Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક // જી )
. / શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
I / Aa/
અહો ! શ્રવશાળ
સંકલન જ્ઞાનપંચમી, આસો સુદ-૫ સં-૨૦૬૮
શાહ બાબુલાલ સરેમલ | જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંવિન ગીતાર્થ જ્ઞાની, સર્વ ગુરુભગવંતોના ચરણોમાં સેવકની સવિનય કોટિશઃ વંદનાવલી,
જિનશાસન આરાધક, શ્રેષ્ઠીવર્યશ્રી, વિધિકારકશ્રી, પંડિતવર્યશ્રીને સાદર પ્રણામ... છેલ્લા ચાર અંક થી શ્રુતજ્ઞાન ક્ષેત્રે શ્રીસંઘના મોભીઓએ કરવા યોગ્ય કાર્યની આપણે વિચારણા કરી રહ્યા છીએ, જ્ઞાનપંચમીનું પર્વ નજીક છે તે નિમિત્તે શ્રીસંઘ તેને કંઇ વિશિષ્ટ રીતે ઉજવી શકે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત પરિપત્રમાં કરી છે. અહીં આપણે શ્રીસંઘના મોભીઓએ એ બાબત શું કરવું તેની એક વાત વિચારવી છે.
- સૌ પ્રથમ તો શ્રીસંઘના મોભીઓએ દેવની જેમ શ્રતની પણ ભક્તિ કરવાનું પોતાને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે એ વાત લક્ષમાં લેવી જરૂરી છે. શ્રુતભક્તિ પોતાના સમયસંયોગ-શક્તિ હોય તો પોતે કરવી અને ન હોય તો સંઘમાં જે તેની રૂચીવાળા હોય, પાઠશાળાના શિક્ષકાદિ જે હોય તેઓને વિશિષ્ટ પ્રેરણાથી આ કાર્ય પ્રત્યે લક્ષ્યવાળા જાગૃત બનાવવા જોઇએ. તથા શ્રીસંઘમાં કોઇ આ પ્રમાણેના કાર્ય કરવાની ભાવનાવાળા હોય તેઓને સંપૂર્ણ સહકાર આપવો જોઇએ.
| ભગવાનનું શાસન શ્રુતજ્ઞાનથી ચાલવાનું છે, શ્રુતજ્ઞાન એ પાયો છે. અન્ય અનુષ્ઠાનો કે, વહિવટો કરતાંય શ્રુતજ્ઞાનની કિંમત અપેક્ષાએ વધુ છે. આવું સદ્બુદ્ધિથી સમજી ને, હૃદયથી સ્વીકારીને તે માટેના શક્ય ભરપુર પ્રયત્ન કરવા જોઇએ.
શ્રીસંઘમાં જ્ઞાનભંડાર ન હોય તો તે વસાવવો જોઇએ. હોય તેને વધુ સમૃદ્ધ કરવો જોઇએ. તથા શ્રીસંઘમાં તેનો વપરાશ વધે તેમ કરવું જોઇએ. જેની વિશેષ ચર્ચા આગળના પરિપત્રમાં કરી છે. | સંઘમાં જિનાલયે ભ. ની સેવા પૂજા માટે પૂજારી કામદાર વગેરે રાખ્યા હોય, પેઢીમાં મુનીમજી રાખ્યા હોય, સુરક્ષા માટે ચોકીદારો રાખ્યા હોય, અને હવે તો મોટા શહેરોમાં ચપ્પલ ચોરાઇ ન જાય તેની માટે વોચમેન રાખતા હોય, જ્યારે શ્રુતજ્ઞાન જ્ઞાનભંડારની સાચવણી માટે કોઇ કરતા કોઇ ન હોય ત્યાં શું સમજવું?
શ્રીસંઘની જેટલી જરૂરીયાત હોય તે મુજબ પાર્ટ ટાઇમ પણ ભંડારની સાચવણી, ઉપયોગ, પુસ્તકોની લેવડ-દેવડ વગેરે માટે કોઇ પગારદાર વ્યક્તિ હોવી જ જોઇએ.
પગારદાર વ્યક્તિ હોય તો બે શબ્દ કહી શકાય અને પગાર પ્રમાણે કામ પણ લઇ શકાય. તે ભંડાર પણ સ્વચ્છ સુઘડ રાખે, પુસ્તક લઇ જનારના નામ સરનામાં રાખે. સમયાંતરે ઉઘરાણી કરે વગેરે અનેક રીતે ઉપયોગી થાય. પણ એક પગારદાર માણસને રાખવો જરૂરી છે. નહી તો સારો એવો પણ ભંડાર ટુંકા સમયમાં રફે દફે થઇ જતાં વાર લાગતી નથી.
- આ જ્ઞાનપાંચમના પર્વ ને પામી ને શ્રુતભક્તિમાં વિશેષ ઉજાગર થઇએ, એ જ શુભેચ્છા...
