Book Title: Aho Shruta gyanam Paripatra 16
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523316/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | પુસ્તક અહો ! શ્રવજ્ઞાન સંકલના સં. ૨૦૬૮ શ્રાવણ સુદ-૫ શાહ બાબુલાલ સરેમલ જિનશાસનના શણગાર, શાસનના અણગાર શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં સેવકની સાદર કોટિશઃ વંદનાવલી જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડીતવર્યશ્રી/વિધિકારકશ્રીને પ્રણામ... પૂજ્યપાદું ગુરુભગવંતના શ્રીમુખે જાણ્યા અનુસાર પૂર્વકાળે જૈનસંધમાં જુદા જુદા વિસ્તાર-ક્ષેત્રમાં અવગ્રહ મર્યાદા હતી. જે તે વિસ્તારનો અવગ્રહ ધરાવતા મહાત્માઓ-ચતિઓ તે ક્ષેત્રનું વ્યાપકપણે ધ્યાન રાખતા. ત્યાનાં મંદિરો-જ્ઞાનભંડારો તથા અન્ય ધાર્મિક સંસ્થાઓ બાબત તેમનું માર્ગદર્શન રહેતું. ઉપરાંતમાં ત્યાંની પ્રજાના ધાર્મિક સંસ્કરણમાં પણ તેઓનો વિશેષ ફાળો રહેતો. જ્ઞાનભંડારોની તેઓ સુવ્યવસ્થિત કાળજી ફરતા તેની યાદી કરવી વગેરે દ્વારા તેઓ તે સાચવતા. અન્ય ક્ષેત્રીય ગુરુભગવંતોને તેની આવશ્યક્તા હોય તો તેઓના પારસ્પરિક સંબંધ અનુસાર હજામતો વગેરે મળી પણ શક્તી, કાળનો પ્રવાહ બદલાયો પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ આવી.. યાંત્રિક યુગ આવ્યો. પરદેશના વ્યવહારો પરિચયો વિસ્તૃત બન્યા. સુખી સંપન્ન ગૃહસ્થ વર્ગ શહેરોમાં સ્થળાંતરરિત થયો. એક જ ગુરુપરંપરાને ચુસ્તપણે માનનારો આરાધક વર્ગ પણ શહેરમાં આવવાથી અનેકના પરિચયમાં આવ્યો. અનેક કારણોથી અવગૃહમણદિા નષ્ટપ્રાયઃ થઇ. પૂર્વે જે તે ક્ષેત્રીય મહાત્મા ત્યાંના જ્ઞાનભંડારની વ્યવસ્થિત જવાબદારી પૂર્વકની જાળવણી કરતા હતા, તે ફાઈમાં ઓટ આવી. અવિશ્વાસ અને વ્યવસ્થાતંત્રના અભાવે જરૂરીયાતની હસ્તપ્રતો ક્યારેક મળે, ન પણ મળે એવી સ્થિતિ સર્જાઇ. છેલ્લા ૩૦૦ વર્ષ પૂર્વે જ થયેલા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના રચેલા કેટલાક ગ્રંથો પણ હાલ મળતા નથી. પૂર્વના આ. હરિભદ્રસૂરિજી કે જેઓએ ૧૪૪૪ ગ્રંથો રચેલા અને કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્ય કે જેઓએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરેલી, તેમાનું આજે પ% સાહિત્ય પણ ઉપલબ્ધ નથી ઘણું કરીને મુસ્લિમકાળમાં અને પછી અંગ્રેજ શાસનમાં રાજકીય અસ્થિરતા આદિ કારણોને લઇને શ્રત નષ્ટ થવા પામ્યું. હવે જે શ્રુત આપણી પાસે ઉપલબ્ધ છે, તેના સંરક્ષણ, સંવર્ધન અને તેની ભક્તિ માટેના બે રરતા છે. (૧) જે તે શ્રીસંઘમાં આબાલવૃદ્ધ સૌ વ્યક્તિઓ આ કાર્યમાં જોડાય તથા (૨) શ્રી સંઘના મોભીઓ ઋતરક્ષણ માટેની યોગ્ય જવાબદારી સમજી તે માટેના વર્તમાનકાળને યોગ્ય પગલાઓ ભરે. એમાંથી પ્રથમ ઉપાય બાબત અહીંવિચારણા કરીએ.. - જ્ઞાનપાંચમના દિવસે હાલ ૧૫-૨૦ ગ્રંથો તથા જ્ઞાનના અમુક ઉપકરણો પૂજન કરવાની પ્રથા છે. લોકો પેન્સીલ, રબર, છૂટા કાગળીયા, નોટો મુકી જ્ઞાનપૂજન કર્યાનો સંતોષ માનતા હોય છે. આરાધક વર્ગ ઉપવાસ અને દેવવંદનાદિ ક્રિક્યા કરીને આત્મસંતોષ માને છે. પરંતુ જ્ઞાનપંચમીનું પર્વ શરૂ થવાનો મુખ્ય હાર્દ આપણા જ્ઞાનભંડારોની જાળવણી-સાચવણીનો છે, એ દિવસે શ્રીસંઘનો જ્ઞાનભંડાર ખોલી તેની સફાઇ કરવી, ફાટેલી પોથીઓ બદલવી, ફાટેલી પુસ્તકો સાંધવી, પૂઠ્ઠા ચડાવવા, તમાકુની