________________
@ જે કોઇ પુસ્તકો ફાટ્યા હોય, પન્ના છૂટા પડી જતા હોય તો તે પુસ્તકોને વ્યવસ્થિત બાઇન્ડીંગ કરાવી લેવા જોઇએ, જેથી તેનું આયુષ્ય વધી જાય. 0 વર્ષ દરમ્યાન નવા આવેલ ને ઢગલો થઇને પડેલા પુસ્તકોને વ્યવસ્થિત પૂંઠા વગેરે ચડાવી, સ્ટીકર લગાવી, નામ-નંબર આપી ચોપડે નોંધી લેવા જોઇએ. 0 કેટલીકવાર એવું બને કે જે તે પુસ્તક ભંડારમાંથી કાઢ્યા પછી ફરી તેના યોગ્ય સ્થાને ન મૂકાઇ હોય, એવી પુસ્તકોને ફરી પાછી તેના સ્થાને મૂકી દેવાથી, ભવિષ્યમાં તેના યોગ્ય મહાત્માદિને તે મળી રહેશે, જેનો લાભ કરનારને મળે. © પ્રતોની પોથીઓ (કવર) જીર્ણ-શર્ણ થઇ ગયા હોય તો તેને બદલે જાડા કવરપોથીઓ ચડાવી દેવાય. ( પુસ્તક-પ્રતોની જીવાતોથી રક્ષા માટે ઘોડાવજ તથા તમાકુના પાન અથવા તેના પાવડરની પોટલીઓ બનાવી મૂકી દેવી જોઇએ. © કબાટોના ખાનામાં પુસ્તકોની નીચે છાપાઓ મૂકાય છે. શ્રુતજ્ઞાનને 'સુઅસ્સ ભગવઓ' એ કહેવા દ્વારા ભગવાન સ્વરૂપ કહ્યું છે. તેના યોગ્ય ઉચિત બહુમાન માટે ખાનામાં નીચે સુંદર વસ્ત્ર પાથરી શ્રુતભક્તિ કરી શકાય. 0 કયા કબાટમાં કયા નંબરથી કયા નંબર સુધીના પુસ્તકો છે. તેની વ્યવસ્થિત નોંધ બહાર કબાટ પર હોવી જોઇએ. 0 આગળ વધીને આજના કાળે પોતાના જ્ઞાનભંડારમાં જે જે પુસ્તકો હોય તેનું નામકત-પ્રકાશક વગેરે માહિતિનું કોમ્યુટરાઇઝડ લીસ્ટીંગ કરાવી લેવું જોઇએ તેનાથી પુસ્તકો શોધવામાં-મેળવવામાં ઘણી સરળતા રહે છે. તથા બીજા પણ અનેક ફાયદાઓ છે. એક્સલ ફોર્મેટમાં કરાવી શકાય. એ પણ કર્યા પ્રમાણે, પ્રકાશક પ્રમાણે, વિષય એમ વિવિધ રીતે જોઇ શકાય એ પ્રમાણે કરવું.. © જ્ઞાનભંડારના લીસ્ટની પાંચ-છ નકલ કરાવીને અલગ અલગ રસ્થાને જેવા કે ૧) જ્ઞાનભંડારમાં (૨) સાધુ ભ. ના ઉપાશ્રયમાં (૩) સાધ્વીજી ભ.ના ઉપાશ્રયમાં (૪) પેઢીમાં (૫) સંચાલક પાસે (૬) કોઇપણ એક જવાબદાર ટ્રસ્ટી પાસે સંરક્ષણ અર્થે રાખી દેવી જોઇએ. 0 આ તો થઇ મુદ્રિત પુસ્તક-પ્રતોના જ્ઞાનભંડારની વાત, કેટલીક જુના સ્થાને હસ્તલિખિત જ્ઞાનભંડારો પણ હોય છે. મોટે ભાગે પરિસ્થિતિ એવી જોવાય કે સારા જુના સ્થાનોમાં જ્ઞાનભંડારનો રોજનો વપરાશ હોય એટલે તેની જાળવણી હોય, પણ હસ્તલિખિત મહત્વની પ્રતો હોય તો તેઓના વપરાશ અલ્પ હોય, તેની સારસંભાળની ઉપેક્ષા પણ થતી હોય. @ જે સંઘમાં આવા હસ્તલિખિત ભંડારો હોય ત્યાં અનુભવી, વ્યવસ્થિત ૩,૪ શ્રાવકોએ કાળજી પૂર્વક જે તે ભંડારને સરખો કરવો, દાબડાઓ સાફ કરવા.. કબાટો સ્વચ્છ રાખવા.. ભેજ જરીએ ન આવે તેની કાળજી કરવી વગેરે અવશ્ય કરવાનું રાખવું. 0 માત્ર પેન્સીલ નોટ મુકી જ્ઞાનપૂજન કરી લઇએ, એજ પુરતું નથી, આ રીતે શ્રુતજ્ઞાનની વાસ્તવિક કાળજી સંરક્ષણ કરવા દ્વારા જ્ઞાનપંચમી પવન સાર્થક કરવું જોઇએ. અને તે દ્વારા જ્ઞાનાવણય કર્મનો ક્ષયોપશમ તથા તે દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત કરી મોક્ષગમન શીઘ નક્કી કરી લેવું જોઇએ.. O જે કોઇ આ વિશિષ્ટ રીતે જ્ઞાનપંચમી પર્વ ઉજવે તેઓ અમને અવશ્ય જાણ કરે, જેથી હવે પછીના પરિપત્રમાં તેઓની અંતરથી અનુમોદના કરી શકાય. તથા અન્યજનોને તે પ્રેરણાદાયી બની શકે.
અહો ! શ્રુવાળા અંક -૧૯ar