હતી. " વાસીદ્દ સર્વ સાધુનામુ " જિનશાસનચરણસેવક શા. બાબુલાલ સરેમલ
અહો ! શ્રુતજ્ઞાનમ્ અંક -૧૯
Page #2
--------------------------------------------------------------------------
________________
동거
૨
3
४
4
७
સં.૨૦૬૮ | ઇ. સ. ૨૦૧૨ દરમ્યાન નુતન પ્રકાશન
ગ્રંથનું નામ
સમ્યકત્વ સહિત બાર વ્રત
શ્રી સૂરિ મંત્ર સાધના વિધિ (પ્રત)
વાચનામૃતમ્
તપવંદના (તપના ગીતો)
જ્ઞાનાસાર-પધાનુવાદ સદ્ગુરુવંદન
૨૪ તીર્થંકર વંદનાવલિ
ચારિત્ર રત્ન વંદનાવલિ
બાતેં છોટી લેકિન અનોખી
.
G
૧૦ દ્રવ્યસપ્તતિકા
૧૧ મત-મિમાંસા ભા-૧
૧૨ ઓધનિયુક્ત પરાગ
૧૩ પિંડનિયુક્તિ પરાગ ૧૪ શ્રી જંબૂવામી રાસ ૧૫ શ્રમણ ધર્મ
૧૬ ચર્તુવિંશતિ પ્રબંધ કોશ ૧૭ | પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ
૧૮ ઉપદેશરત્નમાળા
૧૯ ઇમ્પીરી. મુગલ ફરમાન્સ ઇન ગુજરાત
૨૦ શ્રી આચારાંગસૂત્ર-૧ ૨૧ શ્રી આચારાંગસૂત્ર-૨ ૨૨ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર સટીક ૨૩ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર ચૂર્ણિ ૨૪ શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર ભા-૧ ૨૫ શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર ભા-૨ ૨૬ શ્રી ભગવતીસૂત્ર ૨૦ શ્રી જીવાજીવાભિગમસૂત્ર ૨૮ શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્ર
સંપાદક/ટીકાકાર ભાષા
આ. અભયચંદ્રસૂરિજી
આ રત્નચંદ્રસૂરિજી
પૂ.જ્ઞાનહંસવિજયજી પૂ.હિતવર્ધનવિજયજી
પૂ.સર્વોદયસાગરજી
પૂ. સર્વોદયસાગરજી પૂ. સર્વોદયસાગરજી
પૂ. સર્વોદયસાગરજી
૨૯ શ્રી જંબૂદ્ધિપ પ્રજ્ઞપ્તિસૂત્ર (પૂર્વાધ)
૩૦ શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૩૧ શ્રી ઉપદેશમાળા
૩૨ શ્રી યતિદિન ચર્યા
૩૩| શ્રી નવપદ પ્રકરણ ૩૪ | શ્રી કૃષ્ણ ચરિત્ર
હિં
હિં
પૂ. ગુણવલ્લભસાગરજી | હિં પ્રભુદાસ પટેલ
પં. નિત્યાનંદ વિજયજી પં.નિત્યાનંદ વિજયજી
સી.ડી.દલાલ
આ.શ્રી શીલંકાચાર્ય
આ.શ્રી શીલંકાચાર્ય
આ.શ્રી શીલંકાચાર્ય
શ્રી જિનદાસ ગણિ
આ.શ્રી મલયગિરિજી
ગુજ
શ્રી
સં/ગુ. રત્નોદય ચેરી.ટ્રસ્ટ
આ.શ્રી મલયગિરિજી શ્રી દાનશેખરસૂરિજી
ગુજ | કમલ પ્રકાશન ટ્રસ્ટ
ગુજ | કુસુમ અમૃત ટ્રસ્ટ ગુજ | ચારિત્ર રત્ન ફાઉન્ડેશન ચારિત્ર રત્ન ફાઉન્ડેશન
હિં
પૂ.પં.નયચંદ્રસાગરજી મ.સા.પ્રેરિત પ્રતાકાર પુનઃપ્રકાશિત સટીક ગ્રંથોની યાદી
ગુજ |
પ્રકાશક
આશાપૂરણ જ્ઞાનભંડાર
ગુજ | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
|
ગુજ | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
ગુજ
સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
"માં "માં " " " "ાં
ચારિત્ર રત્ન ફાઉન્ડેશન
ચારિત્ર રત્ન ફાઉન્ડેશન
ચારિત્ર રત્ન ફાઉન્ડેશન
ગુજ સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ ગુજ | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ ગુજ
સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ ગુજ | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
ગુજ | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ અં | સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
સં.
આ.શ્રી મલયગિરિજી
સં.
આ.શ્રી મલયગિરિજી
સં.
સં.
શ્રી શાંતિચંદ્રસૂરિજી શ્રી મલધારિહેમચંદ્રસૂરિજી સં.
શ્રી ધર્મદાસગણિ
સં.
સં.
સં.
સં.
સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દિ
શ્રી ભાવદેવસૂરિજી
શ્રી દેવગુપ્તસૂરિજી શ્રી દેવેન્દ્રસૂરિજી
અહીં! શ્રુતજ્ઞાનમ્ અંક -૧૯
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ
Page #3
--------------------------------------------------------------------------
________________
ઇ-લાયoોરી-જૈન સાહિત્યની પ્રકાશિત ડીવીડી/સીડી
આજના આધુનિક યુગમાં બાળકો, યુવાનો અને વડીલોમાં પણ કોમ્યુટરનો ઉપયોગ ખુબ જ સહજ અને નિયમિત થઇ રહ્યો છે. ઇલેક્ટ્રોનીક મિડિયાના ઉપયોગ દ્વારા તેઓ ઘણી બધી માહિતિ અને જ્ઞાન મેળવી રહ્યા છે. તેને અનુલક્ષીને આપણી ઘણી બધી જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મ વિષયક માહિતિ તેમજ ગ્રંથોની પીડીએફ ફોર્મેટમાં ડીવીડી તથા સીડી પ્રકાશિત કરી છે. અને કોમ્યુટર વાપરનાર શ્રાવકોને પણ જૈન ધર્મનું વિશાળ જ્ઞાન સહેલાઇથી અને સારી રીતે શુદ્ધ સ્વરૂપે મળી રહે તે માટે અનુમોદનીય કાર્ય કર્યું છે તેના લીધે દુર દુર ના પ્રદેશમાં વિચરતા આપણા ગુરુભગવંતોને પણ પ્રાયઃ અલભ્ય અથવા જે તે વિસ્તારના જ્ઞાનભંડારમાં અપ્રાપ્ય હોય તેવા પુસ્તકોની જેટલી નકલો અભ્યાસમાટે જરૂર હોય તે પ્રીન્ટ કરાવીને સુલભ બની છે જેના લીધે અભ્યાસ માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ બન્યા છે. અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલ ડીવીડી ની ઉપલબ્ધ માહિતિ અહીં આપી છે. જેઓને પણ આ ડીવીડી ની જરૂર હોય તે જેતે સંસ્થા પાસેથી મંગાવી શકે છે. (૧) jainelibrary :- અંતર્ગત joins (USA) દ્વારા આઠ ડીવીડી પ્રકાશિત થઇ છે. જેમાં લગભગ ૨૦૦ પ્રત, ૪૦૦૦ પુસ્તકોની પીડીએફ નો સમાવેશ થાય છે. (૨) શ્રુત સત્કાર ઇ-લાયબ્રેરી :- અંતતિ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, સાબરમતી દ્વારા ૧૧ ડીવીડી પ્રકાશિત થઇ છે, જેમાં પ્રાચીન અલભ્ય અને અપ્રાપ્ય એવા ૧૫૩ પુસ્તકો તેમજ જુદા જુદા માસિક તેમજ કેટલોગ અને અત્યારે પ્રકાશિત થઇ રહેલ પુસ્તકોની જુદા જુદા પ્રકાશન સંસ્થાઓ દ્વારા મળેલ પુસ્તકની પીડીએફ ફાઇલનો સમાવેશ થાય છે. (૩) જ્ઞાનખજાનો :- પૂજ્ય ભક્તિસૂરિજી સમુદાયના શ્રી કુલચંદ્રવિજયજી મ.સા.ની આચાર્ય પદવી નિમિત્તે પ્રકાશિત ડીવીડીમાં રોજના અભ્યાસ માટૅ ખૂબ જ ઉપયોગી ૪૫ પુસ્તકોનો સમાવેશ થાય છે. (૪) ભક્તામર સ્તોત્ર :- પૂજ્ય રાજયશસૂરિજી પ્રેરિત જી. એમ. સુરાણા ફાઉન્ડેશનસિકંદ્રાબાદ દ્વારા પ્રકાશિત ભક્તિ કાવ્ય કા સંગીતમય ચલચિત્ર એનીમેશન ફિલ્મમૂળપાઠ-હિલ્દિ અર્થ સહિત. (૫) Abhay yatra to Shetrunjaya Maha Tirth :- પૂ. આ.રાજયશસૂરિજી પ્રેરિત અંગ્રેજીમાં ફોટા સાથે શત્રુંજય મહાતીર્થની સાઉન્ડ સાથેની ડીવીડી. (૬) Ahinsa hi Amrutam :- પૂ. આ. રાજયશસૂરિજી પ્રેરીત અંગ્રેજીમાં ફોટા સહિત અહિંસા-ધર્મ બાળકો અને યુવાનો માટે ખૂબ જ સુંદર સાઉન્ડ સાથેની અંગ્રેજીમાં ડીવીડી. (6) અષ્ટાપદ મહાતીર્થ નું ખૂબ જ સંશોધન અને માહિતિ સભર પુસ્તક નોર્થ અમેરીકના એસોસીએશન - USA દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે. સંપાદન :- રજનીભાઇ અને કુમારપાળ દેસાઇ તે પુસ્તકની બે ભાગમાં પ્રકાશિત ડીવીડી. (૮) જૈન ધર્મનો જ્ઞાનખજાનો :- પૂ.નેમિસૂરિજી સમુદાયના પૂ.ફુલચંદ્રવિજયજી પ્રેરિત jainuniversify.org દ્વારા પ્રકાશિત જૈન પાઠશાળા પૂજ, પૂજન સૂત્રો, આર્ટ ગેલેરી અને તીર્થ સ્થાનોની માહિતિ સભર. સંપર્ક:- રાહુલ શાહ (મો) ૯૮૭૯૫૧૬૪૪૨ (૯) નારકી ચિત્રાવલી :- પૂ.ભુવનભાનસૂરિજી સમુદાયના પૂ. સંયમબોધિવિજયજી પ્રેરિત નારકી ચિત્રાવલીની ડીવીડી. (૧૦) શ્રી અચલગચ્છના પૂ. ચારિત્રરત્નવિજયજી પ્રેરિત ચારિત્રરત્ન ફાઉન્ડેશન દ્વારા ૨૫૩૮ ગ્રંથોની પીડીએફ ફાઇલ, ડીવીડી, પેન ડ્રાઇવ અને એક્ટર્નલ હાર્ડડીસ્કમાં તૈયાર થઇ રહેલ છે. પ્રભુ મહાવીરનો નિવણિ કલ્યાણકના ૫૩૮ વર્ષ નિમિત્તે તથા અચલગલ્શિય પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિજી જન્મ શતાબ્દિ નિમિત્તે જે આવતા મહિને પ્રકાશિત થશે. જે પણ સંસ્થાઓને જોઇએ તેઓએ સંપર્ક: (મો) ૯૭૨૫૫૪૩૭૩૪