પોટલીઓ કે ઘોડાવજ મુકવી, નવા એકઠા થયેલા પુસ્તકોનું લિસ્ટીંગ કરવું, આ બધામાં શ્રીસંઘ ના યુવા કાર્યકરો-બહેનો વગેરે બધા યથાયોગ્ય જોડાઇને શ્રુતજ્ઞાનની ભક્તિ કરે એ જ્ઞાનની સાચી પૂજા અને જ્ઞાનપંચમી ના પર્વનું હાર્દ છે. તો એ રીતે જ્ઞાનપૂજા કરી ભવસાર્થક કરીએ.. શ્રીસંઘના મોભીઓએ શ્રુતભક્તિ માટે કરવા યોગ્ય કાર્યની વિચારણા આવતા અંકમાં કરશું. " વાતો સર્વ સાધૂનામ્ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ Page #2 -------------------------------------------------------------------------- ________________ TI | સંગ સંવત ૨૦૬૭-૨૦૬૮ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો પુસ્તકનું નામ કર્તા-સંપાદક ભાષા પ્રકાશક આવશ્યક નિર્યુક્તિ-૨ (પ્રત) પૂ.પૂણ્યકીર્તિવિજયજી | સ | સન્માર્ગ પ્રકાશન (તિલકાચાર્યવૃતિ) ઉપધાન દ્વાદશ તપ વિધી (પ્રત) આ.રત્નચંદ્રસૂરિજી | ગુજ રત્નોદય ટ્રસ્ટ | વડી દીક્ષા વિધી (પ્રત) આ.રત્નચંદ્રસૂરિજી |ગુજ રત્નોદય ટ્રસ્ટ યોગ બિંદુ ભાગ-૧,૨,૩ પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંગ ગીતાર્થ ગંગા સન્મતિ તક પ્રકરણ પ્રવીણચંદ્ર ખીમજી મોતા| ગીતાર્થ ગંગા ધર્મ સંગ્રહ ભાગ-૧,૨,૩ પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ગીતાર્થ ગંગા વૈરાગ્ય કલ્પલતા(પ્રથમ સ્તબક) પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ગીતાર્થ ગંગા દ્રવ્યગુણ પર્યાયિનો રાસ-૧ પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ગીતાર્થ ગંગા સકલાહંત સ્તોત્ર-અજિતશાંતિ સ્તવન પ્રવીણચંદ્ર ખીમજી મોતા ગીતાર્થ ગંગા ધર્મવ્યવસ્થા દ્વાર્ગિશિકા પ્રવીણચંદ્ર ખીમજી મોતા ગીતાર્થ ગંગા, વાદ દ્વાચિંશિકા પ્રવીણચંદ્ર ખીમજી મોતા ગીતાર્થ ગંગા પગામસિજ્જા પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંગ ગીતાર્થ ગંગા સમ્યકત્વના સડસઠ બોલ સ્તવન પ્રવીણચંદ્ર ખીમજી મોતા ગુજ | ગીતાર્થ ગંગા ૧૪ | દેવસિરાઇએ પ્રતિક્રમણ સૂત્ર પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંગ | ગીતાર્થ ગંગા ૧૫ | | જૈનદર્શનના મહત્વના સિધ્ધાંતો પૂ. સંયમકીર્તિવિજયજી | ગુજ | સમ્યગ જ્ઞાન પ્રકાશન હસ્તલિખિત ગ્રંથો કી સૂચી ભા-૯ થી ૧૨ આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર પ્રશ્નોનો પ્રવાહ વાતનું વહેણ |આ. અજિતશેખરસૂરિજી ગુજ અહંમ પરિવાર ૧૮ | ભક્ત વત્સલ પ્રભુ સાંભળો રે આ. અજિતશેખરસૂરિજી | ગુજ અહમ પરિવાર | ભાવ શ્રમણ. અજ્ઞાત રમેશચંદ્ર ભીખાલાલ ૨૦ | | જીવન વૈભવ આ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ ૨૧| આ બની શકે ખરું ? આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ | એ સાધુ છે. આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ | આપણને ખબર ખરી ? આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ તો બેડો પાર છે આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ તુષ્ટિ આ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આ. રત્નસુંદરસૂરિજી | ગુજ રત્નત્રયી ટ્રસ્ટ આ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ સમાધિ સોપાન પં. પૂર્ણચંદ્રવિજયજી જિનશાસન સેવા કેન્દ્ર પ્રિત, પ્યાસ અને અશુ પ્રવાહ પં. સંયમબોધિવિજયજી | ગુજ જૈિનમ પરિવાર | બુધ્ધિનો સન્માર્ગ પં. સંયમબોધિવિજયજી | ગુજ જૈિનમ પરિવાર વ્યાપ્તિ પંચક (માથુરી) પૂ. ભવ્યસુંદરવિજયજી | સં/ગુ | દિવ્ય દર્શન ટ્રસ્ટ મનું સંસાર સાર ભુષણ શાહ ગુજ | ચન્દોદય પરિવાર શાન્તિ જીનેશ્વર સાહિબો રે આ. અજીતશેખરસૂરિજી ગુજ | અહંમ પરિવાર કથા સુગંધ પૂ.