Page #1
--------------------------------------------------------------------------
________________
- જો IT @ી ઈિતામણિ શપથરી આશાપૂરણ પાશ્વનાથાય નમ: II.
પાક
જ
અહો ! સુવડાવ્યું
સંકલન
શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯, આસો સુદ - ૫
તોડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના પાવન ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞાસમાધારક પંડિચવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવકો આદિને પ્રણામ.
વર્તમાનકાળે શિલ્પજ્ઞાનક્ષેત્રે જાગૃતિ લાવવાની જરૂર છે એ સ્વરૂપનો ગત પરિપત્રના લેખ બાબતે અનેકના ઘણા પોઝીટીવ રીસ્પોન્સ આવ્યા છે કેટલાક પત્રોમાં એ બાબતનો ઉલ્લેખ પણ કરતા હોય છે, જેનાથી અમારા ઉત્સાહમાં અનેકગણો વધારો થાય છે કેટલાક સાધુ ભગવંતો આ વિષયમાં અભ્યાસ કરવા માટે પોતાની ઉત્સુકતા દર્શાવી છે તથા એ માટેના અભ્યાસક્રમની પૂછપરછ કરતા હોય છે. એ સંદર્ભમાં કેટલીક આવશ્યક વિચારણા પાના નં ૬- છ પર જોઇશું. શ્રી જૈન સંઘમાં અને સવિશેષ બૌધિક વિદ્વાન સાધુ વર્ગમાં પણ આ પરિપત્ર, આ સ્વરૂપે વંચાય છે. એ ખૂબ આનંદની વાત છે.
- કંઇક નૂતન અભિગમની જરૂર છેઃ૦ સામાન્યથી કોઇ પણ ક્ષેત્રમાં એક જ ઘરેડમાં આગળ વધવા કરતા કંઇક નૂતન અભિગમ અપનાવવો જોઇએ, સંઘ અને શાસનના પ્રશ્નોની વિશાળ ફલક પર વિચારણા કરવી જોઇએ. વર્તમાન કાળે સંઘ અને શાસનના હિતમાં કયા વિષય કે કાર્યની આવશ્યકતા છે, જરૂરિયાત છે એ મૂળભૂત પ્રશ્નો વિચારવા જોઇએ. એ કાર્ય કરવાની આજ સુધીની પદ્ધતિ શું છે કે હતી, અને વર્તમાનકાળના પરિપ્રેક્ષ્યમાં શું હોવું જોઇએ એ બધા પર પણ સંગોષ્ઠિઓ યોજીને, પૂવપર લાભાલાભની વિચારણા કરીને નૂતન અભિગમથી આગળ વધવું જોઇએ. ૦ એકના એક પ્રકારના કાર્યોમાં પણ પદ્ધતિ ફેર કરવામાં આવે તો ઘણો સારો લાભ લઇ શકાય છે. ઉદાહરણ રૂપે શ્રીસંઘમાં શ્રુતજ્ઞાન પ્રચાર-પ્રસાર-કંઠ્ઠસ્થીકરણના સંદર્ભે ચાલતી પાઠશાળાઓની આપણી જ પૂર્વની એક સુંદર પરંપરા આજે ડૂસકા ભરે છે. એ કાળે આપણા જ કંસેપ્ટ કે વિચારોને જૈનોના જ જુદા જુદા પંથો અને આગળ વધીને અન્ય પંથ-સંપ્રદાય પણ આધુનિક શૈલીમાં રજૂ કરીને પોતાનો પ્રચાર-પ્રસાર કરવામાં સફળ થાય છે. એવે સમયે આપણે ફેર વિચારણાઓ માત્ર પાઠશાળા બાબત નહિ પણ આવા લાગતા વળગતા સર્વક્ષેત્રે બાબત કરવી જોઇએ, એવું નથી લાગતું? ૦ જૈન સંઘ અને શાસનની વર્તમાન પરિસ્થિતિને નજરમાં રાખીને અલગ અલગ વિષય પર ખેડાણ થાય, અલગ અલગ અસ્પર્શ ક્ષેત્રોમાં શ્રીસંઘની શક્તિનો વિનિમય થાય તો શ્રીસંઘના પ્રત્યેક ક્ષેત્ર નવપલ્લવિત બની રહે માટે એ દિશામાં વિચારવું જરૂરી છે. ૦ દરેકમાં દરેક પ્રકારની શક્તિ નથી હોતી, એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ છે કે દરેકમાં કોઇક ને કોઇક પ્રકારની શક્તિ વિશેષ કે આવડત હોય જ છે. બધા ભલે બધું જ ન કરી શકે, પણ દરેક કોઇ ને કોઇ ચોક્કસ મિશન-કાર્યમાં આગળ વધીને સંઘ અને શાસનની સેવા કરી જ શકે છે. दासोऽहं सर्व साधूनाम् "
1 જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહી ? @Sists ૨જી જા
.
લી.