અહો ! ચુવાળ
ક =૧૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલ લિવ્યંતરણ કરીને સંશોધન-સંપાદન કરવા યોગ્ય
પ્રાયઃ અપ્રગટ ગ્રંથોની યાદી પૂજ્ય વિરતિધર શ્રમણ શ્રમણી ભગવંતો નિત્ય સ્વાધ્યાય દ્વારા તેમના સંયમજીવનની સાધના કરીને ખૂબ જ સુંદર આરાધના કરતા હોય છે તેઓના સતત જ્ઞાનાભ્યાસ અને સ્વાધ્યાયને લીધે પૂવચાર્યોએ રચેલા ઘણા બધા ગ્રંથોમાં રહેલ પદાર્થોને સતત પ્રકાશિત થઇ રહ્યા છે. પરંતુ હજુ પણ ખૂબ જ મોટી સંખ્યામાં અપ્રગટ ગ્રંથો જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં સંગ્રહિત છે તે ગ્રંથોને લિવ્યંતરણ-સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવા ખૂબ જ તાકીદ ની જરૂર છે. હસ્તપ્રત ભંડારના વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓ પણ ઉદાર બનીને પોતાની પાસે રહેલ હસ્તપ્રતોની યાદી પૂજ્ય ગુરુભગવંતોને આપે અને તેઓને સંશોધન માટે જરૂરી હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પુરી પાડીને શ્રુતભક્તિ કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય દ્વારા પરમપદ એવા મોક્ષપદને પામે એવી અભ્યર્થના. ગત અંકમાં અમોએ ૨૩ ગ્રંથોની પ્રાયઃ અપ્રગટ યાદી પ્રકાશિત કરી હતી તેમાંથી ત્રણ ગ્રંથનું કામ પણ જુદા જુદા ગુરુભગવંતો કરી રહ્યા છે. જેની હાર્દિક અનુમોદના અને બીજા ગ્રંથો માટેની હસ્તપ્રતની નકલ માટે પણ શ્રમણ ભગવંતોએ સુંદર જાગૃતિપૂર્વક પૃચ્છા કરી છે. તેઓની હૃદયપૂર્વક અનુમોદના કરીએ છીએ. અમોને પૂજ્ય ગુરુભગવંતો દ્વારા મળેલ માહિતિ પ્રમાણે થોડીક અપ્રગટ કૃતિની યાદી નીચે પ્રમાણે છે. ક્રમ ગ્રંથનું નામ કત/ટીકાકાર હસ્તપ્રત ભંડાર શ્લોક ભાષા ૧ | મલયગિરિ શબ્દાનુંશાસનમ | મલયગિરિ પાકા હેમ
૪૩૦૦ પ્રતિક્રમણ સૂત્ર (પગામ સઝાય) | પૂ. પાશ્વ સાધુ | પાકા હેમ પ્રતિક્રમણ સૂત્ર (પગામ સઝાય) પૂ. જિનપ્રભસૂરિજી | આ.કૈલાશ.સૂરિ જ્ઞાનમંદિર-કોબા પગામ સઝાય સ્તબક પગામ સઝાય બાલાવબોધ અજ્ઞાત આ. કૈલાશ. સૂરિ જ્ઞાનમંદિર-કોબા પગામ સઝાય અવમૂરિ ભાષ્યકમ ચૂર્ણિ
પૂ. યશોદેવસૂરિજી | ખંભાત તાડપત્રિય પાક્ષિક સૂત્ર ચૂર્ણિ
પાકા હેમા પાક્ષિક સૂત્ર અવચૂરિ શ્રી વિનયકુશલ | આ. કૈલાશ. સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૧૦ પાક્ષિક સૂત્ર સ્તબક ૧૧ પાક્ષિક સૂત્ર વિષમપદ પર્યાય મંજરિ
આ.કૈલાશ.સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૧૨ પાક્ષિક સૂત્ર બાલાવબોધ પૂ. સુખસાગરજી. | પાકા હેમ ૧૩] સાર્ધશતક પૂર્ણિ
પૂ. મુનિચંદ્રસૂરિજી વિદ્વાન શતક મૂળ-ટભાઈ તેજસિંહ ભાંડારકર ૧૫ પાક્ષિક સૂત્ર બાલાવબોધ શ્રી જ્ઞાનવિમલ | આ. કૈલાશ.સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૪૪૦૦ ૧૬ આવશ્યક સૂત્ર કથા સંગ્રહ | અજ્ઞાત જૈન શ્રમણ આ. કૈલાશ.સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૪પ૯૦| ૧૦| ઉત્તરાધ્યન સૂત્ર-અવયૂરિ અજ્ઞાત જૈનાચાર્ય | આ. કૈલાશ. સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૧૮ પપાતિક સૂત્ર-વિષમપદ ટિપ્પણ | અજ્ઞાત જૈન શ્રમણ આ. કૈલાશ.સૂરિ જ્ઞાનમંદિર-કોબા ૧૯ ઉપદેશમાલા • અવસૂરિ શ્રી જયશેખરસૂરિજી આ. કૈલાશ. સૂરિ જ્ઞાનમંદિર-કોmi[ ૧૫૦૦
ઉપદેશમાલા - અવયૂરિ | અજ્ઞાત જૈન શ્રમણ| આ. કૈલાશ. સૂરિ જ્ઞાનમંદિર-કોબા] . ગચ્છાચાર પ્રકિર્ણમ-અવચૂરિ | અજ્ઞાત જૈન શ્રમણ| આ.કૈલાશ સૂરિ જ્ઞાનમંદિર-કોબાપ૦૦ રાજપ્રન્નિય સૂત્ર-વિષમપદ ટિપ્પણ | અજ્ઞાત જૈન શ્રમણ આ.કૈલાશ સૂરિ જ્ઞાનમંદિર-કોબા
૫૦૦
પ્ર.
જ
x
6
6
૧
ળ
૨૨)
અહો શ્રુતજ્ઞાળમ્ અંક ૧૯
Page #5
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના (નિનોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.)
આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી તથા આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી ના માર્ગદર્શન હેઠળ (પૂ. આ.પ્રેમભુવનભાનુસૂરીશ્વરજી સમુદાય) (૧) શ્રાધ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિ - કર્તા - આ. શ્રી સિંહસૂરિજી (૨) મિથ્યાત્વ સપ્તતિકા - ક્ત - અ. શ્રી દેવેન્દ્રસૂરિજી
પૂ.ગીતાર્થરત્નવિજયજી મ. સા. (૧) સજ્જનચિત્ત વલ્લભ - સટીક, સાનુવાદ નુતન સંપાદન (૨) ધર્મ પરિક્ષા - સટીક, સાનુવાદ નુતન સંપાદન
આ. શ્રી શ્રીચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. આ.નેમીસૂરીશ્વરજી સમુદાય) (૧) ધાતુ રત્નાકર - કર્તા સાધુ સુંદર - મૂળ અને ટીકા સહિત (૨) વિદધમુખ મન્ડન - દર્પણ ટીકા - ટીકાકાર શ્રી વલ્લભ ૧૬મી સદી પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ | દ્વારા નીચેના ગ્રંથો સેંકડો વર્ષો સુધી ટકાઉ કાગળ ઉપર પુનઃપ્રકાશિત થશે. ૧ આચારાંગ સટીક ભા-૨ ૧૫ સામાચારી પ્રકરણ(તિલકાચાકૃત) ૨ સ્થાનાંગ દિપીકા ભા-૧ ૧૬ સામાચારી પ્રકરણ(પૂવચાર્યકૃત). ૩ ગચ્છાચાર પ્રકીર્ણક
૧૦ શાંતસુધારસ સટીક આવશ્યકનિયુક્તિ સટીક ભા-૧ | ૧૮ ઉપદેશ રહસ્ય
આવશ્યકનિયુક્તિ ભા-૨ ૧૯ ધર્મપરિક્ષા , ૬ સૂત્રકૃતાંગચણ
૨૦ ધર્મવિધિ 6 ચંદ્રપ્રજ્ઞપ્તિ સટીક
૨૧ સિદ્ધપ્રાભૃત સટીક ૮ વિશેષાવશ્યક ભાષ્ય ભા-૧ ૨૨ પ્રવજ્યા વિધાન કુલક ૯ વિશેષાવશ્યક ભાષ્ય ભા-૨ ૨૩ ચૈત્યવંદન ભાષ્ય ૧૦ ગુરુ ગુણ ષત્રિશિકા-કુલક ૨૪ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૧ ૧૧ સપ્તતિકા ભાષ્ય
૨૫ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૨ ૧૨ વૈરાગ્યકાલતા
૨૬ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૩ ૧૩ બધહેતુદય ત્રિભંગી આદી ૨૦ ઉત્પાદાદિ સિદ્ધિ ૧૪ સભ્યત્વ કૌમુદી.
૨૮ ધમસંગ્રહણી શ્રી શ્રીપાલનગર શ્વે. મૂ. જૈન દેરાસર ટ્રસ્ટ-મુંબઇ તરફથી તેઓના સંઘ દ્વારા ૪૫ આગમોનો સટીક શુદ્ધિકરણ પૂર્વક પુઃન પ્રકાશન કાર્ય ૧૦ વર્ષથુ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયના આચાર્યશ્રીની પ્રેરણાથી ચાલી રહ્યું છે. તે પૈકીનો સૌ પ્રથમ૧૬ આગમોનો પ્રથમસેટ સં-૨૦૬૯ ના માગસર માસમાં ખૂબ જ ધામધૂમપૂર્વક પ્રકાશિત થશે. શ્રી સંઘ દ્વારા જ્ઞાનદ્રવ્યનો ઉદારતાપૂર્વક યોગ્ય ઉપયોગ કરવાનું આયોજન થયું તેની હૃદયપૂર્વક અનુમોદના...
અહો ! શ્રુતજ્ઞાનમ્ અંક ૧૦
Page #6
--------------------------------------------------------------------------
________________
ચાલો, જ્ઞાનપંચમી પર્વ કંઇક અલગ રીતે ઉજવીએ....
