________________
પુસ્તક // જી )
. / શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
I / Aa/
અહો ! શ્રવશાળ
સંકલન જ્ઞાનપંચમી, આસો સુદ-૫ સં-૨૦૬૮
શાહ બાબુલાલ સરેમલ | જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંવિન ગીતાર્થ જ્ઞાની, સર્વ ગુરુભગવંતોના ચરણોમાં સેવકની સવિનય કોટિશઃ વંદનાવલી,
જિનશાસન આરાધક, શ્રેષ્ઠીવર્યશ્રી, વિધિકારકશ્રી, પંડિતવર્યશ્રીને સાદર પ્રણામ... છેલ્લા ચાર અંક થી શ્રુતજ્ઞાન ક્ષેત્રે શ્રીસંઘના મોભીઓએ કરવા યોગ્ય કાર્યની આપણે વિચારણા કરી રહ્યા છીએ, જ્ઞાનપંચમીનું પર્વ નજીક છે તે નિમિત્તે શ્રીસંઘ તેને કંઇ વિશિષ્ટ રીતે ઉજવી શકે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત પરિપત્રમાં કરી છે. અહીં આપણે શ્રીસંઘના મોભીઓએ એ બાબત શું કરવું તેની એક વાત વિચારવી છે.
- સૌ પ્રથમ તો શ્રીસંઘના મોભીઓએ દેવની જેમ શ્રતની પણ ભક્તિ કરવાનું પોતાને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે એ વાત લક્ષમાં લેવી જરૂરી છે. શ્રુતભક્તિ પોતાના સમયસંયોગ-શક્તિ હોય તો પોતે કરવી અને ન હોય તો સંઘમાં જે તેની રૂચીવાળા હોય, પાઠશાળાના શિક્ષકાદિ જે હોય તેઓને વિશિષ્ટ પ્રેરણાથી આ કાર્ય પ્રત્યે લક્ષ્યવાળા જાગૃત બનાવવા જોઇએ. તથા શ્રીસંઘમાં કોઇ આ પ્રમાણેના કાર્ય કરવાની ભાવનાવાળા હોય તેઓને સંપૂર્ણ સહકાર આપવો જોઇએ.
| ભગવાનનું શાસન શ્રુતજ્ઞાનથી ચાલવાનું છે, શ્રુતજ્ઞાન એ પાયો છે. અન્ય અનુષ્ઠાનો કે, વહિવટો કરતાંય શ્રુતજ્ઞાનની કિંમત અપેક્ષાએ વધુ છે. આવું સદ્બુદ્ધિથી સમજી ને, હૃદયથી સ્વીકારીને તે માટેના શક્ય ભરપુર પ્રયત્ન કરવા જોઇએ.
શ્રીસંઘમાં જ્ઞાનભંડાર ન હોય તો તે વસાવવો જોઇએ. હોય તેને વધુ સમૃદ્ધ કરવો જોઇએ. તથા શ્રીસંઘમાં તેનો વપરાશ વધે તેમ કરવું જોઇએ. જેની વિશેષ ચર્ચા આગળના પરિપત્રમાં કરી છે. | સંઘમાં જિનાલયે ભ. ની સેવા પૂજા માટે પૂજારી કામદાર વગેરે રાખ્યા હોય, પેઢીમાં મુનીમજી રાખ્યા હોય, સુરક્ષા માટે ચોકીદારો રાખ્યા હોય, અને હવે તો મોટા શહેરોમાં ચપ્પલ ચોરાઇ ન જાય તેની માટે વોચમેન રાખતા હોય, જ્યારે શ્રુતજ્ઞાન જ્ઞાનભંડારની સાચવણી માટે કોઇ કરતા કોઇ ન હોય ત્યાં શું સમજવું?
શ્રીસંઘની જેટલી જરૂરીયાત હોય તે મુજબ પાર્ટ ટાઇમ પણ ભંડારની સાચવણી, ઉપયોગ, પુસ્તકોની લેવડ-દેવડ વગેરે માટે કોઇ પગારદાર વ્યક્તિ હોવી જ જોઇએ.
પગારદાર વ્યક્તિ હોય તો બે શબ્દ કહી શકાય અને પગાર પ્રમાણે કામ પણ લઇ શકાય. તે ભંડાર પણ સ્વચ્છ સુઘડ રાખે, પુસ્તક લઇ જનારના નામ સરનામાં રાખે. સમયાંતરે ઉઘરાણી કરે વગેરે અનેક રીતે ઉપયોગી થાય. પણ એક પગારદાર માણસને રાખવો જરૂરી છે. નહી તો સારો એવો પણ ભંડાર ટુંકા સમયમાં રફે દફે થઇ જતાં વાર લાગતી નથી.
- આ જ્ઞાનપાંચમના પર્વ ને પામી ને શ્રુતભક્તિમાં વિશેષ ઉજાગર થઇએ, એ જ શુભેચ્છા...
હતી. " વાસીદ્દ સર્વ સાધુનામુ " જિનશાસનચરણસેવક શા. બાબુલાલ સરેમલ
અહો ! શ્રુતજ્ઞાનમ્ અંક -૧૯