Page #2
--------------------------------------------------------------------------
________________
'સંવત ૨૦૬૯ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો
tધીજી | સંગ
| સંગ
ક્રમ | પુસ્તકનું નામ
કત-સંપાદક : ભાષા
પ્રકાશક ૧ | પરમસભાગ્ય નિધિ ભા-૧ | આ.અજિતશેખરસૂરિજી| ગુજ |અહંમ આરાધક ટ્રસ્ટ
(જંબૂરગામી ચરિત્ર) | "એક રાત્રી" ૧૯ કથાઓ | આ. અજિતશેખરસૂરિજી| ગુજ |અહમ આરાધક ટ્રસ્ટ
હાસ્ય થી પ્રગટ્યો વૈરાગ્ય આ.અજિતશેખરસૂરિજી| ગુજ અહમ આરાધક ટ્રસ્ટ | ગુરુ ગુણ રપર્શ
આ.યશોવિજયજીસૂરિજી ગુજ ઓમકારસૂરિ આરાધના ભવન પ્રસંગ સાગર
આ.મુનિચંદ્રસૂરિજી ઓમકારસૂરિ આરાધના ભવન બૃહદ ગચ્છકા ઇતિહાસ | ડૉ.શીવપ્રસાદ
ઓમકારસૂરિ આરાધના ભવન વીરનિવણિોત્તર નિગ્રંથ પરમ્પરા ડૉ.શીવપ્રસાદ
ઓમકારસૂરિ આરાધના ભવન એવું . શ્રમણ સંઘ | બૃહદ ગચ્છીય લેખ સંગ્રહ ડૉ.શીધ્રસાદ
ઓમકારસૂરિ આરાધના ભવન જ્યોતિષ કરંડક
પૂ.પાશ્વરત્નસાગરજી સ/ગુ ઓમકારસૂરિ આરાધના ભવન મંગળ કળશ રાસ
ગણિતીર્થભદ્રવિજયજી | ગુજ કનસૂરિ પ્રાચીન ગ્રંથમાળા મંગળ કળશ ચરિત્ર
ગણિતીર્થભદ્રવિજયજી | સં/ગુ અને. શ્રમણ સેવા ટ્રસ્ટ મદન ધનદેવ ચરિત્ર
ગણિતીર્થભદ્રવિજયજી નેમીનાથ સ્તોત્ર
ગણિતીર્થભદ્રવિજયજી અગડદત્ત રાસમાળા
ગણિતીર્થભદ્રવિજયજી આવશ્યક નિયુક્તિ ભા-૬, ૭ પૂ. આર્યરક્ષિતવિજયજી પ્રેમસૂરિજી સંસ્કૃત પાઠશાળા નહીં જાઉ નરક ગતિ મેં | પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતિ નંદીસૂત્ર અર્થ વિવેચન પૂ.દિપરત્નસાગરજી આગમદીપ પ્રકાશન કૈલાસસાગરસૂરિજી ગ્રંથસૂચિ-૧૬
| આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કથા દીપ.
આ.ભદ્રગુપ્તસૂરિજી આ.કૈલાશસાગરસૂરિ જ્ઞાનમંદિર નૈન બહે દિન રૈન
આ.ભદ્રગુપ્તસૂરિજી
આ.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર જૈન ધર્મ
આ.ભદ્રગુપ્તસૂરિજી આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર વાતના ધાટે
આ.ભદ્રગુપ્તસૂરિજી આ.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સુલસા.
આ.ભદ્રગુમસૂરિજી આકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સબસે ઉંચી પ્રેમસગાઇ આ.ભદ્રગુપ્તસૂરિજી આ.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પ્રકરણ ત્રયી પધાનુવાદ પૂ.સર્વોદયસાગરજી ગુજ ચારિત્રરાન ફાઉન્ડેશન રોહિણી તપ આરાધના વિધિ પૂ.સર્વોદયસાગરજી ગુજ ચાશ્મિરાન ફાઉન્ડેશન વિતરાગ સ્તોત્ર-પદ્યાનુવાદ પૂ. સર્વોદયસાગરજી ચારિત્રરાન ફાઉન્ડેશન ૨૪ તીર્થંકર પરમાત્મા ની આરતી |પૂ.સર્વોદયસાગરજી ચારિત્રરાન ફાઉન્ડેશન કર્મ સંતોક મંજુષા-૧
અખિલ ભારત વર્ષિય સાધુમાગ જૈન સંઘ તુમસૂર્ય હો મેં કમલિની. પ્રીતિ સૂશીલ સુરાણા | હિ અખિલ ભારત વર્ષિય સાધુમાગ જૈન સંઘ | (નવઆચાર્યોના જીવન ચરિત્ર)
સૂરિ કનકની સુવર્ણ ગાથા પૂ. આત્મદર્શનવિજયજી | ગુજ કલ્યાણ મિત્ર પરિવાર સિંહ સવારીનો અસવાર પૂ. આત્મદર્શનવિજયજી] ગુજ | અખિલ ભારતિય સંસ્કૃતિ રક્ષક દળ (પં. ચંદ્રશેખરવિજયજી મ.સા.) શબ્દની અક્ષર યાત્રા પૂ. આત્મદર્શનવિજયજી | ગુજ શ્રી ફાઉન્ડેશન
અહો ! SHE
ગુજ
Page #3
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના
(નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ.કલ્યાણબૌધિસૂરિજી મ.સા. (પ્રાચીન શ્રુતોદ્ધારક પૂ.આ.હેમચંદ્રસૂરિજી શિષ્ય) (૧) મહા પ્રત્યાખાન પ્રકીર્ણક : નવનિર્મિત સંસ્કૃત ટીકા - "જયિની" સાથે (૨) સંસ્તારક પ્રકીર્ણક : અપ્રગટ પ્રાચીન સંસ્કૃત ટીકા તથા પ્રાચીન અવસૂરિ સાથે (૩) મરણવિભક્તિ પ્રકીર્ણક : નવનિર્મિત સંસ્કૃત ટીકા "પદમા” સાથે (૪) વનસ્પતિ સપ્તતિકા : સાવસૂરિ અપ્રગટ ગ્રંથ (૫) મંત્ર ગંર્ભિત જીરાવલા સ્તોત્ર : અપ્રગટ પ્રાચીન ટીકા સાથે (૬) જંબૂ અધ્યયન / જંબૂ પયજ્ઞો : અપ્રગટ ગ્રંથ
(૭) અજીવકલ્પ પ્રકીર્ણક : અપ્રગટ ગ્રંથ
(૮) બોટિક પ્રતિષેધ : અપ્રગટ ગ્રંથ
(૯) દિગંબર મત વિચાર : અપ્રગટ ગ્રંથ
-
પૂ.આ.નરચંદ્રસૂરીશ્વરજી મ.સા. (આ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) શ્રી વિભક્તિવિચાર પ્રકરણ : જૈન દર્શનના પદાર્થોનો ગ્રંથ -ભાવાનુવાદ સાથે (૨) શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય : આ.વિજયચંદ્રસૂરિજી વિરચિત સાનુવાદ - ભાવાનુવાદ -સાધ્વીજી સોમ્યજ્યોતિશ્રીજી મ.સા.
