Book Title: Aho Shruta gyanam Paripatra 24 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ મંદિરનિર્માણની પરંપરામાં અમૂક શિલ્પીઓ જળવાયેલા રહ્યા જ, પરંતુ તેમની સંખ્યા ઘટી હતી, મુઘલકાળમાં ફરી મંદિરો અને મૂર્તિઓના નિર્માણ શરૂ તો થયા, પરંતુ શિખરબદ્ધ મંદિરો કરતાં પણ તત્કાલીન જરૂરીયાત અનુસારના મંદિરો બંધાયા, જેમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રોક્ત નિયમોમાં બાંધછોડ પણ સમય-સંજોગે સ્વીકારવી પડી. ♦ છેલ્લા ૮૦-૧૦૦ વર્ષ થી મંદિરનિર્માણ ક્ષેત્રે સવિશેષ જાગૃતિ આવી. શિલ્પીઓએ અનુવાદ ગ્રંથો બહાર પાડ્યા. શાસ્ત્રોક્ત મંદિરસ્થાપત્ય નિર્માણ થવા લાગ્યા. દેવદ્રવ્યની સાનુકુળતાને કારણે હવે તો સવિશેષ શિલ્પશાસ્ત્રોક્ત મંદિરો બંધાવા લાગ્યા. વચ્ચેના મધ્યકાળમાં અનેકાનેક મંદિરો તૂટ્યા, જેને કારણે પ્રાચીન શિલ્પસ્થાપત્ય અને તેની પરંપરા કેવી હતી, તેનો તાગ મેળવવો મુશ્કેલ બન્યો છે. શાસ્ત્રોનો પ્રાચીન મંદિરો સાથે તાગ મેળવીએ તો જ સ્પષ્ટ ચિત્ર ખ્યાલ આવે આજે પ્રમાણામાં ઘણાં અલ્પ પ્રાચીન મંદિરો હયાત છે. :- શિલ્પનો અભ્યાસ કેમદુષ્કર છે ઃ મધ્યકાળમાં મંદિરો તૂટ્યા, ત્યારે શિલ્પીઓ અન્ય કાર્યમાં તથા અન્ય વ્યવસાયમાં જોડાયા...કેટલાક શિલ્પીઓ પાસે તો તેની પરંપરામાં કેટલાક જૂના ગ્રંથો હસ્તલિખિત મળ્યા હતા. એ ગ્રંથો પેઢી દર પેઢી પરંપરામાં મળતા. પંરતુ ઘણું કરીને લખાયેલા એ સંસ્કૃતગ્રંથો અશુદ્ધિથી ભરપૂર હતા એની પ્રતીલીપી થાય. એટલે અનેક નવી અશુદ્ધિઓ એમાં ઉમેરાતી. ૫.પૂ.ઇતિહાસવેત્તા શ્રી કલ્યાણવિજયજી ગણિવર્ય કલ્યાણકલિકામાં પોતાનો દીર્ઘકાલીન અનુભવ ઠાલવતાં લખે છે કે જ્યોતિષ અને શિલ્પના ગ્રંથોને અશુદ્ધિોઓનું વરદાન છે. દરેક શ્લોકમાં અનેક અશુદ્ધિઓ ભળેલી હોય.ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટવડોદરા તરફથી છપાયેલ અપરાજિત પૃચ્છા ગ્રંથમાં પૂજ્યશ્રીએ સ્વહસ્તાક્ષરે કેટલીયે અશુદ્ધિઓ સુધારેલી છે જે અમે જોઇ છે. એ તો ઠીક, હમણા ૩-૪ વર્ષ પૂર્વે જ પ્રાચીન સર્વમાન્ય એવો ” અપરાજિતપૃચ્છા " ગ્રંથ નૂતન સંશોધિત-સંપાદિત થઇને બે ભાગમાં બહાર પાડ્યો છે જે પણ શુદ્ધિપૂર્વકનો થઇ શક્યો નથી. એનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન સંસ્કૃત શિલ્પગ્રંથોની હસ્તલિખિત પ્રતિઓ જ અશુદ્ધ હોય છે તથા તેનું સંપાદન કરનારાઓને સંસ્કૃતનું જ્ઞાન હોય છે, પણ મંદિરસ્થાપત્ય નિર્માણ બાબતે ક્રિયા જ્ઞાન હોતું નથી, માટે શુદ્ધિપૂર્વકનાં ગ્રંથની તેમની પાસે અપેક્ષા રાખવી વધુ પડતી કહેવાય. ઘણું કરીને તેઓ ઇધર ઉધર કરીને શિલ્પીઓના અનુવાદ ગ્રંથોમાંથી મેટરો ઉઠાવીને નૂતન સંપાદનો કરીને ડીગ્રીઓ મેળવતા હોય છે. બીજી બાજુ, જેઓને ક્રિયાજ્ઞાન પરંપરાથી મળ્યું છે, તેવા સારા પણ શિલ્પીઓને સંસ્કૃતનું જ્ઞાન હોતું નથી. હાલ જેટલા પણ શિલ્પીઓ ના એ ગુજરાતી અનુવાદ કરેલા પુસ્તકો વિધમાન છે. તે પણ સંસ્કૃતના શ્લોકોને આધારે પોતાના અનુભવ પરથી તેમણે અનુવાદ કરેલા છે. અલબત્ત, શિલ્પરત્નાકર ઘણે ખરે અંશે શુદ્ધ છે.. જ્યારે બીજા ગ્રંથ વાંચીએ ત્યારે એક જ બાબતે કંઇક ભિન્ન જ પ્રરૂપણા જોવાય. એટલે વાસ્તવિક તથ્ય શું? એ બાબત મુંઝવણ સિવાય કશુંજ હાથમાં આવે નહી. (અનું પાન નં - ૩ ઉપર) અહો ! શ્રુતા = ૨૪ - 6Page Navigation
1 ... 5 6 7 8