Book Title: Aho Shruta gyanam Paripatra 19 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 3
________________ ઇ-લાયoોરી-જૈન સાહિત્યની પ્રકાશિત ડીવીડી/સીડી આજના આધુનિક યુગમાં બાળકો, યુવાનો અને વડીલોમાં પણ કોમ્યુટરનો ઉપયોગ ખુબ જ સહજ અને નિયમિત થઇ રહ્યો છે. ઇલેક્ટ્રોનીક મિડિયાના ઉપયોગ દ્વારા તેઓ ઘણી બધી માહિતિ અને જ્ઞાન મેળવી રહ્યા છે. તેને અનુલક્ષીને આપણી ઘણી બધી જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મ વિષયક માહિતિ તેમજ ગ્રંથોની પીડીએફ ફોર્મેટમાં ડીવીડી તથા સીડી પ્રકાશિત કરી છે. અને કોમ્યુટર વાપરનાર શ્રાવકોને પણ જૈન ધર્મનું વિશાળ જ્ઞાન સહેલાઇથી અને સારી રીતે શુદ્ધ સ્વરૂપે મળી રહે તે માટે અનુમોદનીય કાર્ય કર્યું છે તેના લીધે દુર દુર ના પ્રદેશમાં વિચરતા આપણા ગુરુભગવંતોને પણ પ્રાયઃ અલભ્ય અથવા જે તે વિસ્તારના જ્ઞાનભંડારમાં અપ્રાપ્ય હોય તેવા પુસ્તકોની જેટલી નકલો અભ્યાસમાટે જરૂર હોય તે પ્રીન્ટ કરાવીને સુલભ બની છે જેના લીધે અભ્યાસ માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ બન્યા છે. અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલ ડીવીડી ની ઉપલબ્ધ માહિતિ અહીં આપી છે. જેઓને પણ આ ડીવીડી ની જરૂર હોય તે જેતે સંસ્થા પાસેથી મંગાવી શકે છે. (૧) jainelibrary :- અંતર્ગત joins (USA) દ્વારા આઠ ડીવીડી પ્રકાશિત થઇ છે. જેમાં લગભગ ૨૦૦ પ્રત, ૪૦૦૦ પુસ્તકોની પીડીએફ નો સમાવેશ થાય છે. (૨) શ્રુત સત્કાર ઇ-લાયબ્રેરી :- અંતતિ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, સાબરમતી દ્વારા ૧૧ ડીવીડી પ્રકાશિત થઇ છે, જેમાં પ્રાચીન અલભ્ય અને અપ્રાપ્ય એવા ૧૫૩ પુસ્તકો તેમજ જુદા જુદા માસિક તેમજ કેટલોગ અને અત્યારે પ્રકાશિત થઇ રહેલ પુસ્તકોની જુદા જુદા પ્રકાશન સંસ્થાઓ દ્વારા મળેલ પુસ્તકની પીડીએફ ફાઇલનો સમાવેશ થાય છે. (૩) જ્ઞાનખજાનો :- પૂજ્ય ભક્તિસૂરિજી સમુદાયના શ્રી કુલચંદ્રવિજયજી મ.સા.ની આચાર્ય પદવી નિમિત્તે પ્રકાશિત ડીવીડીમાં રોજના અભ્યાસ માટૅ ખૂબ જ ઉપયોગી ૪૫ પુસ્તકોનો સમાવેશ થાય છે. (૪) ભક્તામર સ્તોત્ર :- પૂજ્ય રાજયશસૂરિજી પ્રેરિત જી. એમ. સુરાણા ફાઉન્ડેશનસિકંદ્રાબાદ દ્વારા પ્રકાશિત ભક્તિ કાવ્ય કા સંગીતમય ચલચિત્ર એનીમેશન ફિલ્મમૂળપાઠ-હિલ્દિ અર્થ સહિત. (૫) Abhay yatra to Shetrunjaya Maha Tirth :- પૂ. આ.રાજયશસૂરિજી પ્રેરિત અંગ્રેજીમાં ફોટા સાથે શત્રુંજય મહાતીર્થની સાઉન્ડ સાથેની ડીવીડી. (૬) Ahinsa hi Amrutam :- પૂ. આ. રાજયશસૂરિજી પ્રેરીત અંગ્રેજીમાં ફોટા સહિત અહિંસા-ધર્મ બાળકો અને યુવાનો માટે ખૂબ જ સુંદર સાઉન્ડ સાથેની અંગ્રેજીમાં ડીવીડી. (6) અષ્ટાપદ મહાતીર્થ નું ખૂબ જ સંશોધન અને માહિતિ સભર પુસ્તક નોર્થ અમેરીકના એસોસીએશન - USA દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે. સંપાદન :- રજનીભાઇ અને કુમારપાળ દેસાઇ તે પુસ્તકની બે ભાગમાં પ્રકાશિત ડીવીડી. (૮) જૈન ધર્મનો જ્ઞાનખજાનો :- પૂ.નેમિસૂરિજી સમુદાયના પૂ.ફુલચંદ્રવિજયજી પ્રેરિત jainuniversify.org દ્વારા પ્રકાશિત જૈન પાઠશાળા પૂજ, પૂજન સૂત્રો, આર્ટ ગેલેરી અને તીર્થ સ્થાનોની માહિતિ સભર. સંપર્ક:- રાહુલ શાહ (મો) ૯૮૭૯૫૧૬૪૪૨ (૯) નારકી ચિત્રાવલી :- પૂ.ભુવનભાનસૂરિજી સમુદાયના પૂ. સંયમબોધિવિજયજી પ્રેરિત નારકી ચિત્રાવલીની ડીવીડી. (૧૦) શ્રી અચલગચ્છના પૂ. ચારિત્રરત્નવિજયજી પ્રેરિત ચારિત્રરત્ન ફાઉન્ડેશન દ્વારા ૨૫૩૮ ગ્રંથોની પીડીએફ ફાઇલ, ડીવીડી, પેન ડ્રાઇવ અને એક્ટર્નલ હાર્ડડીસ્કમાં તૈયાર થઇ રહેલ છે. પ્રભુ મહાવીરનો નિવણિ કલ્યાણકના ૫૩૮ વર્ષ નિમિત્તે તથા અચલગલ્શિય પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિજી જન્મ શતાબ્દિ નિમિત્તે જે આવતા મહિને પ્રકાશિત થશે. જે પણ સંસ્થાઓને જોઇએ તેઓએ સંપર્ક: (મો) ૯૭૨૫૫૪૩૭૩૪ અહો ! ચુવાળ ક =૧૯Page Navigation
1 2 3 4 5 6 7 8