પૂ. હિતવર્ધનવિજયજી મ.સા. (આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) પ્રબંધ ચિન્તામણી : સંશોધન- ભાષાંતર સહિત
(૨) કરોડો વંદન કલિકાલ સર્વજ્ઞશ્રીને : સચિત્ર - બહુરંગી આર્ટ પેપર ઉપર (અનું પાન નં - ૭ નું આગળ)
-: શિલ્પાભ્યાસ માટેની વર્તમાન વાસ્તવિક્તાઃ
શિલ્પરત્નાકર અનેક ગ્રંથોના શ્લોકોના સંગ્રહરૂપ હોઇ કયા શ્લોકોનો પૂર્વાપર સંબહંધ શો છે.? તે જાણવું મુશ્કેલ બને છે. અને માટે જ તેમણે કરેલ ગુજરાતી અનુવાદને આધારે જ શિલ્પશાસ્ત્ર ભણવું પડે છે. પરંતુ, એ અનુવાદમાં પણ કેટલાક સ્થાનો અશુદ્ધ છે એટલે નવા અભ્યાસી એ દ્વારા સ્પષ્ટ સમજણપૂર્વકનો અભ્યાસ કરી શકે નહીં.
જે તે શાસ્ત્રીય બાબતોનો ચોક્કસ નિર્ણય પ્રત્યક્ષ દષ્ટાંત પ્રમાણોથી થાય, પરંતુ એ પ્રમાણો અત્યત્વ બચ્યા છે, અને જે બચ્યા છે તે પણ આપણા જાણમાં આવવા જરૂરી છે. વળી, આ મંદિરસ્થાપત્ય શિલ્પશાસ્ત્રજ્ઞાન અને મંદિર નિર્માણ કાર્યના પ્રેક્ટીકલ જ્ઞાનનો વિષય હોવા સાથે વિધિવિધાનનો પણ વિષય છે જે તે દેવસંલગ્ન અમુક બાબતો, અમુક રીતે વિચારવાની હોય છે. ગમે તેટલા શાસ્ત્રજ્ઞાન કરતાં પણ ઘણે સ્થાને પરંપરા પણ બળવાન બનતી હોય છે. ટૂંકમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રોનું અધ્યયન, પ્રાચીન મંદિરોના દૃષ્ટાંત પ્રમાણ તથા અનુભવીઓની પરંપરા, આ બધાના સંયોગ ભેગા મળે ત્યારે
દિશામાં નક્કર આગળ વધી શકાય છે.
નોંધ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી છે કે આપને જે પણ પુસ્તક કે હસ્તપ્રતની જરૂર હોય અથવા ગ્રંથ, કૃતિ સંલગ્ન માહિતીની જરૂર હોય તો લેખિતમાં પત્ર અથવા શ્રાવક દ્વારા ઇમેઇલ કે એસ.એમ.એસ થી મંગાવવા વિનંતી છે.
અહો ! શ્રુતાન = ૨૪
3
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દ્વારા પ્રાયઃ અપ્રાય જીર્ણ પુસ્તકોનો જીર્ણોધ્ધાર સેટ નં-૫ પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણા અને આશીર્વાદથી ગત ચાર વર્ષ દરમ્યાન પ્રાયઃ અપ્રાપ્ય જીર્ણ ૧૫૩ પુસ્તકોનો જીર્ણોધ્ધાર કરીને તેની સોફ્ટ કોપી વેબસાઇટ ઉપર મુકેલ છે. અને તેની મર્યાદિત નકલો જ્ઞાનદ્રવ્યની સલાહથી પ્રીન્ટ કરાવીને જુદા જુદા શહેરોમાં આવેલ ઉત્તમ સક્રીય જ્ઞાનભંડારોને ભેટ સ્વરૂપે મોકલી છે. જેમાં ઐતિહાસિક લેખ સંગ્રહ, શિલ્પ સ્થાપત્ય, જ્યોતિષ. આયુર્વેદ, ન્યાય, વ્યાકરણના વિશિષ્ટ ગ્રંથોનો સમાવેશ થાય છે. જેના લીધે લુપ્ત પ્રાય થઇ રહેલ આવા વિશિષ્ટ ગ્રંથો પૂજ્યોને અભ્યાસ સંશોધન માટે સુલભ બન્યા છે અને આ શ્રુત વારસો ભાવી પેઢીને પણ મળતો રહેશે. આવા તો ઘણા બધા ગ્રંથો એક જ વખત મુદ્રિત થયેલ ખૂબ જ ઉત્તમ કક્ષાના છે. જ્ઞાની પ્રતિભા સંપન્ન ગુરુભગવંતો આવા ગ્રંથોને ફરીથી અત્યારે ઉપલબ્ધ બીજી હસ્તપ્રતો ઉપરથી સંશોધન-સંપાદનનું કાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ નવા સંશોધનસંપાદન થઇને નૂતન ગ્રંથ તૈયાર થાય તે દરમ્યાનમાં રીપ્રીન્ટ કરેલ આ ગ્રંથો મૂળ સ્વરૂપે પણ થોડાક પૂજ્યોને પણ સંશોધન માટે ઉપયોગી બનશે તો અમારી શક્તિ સમય અને દ્રવ્યનો સદ્ઉપયોગ થશે, અને શ્રુતભક્તિનો લાભ મળ્યો તે બદલ શાસનના ૠણી છીએ. આ વર્ષે જીર્ણોધ્ધાર કરેલ ગ્રંથોની યાદી નીચે મુજબ છે. Website : www.ahoshrut.org