રાજ પદ્મવિજયજી | ગુજ | શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ ગરવો ગિરિરાજ પં.નયચંદ્રસાગરજી |ગુજ | આગમોદ્ધારક પ્રતિષ્ઠાન ETRIEVIES) | Ge ૧૬ | ૧૯ સૃષ્ટિ | ગુજ VA Page #3 -------------------------------------------------------------------------- ________________ * પૂ. આ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા ભારે કાગળ ઉપર મુદ્રિત પ્રાચીન ગ્રુતસમુધ્ધાર પદ્મમાલા સેટ નં-૩ સં.ઃ ૨૦૬૮ ક્રમ | ગ્રંથ નું નામ . : કન ટીકાકાર-સંકલન શ્રી સૂત્રકૃતાં દીપિકા ભા-૨ શ્રી સુધમસ્વિામી પૂ. હર્ષકુલગણિ ૨ | શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમ ભા-૧ શ્રી શ્યામાચાર્ય. પૂ. આ. હરિભદ્રસૂરિજી શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમ્ ભા-૧ શ્રી શ્યામાચાર્ય પૂ. આ. હરિભદ્રસૂરિજી શ્રી આવશ્યકનિયુક્તિદીપિકા ભા-૧ શ્રી ભદ્રબાહુવામી પૂ. આ. માણિક્યશેખરસૂરિજી શ્રી આવશ્યકનિયુક્તિદીપિકા ભા-૨ શ્રી ભદ્રબાહસ્વામી પૂ. આ. માણિક્યશેખરસૂરિજી શ્રી આવશ્યકનિયુક્તિદીપિકા ભા-૩ શ્રી ભદ્રબાહુવામી પૂ. આ. માણિક્યશેખરસૂરિજી શ્રી પ્રશ્નવ્યાકરણમ્ શ્રી સુધમાંગવામી પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી શ્રી આચારાંગસૂત્રમુ(પ્રથમશ્રુતકન્ધઃ) શ્રી સુધમસિવામી પૂ. શીલાંકાચાર્ય શ્રી પ્રનિર્ગુન્શી+પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી પૂ. આ. અભયદેવસૂરિજી પૂ. આ. અભયદેવસૂરિજી | શ્રી ધર્મબિન્દુપ્રકરણમ્ પૂ. આ. હરિભદ્રસૂરિજી પૂ. આ. મુનિચંદ્રસૂરિજી શ્રી સેનખMઃ પૂ. આ. સેનસૂરિજી પં. શુભવિજયગણિા શ્રી તત્વાર્થસૂત્રમ (પ્રથમોધ્યાય) પૂ. ઉમારવાતિ માં મહો. યશોવિજયજી શ્રી જદ્વિપસંગ્રહણી+સંસારદાવાનલ સ્તુતિ પૂ. આ. હરિભદ્રસૂરિજી પૂ. આ.પ્રભાનન્દસૂરિજી /પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી શ્રી ષોડશકપ્રકરણમ્ પૂ.આ. હરિભદ્રસૂરિજી પૂ. આ.યશોભદ્રસૂરિજી | શ્રી સામાચારી-આરાધકવિરાધકચતુર્ભાગી | મહો. યશોવિજયજી શ્રી પ્રમાણમીમાંસા કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી| રવોપજ્ઞ શ્રી તત્વાર્થસૂત્રમ પૂ. ઉમારવાતિ મ. પૂ. આ. હરિભદ્રસૂરિજી | શ્રી શ્રાવકધમવિધિપ્રકરણમ પૂઆ. હરિભદ્રસૂરિજી પૂ. આ. માનદેવસૂરિજી ૧૯ | શ્રી સમ્યકત્વસંમતિઃ પૂ. આ. હરિભદ્રસૂરિજી પૂ.સંઘતિલકાચાર્ય શ્રી પન્ચાશકપ્રકરણમ પૂ. આ. હરિભદ્રસૂરિજી પૂ. આ. અભયદેવસૂરિજી શ્રી ધર્મસંગ્રહ ભા-૧ | ઉપા.માનવિજયજી રોપજ્ઞ ૨૨ | શ્રી ધર્મસંગ્રહ ભા-૨ ઉપા. માનવિજયજી ૨૩ | શ્રી અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણમ મહો. યશોવિજયજી રવોપજ્ઞ ૨૪ | શ્રી ઉપદેશસપ્તતિકા શ્રી સોધર્મગણિ ૨૫ શ્રી પ્રતિમાશતકમ્ મહો.યશોવિજયજી સ્વોપણ શ્રી અનેકાન્તવ્યવસ્થાપ્રકરણમ્ પૂ. સિદ્ધિર્ષિગણિ શ્રી નયોપદેશઃ મહો. યશોવિજયજી વલોપજ્ઞ ૨૮ શ્રી નયરહસ્યમુ+માર્ગપરિશુદ્ધિ | મહો. યશોવિજયજી શ્રી લલિતવિસ્તરા+હિંસાષ્ટકમ્ | પૂ. આ. હરિભદ્રસૂરિજી | શ્રી હીરપ્રશ્નઃ પૂ. આ. હીરસૂરિજી પૂ.