Book Title: Aho Shruta gyanam Paripatra 16
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ' પુથ્થલિહણં " માં વર્તમાનકાળે સર્જાતી કેટલીક સમસ્યાઓ (૧) હસ્તલેખન કરતા લહિયાના ફક્ત અક્ષર સારા હોવાથી તેની પાસે હસ્તલેખન કરાવાય છે. પરંતુ તેઓને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણના નિયમોનું જ્ઞાન ન હોવાથી, કાના-માત્રમીંડાની ગોઠવણ ક્યારેક ક્યારેક યોગ્ય રીતે ન થવાથી પાઠની અશુદ્ધિઓ થતી રહે છે. લહિયાઓને પ્રતિ શ્લોકે કે પ્રતિ પેજના હિસાબે મહેનતાણું મળતું હોવાથી થોડા સમયમાં ઘણું બધું ઝડપથી લખવાના લોભમાં ન જાણે કેટલીય અશુદ્ધિઓ કરતા હોય છે. હસ્તલેખનમાં લહિયાઓની ભૂલોને લીધે થયેલ શાશ્ત્રીય ગરબડો અંગે પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મ. સા. ના અભિવાદન ગ્રંથનું લખાણ વાંચવા યોગ્ય છે. "લેખનની પ્રાચીન પરંપરા કરતાં પણ શાપાઠોની શુદ્ધિનું મહત્વ અનેક અનેકગણું છે. એ કયારેય ભૂલવું જોઇએ નહીં ". પૂ.પુણ્યવિજયજી મ. સા. (૨) તટસ્થપણે વિચારો તો હસ્તલેખનમાં ઉલ્ટી ગંગા વહેતી દેખાશે. કારણકે પૂ. આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મ.સા.,પૂ.આગમપ્રભાકર પુણ્યવિજયજી મ.સા.કે સંનિષ્ઠ શ્રુતસેવકોએ અનેકવિધ પ્રાચીન હસ્તલિખિત પ્રત જોઇ તેમાંથી મહત્ત્વની પ્રતિઓને આધારે પાઠભેદો નોંધવા પૂર્વક શાસ્ત્રપદાર્થ અત્યંત સંગત બને તે રીતે શુદ્ધ સંપાદનો જે કર્યા હોય તેના આધારે જ હસ્તલેખન કરાવાય છે. એમાં લહિયાઓની ભૂલ ભળે એટલે શુદ્ધ ગ્રંથ એટલો અશુદ્ધ થાય છે. અનેક લહિયાઓ જુદા જુદા અનેક સ્થાને ભુલો કરે એટલે શ્રી આચારાંગ જેવા જે એક જ ગ્રંથમાં અનેક નવા પાઠાંતરો અને પાઠભેદો ઉભા થાય.. આજ સુધી જૈન સંઘમાં પાઠભેદોને લઇને માથુરી અને વલભી વાચના જ પ્રસિદ્ધ છે. ભવિષ્યની પેઢીને આ પાઠભેદોથી સર્જાતી કોણ જાણે કેટલી નવી (?) વાચનાઓ મળશે ! એ પણ વિચારણીય છે. એના કરતાં છાપકામમાં એક ફાયદો છે કે જે શુદ્ધ છે એ શુદ્ધ રવરુપે જ જળવાયેલું રહે છે. એક સાથે ૫૦૦-૧૦૦૦ કોપીઓ એમાં ક્યાંક અશુદ્ધિ રહી હોય તો પ્રાચીન હસ્તપ્રતોને આધારે પછી તેટલી અશુદ્ધિનુ જ સંમાર્જન કરવાનું રહે છે. શેષ ગ્રંથ શુદ્ધ જ ઉપલબ્ધ રહેશે. અહીં પણ ધ્યાન રાખવું કે હસ્તલેખન એ હાલમાં છપાયેલ ગ્રંથ આધારે જ થાય છે. એટલે મુદ્રિત પ્રતની અશુદ્ધિઓ તો એમાં આવવાની જ. ઉપરાંતમાં એમાં લહિયાઓની અશુદ્ધિ ભળે છે ! (૩) વર્તમાનકાળમાં લેખન માટે દ્રવ્યની શુદ્ધિ પણ એટલી જ મહત્વની છે. એક અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા ગઇ સાલ (વિ.સં.૨૦૬૭) માં જ ભારે કાગળો પર ઘણી કિંમતે લખાવાયેલી એક પ્રત અમારી પાસે છે, જેને ચોમાસુ પણ માંડ વિત્યું છે, એ પહેલા જ પ્રતના પાનાઓ બધા સહીંથી ચોંટી ગયા છે. એને મુશ્કેલીથી ઉખાડતા એક પાનાના લખાણની છાપ બીજા પાના પર પડી જાય છે. આ રીતે લખાણ માટે ખર્ચેલા જ્ઞાનદ્રવ્યના લાખો-કરોડો રૂપીયા એ શું જ્ઞાનદ્રવ્યનો દુર્વ્યય ન કહેવાય ? (૪) કેટલીકવાર એવું પણ જોવામાં આવ્યું છે કે ગુજરાતી પુસ્તકોના પણ હસ્તલેખન થાય છે. આગળ વધીને નવસ્મરણ વગેરેના પણ હસ્તલેખન કરાય છે. કે જેની આજે હજારો પુસ્તકો ઉપલબ્ધ જ છે. સેંકડો વર્ષોથી અખંડીત મળી આવી છે ને એ કંઇ નાશ પામી જાય એવું સાહિત્ય નથી. એટલે ક્યા ગ્રંથોના હસ્તલેખન કરાવવા, કોની પ્રધાનતા કરવી એ પણ બહુ સમજની વાત છે. (૫) હસ્તલિખિત કરાવાતા ગ્રંથો ચેક કરાવવાની વધુ આવશ્યકતા હોય છે. એ કામ ગુરુભગવંત કરી શકે કાં પંડિતો. આગમગ્રંથો ચેક કરવામાં માત્ર કાના-માત્રા ને મીંડા ચેક કરવાના નથી હોતા પણ પદાર્થો પણ સાથે મેળવવાના હોય છે. અલ્પવિરામપૂર્ણવિરામના યોગ્ય સ્થાનો પણ મેળવવાના હોય છે. એટલે ગમે તે ગુરુ ભગવંતને બદલે જે તે વિષયના જ્ઞાની ગુરૂભગવંત એ ચેક કરે એવી વ્યવસ્થા હોવી જ જોઇએ. અનુસંધાન પાન - ૪ ઉપર 06% 3 IGGE

Loading...

Page Navigation
1 ... 5 6 7 8