Book Title: Aho Shruta gyanam Paripatra 16 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | પુસ્તક અહો ! શ્રવજ્ઞાન સંકલના સં. ૨૦૬૮ શ્રાવણ સુદ-૫ શાહ બાબુલાલ સરેમલ જિનશાસનના શણગાર, શાસનના અણગાર શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં સેવકની સાદર કોટિશઃ વંદનાવલી જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડીતવર્યશ્રી/વિધિકારકશ્રીને પ્રણામ... પૂજ્યપાદું ગુરુભગવંતના શ્રીમુખે જાણ્યા અનુસાર પૂર્વકાળે જૈનસંધમાં જુદા જુદા વિસ્તાર-ક્ષેત્રમાં અવગ્રહ મર્યાદા હતી. જે તે વિસ્તારનો અવગ્રહ ધરાવતા મહાત્માઓ-ચતિઓ તે ક્ષેત્રનું વ્યાપકપણે ધ્યાન રાખતા. ત્યાનાં મંદિરો-જ્ઞાનભંડારો તથા અન્ય ધાર્મિક સંસ્થાઓ બાબત તેમનું માર્ગદર્શન રહેતું. ઉપરાંતમાં ત્યાંની પ્રજાના ધાર્મિક સંસ્કરણમાં પણ તેઓનો વિશેષ ફાળો રહેતો. જ્ઞાનભંડારોની તેઓ સુવ્યવસ્થિત કાળજી ફરતા તેની યાદી કરવી વગેરે દ્વારા તેઓ તે સાચવતા. અન્ય ક્ષેત્રીય ગુરુભગવંતોને તેની આવશ્યક્તા હોય તો તેઓના પારસ્પરિક સંબંધ અનુસાર હજામતો વગેરે મળી પણ શક્તી, કાળનો પ્રવાહ બદલાયો પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ આવી.. યાંત્રિક યુગ આવ્યો. પરદેશના વ્યવહારો પરિચયો વિસ્તૃત બન્યા. સુખી સંપન્ન ગૃહસ્થ વર્ગ શહેરોમાં સ્થળાંતરરિત થયો. એક જ ગુરુપરંપરાને ચુસ્તપણે માનનારો આરાધક વર્ગ પણ શહેરમાં આવવાથી અનેકના પરિચયમાં આવ્યો. અનેક કારણોથી અવગૃહમણદિા નષ્ટપ્રાયઃ થઇ. પૂર્વે જે તે ક્ષેત્રીય મહાત્મા ત્યાંના જ્ઞાનભંડારની વ્યવસ્થિત જવાબદારી પૂર્વકની જાળવણી કરતા હતા, તે ફાઈમાં ઓટ આવી. અવિશ્વાસ અને વ્યવસ્થાતંત્રના અભાવે જરૂરીયાતની હસ્તપ્રતો ક્યારેક મળે, ન પણ મળે એવી સ્થિતિ સર્જાઇ. છેલ્લા ૩૦૦ વર્ષ પૂર્વે જ થયેલા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના રચેલા કેટલાક ગ્રંથો પણ હાલ મળતા નથી. પૂર્વના આ. હરિભદ્રસૂરિજી કે જેઓએ ૧૪૪૪ ગ્રંથો રચેલા અને કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્ય કે જેઓએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરેલી, તેમાનું આજે પ% સાહિત્ય પણ ઉપલબ્ધ નથી ઘણું કરીને મુસ્લિમકાળમાં અને પછી અંગ્રેજ શાસનમાં રાજકીય અસ્થિરતા આદિ કારણોને લઇને શ્રત નષ્ટ થવા પામ્યું. હવે જે શ્રુત આપણી પાસે ઉપલબ્ધ છે, તેના સંરક્ષણ, સંવર્ધન અને તેની ભક્તિ માટેના બે રરતા છે. (૧) જે તે શ્રીસંઘમાં આબાલવૃદ્ધ સૌ વ્યક્તિઓ આ કાર્યમાં જોડાય તથા (૨) શ્રી સંઘના મોભીઓ ઋતરક્ષણ માટેની યોગ્ય જવાબદારી સમજી તે માટેના વર્તમાનકાળને યોગ્ય પગલાઓ ભરે. એમાંથી પ્રથમ ઉપાય બાબત અહીંવિચારણા કરીએ.. - જ્ઞાનપાંચમના દિવસે હાલ ૧૫-૨૦ ગ્રંથો તથા જ્ઞાનના અમુક ઉપકરણો પૂજન કરવાની પ્રથા છે. લોકો પેન્સીલ, રબર, છૂટા કાગળીયા, નોટો મુકી જ્ઞાનપૂજન કર્યાનો સંતોષ માનતા હોય છે. આરાધક વર્ગ ઉપવાસ અને દેવવંદનાદિ ક્રિક્યા કરીને આત્મસંતોષ માને છે. પરંતુ જ્ઞાનપંચમીનું પર્વ શરૂ થવાનો મુખ્ય હાર્દ આપણા જ્ઞાનભંડારોની જાળવણી-સાચવણીનો છે, એ દિવસે શ્રીસંઘનો જ્ઞાનભંડાર ખોલી તેની સફાઇ કરવી, ફાટેલી પોથીઓ બદલવી, ફાટેલી પુસ્તકો સાંધવી, પૂઠ્ઠા ચડાવવા, તમાકુની પોટલીઓ કે ઘોડાવજ મુકવી, નવા એકઠા થયેલા પુસ્તકોનું લિસ્ટીંગ કરવું, આ બધામાં શ્રીસંઘ ના યુવા કાર્યકરો-બહેનો વગેરે બધા યથાયોગ્ય જોડાઇને શ્રુતજ્ઞાનની ભક્તિ કરે એ જ્ઞાનની સાચી પૂજા અને જ્ઞાનપંચમી ના પર્વનું હાર્દ છે. તો એ રીતે જ્ઞાનપૂજા કરી ભવસાર્થક કરીએ.. શ્રીસંઘના મોભીઓએ શ્રુતભક્તિ માટે કરવા યોગ્ય કાર્યની વિચારણા આવતા અંકમાં કરશું. " વાતો સર્વ સાધૂનામ્ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલPage Navigation
1 2 3 4 5 6 7 8