જ્ઞાનપંચમીનું પર્વ નજીક છે એટલે તત્સંદર્ભે વિચારણા કરીએ.
જ્ઞાનપંચમી પર્વ એ જ્ઞાનની આરાધના નિમિત્તે છે. આ સમય ચાતુર્માસમાં મહાત્માઓની સ્થિરતાનો હોય, શ્રીસંઘમાં ઉપવાસ, પૌષધ, દેવવંદનાદિ દ્વારા આરાધના થાય. શ્રીસંઘમાં આગમગ્રંથો વગેરે શ્રુતજ્ઞાનનની વિશિષ્ટ સજાવટ કરવામાં આવે. આબાલવૃદ્ધ સૌ કોઇ જ્ઞાનની વાસક્ષેપ પૂજા કરે તથા પેન્સીલ, કાગળીયા, નોટબુક રબર વગેરે જ્ઞાનની સામગ્રી ભક્તિથી મૂકી જાય.
લગભગ સર્વત્ર જ્ઞાનપંચમી પર્વની ઉજવણી આ સ્વરૂપે જ જોવાય છે. હજી આમાં થોડા ઉંડા ઉતરીએ તો આ જ્ઞાનપૂજા વગેરેની પ્રથા શા પરથી આવી હશે અથવા તો તેનો સૂચિતાર્થ શું હોઇ શકે તે વિચારતા - આ સમગ્ર પ્રથા-ભાવના, એ તે દિવસે શ્રીસંઘમાં સચવાયેલી વિશિષ્ટ શ્રુતજ્ઞાનની ભક્તિ અર્થે પણ છે એવું સમજાય છે.
શ્રી સંઘમાં જ્ઞાનભંડાર હોય, હસ્તલિખિત પ્રતો વગેરે હોય એની સાચવણી જાળવણી માટે લોકોમાં એક ઉત્સાહ પૂરાય, તેની પ્રેરણા મળે અને આવા વિશિષ્ટ કાર્ય થાય તે માટે જ્ઞાનપંચમી પર્વ એક પુષ્ટાલંબન છે.
કેટલાક જ્ઞાનભંડારો તો એવા પણ જોવાય છે કે જે વર્ષે દા'ડે માંડ એકાદ બે વાર ખૂલતા હોય, કબાટો ઉપર જાળા બાઝયા હોય, પુસ્તકો પર ધૂળ જામી હોય, ને વર્ષોથી આ જ કન્ડીશન રહી હોય.
કેટલાક ભંડારો જોઇએ તો એક જ કબાટમાં ઠાંસી ઠાંસીને પુસ્તકો ભરી દીધેલ હોય, કોઇ અનુક્રમ નંબર ન હોય, લીસ્ટના કોઇ ઠેકાણા ન હોય, લીસ્ટ હોય તો તેના નંબર પ્રમાણે ભંડારમાં પુસ્તકો ન હોય આવી કેટલીય અસ્તવ્યસ્તતા સંભવે છે.
કેટલાક નાના ભંડારો ગોઠવણીમાં વ્યવસ્થિત પણ હોય, છતાં વર્ષ દરમ્યાન નવા આવેલ પુસ્તકો બધા ગમે તેમ કબાટમાં ભરાયેલા પડ્યા હોય, તેનું લીસ્ટીંગ વગેરે કંઇ થયું હોય નહીં.
કેટલીક વાર જુનો સમુહ ભંડાર હોય ત્યાં પુસ્તકો આડા અવડા મુકાયેલા હોય, તેના પુંઠા ફાટુ ફાટુ થતા હોય, ને તેના સ્ટીકરો ઉખડું ઉખડું થતા હોય છે. પ્રતોની પોથીઓ ખવાઇ ગઇ હોય, કબાટોના કાચ તૂટેલા ફૂટેલા હોય, વગેરે ઘણું બધું સંભવે છે.. એ તો રૂબરૂ મુલાકાત લઇએ તો જ ધ્યાનમાં આવે.
જ્ઞાનપંચમી પર્વે આપણે આ કરવાનું છે.
શ્રુતજ્ઞાનની સાચી વાસ્તવિક ભક્તિ માટે આ પર્વએ આ રીતે ઉજવી શકાય. શ્રીસંઘમાં યુવકમંડળને, મહીલામંડળને, પાઠશાળાના બાળકો વગેરે દરેકને તે તે યોગ્ય કાર્યની વહેંચણી કરી દેવાય. શ્રીસંઘમાં તેની પહેલેથી માહિતિ આપી જાગૃતિ લાવવી જોઇએ અને ચોક્કસ વ્યવસ્થા ગોઠવી કાર્ય કરવું જોઇએ.
શ્રુતભક્તિ માટે કરવા યોગ્ય કાર્ય નીચે પ્રમાણે જાણવું.
કબાર્ટો પર જામેલ ધૂળ, જાળા વગેરે સાફ કરાય.
પ્રત્યેક પુસ્તકો-પ્રતોને વ્યવસ્થિત પણે બહાર કાઢી કબાટની સાફ સફાઇ પ્રમાર્જનપોતા વગેરે કરીને ફરીથી નંબર પ્રમાણે પુસ્તકો ગોઠવી દેવાય.