કીર્તિવિજયગણિ ૩૧ | શ્રી પ્રશમરતિપ્રકરણમ પૂ, ઉમારવાતિ મ. પૂ. આ. હરિભદ્રસૂરિજી ૩૨ શ્રી જબૂસ્વામી ચરિત્રમ પૂ.આ.જયશેખરસૂરિજી ૩૩ | શ્રી જયાનંદકેવલીચરિત્રમ્ પં.પદ્મવિજયગણિ ||| | = == = = Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાષા સંસ્કૃત 6 સંસ્કૃત સંસ્કૃત આચાર્ય શ્રીમદ્ વિજયવીરશેખરસૂરીશ્વરજી મ. સા. જ્ઞાન ભંડાર | વિરાર દ્વારા પુનઃ પ્રકાશિત થયેલ ગ્રંથો ક્રમ પુસ્તકનું નામ કત-સંપાદક ૩૮ |બંધવિહાણ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણ તથા પડિબંધો આ. વીરશેખરસૂરિજી | બંધવિહાણ તથા ડિઇબંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણં તથા રસબંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણ તથા પણસંવાંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | બંધવિહાણં તથા પસન્ધી આ. વીરશેખરસૂરિજી ૪૪|બંધવિહાણ તથા પસન્ધી સટીક આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | બંધવિહાણ તથા પસન્દી પ્રાકૃતસાધનિકા આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | કર્મ પ્રકૃતિ કીર્તનમ્ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | માર્ગણા: આ. વીરશેખરસૂરિજી કાયથિતિ -૧,૨,૩ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત જીવદ્રવ્યપરિમાણમ્ - ૧ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત જીવદ્રવ્યપરિમાણમ્ - ૨ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ફાયસ્થિતિ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ભવસ્થિતિ - ૧ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૩|ભવસ્થિતિ - ૨ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૪ | ભવસ્થિતિ - ૩ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ક્ષેત્ર-સ્પર્શનાકરણમ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૬ |જીવભેદપ્રકરણમ્ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ૫૦ | સત્તવિહાણ તત્થ મૂલપયડીસત્તા આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૮ |બંધવિહાણ પ્રતા આ. વીરશેખરસૂરિજી | સંસ્કૃત (અનુસંધાન પાન-૭ નુ ચાલુ) હવે, વિચારો કે આજે ક્યા ગ્રુપમાં કેટલા સાધુઓ આ રીતે હસ્તલિખિત ગ્રંથો ચેક કરવાવાળા મળે ! જેઓ ચેક કરી શકે તેમ હોય તેવા જ્ઞાની ગુરૂભગવંતો પોતાનો અમૂલ્ય સમય આ ચેક કરવામાં આવે એ નૂતન હૃતોપાર્જનમાં કે સ્વઅભ્યાસમાં આપે એ વાસ્તવિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. કદાચ શ્રુતભક્તિથી પ્રેરાઇને પોતાનો સમય ચેકીંગમાં આપશે તો પણ કેટલા ગ્રંથો ચેક કરશે ? અને તેનો ઉત્સાહ ક્યાં સુધી, કેટલો ટકશે ? પગારદાર પંડિતો એ ચેક કરી અશુદ્ધિઓ નોંધે એ કાર્ય પણ વિચારણીય છે. તેઓને પદાર્થની કોઇ સમજણ જ ન હોવાથી માત્ર અક્ષરે અક્ષર મેળવે છે. એમાં પણ અમારા અનુભવ પ્રમાણે પ્રાયઃ ઘણુ કરીને તો વધુ વેતન મેળવવાના લોભમાં ઝડપથી ઉપર-ઉપરથી જ જોતા હોય છે. એટલે તેમણે ચેક કરેલ ગ્રંથો પણ પ્રાયઃ વિચારણીય જ જાણવા જોઇએ. (૬) વાસ્તવિક પરિસ્થિતિ વિચારો તો લહિયો જે ગ્રંથ લખી લાવે તે પંડિતને મોકલાવો. પંડિત તેની અશુદ્ધિઓનું લીસ્ટ આપે. ફરી