________________
સંશોધનાત્મક, માહિતીપ્રદ સામાયિક પત્રિકા
પહેલાના સમયમાં ઘણા બધા સંશોધનાત્મક, માહિતી સભર નૂતન કૃતિ પ્રકાશન તેમજ વિદ્વતાપૂર્ણ લેખોથી સભર સામાયિક માસિક વગેરે પ્રકાશિત થતા હતા. જેવા કે જૈન સત્ય પ્રકાશ, જૈન ધર્મ પ્રકાશ, જૈન સાહિત્ય સંશોધક, આત્માનંદ પ્રકાશ, જેન યુગ, પુરાતત્વ, સ્વાધ્યાય, બુદ્ધિપ્રભા, જૈન સિધ્ધાંત ભાસ્કર, શોધ પત્રિકા વગેરે આ પત્રિકાઓમાં ઇતિહાસવેત્તા શ્રી કલ્યાણવિજયજી, સંશોધનકર્તા શ્રી જિનવિજયજી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી, આગમપ્રજ્ઞ શ્રી જંબુવિજયજી તથા વિદ્વાન સુશ્રાવકો શ્રી અગરચંદજી નાહટા, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇ, શ્રી હીરાલાલ રસિકલાલા કાપડીયા વગેરેના જુદા જુદા વિષયોના અગત્યના લેખો પ્રકાશિત થયેલ છે. આ પત્રિકાઓ સંપૂર્ણપણે કોઇપણ જ્ઞાનભંડારમાં મળતા નથી. પરંતુ તે પૈકી ઘણા બધા માસિકો ડીજીટલ રૂપે જુદી જુદી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે પરંતુ હજુ પણ થોડાક માસિક ઉપલબ્ધ નથી તો ક્યાંય પણ સંગ્રહમાં હોય તો અમોને જણાવવા વિનંતી છે. અત્યારે પણ આવા જ ઉત્તમ કક્ષાના સંશોધનાત્મક, સંસ્કૃત અને હિન્દી, ગુજરાતી ભાષાની પત્રિકાઓ પ્રકાશિત થઇ રહી છે. જે પૈકીની થોડીક વિગતો નીચે મુજબ છે. (૧) અનુસંધાનઃ- ત્રિમાસિક વિષયઃ પ્રાકૃત સંસ્કૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપા. સંશો. માહિતી સંપાદકઃ આ.શીલચંદ્રસૂરિજી મ.સા. પ્રાપ્તિસ્થાનઃ આ.નંદનસૂરિજી સ્વાધ્યાય મંદિર ૧૨, ભગત બાગ, નવા શારદા મંદિર રોડ, અમદાવાદ.Sheelchandrasuriji@yahoo.com (૨) નિયમઃ- છ માસિક - સંસ્કૃત વિષયઃ- પ્રાચીન નૂતન કૃતિ રચના નું પ્રકાશન સંપાદકઃ- પૂ. સમ્યગદર્શનવિજયજી પ્રકાશક:- હીરસૂરિજી શ્રુતજ્ઞાન ભવન એ-૧, ઘનશ્યામપાર્ક ફલેટ, ૧૦, આનંદનગર સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-6. (૩) શ્રુતસાગરઃ- માસિક-ગુજરાતી-હિન્દી વિષય:-પાચીન કૃતિપ્રકાશન માહિતી સભર સંપાદક:- મુકેશભાઇ એન. શાહ પ્રકાશક:- આ. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - પોસ્ટઃ કોબા, જી. ગાંધીનગર www.kobatirth.org (૪) સંબોધિઃ- ત્રિમાસિક- અંગ્રેજી- સંસ્કૃત વિષય:- સંસ્કૃત-પ્રાકૃત કૃતિ લેખ સંગ્રહ સંપાદકઃ- જીતેન્દ્ર આર. શાહ પ્રકાશન :- એલ.ડી.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી ગુજરાત યુનીવર્સીટી સામે, નવરંગપુરા, અમદાવાદ - ૯ www.ldindology.org (૫) પ્રબુધ્ધ જીવનઃ- માસિક - ગુજરાતી વિષયઃ- જૈન સાહિત્ય, સિધ્ધાંતના લેખ સંપાદન:- ડૉ.ધનવંત એન.શાહ પ્રકાશક:- શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૩,મોહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એબીસી ટ્રાન્સપોર્ટ પાસે, મુંબઇ Shrimjys@gmail.com () તુલસીપ્રજ્ઞા:- ત્રિમાસિક - અંગ્રેજી - હિન્દી - વિષય: જૈન સાહિત્ય સંશોધન લેખ સંપાદક: ડૉ.અનીલ ધારપ્રકાશક: જેન વિશ્વભારતી સંસ્થા પોસ્ટઃ લાડનુ. રાજસ્થાન-૩૪૧૩૦% www.jabi.ac.in. (૮) શ્રમણ - ત્રિમાસિક -અંગ્રેજી - હિન્દી - જૈનોલોજીનું સંશોધન સંપાદક: ડૉ.વિજયકુમાર/ડૉ. એલ.પી.પાંડે. પ્રકાશકઃ- પાર્શ્વનાથ વિદ્યાપીઠ આઇ.ટી.આઇ રોડ, કારાકુડી, વારાણસી. www.parshwanathvidhyapeeth.org (૮) કૃતિ રક્ષણઃ- ત્રિમાસિક - અંગ્રેજી વિષય:- હસ્તપ્રત સાચવણી-તેને લગતી માહિતી સંપાદક :- મૃતમોય ચક્રવર્તી પ્રકાશન :- નેશનલ મીશન ફોર મેન્યુસ્કીટસ સરનામું:- ૧૧, માનસિંહ રોડ, નવી દિલ્હી - ૧૧૦૦૦૧ Www.namami.org (૯) નિગ્રંથ :- ત્રિમાસિક - અંગ્રેજી-હિન્દી-ગુજરાતી - જૈન ધર્મના સંશોધનાત્મક લેખ સંપાદક : મધુસુદન ઢાંકી પ્રકાશક : શારદાબેન ચીમનલાલ રીસર્ચ સેન્ટર ૩૦૪, બાલેશ્વર સ્કેવર, એસ.જી.હાઇવે, ઇસ્કોન મંદિર સામે, અમદાવાદ-૧૫.
અહો ! @SIER = હજી