જે જે પુસ્તકોના કવર ફાટ્યા હોય, ફાટવા જેવા થયા હોય, તેને બદલી દેવાય.. તે પર નામ, નંબર સાથેના નવા સ્ટીકર લગાવી દેવાય.
અહીં શ્રુતજ્ઞાનમ્ અંક -૧૯
Page #7
--------------------------------------------------------------------------
________________
@ જે કોઇ પુસ્તકો ફાટ્યા હોય, પન્ના છૂટા પડી જતા હોય તો તે પુસ્તકોને વ્યવસ્થિત બાઇન્ડીંગ કરાવી લેવા જોઇએ, જેથી તેનું આયુષ્ય વધી જાય. 0 વર્ષ દરમ્યાન નવા આવેલ ને ઢગલો થઇને પડેલા પુસ્તકોને વ્યવસ્થિત પૂંઠા વગેરે ચડાવી, સ્ટીકર લગાવી, નામ-નંબર આપી ચોપડે નોંધી લેવા જોઇએ. 0 કેટલીકવાર એવું બને કે જે તે પુસ્તક ભંડારમાંથી કાઢ્યા પછી ફરી તેના યોગ્ય સ્થાને ન મૂકાઇ હોય, એવી પુસ્તકોને ફરી પાછી તેના સ્થાને મૂકી દેવાથી, ભવિષ્યમાં તેના યોગ્ય મહાત્માદિને તે મળી રહેશે, જેનો લાભ કરનારને મળે. © પ્રતોની પોથીઓ (કવર) જીર્ણ-શર્ણ થઇ ગયા હોય તો તેને બદલે જાડા કવરપોથીઓ ચડાવી દેવાય. ( પુસ્તક-પ્રતોની જીવાતોથી રક્ષા માટે ઘોડાવજ તથા તમાકુના પાન અથવા તેના પાવડરની પોટલીઓ બનાવી મૂકી દેવી જોઇએ. © કબાટોના ખાનામાં પુસ્તકોની નીચે છાપાઓ મૂકાય છે. શ્રુતજ્ઞાનને 'સુઅસ્સ ભગવઓ' એ કહેવા દ્વારા ભગવાન સ્વરૂપ કહ્યું છે. તેના યોગ્ય ઉચિત બહુમાન માટે ખાનામાં નીચે સુંદર વસ્ત્ર પાથરી શ્રુતભક્તિ કરી શકાય. 0 કયા કબાટમાં કયા નંબરથી કયા નંબર સુધીના પુસ્તકો છે. તેની વ્યવસ્થિત નોંધ બહાર કબાટ પર હોવી જોઇએ. 0 આગળ વધીને આજના કાળે પોતાના જ્ઞાનભંડારમાં જે જે પુસ્તકો હોય તેનું નામકત-પ્રકાશક વગેરે માહિતિનું કોમ્યુટરાઇઝડ લીસ્ટીંગ કરાવી લેવું જોઇએ તેનાથી પુસ્તકો શોધવામાં-મેળવવામાં ઘણી સરળતા રહે છે. તથા બીજા પણ અનેક ફાયદાઓ છે. એક્સલ ફોર્મેટમાં કરાવી શકાય. એ પણ કર્યા પ્રમાણે, પ્રકાશક પ્રમાણે, વિષય એમ વિવિધ રીતે જોઇ શકાય એ પ્રમાણે કરવું.. © જ્ઞાનભંડારના લીસ્ટની પાંચ-છ નકલ કરાવીને અલગ અલગ રસ્થાને જેવા કે ૧) જ્ઞાનભંડારમાં (૨) સાધુ ભ. ના ઉપાશ્રયમાં (૩) સાધ્વીજી ભ.ના ઉપાશ્રયમાં (૪) પેઢીમાં (૫) સંચાલક પાસે (૬) કોઇપણ એક જવાબદાર ટ્રસ્ટી પાસે સંરક્ષણ અર્થે રાખી દેવી જોઇએ. 0 આ તો થઇ મુદ્રિત પુસ્તક-પ્રતોના જ્ઞાનભંડારની વાત, કેટલીક જુના સ્થાને હસ્તલિખિત જ્ઞાનભંડારો પણ હોય છે. મોટે ભાગે પરિસ્થિતિ એવી જોવાય કે સારા જુના સ્થાનોમાં જ્ઞાનભંડારનો રોજનો વપરાશ હોય એટલે તેની જાળવણી હોય, પણ હસ્તલિખિત મહત્વની પ્રતો હોય તો તેઓના વપરાશ અલ્પ હોય, તેની સારસંભાળની ઉપેક્ષા પણ થતી હોય. @ જે સંઘમાં આવા હસ્તલિખિત ભંડારો હોય ત્યાં અનુભવી, વ્યવસ્થિત ૩,૪ શ્રાવકોએ કાળજી પૂર્વક જે તે ભંડારને સરખો કરવો, દાબડાઓ સાફ કરવા.. કબાટો સ્વચ્છ રાખવા.. ભેજ જરીએ ન આવે તેની કાળજી કરવી વગેરે અવશ્ય કરવાનું રાખવું. 0 માત્ર પેન્સીલ નોટ મુકી જ્ઞાનપૂજન કરી લઇએ, એજ પુરતું નથી, આ રીતે શ્રુતજ્ઞાનની વાસ્તવિક કાળજી સંરક્ષણ કરવા દ્વારા જ્ઞાનપંચમી પવન સાર્થક કરવું જોઇએ. અને તે દ્વારા જ્ઞાનાવણય કર્મનો ક્ષયોપશમ તથા તે દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત કરી મોક્ષગમન શીઘ નક્કી કરી લેવું જોઇએ.. O જે કોઇ આ વિશિષ્ટ રીતે જ્ઞાનપંચમી પર્વ ઉજવે તેઓ અમને અવશ્ય જાણ કરે, જેથી હવે પછીના પરિપત્રમાં તેઓની અંતરથી અનુમોદના કરી શકાય. તથા અન્યજનોને તે પ્રેરણાદાયી બની શકે.