લહિયા પાસે મૂળપ્રતમાં તે અશુદ્ધિઓ સુધરાવવી, ફરી સુધારેલી અશુદ્ધિઓ ચેક કરવી., આ બધી ઘણી લાંબી પ્રોસેસ હોય છે અને તે અતિશય ધીરજ માંગી લે છે... આજના ફાસ્ટયુગમાં જેને વિશાલપાયે શ્રુત લેખનના કાર્ય કરવા હોય ત્યાં આ બધુ કેટલું એને કેવી રેતી સચવાય એ પણ શાંતચિત્તે બેસીને વિચારવું જોઇએ. (અનુસંધાન પાન-૮ ઉપર) OEVOTE) ની E- G Page #5 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ. આ. શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરિજી તથા પૂ. આ. કલ્યાણબોધિસૂરિજી(પૂ. શ્રી ભુવનભાનુસૂરિજી) શ્રમણાસંસ્થા માટે સ્વાધ્યાયોપગી વિશિષ્ઠ ગ્રંથ શ્રેણી અને આગમ- પદાર્થ - શ્રેણિલ (૧) સંજ્ઞોપનિષદ્ - દશ સંજ્ઞા વિષયક મનનીય પ્રકરણ (૨) મોહોપનિષદ્ - જ્ઞાનસાર - ચતુર્થ અષ્ટક - વૃતિ (૩) આનંદોપનિષદ - જ્ઞાનસાર - પંચમઅષ્ટક - વૃતિ (૪) આત્માવબોધ - આત્મજ્ઞાન વિષયક ગ્રંથ - સટીક (૫) વિકારનિરોધ - જિતેન્દ્રિય બનવા મનનીય કૃતિ (૬) સમાધિતંત્ર. - પૂજ્યપાદાચાર્યકૃત ગ્રંથ - સટીક () બ્રહ્મોપનિષદ્ - વિશુદ્ધ બ્રહ્મચર્ય માટે પરિશીલનીય કૃતિ (૮) દેશનાશતક વિરાગરસધાર સમી સુંદર કૃતિ (૯) ચાણક્યનીતિ - જીવનકળા શીખવતો પઠનીય ગ્રંથ (૧૦) જીરાવલીયમ - જીરાવલા મહાતીર્થ - કાવ્ય (૧) આચારાંગોપનિષદ્ (૧૦) પ્રશ્નવ્યાકરણોપનિષદ્ (૨) સૂત્રકૃતાંગોપનિષદ્ (૧૧) વિપાકક્ષુતોપનિષદ્ (૩) IIનાંગોપનિષદ્ (૧૨) રાજપ્રશ્નીયોપનિષદ્ (૪) સમવાયાંગોપનિષદ્ (૧૩) જીવાભિગમોપનિષદ્ (૫) ભગવત્થપનિષદુ (૧૪) પપાલિકોપનિષદ્ (૬) જ્ઞાતાધર્મકથોપનિષદ્ (૧૫) પ્રજ્ઞાપનોપનિષદ્ (6) ઉપાસકદશોપનિષદુ (૧૬) પ્રકીર્ણકોપનિષદ્ (૮) અંતકૃતદશોપનિષદ્ (૧૦) નિરયાવલિકોપનિષદ્ (૯) અનુત્તરોપપાતિકદશોપનિષદ્ પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) (૧) ઔપપાતિક સૂત્ર - સટીક - પૂ. ગણિવર્ય તીર્થભદ્રવિજયજી મ. સા. (કચ્છવાગડ પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) નેમીજિન સ્તોત્ર - સંશોધન - સંપાદન - પૂ. સંયમર્કીર્તિવિજયજી મ. સા. (પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) નવતત્વ સંગ્રહ કર્તા - આત્મારામજી - હિન્દી - ગુજરાતી (૨) ષત્રિશત ષત્રિશિકા - ભાવાનુવાદ - વિવેચન પૂ.પાશ્વરત્નસાગરજી મ. સા. (પૂ. શ્રી નવરતનસાગરસૂરિજી સમુદાય) (૧) પઉમચરિયમ - સંસ્કૃત છાયા સાથે (૨) આખ્યાનક મણિકોષ - સંસ્કૃત છાયા સાથે . (૩) જ્યોતિષ કરંડક - ગુજરાતી અનુવાદ સહ (૪) સિધ્ધ પ્રાભૃત - સંસ્કૃત છાયા, સરળ ગુજરાતી સાથે (૫) અજિતનાથ ચરિત્રમ્ - સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ સહીત Page #6 -------------------------------------------------------------------------- ________________ રા ' ધૃતરક્ષા અંગે પુચ્ચલિહણ - વિચારણા અહો ! શ્રુતજ્ઞાનમ - અંક -૧૫ માં છપાયેલ લેખ અંગે ઉદભવતા પ્રશ્નો અંગે શંકા અને સમાધાન પ્રશ્ન : વર્તમાન પદ્ધતિ કરતા પ્રાચીન પદ્ધતિ અલ્પહિંસક હોવાથી શું છપાવવા કરતા કાગળ પર જ ગ્રંથો ન લખાવવા જોઇએ. ઉત્તર : અહીં બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. (૧) છાપકામના મશીનો, વિજળી આદિની જે હિંસા છે તે જૈન આગમાદિ ગ્રંથો છપાવવા માટે જ થાય છે તેવું નથી. કારણકે દુનિયાના મુદ્રણ વ્યવહાર-છાપકામની અપેક્ષાએ તેનું પ્રમાણ તો ૦, ૦૦૧% જેટલું પણ માંડ હશે... આમાં તો આપણે ઉપલબ્ધ મુદ્રણ વ્યવસ્થાનો જિનશાસનના હિત પૂરતો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બીજા પક્ષે વિચાર કરીએ તો ગ્રંથો લખાવવા માટે જે કાગળો વપરાય છે તેમાં તેના ઉત્પાદનનો આશય, પ્રવૃતિ.. એ બધું જ ૮૦ % આ પ્રમાણે ગ્રંથોપયોગી કાગળ પૂરતો જ હોય છે. આ કાગળો અન્ય કોઇ વિશેષ કાર્યમાં કે અન્ય કોઇ ધર્મ-સંપ્રદાયમાં બહુલતાએ વપરાતા હોય એવું પ્રાયઃ કરી જોવામાં આવતુ નથી. (૨) પ્રાચીન પદ્ધતિ એટલે અલ્પહિંસક અને અવચિીન પદ્ધતિ એટલે અતિહિંસક- એવો કોઇ સનાતન નિયમતો છે નહિ. હાલ ગ્રંથોના સ્કેનીંગ, ડીજીટલાઇઝએશનમાં ઇલેક્ટ્રીકના વપરાશ સિવાય બીજું કાંઇ વિશેષ જોવાતું નથી જ્યારે ટકાઉ કાગળના ઉત્પાદનની જે સમગ્ર પ્રક્રીયા છે તે તો અહિંસાપ્રેમી શ્રાવકને કંપારી છોડાવી દે તેવી છે, અણગણ પાણીમાં લાંબો સમય કાગળના માવાને કોહવાવાનો વગેરે અનેકવિધ સાવધ હિંસક પ્રવૃતિથી કાગળ તૈયાર થાય છે. એટલે પ્રાચીન પદ્ધતિ અને અર્વાચીન પદ્ધતિમાં અલ્પહિંસક શેમાં એ તો વિવાદાસ્પદ જ રહે છે. જેઓ હાથબનાવટના કાગળને અહિંસક માનતા હોય તેઓએ ફક્ત એકજ વખત આ બનાવટ રૂબરૂ જોઇને આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. તથા તેની સી.ડી. પણ હવે તો ઉપલબ્ધ છે. જેવી રીતે રેશમના કીડા દ્વારા રેશમ બનાવવામાં આવે છે અને તેજ જાતની પ્રક્રીયા દ્વારા હાથ બનાવટની ફાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન : દર બે-ચાર વર્ષે ટેકનોલોજીનું સંપૂર્ણ સ્વરૂપ ફરી જાય છે..જ્યારે કાગળ તો ૮૦૦૧૦૦૦ વર્ષ સુધી ટકવાના હોય છે. માટે શાસ્ત્ર લેખનનો જ વિકલ્પ શ્રેષ્ઠ કેમ ન કહીં શકાય ? ઉત્તર : વાત સાચી છે.. ટેકનોલોજી દર બે-ચાર વર્ષે ફરી જાય છે. જૂની માઇક્રોફિલ્મો આજે ચાલતી નથી, એના ઉપાયરૂપે એ સમયના બદલાતા પ્રવાહને અનુરૂપ સ્કેનીંગ કરેલા માહિતીઓ નવા નવા ફોર્મેટમાં ટ્રાન્સફર કરી દેવી જોઇએ. તથા એ માહિતીની ટકાઉ કાગળો ઉપર પ્રીન્ટ કાઢી લેવી જોઇએ. હાલમાં એક સંસ્થા દ્વારા આ રીતે પ્રાચીન હસ્તપ્રતોની અવચિીન મુદ્રિત આગામાદિ ગ્રંથોની ૮૦૦-૧૦૦૦ વર્ષ ટકાઉ રહે તેવા કાગળો પર પ્રીન્ટ તૈયાર કરાય છે. તેમાં વિશિષ્ટ સહી વાપરવામાં આવે છે... અને આ રીતે સેંકડો વર્ષ સુધીનું શ્રુતરક્ષાનું એક ભગીરથ કાર્ય સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે. એ સિવાયના કાગળો, જેની આવરદા ૮૦-૧૦૦ વર્ષની હોય તેના, પર છપાયેલા ગ્રંથો ૮૦-૧૦૦ વર્ષે જીર્ણ થવા આવે ત્યારે તેને પુનર્મુદ્રણ કરીને સાચવી લેવા જોઇએ. પુનઃમુદ્રણ એટલે મુદ્રિત ગ્રંથને સ્કેનીંગ કરીને મુદ્રણ કરાવવું. જો નવેસરથી કંપોઝ કરીએ તો ચીવટપૂર્વક પ્રુફ ચેકીંગ કરવું જરૂરી બને છે. નહીંતર નવા પ્રીન્ટીંગમાં પણ સંખ્યાબંધ ભૂલો રહેવાની શક્યતા છે. ૮૦-૧૦૦ વર્ષ પૂર્વે પ્રકાશિત અને હાલ અપ્રાપ્ય એવા ૪૦૦ થી અધિક ગ્રંથો શી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વાર પુનર્મુદ્રિત થયા છે. તેમજ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર દ્વારા ૧૫૦ થી વધુ ગ્રંથોની નકલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તથા અન્ય સંસ્થાઓ દ્વારા પણ આ પદ્ધતિના કાર્યો થયા છે.. અને થઇ રહ્યા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ' પુથ્થલિહણં " માં વર્તમાનકાળે સર્જાતી કેટલીક સમસ્યાઓ (૧) હસ્તલેખન કરતા લહિયાના ફક્ત અક્ષર સારા હોવાથી તેની પાસે હસ્તલેખન કરાવાય છે. પરંતુ તેઓને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણના નિયમોનું જ્ઞાન ન હોવાથી, કાના-માત્રમીંડાની ગોઠવણ ક્યારેક ક્યારેક યોગ્ય રીતે ન થવાથી પાઠની અશુદ્ધિઓ થતી રહે છે. લહિયાઓને પ્રતિ શ્લોકે કે પ્રતિ પેજના હિસાબે મહેનતાણું મળતું હોવાથી થોડા સમયમાં ઘણું બધું ઝડપથી લખવાના લોભમાં ન જાણે કેટલીય અશુદ્ધિઓ કરતા હોય છે. હસ્તલેખનમાં લહિયાઓની ભૂલોને લીધે થયેલ શાશ્ત્રીય ગરબડો અંગે પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મ. સા. ના અભિવાદન ગ્રંથનું લખાણ વાંચવા યોગ્ય છે. "લેખનની પ્રાચીન પરંપરા કરતાં પણ શાપાઠોની શુદ્ધિનું મહત્વ અનેક અનેકગણું છે. એ કયારેય ભૂલવું જોઇએ નહીં ". પૂ.પુણ્યવિજયજી મ. સા. (૨) તટસ્થપણે વિચારો તો હસ્તલેખનમાં ઉલ્ટી ગંગા વહેતી દેખાશે. કારણકે પૂ. આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મ.સા.,પૂ.આગમપ્રભાકર પુણ્યવિજયજી મ.સા.કે સંનિષ્ઠ શ્રુતસેવકોએ અનેકવિધ પ્રાચીન હસ્તલિખિત પ્રત જોઇ તેમાંથી મહત્ત્વની પ્રતિઓને આધારે પાઠભેદો નોંધવા પૂર્વક શાસ્ત્રપદાર્થ અત્યંત સંગત બને તે રીતે શુદ્ધ સંપાદનો જે કર્યા હોય તેના આધારે જ હસ્તલેખન કરાવાય છે. એમાં લહિયાઓની ભૂલ ભળે એટલે શુદ્ધ ગ્રંથ એટલો અશુદ્ધ થાય છે. અનેક લહિયાઓ જુદા જુદા અનેક સ્થાને ભુલો કરે એટલે શ્રી આચારાંગ જેવા જે એક જ ગ્રંથમાં અનેક નવા પાઠાંતરો અને પાઠભેદો ઉભા થાય.. આજ સુધી જૈન સંઘમાં પાઠભેદોને લઇને માથુરી અને વલભી વાચના જ પ્રસિદ્ધ છે. ભવિષ્યની પેઢીને આ પાઠભેદોથી સર્જાતી કોણ જાણે કેટલી નવી (?) વાચનાઓ મળશે ! એ પણ વિચારણીય છે. એના કરતાં છાપકામમાં એક ફાયદો છે કે જે શુદ્ધ છે એ શુદ્ધ રવરુપે જ જળવાયેલું રહે છે. એક સાથે ૫૦૦-૧૦૦૦ કોપીઓ એમાં ક્યાંક અશુદ્ધિ રહી હોય તો પ્રાચીન હસ્તપ્રતોને આધારે પછી તેટલી અશુદ્ધિનુ જ સંમાર્જન કરવાનું રહે છે. શેષ ગ્રંથ શુદ્ધ જ ઉપલબ્ધ રહેશે. અહીં પણ ધ્યાન રાખવું કે હસ્તલેખન એ હાલમાં છપાયેલ ગ્રંથ આધારે જ થાય છે. એટલે મુદ્રિત પ્રતની અશુદ્ધિઓ તો એમાં આવવાની જ. ઉપરાંતમાં એમાં લહિયાઓની અશુદ્ધિ ભળે છે ! (૩) વર્તમાનકાળમાં લેખન માટે દ્રવ્યની શુદ્ધિ પણ એટલી જ મહત્વની છે. એક અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા ગઇ સાલ (વિ.સં.૨૦૬૭) માં જ ભારે કાગળો પર ઘણી કિંમતે લખાવાયેલી એક પ્રત અમારી પાસે છે, જેને ચોમાસુ પણ માંડ વિત્યું છે, એ પહેલા જ પ્રતના પાનાઓ બધા સહીંથી ચોંટી ગયા છે. એને મુશ્કેલીથી ઉખાડતા એક પાનાના લખાણની છાપ બીજા પાના પર પડી જાય છે. આ રીતે લખાણ માટે ખર્ચેલા જ્ઞાનદ્રવ્યના લાખો-કરોડો રૂપીયા એ શું જ્ઞાનદ્રવ્યનો દુર્વ્યય ન કહેવાય ? (૪) કેટલીકવાર એવું પણ જોવામાં આવ્યું છે કે ગુજરાતી પુસ્તકોના પણ હસ્તલેખન થાય છે. આગળ વધીને નવસ્મરણ વગેરેના પણ હસ્તલેખન કરાય છે. કે જેની આજે હજારો પુસ્તકો ઉપલબ્ધ જ છે. સેંકડો વર્ષોથી અખંડીત મળી આવી છે ને એ કંઇ નાશ પામી જાય એવું સાહિત્ય નથી. એટલે ક્યા ગ્રંથોના હસ્તલેખન કરાવવા, કોની પ્રધાનતા કરવી એ પણ બહુ સમજની વાત છે. (૫) હસ્તલિખિત કરાવાતા