Book Title: Aho Shruta gyanam Paripatra 19 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોને નમ્ર વિનંતી (1) શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિ અને ગુરુભગવંતો પ્રત્યેના આદરભાવથી ચાર વર્ષથી રવદ્રવ્યથી પ્રકાશિત અહો ! શ્રુતજ્ઞાનમ ના દરેક અંકોમાં અમો નુતન પ્રકાશિત પુસ્તકોની યાદી રજુ કરીએ છીએ તે પુસ્તકો આપને સ્વાધ્યાય-અભ્યાસ માટે જરૂર હોય તો અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી મંગાવીને લાભ આપશો પરંતુ જો આપને અથવા જ્ઞાનભંડારને કાયમી રાખવા માટે જોઇતા હોય તો જે તે પ્રકાશક પાસેથી આપ મંગાવશોજી. (2) અહો ! શ્રુતજ્ઞાનમ્ ના અંક-૪, અંક-૬, અંક-૯, અંક-૧૨, અંક-૧૪, અંક-૧૮ અને અંક-૧૯માં અમોએ અત્યાર સુધી પ્રાયઃ અપ્રગટ એવી હસ્તપ્રતોમાં રહેલ ગ્રંથોની યાદી આપેલ છે. આ બધા જ હરામતના સંગ્રહકર્તા જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકો ખૂબ જ ઉદાર અને શ્રત પ્રત્યે અનન્ય ભક્તિભાવ વાળા છે. તેથી આપને જે પણ ગ્રંથોની નકલની જરૂર હોય તો આપને ટૂંક જ સમયમાં તેઓને ડાયરેક્ટ અરજી કરવાથી મળી જશે. શક્ય હોય તો આપે જે પણ જ્ઞાનભંડારના સંચાલકને અરજી કરી હોય તેની એક નકલ અમોને મોકલશો જેથી જે તે ગ્રંથ બીજા કોઇપણ જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ હોવાની અમને ખબર હશે તો પાઠભેદ, પાઠાંતર માટે તેની નકલ મેળવવા માટે આપને જાણ કરીશું. (3) અહો ! શ્રુતજ્ઞાનમ્ ના જુદા જુદા અંકોમાં અમોએ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર પ્રાયઃ અપ્રાપ્ય એવા પુન:પ્રકાશિત 153 ગ્રંથોની યાદી આપી છે. તેમજ જુદા જુદા પૂજ્ય ગુરુભગવંતોએ કૃપાદ્રષ્ટિથી તેમના દ્વારા પ્રેરિત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અમારે ત્યાં પ્રાપ્ય હોય એવા પુસ્તકો અને ગુરુભગવંતોની નોટોની પ્રાપ્તિ માટે પણ લખ્યું છે જે પણ પૂજ્યોને આ ગ્રંથોની જરૂર હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે પરંતુ જુદી જુદી જગ્યાએ પોસ્ટ કે આંગડીયા દ્વારા મોકલવા શક્ય નથી તેમજ નાના નાના ગામોમાં તેમજ પરા વિસ્તારમાં આંગડીયા, કુરીયર સવીસ પણ હોતી નથી તેમજ પુસ્તકોનું વજન પણ આજના આધુનિક ઉત્તમ ક્વોલીટીના બાઇન્ડીંગને લીધે વધારે હોય છે તેથી જે પણ ગ્રંથોની જરૂર હોય તે આપના પ્રતિનિધી દ્વારા રૂબરૂ મંગાવવા વિનંતી છે.. (4) આપ જયારે પણ કોઇપણ સંસ્થામાં મુદ્રિત પુસ્તક કે હસ્તપ્રતની ઝેરોક્ષ મંગાવો ત્યારે રૂબરૂ પત્ર દ્વારા મંગાવશો જેથી તેનો રેકોર્ડ જે તે સંસ્થામાં રાખવો જરૂરી હોય છે તેમજ ખૂબ જ અર્જન્ટ હોય તો કોઇપણ શ્રાવક દ્વારા ઇમેઇલ કરવો હિતાવહ છે. પરંતુ પુસ્તક, પ્રત કે હસ્તપ્રત માટે ફોન કરવો વ્યાજબી લાગતો નથી. સૌ પ્રથમ પગ કે મેઇલ દ્વારા જ માહિતી કે ગ્રંથ મંગાવશો પરંતુ તે પગના સંદર્ભમાં આગામી જાણકારી માટે ફોન કરાવી શકાય જેથી યોગ્ય પ્રત્યુતર જલદી મળી શકે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળા પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com અહો ! શ્રુતજ્ઞાળમ્ અંક 17Page Navigation
1 ... 6 7 8