ક્રમ પુસ્તકનું નામ ૧૫૪ ઉણાંદિ સૂત્રો ઓફ હેમચંદ્રાચાર્ય ૧૫૫ ઉણાંદિ ગણ વિવૃતિ ૧૫૬ | પ્રાકૃત પ્રકાશ-સટીક ૧૫૦ દ્રવ્ય પરિક્ષા ઔરધાતુ ઉત્પતિ ૧૫૮ | આરમ્ભ સિધ્ધિ-સટીક ૧૫૯ ખંડહરોકા વૈભવ
૧૯૬૦) બાલભારત ૧૬૧ | ગિરનાર મહાત્મય
૧૬૨ ગિરનાર ગા ૧૬૩ પ્રશ્નોત્તર શ્રાધ્ધ શતક ૧૬૪) ભારતિય સંપાદન શાસ્ત્ર ૧૬૫ વિભકત્યર્થ નિર્ણય ૧૬૬ વ્યોમવતિ-૧
વ્યોમવતિ-૨
૧૬
૧૬૮ જૈન ન્યાય ખંડ ખાધમ ૧૬૯| હરિતકાવ્યાદિનિઘંટ ૧૭૦| યોગ ચિંતામણી - સટીક ૧૦૧ | વસંતરાજ શકુનમ્ ૧૦૨ મહાવિધા વિડંબના ૧૦૩ જ્યોર્તિ નિબંધ
૧૦૪ મેઘમાલા વિચાર ૧૦૫ | મુર્હુત ચિંતામણી-સટીક ૧૦૬ માનમોલ્લાસ સટીક-૧ ૧૦૦ | માનમોલ્લાસ સટીક-૨ ૧૦૮ જ્યોતિષ સાર
૧૦૯| મુર્હુત સંગ્રહ ૧૮૦ હિન્દુ એસ્ટ્રોલોજી
કર્તા/ટીકાકાર ભાષા વિષય સંપાદક/પ્રકાશક પૃષ્ઠ હેમચંદ્રાચાર્ય સં વ્યાકરણ જોહન કિટ્ટે હેમચંદ્રાચાર્ય
૩૦૪
સં.
૧૨૨
વ્યાકરણ | પૂ. મનોહરવિજયજી વ્યાકરણ | જયકૃષ્ણદાસ ગુપ્તા
૨૦૮
too
| ૩૧૦
૪૬૨
૫૧૨
જૈન પત્ર
૨૪
હંસવિજયજી ફ્રી. લાયબ્રેરી ૧૪૪ પૂ. વિશક્ષણવિજયજી જૈન વિધાભવન
૨૫૦ | v ४८८
ચૌખમ્ભા પ્રકાશન
સંપૂર્ણાનંદ સં.યુનીવર્સીટી ૨૨૬ સંપૂર્ણાનંદ સં.યુનીવર્સીટી ૩૬૫ બદ્રીનાથ શુકલ
| ૧૯૦
४८०
૩૫૨
Чес
૨૫૦
| ૩૯૧
| ૧૧૪
ભામાહ
ઠક્કર ફેર
પૂ. ઉદયપ્રભદેવસૂરિજી પૂ. કાન્તીસાગરજી
પૂ. અમરચંદ્રસૂરિજી દૌલતચંદ પરષોત્તમદાસ પૂ. લલિતવિજયજી
સાગુ તીર્થ
સીંગુ તીથ ઉપા. શ્રમાકલ્યાણવિજયજી | હિ લરાજ જૈન
ગિરિધર
શિવાચાર્ય
શિવાચાર્ય
ઉપા. યશોવિજયજી ભાવમિશ્ર
= = " O + છ છ " જો મો માં " "જે
પૂ. હર્ષકીર્તિસૂરિજી પૂ.ભાનુચંદ્રગણિ ટીકા ભુવનસુંદરસૂરિ ટીકા શિવરાજ
સં/હિ ધાતુ
સં
શિલ્પ
સં/ગુ
શિલ્પ
> "> "> છુ ૭
કાવ્ય
પ્રકરણ
ન્યાય
ન્યાય
સાહિ| ન્યાય સં/હિ| આયુર્વેદ શીવ શર્મા સં/હિ| આયુર્વેદ | લક્ષ્મી વેંકટેશ પ્રેસ જ્યોતિષ ખેમરાજ કૃષ્ણદાસ જ્યોતિષ | સેન્ટ્રલ લાયબ્રેરી જ્યોતિષ | આનંદ આશ્રમ જ્યોતિષ | મેઘજી હીરજી જ્યોતિષ | અનુપ મિશ્ર જ્યોતિષ | ઓરિએન્ટ ઇન્સ્ટીટયુટ | ૧૬૬ જ્યોતિષ | ઓરિએન્ટ ઇન્સ્ટીટ્યુટ |૩૪૮ જ્યોતિષ ભગવાનદાસ જૈન જ્યોતિષ કૃષ્ણશંકર કેશવરામ જ્યોતિષ પિતાંબરદાસ ટી. મહેતા ૧૦૦
૨૩૮
GO
૩૫૦
૪
ન્યાય
પૂ.વિજયપ્રભસૂરિજી રામકૃતપ્રતિમાક્ષય ટીકા ભુવાકમલ સોમેશ્વર
ભુવાકમલ સોમેશ્વર ભગવાનદાસ જૈન અંબાલાલ શર્મા
પિતાંબારદાસ ત્રીભોવનદાસ| અહો ! શ્રુતમ્ = ૨૪
ગુ
ભવરલાલ નાહટા
મુનિ જિતેન્દ્રવિજયજી ભારતિય જ્ઞાનપીઠ પં. શીવદત્ત
Page #5
--------------------------------------------------------------------------
________________
સંશોધનાત્મક, માહિતીપ્રદ સામાયિક પત્રિકા
પહેલાના સમયમાં ઘણા બધા સંશોધનાત્મક, માહિતી સભર નૂતન કૃતિ પ્રકાશન તેમજ વિદ્વતાપૂર્ણ લેખોથી સભર સામાયિક માસિક વગેરે પ્રકાશિત થતા હતા. જેવા કે જૈન સત્ય પ્રકાશ, જૈન ધર્મ પ્રકાશ, જૈન સાહિત્ય સંશોધક, આત્માનંદ પ્રકાશ, જેન યુગ, પુરાતત્વ, સ્વાધ્યાય, બુદ્ધિપ્રભા, જૈન સિધ્ધાંત ભાસ્કર, શોધ પત્રિકા વગેરે આ પત્રિકાઓમાં ઇતિહાસવેત્તા શ્રી કલ્યાણવિજયજી, સંશોધનકર્તા શ્રી જિનવિજયજી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી, આગમપ્રજ્ઞ શ્રી જંબુવિજયજી તથા વિદ્વાન સુશ્રાવકો શ્રી અગરચંદજી નાહટા, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇ, શ્રી હીરાલાલ રસિકલાલા કાપડીયા વગેરેના જુદા જુદા વિષયોના અગત્યના લેખો પ્રકાશિત થયેલ છે. આ પત્રિકાઓ સંપૂર્ણપણે કોઇપણ જ્ઞાનભંડારમાં મળતા નથી. પરંતુ તે પૈકી ઘણા બધા માસિકો ડીજીટલ રૂપે જુદી જુદી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે પરંતુ હજુ પણ થોડાક માસિક ઉપલબ્ધ નથી તો ક્યાંય પણ સંગ્રહમાં હોય તો અમોને જણાવવા વિનંતી છે. અત્યારે પણ આવા જ ઉત્તમ કક્ષાના સંશોધનાત્મક, સંસ્કૃત અને હિન્દી, ગુજરાતી ભાષાની પત્રિકાઓ પ્રકાશિત થઇ રહી છે. જે પૈકીની થોડીક વિગતો નીચે મુજબ છે. (૧) અનુસંધાનઃ- ત્રિમાસિક વિષયઃ પ્રાકૃત સંસ્કૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપા. સંશો. માહિતી સંપાદકઃ આ.શીલચંદ્રસૂરિજી મ.સા. પ્રાપ્તિસ્થાનઃ આ.નંદનસૂરિજી સ્વાધ્યાય મંદિર ૧૨, ભગત બાગ, નવા શારદા મંદિર રોડ, અમદાવાદ.Sheelchandrasuriji@yahoo.com (૨) નિયમઃ- છ માસિક - સંસ્કૃત વિષયઃ- પ્રાચીન નૂતન કૃતિ રચના નું પ્રકાશન સંપાદકઃ- પૂ. સમ્યગદર્શનવિજયજી પ્રકાશક:- હીરસૂરિજી શ્રુતજ્ઞાન ભવન એ-૧, ઘનશ્યામપાર્ક ફલેટ, ૧૦, આનંદનગર સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-6. (૩) શ્રુતસાગરઃ- માસિક-ગુજરાતી-હિન્દી વિષય:-પાચીન કૃતિપ્રકાશન માહિતી સભર સંપાદક:- મુકેશભાઇ એન. શાહ પ્રકાશક:- આ. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - પોસ્ટઃ કોબા, જી. ગાંધીનગર www.kobatirth.org (૪) સંબોધિઃ- ત્રિમાસિક- અંગ્રેજી- સંસ્કૃત વિષય:- સંસ્કૃત-પ્રાકૃત કૃતિ લેખ સંગ્રહ સંપાદકઃ- જીતેન્દ્ર આર. શાહ પ્રકાશન :- એલ.ડી.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી ગુજરાત યુનીવર્સીટી સામે, નવરંગપુરા, અમદાવાદ - ૯ www.ldindology.org (૫) પ્રબુધ્ધ જીવનઃ- માસિક - ગુજરાતી વિષયઃ- જૈન સાહિત્ય, સિધ્ધાંતના લેખ સંપાદન:- ડૉ.ધનવંત એન.શાહ પ્રકાશક:- શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૩,મોહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એબીસી ટ્રાન્સપોર્ટ પાસે, મુંબઇ Shrimjys@gmail.com () તુલસીપ્રજ્ઞા:- ત્રિમાસિક - અંગ્રેજી - હિન્દી - વિષય: જૈન સાહિત્ય સંશોધન લેખ સંપાદક: ડૉ.અનીલ ધારપ્રકાશક: જેન વિશ્વભારતી સંસ્થા પોસ્ટઃ લાડનુ. રાજસ્થાન-૩૪૧૩૦% www.jabi.ac.in. (૮) શ્રમણ - ત્રિમાસિક -અંગ્રેજી - હિન્દી - જૈનોલોજીનું સંશોધન સંપાદક: ડૉ.વિજયકુમાર/ડૉ. એલ.પી.પાંડે. પ્રકાશકઃ- પાર્શ્વનાથ વિદ્યાપીઠ આઇ.ટી.આઇ રોડ, કારાકુડી, વારાણસી. www.parshwanathvidhyapeeth.org (૮) કૃતિ રક્ષણઃ- ત્રિમાસિક - અંગ્રેજી વિષય:- હસ્તપ્રત સાચવણી-તેને લગતી માહિતી સંપાદક :- મૃતમોય ચક્રવર્તી પ્રકાશન :- નેશનલ મીશન ફોર મેન્યુસ્કીટસ સરનામું:- ૧૧, માનસિંહ રોડ, નવી દિલ્હી - ૧૧૦૦૦૧ Www.namami.org (૯) નિગ્રંથ :- ત્રિમાસિક - અંગ્રેજી-હિન્દી-ગુજરાતી - જૈન ધર્મના સંશોધનાત્મક લેખ સંપાદક : મધુસુદન ઢાંકી પ્રકાશક : શારદાબેન ચીમનલાલ રીસર્ચ સેન્ટર ૩૦૪, બાલેશ્વર સ્કેવર, એસ.જી.હાઇવે, ઇસ્કોન મંદિર સામે, અમદાવાદ-૧૫.