ગ્રંથો ચેક કરાવવાની વધુ આવશ્યકતા હોય છે. એ કામ ગુરુભગવંત કરી શકે કાં પંડિતો. આગમગ્રંથો ચેક કરવામાં માત્ર કાના-માત્રા ને મીંડા ચેક કરવાના નથી હોતા પણ પદાર્થો પણ સાથે મેળવવાના હોય છે. અલ્પવિરામપૂર્ણવિરામના યોગ્ય સ્થાનો પણ મેળવવાના હોય છે. એટલે ગમે તે ગુરુ ભગવંતને બદલે જે તે વિષયના જ્ઞાની ગુરૂભગવંત એ ચેક કરે એવી વ્યવસ્થા હોવી જ જોઇએ. અનુસંધાન પાન - ૪ ઉપર 06% 3 IGGE Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર વિનંતી સહ નિવેદન (1) અહો! શ્રુતજ્ઞાનમ, આષાઢ સુદ-૫ સંવત 2068 ના રોજ ચાતુમસિનો પ્રથમ અંક પ્રકાશિત થઇ ગયેલ છે. અમારી પાસે ઉપલબ્ધ સર્વ ચાતુમસ સરનામે સાધુ-સાધ્વીજી ભગવંતોને પોસ્ટ કરી મોકલ્યા છે. પરંતુ, જો આપણને અંક-૧૫ ન મળ્યો હોય અને તેની જરૂર હોય તો આપના સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતોની ચાતુમસ યાદી મોકલવા કૃપા કરશોજી, જેથી દરેકને તે પહોંચાડી શકાય. (2) અહો! શ્રુતજ્ઞાનના કોઇપણ અંક પરઠવશો નહીં કે જ્યાં ત્યાં રખડતા રાખી દેશો નહીં. અત્યાર સુધીના પ્રકાશિત 16 અંક આપને અભ્યાસ-સંશોધન માટે ઉપયોગી બન્યા હશે. આપને આ અંકોની જરૂર હોય તો વ્યવસ્થિત ફાઇલ બનાવી સાચવી શકાય, જરૂર ના હોય તો વધારાના બધા જ અંકો અમને પરત મોકલશો, જેથી બીજા વિદ્વાનોને ઉપયોગી બની શકશે. (3) અહો! શ્રુતજ્ઞાનમ્ કોઇ પણ સમુદાય કે ગ્રુપના ભેદભાવ વિના જ્ઞાનના ક્ષેત્રે કાર્યરત એક મુખપત્ર છે. આપના દ્વારા સંપાદિત, પ્રકાશિત, સંશોધિત પુસ્તકોની માહિતિ અમને મોકલવા યોગ્ય કરી શકાય. આપ જે કંઇ સંશોધન-સંપાદનાદિ કામ કરતા હોય તે પણ અમને જણાવશો તો યોગ્ય રીતે તેને સ્થાન આપશું. (4) અમારા આ કાર્ય બાબત આપશ્રીનું કોઇપણ સૂચન હોય તો વિના સંકોચે જણાવવા યોગ્ય ફરશોજી.. | ઇતિહાસવેત્તા--સંશોધક મુનિ શ્રી કલ્યાણવિજયજીની સ્વહસ્તે લખેલી નોટક તેમજ છેલ્લા 100 વર્ષમાં છપાયેલ સાપ્તાહિક-પાક્ષિક-માસિક માં રહેલ અગત્યના લેખોની અનુક્રમણિકા અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર માં ઉપલબ્ધ છે. સંશોધકવિદ્વાન ગુરૂભગવંતો તેના દ્વારા તેમને જોઇતા લેખોની માહિતી મેળવી શકે છે. (અનુસંધાન પાન-૪ ચાલ) કહેવાનો સાર એટલો જ કે..... આવા અનેક મુદ્દાઓને અનુલક્ષીને વર્તમાનકાળે "શ્રુતલેખન દ્વારા શ્રુતરક્ષા" એ એક વિચારણીય મુદ્દો બની રહે છે. ટકાઉ કાગળના ઉત્પાદનથી માંડીને શ્રુતલેખન માટે લહિયાઓ તૈયાર કરવા, તેઓ દ્વારા ગ્રંથો લખાવવામાં આજે લાખો-કરોડો રૂા. ના જ્ઞાનદ્રવ્યનો વપરાશ થાય છે. લહિયાઓ દ્વારા શુદ્ધિપૂર્વક-ધીરજપૂર્વક શાંતચિત્તે ગ્રંથ લખાય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુભગવંતો દ્વારા તેનું આદિથી અંત સુધી વ્યવસ્થિત ચેકીંગ થાય, પ્રતની વ્યાકરણ તથા પદાર્થની પ્રત્યેક અશુદ્ધિઓનું ચીવટપૂર્વક સંમાર્જન થાય અને આ રીતે જો ગ્રંથનિર્માણ થતા હોય તો તે આદરણીય ગણાય. પરંતુ આગળ જણાવેલ મુદ્દાઓને આધારે એ કેટલા અંશે શક્ય બની રહેશે એ દીઈ અનુભવને આધારે વિચારણા માંગે છે. એટલે માત્ર ' શ્રતલેખન દ્વારા શ્રતરક્ષા " ના નામથી જ વિપલ જ્ઞાનદ્રવ્યના વપરાશ કદાગૃહમુક્ત થઇને વિવેકપૂર્વક વિચારણા કરવી જોઇએ. Printed Matter BookPosted 11417) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com