અહો ! શ્રુવાળા અંક -૧૯ar
Page #8
--------------------------------------------------------------------------
________________ પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોને નમ્ર વિનંતી (1) શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિ અને ગુરુભગવંતો પ્રત્યેના આદરભાવથી ચાર વર્ષથી રવદ્રવ્યથી પ્રકાશિત અહો ! શ્રુતજ્ઞાનમ ના દરેક અંકોમાં અમો નુતન પ્રકાશિત પુસ્તકોની યાદી રજુ કરીએ છીએ તે પુસ્તકો આપને સ્વાધ્યાય-અભ્યાસ માટે જરૂર હોય તો અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી મંગાવીને લાભ આપશો પરંતુ જો આપને અથવા જ્ઞાનભંડારને કાયમી રાખવા માટે જોઇતા હોય તો જે તે પ્રકાશક પાસેથી આપ મંગાવશોજી. (2) અહો ! શ્રુતજ્ઞાનમ્ ના અંક-૪, અંક-૬, અંક-૯, અંક-૧૨, અંક-૧૪, અંક-૧૮ અને અંક-૧૯માં અમોએ અત્યાર સુધી પ્રાયઃ અપ્રગટ એવી હસ્તપ્રતોમાં રહેલ ગ્રંથોની યાદી આપેલ છે. આ બધા જ હરામતના સંગ્રહકર્તા જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકો ખૂબ જ ઉદાર અને શ્રત પ્રત્યે અનન્ય ભક્તિભાવ વાળા છે. તેથી આપને જે પણ ગ્રંથોની નકલની જરૂર હોય તો આપને ટૂંક જ સમયમાં તેઓને ડાયરેક્ટ અરજી કરવાથી મળી જશે. શક્ય હોય તો આપે જે પણ જ્ઞાનભંડારના સંચાલકને અરજી કરી હોય તેની એક નકલ અમોને મોકલશો જેથી જે તે ગ્રંથ બીજા કોઇપણ જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ હોવાની અમને ખબર હશે તો પાઠભેદ, પાઠાંતર માટે તેની નકલ મેળવવા માટે આપને જાણ કરીશું. (3) અહો ! શ્રુતજ્ઞાનમ્ ના જુદા જુદા અંકોમાં અમોએ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર પ્રાયઃ અપ્રાપ્ય એવા પુન:પ્રકાશિત 153 ગ્રંથોની યાદી આપી છે. તેમજ જુદા જુદા પૂજ્ય ગુરુભગવંતોએ કૃપાદ્રષ્ટિથી તેમના દ્વારા પ્રેરિત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અમારે ત્યાં પ્રાપ્ય હોય એવા પુસ્તકો અને ગુરુભગવંતોની નોટોની પ્રાપ્તિ માટે પણ લખ્યું છે જે પણ પૂજ્યોને આ ગ્રંથોની જરૂર હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે પરંતુ જુદી જુદી જગ્યાએ પોસ્ટ કે આંગડીયા દ્વારા મોકલવા શક્ય નથી તેમજ નાના નાના ગામોમાં તેમજ પરા વિસ્તારમાં આંગડીયા, કુરીયર સવીસ પણ હોતી નથી તેમજ પુસ્તકોનું વજન પણ આજના આધુનિક ઉત્તમ ક્વોલીટીના બાઇન્ડીંગને લીધે વધારે હોય છે તેથી જે પણ ગ્રંથોની જરૂર હોય તે આપના પ્રતિનિધી દ્વારા રૂબરૂ મંગાવવા વિનંતી છે.. (4) આપ જયારે પણ કોઇપણ સંસ્થામાં મુદ્રિત પુસ્તક કે હસ્તપ્રતની ઝેરોક્ષ મંગાવો ત્યારે રૂબરૂ પત્ર દ્વારા મંગાવશો જેથી તેનો રેકોર્ડ જે તે સંસ્થામાં રાખવો જરૂરી હોય છે તેમજ ખૂબ જ અર્જન્ટ હોય તો કોઇપણ શ્રાવક દ્વારા ઇમેઇલ કરવો હિતાવહ છે. પરંતુ પુસ્તક, પ્રત કે હસ્તપ્રત માટે ફોન કરવો વ્યાજબી લાગતો નથી. સૌ પ્રથમ પગ કે મેઇલ દ્વારા જ માહિતી કે ગ્રંથ મંગાવશો પરંતુ તે પગના સંદર્ભમાં આગામી જાણકારી માટે ફોન કરાવી શકાય જેથી યોગ્ય પ્રત્યુતર જલદી મળી શકે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળા પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail :
[email protected] અહો ! શ્રુતજ્ઞાળમ્ અંક 17