અહો ! @SIER = હજી
Page #6
--------------------------------------------------------------------------
________________
શિલ્પશાસ્ત્રાભ્યાસની આસપાસ
લેખક : પૂ.આ. કલ્યાણબોધિસૂરિજીના શિષ્ય મુનિ સૌમ્યરત્નવિજયજી કેટલાક પૂજ્ય ગુરુભગવંતો શિલ્પશાસ્ત્રના અભ્યાસ માટે ઉપયોગી થઇ પડે તેવા ગ્રંથો મંગાવતા હોય છે. એ સંદર્ભમાં શિલ્પના પ્રારંભિક અભ્યાસના ગ્રંથો, તે પછી માધ્યમિક અભ્યાસના ગ્રંથો અને પછી ઉચ્ચતમઅભ્યાસના ગ્રંથોનો અભ્યાસ કરવો જોઇએ. તે પૂર્વે શિલ્પના અભ્યાસની પૂર્વભૂમિકા સમજી લેવી જરૂરી જણાવાથી અહીં તે વિષે કેટલીક વિચારણા રજૂ કરીએ છીએ.
-: શિલ્પાભ્યાસ માટેના પરિબળો અને શાસ્ત્રીય પરિસ્થિતિઃ
૭ શિલ્પશાસ્ત્રના અભ્યાસ માટે મુખ્ય બે પરિબળોનું જ્ઞાન હોવું આવશ્યક છે. (૧) પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને (૨) પ્રાચીન મંદિર દૃષ્ટાંતો, ત્રીજું એથી પણ મુખ્ય પરિબળ ગણવું હોય તો એ છે એને વ્યવસ્થિત સમજીને સમજાવનારા જ્ઞાન ક્રિયા ઉભયજ્ઞ જાણકારો.
♦ શિલ્પશાસ્ત્ર મૂળભૂત સંસ્કૃતમાં છે. ૧૨ મી સદીમાં આચાર્યશ્રી ભુવનદેવે અપરાજિતપૃચ્છા નામના શિલ્પગ્રંથ ની રચના કરી. અલબત, આ ગ્રંથ ઘણું કરીને પૂર્વના શિલ્પગ્રંથોના સંગ્રહરૂપ છે, વર્તમાન કાળે શાસ્ત્રીય પદાર્થોના નિર્ણય-નિરૂપણ માટે આ ગ્રંથ સર્વમાન્ય જેવો છે, તે પછીના કાળે રચાયેલા ગ્રંથો પણ મહદંશે તેને જ અનુસર્યાં છે.
૭ માનસાર વગેરે જેવા એથીયે ઘણા પ્રાચીન ગ્રંથો આજે વિધમાન છે પણ તે દક્ષિણ દ્રવિડ શૈલીના નિરૂપક છે. આપણા પશ્ચિમ ભારત માટે નાગરી શૈલી મુખ્ય છે. સમરાંગણસૂત્રધાર જેવા પ્રાચીન રાજા ભોજ કૃત ગ્રંથો પણ આજે મળે છે, પરંતુ તેમાં દેવાલય વિષયક નિરૂપણ અલ્પ છે, વાસ્તુ નિરૂપણ વધુ છે.
રાજમહેલો, કિલ્લાઓ, પોળો, નગર, ગામ, ઘરો વગેરેના સ્થાપત્યનું નિરૂપણ કરતું શાસ્ત્ર તે વાસ્તુ શાસ્ત્ર. મંદિર નિર્માણનું નિરૂપણ શાસ્ત્ર તે શિલ્પશાસ્ત્ર. કેટલાક ગ્રંથો શિલ્પ-વાસ્તુ ઉભય વિષયક પણ હોય છે.
અપરાજિત પૃચ્છા બાદ, ૧૪ મી સદીમાં પરમજૈન શ્રી ઠક્કરફેરુ કૃત વાસ્તુસાર પ્રકરણ તથા ૧૫ મી સદીમાં સૂત્રધારમંડને રચેલા પ્રાસાદમંડન વગેરે ગ્રંથો પણ પ્રમાણભૂત ગણાયા છે. ત્યાર પછીના કાળના વિશેષ સંસ્કૃત શિલ્પશાસ્ત્ર રચિયતા જાણમા નથી.
છેલ્લા ૬૦-૭૦ વર્ષથી વર્તમાન શિલ્પીઓ શ્રી નર્મદાશંકર સોમપુરા, શ્રી પ્રભાશંકરભાઇ, જયપુરના પં.શ્રી ભગવાનદાસ જૈન તથા શ્રી નંદલાલભાઇ વગેરે જેવા કેટલાક શિલ્પીઓએ પ્રાચીન શિલ્પગ્રંથોના ગુજરાતી અનુવાદ ગ્રંથો
બહાર પાડ્યા.
:- શિલ્પક્ષેત્રે વ્યવહારિક પરિસ્થિતિઃ
૦ ઐતિહાસિક પરિસ્થિતિ જોઇએ તો સોલંકીકાળમાં મંદિર સ્થાપત્યકલાનો સર્વોત્કૃષ્ટ વિકાસ હતો. કુંભારિયાના પાંચેય મંદિરો, આબૂ દેલવાડાના વિમલવસહી લૂણવસહીના મંદિરો, તારંગાનું શ્રી અજીતનાથ જિનાલય તેના સર્વોત્કૃષ્ટ ઉદાહરણો છે.
છે પરંતુ મહારાજા કુમારપાળની પછીના કાળે રાજકીય અરાજક્તા વધી. વિધર્મીઓએ મંદિરોના ધ્વંસ કર્યા. જૈન-અજૈન અનેક મંદિરો ધ્વંસ થયા. કેટકેટલાયે મંદિરો, તેની ઓળખ ચિહ્નરૂપે મૂર્તિઓ નાશ થઇને, મસ્જિદોમાં ફેરવાઇ ગયા. જે આજે પણ એ જ રૂપે આપણે ઓળખીને જોઇ જાણી શકીએ છીએ.
અહો ! શ્રુતમ્ – ૨૪
S
Page #7
--------------------------------------------------------------------------
________________
મંદિરનિર્માણની પરંપરામાં અમૂક શિલ્પીઓ જળવાયેલા રહ્યા જ, પરંતુ તેમની સંખ્યા ઘટી હતી, મુઘલકાળમાં ફરી મંદિરો અને મૂર્તિઓના નિર્માણ શરૂ તો થયા, પરંતુ શિખરબદ્ધ મંદિરો કરતાં પણ તત્કાલીન જરૂરીયાત અનુસારના મંદિરો બંધાયા, જેમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રોક્ત નિયમોમાં બાંધછોડ પણ સમય-સંજોગે સ્વીકારવી પડી. ♦ છેલ્લા ૮૦-૧૦૦ વર્ષ થી મંદિરનિર્માણ ક્ષેત્રે સવિશેષ જાગૃતિ આવી. શિલ્પીઓએ અનુવાદ ગ્રંથો બહાર પાડ્યા. શાસ્ત્રોક્ત મંદિરસ્થાપત્ય નિર્માણ થવા લાગ્યા. દેવદ્રવ્યની સાનુકુળતાને કારણે હવે તો સવિશેષ શિલ્પશાસ્ત્રોક્ત મંદિરો બંધાવા લાગ્યા. વચ્ચેના મધ્યકાળમાં અનેકાનેક મંદિરો તૂટ્યા, જેને કારણે પ્રાચીન શિલ્પસ્થાપત્ય અને તેની પરંપરા કેવી હતી, તેનો તાગ મેળવવો મુશ્કેલ બન્યો છે. શાસ્ત્રોનો પ્રાચીન મંદિરો સાથે તાગ મેળવીએ તો જ સ્પષ્ટ ચિત્ર ખ્યાલ આવે આજે પ્રમાણામાં ઘણાં અલ્પ પ્રાચીન મંદિરો હયાત છે.
:- શિલ્પનો અભ્યાસ કેમદુષ્કર છે ઃ
મધ્યકાળમાં મંદિરો તૂટ્યા, ત્યારે શિલ્પીઓ અન્ય કાર્યમાં તથા અન્ય વ્યવસાયમાં જોડાયા...કેટલાક શિલ્પીઓ પાસે તો તેની પરંપરામાં કેટલાક જૂના ગ્રંથો હસ્તલિખિત મળ્યા હતા. એ ગ્રંથો પેઢી દર પેઢી પરંપરામાં મળતા. પંરતુ ઘણું કરીને લખાયેલા એ સંસ્કૃતગ્રંથો અશુદ્ધિથી ભરપૂર હતા એની પ્રતીલીપી થાય. એટલે અનેક નવી અશુદ્ધિઓ એમાં ઉમેરાતી.
૫.પૂ.ઇતિહાસવેત્તા શ્રી કલ્યાણવિજયજી ગણિવર્ય કલ્યાણકલિકામાં પોતાનો દીર્ઘકાલીન અનુભવ ઠાલવતાં લખે છે કે જ્યોતિષ અને શિલ્પના ગ્રંથોને અશુદ્ધિોઓનું વરદાન છે. દરેક શ્લોકમાં અનેક અશુદ્ધિઓ ભળેલી હોય.ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટવડોદરા તરફથી છપાયેલ અપરાજિત પૃચ્છા ગ્રંથમાં પૂજ્યશ્રીએ સ્વહસ્તાક્ષરે કેટલીયે અશુદ્ધિઓ સુધારેલી છે જે અમે જોઇ છે. એ તો ઠીક, હમણા ૩-૪ વર્ષ પૂર્વે જ પ્રાચીન સર્વમાન્ય એવો ” અપરાજિતપૃચ્છા " ગ્રંથ નૂતન સંશોધિત-સંપાદિત થઇને બે ભાગમાં બહાર પાડ્યો છે જે પણ શુદ્ધિપૂર્વકનો થઇ શક્યો નથી. એનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન સંસ્કૃત શિલ્પગ્રંથોની હસ્તલિખિત પ્રતિઓ જ અશુદ્ધ હોય છે તથા તેનું સંપાદન કરનારાઓને સંસ્કૃતનું જ્ઞાન હોય છે, પણ મંદિરસ્થાપત્ય નિર્માણ બાબતે ક્રિયા જ્ઞાન હોતું નથી, માટે શુદ્ધિપૂર્વકનાં ગ્રંથની તેમની પાસે અપેક્ષા રાખવી વધુ પડતી કહેવાય. ઘણું કરીને તેઓ ઇધર ઉધર કરીને શિલ્પીઓના અનુવાદ ગ્રંથોમાંથી મેટરો ઉઠાવીને નૂતન સંપાદનો કરીને ડીગ્રીઓ મેળવતા હોય છે.
