________________
શિલ્પશાસ્ત્રાભ્યાસની આસપાસ
લેખક : પૂ.આ. કલ્યાણબોધિસૂરિજીના શિષ્ય મુનિ સૌમ્યરત્નવિજયજી કેટલાક પૂજ્ય ગુરુભગવંતો શિલ્પશાસ્ત્રના અભ્યાસ માટે ઉપયોગી થઇ પડે તેવા ગ્રંથો મંગાવતા હોય છે. એ સંદર્ભમાં શિલ્પના પ્રારંભિક અભ્યાસના ગ્રંથો, તે પછી માધ્યમિક અભ્યાસના ગ્રંથો અને પછી ઉચ્ચતમઅભ્યાસના ગ્રંથોનો અભ્યાસ કરવો જોઇએ. તે પૂર્વે શિલ્પના અભ્યાસની પૂર્વભૂમિકા સમજી લેવી જરૂરી જણાવાથી અહીં તે વિષે કેટલીક વિચારણા રજૂ કરીએ છીએ.
-: શિલ્પાભ્યાસ માટેના પરિબળો અને શાસ્ત્રીય પરિસ્થિતિઃ
૭ શિલ્પશાસ્ત્રના અભ્યાસ માટે મુખ્ય બે પરિબળોનું જ્ઞાન હોવું આવશ્યક છે. (૧) પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને (૨) પ્રાચીન મંદિર દૃષ્ટાંતો, ત્રીજું એથી પણ મુખ્ય પરિબળ ગણવું હોય તો એ છે એને વ્યવસ્થિત સમજીને સમજાવનારા જ્ઞાન ક્રિયા ઉભયજ્ઞ જાણકારો.
♦ શિલ્પશાસ્ત્ર મૂળભૂત સંસ્કૃતમાં છે. ૧૨ મી સદીમાં આચાર્યશ્રી ભુવનદેવે અપરાજિતપૃચ્છા નામના શિલ્પગ્રંથ ની રચના કરી. અલબત, આ ગ્રંથ ઘણું કરીને પૂર્વના શિલ્પગ્રંથોના સંગ્રહરૂપ છે, વર્તમાન કાળે શાસ્ત્રીય પદાર્થોના નિર્ણય-નિરૂપણ માટે આ ગ્રંથ સર્વમાન્ય જેવો છે, તે પછીના કાળે રચાયેલા ગ્રંથો પણ મહદંશે તેને જ અનુસર્યાં છે.
૭ માનસાર વગેરે જેવા એથીયે ઘણા પ્રાચીન ગ્રંથો આજે વિધમાન છે પણ તે દક્ષિણ દ્રવિડ શૈલીના નિરૂપક છે. આપણા પશ્ચિમ ભારત માટે નાગરી શૈલી મુખ્ય છે. સમરાંગણસૂત્રધાર જેવા પ્રાચીન રાજા ભોજ કૃત ગ્રંથો પણ આજે મળે છે, પરંતુ તેમાં દેવાલય વિષયક નિરૂપણ અલ્પ છે, વાસ્તુ નિરૂપણ વધુ છે.
રાજમહેલો, કિલ્લાઓ, પોળો, નગર, ગામ, ઘરો વગેરેના સ્થાપત્યનું નિરૂપણ કરતું શાસ્ત્ર તે વાસ્તુ શાસ્ત્ર. મંદિર નિર્માણનું નિરૂપણ શાસ્ત્ર તે શિલ્પશાસ્ત્ર. કેટલાક ગ્રંથો શિલ્પ-વાસ્તુ ઉભય વિષયક પણ હોય છે.
અપરાજિત પૃચ્છા બાદ, ૧૪ મી સદીમાં પરમજૈન શ્રી ઠક્કરફેરુ કૃત વાસ્તુસાર પ્રકરણ તથા ૧૫ મી સદીમાં સૂત્રધારમંડને રચેલા પ્રાસાદમંડન વગેરે ગ્રંથો પણ પ્રમાણભૂત ગણાયા છે. ત્યાર પછીના કાળના વિશેષ સંસ્કૃત શિલ્પશાસ્ત્ર રચિયતા જાણમા નથી.
છેલ્લા ૬૦-૭૦ વર્ષથી વર્તમાન શિલ્પીઓ શ્રી નર્મદાશંકર સોમપુરા, શ્રી પ્રભાશંકરભાઇ, જયપુરના પં.શ્રી ભગવાનદાસ જૈન તથા શ્રી નંદલાલભાઇ વગેરે જેવા કેટલાક શિલ્પીઓએ પ્રાચીન શિલ્પગ્રંથોના ગુજરાતી અનુવાદ ગ્રંથો
બહાર પાડ્યા.
:- શિલ્પક્ષેત્રે વ્યવહારિક પરિસ્થિતિઃ
૦ ઐતિહાસિક પરિસ્થિતિ જોઇએ તો સોલંકીકાળમાં મંદિર સ્થાપત્યકલાનો સર્વોત્કૃષ્ટ વિકાસ હતો. કુંભારિયાના પાંચેય મંદિરો, આબૂ દેલવાડાના વિમલવસહી લૂણવસહીના મંદિરો, તારંગાનું શ્રી અજીતનાથ જિનાલય તેના સર્વોત્કૃષ્ટ ઉદાહરણો છે.
છે પરંતુ મહારાજા કુમારપાળની પછીના કાળે રાજકીય અરાજક્તા વધી. વિધર્મીઓએ મંદિરોના ધ્વંસ કર્યા. જૈન-અજૈન અનેક મંદિરો ધ્વંસ થયા. કેટકેટલાયે મંદિરો, તેની ઓળખ ચિહ્નરૂપે મૂર્તિઓ નાશ થઇને, મસ્જિદોમાં ફેરવાઇ ગયા. જે આજે પણ એ જ રૂપે આપણે ઓળખીને જોઇ જાણી શકીએ છીએ.
અહો ! શ્રુતમ્ – ૨૪
S