SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર વિનંતી સહ નિવેદન (1) અહો! શ્રુતજ્ઞાનમ, આષાઢ સુદ-૫ સંવત 2068 ના રોજ ચાતુમસિનો પ્રથમ અંક પ્રકાશિત થઇ ગયેલ છે. અમારી પાસે ઉપલબ્ધ સર્વ ચાતુમસ સરનામે સાધુ-સાધ્વીજી ભગવંતોને પોસ્ટ કરી મોકલ્યા છે. પરંતુ, જો આપણને અંક-૧૫ ન મળ્યો હોય અને તેની જરૂર હોય તો આપના સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતોની ચાતુમસ યાદી મોકલવા કૃપા કરશોજી, જેથી દરેકને તે પહોંચાડી શકાય. (2) અહો! શ્રુતજ્ઞાનના કોઇપણ અંક પરઠવશો નહીં કે જ્યાં ત્યાં રખડતા રાખી દેશો નહીં. અત્યાર સુધીના પ્રકાશિત 16 અંક આપને અભ્યાસ-સંશોધન માટે ઉપયોગી બન્યા હશે. આપને આ અંકોની જરૂર હોય તો વ્યવસ્થિત ફાઇલ બનાવી સાચવી શકાય, જરૂર ના હોય તો વધારાના બધા જ અંકો અમને પરત મોકલશો, જેથી બીજા વિદ્વાનોને ઉપયોગી બની શકશે. (3) અહો! શ્રુતજ્ઞાનમ્ કોઇ પણ સમુદાય કે ગ્રુપના ભેદભાવ વિના જ્ઞાનના ક્ષેત્રે કાર્યરત એક મુખપત્ર છે. આપના દ્વારા સંપાદિત, પ્રકાશિત, સંશોધિત પુસ્તકોની માહિતિ અમને મોકલવા યોગ્ય કરી શકાય. આપ જે કંઇ સંશોધન-સંપાદનાદિ કામ કરતા હોય તે પણ અમને જણાવશો તો યોગ્ય રીતે તેને સ્થાન આપશું. (4) અમારા આ કાર્ય બાબત આપશ્રીનું કોઇપણ સૂચન હોય તો વિના સંકોચે જણાવવા યોગ્ય ફરશોજી.. | ઇતિહાસવેત્તા--સંશોધક મુનિ શ્રી કલ્યાણવિજયજીની સ્વહસ્તે લખેલી નોટક તેમજ છેલ્લા 100 વર્ષમાં છપાયેલ સાપ્તાહિક-પાક્ષિક-માસિક માં રહેલ અગત્યના લેખોની અનુક્રમણિકા અમારા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર માં ઉપલબ્ધ છે. સંશોધકવિદ્વાન ગુરૂભગવંતો તેના દ્વારા તેમને જોઇતા લેખોની માહિતી મેળવી શકે છે. (અનુસંધાન પાન-૪ ચાલ) કહેવાનો સાર એટલો જ કે..... આવા અનેક મુદ્દાઓને અનુલક્ષીને વર્તમાનકાળે "શ્રુતલેખન દ્વારા શ્રુતરક્ષા" એ એક વિચારણીય મુદ્દો બની રહે છે. ટકાઉ કાગળના ઉત્પાદનથી માંડીને શ્રુતલેખન માટે લહિયાઓ તૈયાર કરવા, તેઓ દ્વારા ગ્રંથો લખાવવામાં આજે લાખો-કરોડો રૂા. ના જ્ઞાનદ્રવ્યનો વપરાશ થાય છે. લહિયાઓ દ્વારા શુદ્ધિપૂર્વક-ધીરજપૂર્વક શાંતચિત્તે ગ્રંથ લખાય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુભગવંતો દ્વારા તેનું આદિથી અંત સુધી વ્યવસ્થિત ચેકીંગ થાય, પ્રતની વ્યાકરણ તથા પદાર્થની પ્રત્યેક અશુદ્ધિઓનું ચીવટપૂર્વક સંમાર્જન થાય અને આ રીતે જો ગ્રંથનિર્માણ થતા હોય તો તે આદરણીય ગણાય. પરંતુ આગળ જણાવેલ મુદ્દાઓને આધારે એ કેટલા અંશે શક્ય બની રહેશે એ દીઈ અનુભવને આધારે વિચારણા માંગે છે. એટલે માત્ર ' શ્રતલેખન દ્વારા શ્રતરક્ષા " ના નામથી જ વિપલ જ્ઞાનદ્રવ્યના વપરાશ કદાગૃહમુક્ત થઇને વિવેકપૂર્વક વિચારણા કરવી જોઇએ. Printed Matter BookPosted 11417) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com
SR No.523316
Book TitleAho Shruta gyanam Paripatra 16
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2012
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy