Book Title: Aho Shruta gyanam Paripatra 24 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ - જો IT @ી ઈિતામણિ શપથરી આશાપૂરણ પાશ્વનાથાય નમ: II. પાક જ અહો ! સુવડાવ્યું સંકલન શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯, આસો સુદ - ૫ તોડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના પાવન ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞાસમાધારક પંડિચવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવકો આદિને પ્રણામ. વર્તમાનકાળે શિલ્પજ્ઞાનક્ષેત્રે જાગૃતિ લાવવાની જરૂર છે એ સ્વરૂપનો ગત પરિપત્રના લેખ બાબતે અનેકના ઘણા પોઝીટીવ રીસ્પોન્સ આવ્યા છે કેટલાક પત્રોમાં એ બાબતનો ઉલ્લેખ પણ કરતા હોય છે, જેનાથી અમારા ઉત્સાહમાં અનેકગણો વધારો થાય છે કેટલાક સાધુ ભગવંતો આ વિષયમાં અભ્યાસ કરવા માટે પોતાની ઉત્સુકતા દર્શાવી છે તથા એ માટેના અભ્યાસક્રમની પૂછપરછ કરતા હોય છે. એ સંદર્ભમાં કેટલીક આવશ્યક વિચારણા પાના નં ૬- છ પર જોઇશું. શ્રી જૈન સંઘમાં અને સવિશેષ બૌધિક વિદ્વાન સાધુ વર્ગમાં પણ આ પરિપત્ર, આ સ્વરૂપે વંચાય છે. એ ખૂબ આનંદની વાત છે. - કંઇક નૂતન અભિગમની જરૂર છેઃ૦ સામાન્યથી કોઇ પણ ક્ષેત્રમાં એક જ ઘરેડમાં આગળ વધવા કરતા કંઇક નૂતન અભિગમ અપનાવવો જોઇએ, સંઘ અને શાસનના પ્રશ્નોની વિશાળ ફલક પર વિચારણા કરવી જોઇએ. વર્તમાન કાળે સંઘ અને શાસનના હિતમાં કયા વિષય કે કાર્યની આવશ્યકતા છે, જરૂરિયાત છે એ મૂળભૂત પ્રશ્નો વિચારવા જોઇએ. એ કાર્ય કરવાની આજ સુધીની પદ્ધતિ શું છે કે હતી, અને વર્તમાનકાળના પરિપ્રેક્ષ્યમાં શું હોવું જોઇએ એ બધા પર પણ સંગોષ્ઠિઓ યોજીને, પૂવપર લાભાલાભની વિચારણા કરીને નૂતન અભિગમથી આગળ વધવું જોઇએ. ૦ એકના એક પ્રકારના કાર્યોમાં પણ પદ્ધતિ ફેર કરવામાં આવે તો ઘણો સારો લાભ લઇ શકાય છે. ઉદાહરણ રૂપે શ્રીસંઘમાં શ્રુતજ્ઞાન પ્રચાર-પ્રસાર-કંઠ્ઠસ્થીકરણના સંદર્ભે ચાલતી પાઠશાળાઓની આપણી જ પૂર્વની એક સુંદર પરંપરા આજે ડૂસકા ભરે છે. એ કાળે આપણા જ કંસેપ્ટ કે વિચારોને જૈનોના જ જુદા જુદા પંથો અને આગળ વધીને અન્ય પંથ-સંપ્રદાય પણ આધુનિક શૈલીમાં રજૂ કરીને પોતાનો પ્રચાર-પ્રસાર કરવામાં સફળ થાય છે. એવે સમયે આપણે ફેર વિચારણાઓ માત્ર પાઠશાળા બાબત નહિ પણ આવા લાગતા વળગતા સર્વક્ષેત્રે બાબત કરવી જોઇએ, એવું નથી લાગતું? ૦ જૈન સંઘ અને શાસનની વર્તમાન પરિસ્થિતિને નજરમાં રાખીને અલગ અલગ વિષય પર ખેડાણ થાય, અલગ અલગ અસ્પર્શ ક્ષેત્રોમાં શ્રીસંઘની શક્તિનો વિનિમય થાય તો શ્રીસંઘના પ્રત્યેક ક્ષેત્ર નવપલ્લવિત બની રહે માટે એ દિશામાં વિચારવું જરૂરી છે. ૦ દરેકમાં દરેક પ્રકારની શક્તિ નથી હોતી, એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ છે કે દરેકમાં કોઇક ને કોઇક પ્રકારની શક્તિ વિશેષ કે આવડત હોય જ છે. બધા ભલે બધું જ ન કરી શકે, પણ દરેક કોઇ ને કોઇ ચોક્કસ મિશન-કાર્યમાં આગળ વધીને સંઘ અને શાસનની સેવા કરી જ શકે છે. दासोऽहं सर्व साधूनाम् " 1 જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહી ? @Sists ૨જી જા . લી.Page Navigation
1 2 3 4 5 6 7 8