદને આધારે જ શિલ્પશાસ્ત્ર ભણવું પડે છે. પરંતુ, એ અનુવાદમાં પણ કેટલાક સ્થાનો અશુદ્ધ છે એટલે નવા અભ્યાસી એ દ્વારા સ્પષ્ટ સમજણપૂર્વકનો અભ્યાસ કરી શકે નહીં. જે તે શાસ્ત્રીય બાબતોનો ચોક્કસ નિર્ણય પ્રત્યક્ષ દષ્ટાંત પ્રમાણોથી થાય, પરંતુ એ પ્રમાણો અત્યત્વ બચ્યા છે, અને જે બચ્યા છે તે પણ આપણા જાણમાં આવવા જરૂરી છે. વળી, આ મંદિરસ્થાપત્ય શિલ્પશાસ્ત્રજ્ઞાન અને મંદિર નિર્માણ કાર્યના પ્રેક્ટીકલ જ્ઞાનનો વિષય હોવા સાથે વિધિવિધાનનો પણ વિષય છે જે તે દેવસંલગ્ન અમુક બાબતો, અમુક રીતે વિચારવાની હોય છે. ગમે તેટલા શાસ્ત્રજ્ઞાન કરતાં પણ ઘણે સ્થાને પરંપરા પણ બળવાન બનતી હોય છે. ટૂંકમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રોનું અધ્યયન, પ્રાચીન મંદિરોના દૃષ્ટાંત પ્રમાણ તથા અનુભવીઓની પરંપરા, આ બધાના સંયોગ ભેગા મળે ત્યારે દિશામાં નક્કર આગળ વધી શકાય છે. નોંધ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી છે કે આપને જે પણ પુસ્તક કે હસ્તપ્રતની જરૂર હોય અથવા ગ્રંથ, કૃતિ સંલગ્ન માહિતીની જરૂર હોય તો લેખિતમાં પત્ર અથવા શ્રાવક દ્વારા ઇમેઇલ કે એસ.એમ.એસ થી મંગાવવા વિનંતી છે. અહો ! શ્રુતાન = ૨૪ 3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8