બીજી બાજુ, જેઓને ક્રિયાજ્ઞાન પરંપરાથી મળ્યું છે, તેવા સારા પણ શિલ્પીઓને સંસ્કૃતનું જ્ઞાન હોતું નથી. હાલ જેટલા પણ શિલ્પીઓ ના એ ગુજરાતી અનુવાદ કરેલા પુસ્તકો વિધમાન છે. તે પણ સંસ્કૃતના શ્લોકોને આધારે પોતાના અનુભવ પરથી તેમણે અનુવાદ કરેલા છે. અલબત્ત, શિલ્પરત્નાકર ઘણે ખરે અંશે શુદ્ધ છે.. જ્યારે બીજા ગ્રંથ વાંચીએ ત્યારે એક જ બાબતે કંઇક ભિન્ન જ પ્રરૂપણા જોવાય. એટલે વાસ્તવિક તથ્ય શું? એ બાબત મુંઝવણ સિવાય કશુંજ હાથમાં આવે નહી.
(અનું પાન નં - ૩ ઉપર)
અહો ! શ્રુતા = ૨૪
-
6
Page #8
--------------------------------------------------------------------------
________________ નૂતન અભિગમ દીપરત્નસાગર કી સાહિત્ય યાત્રા (ડીવીડી) - પૂજ્ય મુનિરાજ શ્રી દીપરત્નસાગરજી મ.સા.એ 30 વર્ષના સંયમજીવનમાં વિવિધ વિષયોના 491 પુસ્તકોના સંપાદન કરીને પ્રકાશિત કરાવ્યા છે. જેમાં મૂળ આગમ ગ્રંથો, સટીક આગમગ્રંથો, તેમજ આગમગ્રંથોના ભાષાંતર નો સમાવેશ થાય છે. ઉપદેશનાત્મક અને વ્યાકરણ ગ્રંથોનું વિશિષ્ટ ચિંતન કરીને નૂતન સર્જન પણ કરેલ છે. આ બધા જ પુસ્તકો પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત કરેલ છે. તેઓ દ્વારા પ્રકાશિત બધા જ પુસ્તકોની ડીવીડી પ્રકાશિત થઇ છે. જે અભ્યાસ અને રેફરન્સ માટે ઉપયોગી બની રહી છે. મુનિ દીપરત્નસાગરજી - મંગલદિપ સોસાયટી, ધોલેશ્વર મંદિરની સામે, થાનગઢ, જી. સુરેન્દ્રનગર (મો) 982560399 Email : jainmunideepratnasagar@gmail.com ચારીત્ર રન ફાઉન્ડેશન દ્વારા હાર્ડ ડીસ્ક - પેન ડ્રાઇવમાં ઉપલબ્ધ જૈન સાહિત્ય પ્રેરકઃ- પૂ.સર્વોદય સાગરજી મ.સા. (1) 538 - પ્રાચીન અવચીન ગ્રંથ (2) 2538 - અચલગચ્છીય પ્રશસ્તિ સંગ્રહ (3) 2538 - યંત્ર સંગ્રહ (4) 2538 - અચલગચ્છીય જિન પ્રતિમા લેખ સંગ્રહ (5) 2538 - ઘટના તવારિખ ઇતિહાસ (6) 2538 - (500 પૂજન પ્રત, 1038 હસ્તપ્રત જીર્ણોદ્ધાર, 300 સામયિકમાં સ્વાધ્યાય 135 ગ્રંથો છ ભાષામાં, પપ વિવિધ ચરિત્રો) 15228 ગ્રંથો પ્રિન્ટેડ અથવા પેન ડ્રાઇવ કે હાર્ડડીસ્ક માં મળી શકશે. સંપર્ક - વિરાગ, તેજસ, ઋજુ ગંગર, રમેશ એપાર્ટમેન્ટ, અહલ્યા બાગ સામે, થાણા. શાંતિનાથ જૈન ઉપાશ્રય. મોડલ ટાઉન, પર્વત પાટીઆ, સુરત. (મો) 09912683096 છઢાલા - ડીવીડી - બૌધધર્મ ના ટીપનીક તેમજ અગત્યના બીજા ગ્રંથો વિપક્ષના સેન્ટર ઇગતપુરી તરફથી બાર જુદી જુદી લીપીમાં વાંચી શકાય તે રીતે પ્રકાશીત કરવામાં આવ્યા છે. જેમાં સર્ચ કરવા માટેની ખૂબ જ ઉત્તમ કક્ષાની ગોઠવણી છે. નવી ડીવીડી જેમણે પણ બનાવવી હોય તેઓએ આ ડીવીડી ની પદ્ધતિનો ખરેખર અભ્યાસ કરવા જેવો છે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed અહોઈ શલજ્ઞાા. ક Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 2213543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! GSામગ 64