________________
રા
' ધૃતરક્ષા અંગે પુચ્ચલિહણ - વિચારણા અહો ! શ્રુતજ્ઞાનમ - અંક -૧૫ માં છપાયેલ લેખ અંગે ઉદભવતા પ્રશ્નો અંગે શંકા અને સમાધાન પ્રશ્ન : વર્તમાન પદ્ધતિ કરતા પ્રાચીન પદ્ધતિ અલ્પહિંસક હોવાથી શું છપાવવા કરતા
કાગળ પર જ ગ્રંથો ન લખાવવા જોઇએ. ઉત્તર : અહીં બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. (૧) છાપકામના મશીનો, વિજળી આદિની જે હિંસા છે તે જૈન આગમાદિ ગ્રંથો છપાવવા માટે જ થાય છે તેવું નથી. કારણકે દુનિયાના મુદ્રણ વ્યવહાર-છાપકામની અપેક્ષાએ તેનું પ્રમાણ તો ૦, ૦૦૧% જેટલું પણ માંડ હશે... આમાં તો આપણે ઉપલબ્ધ મુદ્રણ વ્યવસ્થાનો જિનશાસનના હિત પૂરતો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બીજા પક્ષે વિચાર કરીએ તો ગ્રંથો લખાવવા માટે જે કાગળો વપરાય છે તેમાં તેના ઉત્પાદનનો આશય, પ્રવૃતિ.. એ બધું જ ૮૦ % આ પ્રમાણે ગ્રંથોપયોગી કાગળ પૂરતો જ હોય છે. આ કાગળો અન્ય કોઇ વિશેષ કાર્યમાં કે અન્ય કોઇ ધર્મ-સંપ્રદાયમાં બહુલતાએ વપરાતા હોય એવું પ્રાયઃ કરી જોવામાં આવતુ નથી. (૨) પ્રાચીન પદ્ધતિ એટલે અલ્પહિંસક અને અવચિીન પદ્ધતિ એટલે અતિહિંસક- એવો કોઇ સનાતન નિયમતો છે નહિ. હાલ ગ્રંથોના સ્કેનીંગ, ડીજીટલાઇઝએશનમાં ઇલેક્ટ્રીકના વપરાશ સિવાય બીજું કાંઇ વિશેષ જોવાતું નથી જ્યારે ટકાઉ કાગળના ઉત્પાદનની જે સમગ્ર પ્રક્રીયા છે તે તો અહિંસાપ્રેમી શ્રાવકને કંપારી છોડાવી દે તેવી છે, અણગણ પાણીમાં લાંબો સમય કાગળના માવાને કોહવાવાનો વગેરે અનેકવિધ સાવધ હિંસક પ્રવૃતિથી કાગળ તૈયાર થાય છે. એટલે પ્રાચીન પદ્ધતિ અને અર્વાચીન પદ્ધતિમાં અલ્પહિંસક શેમાં એ તો વિવાદાસ્પદ જ રહે છે. જેઓ હાથબનાવટના કાગળને અહિંસક માનતા હોય તેઓએ ફક્ત એકજ વખત આ બનાવટ રૂબરૂ જોઇને આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. તથા તેની સી.ડી. પણ હવે તો ઉપલબ્ધ છે. જેવી રીતે રેશમના કીડા દ્વારા રેશમ બનાવવામાં આવે છે અને તેજ જાતની પ્રક્રીયા દ્વારા હાથ બનાવટની ફાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન : દર બે-ચાર વર્ષે ટેકનોલોજીનું સંપૂર્ણ સ્વરૂપ ફરી જાય છે..જ્યારે કાગળ તો ૮૦૦૧૦૦૦ વર્ષ સુધી ટકવાના હોય છે. માટે શાસ્ત્ર લેખનનો જ વિકલ્પ શ્રેષ્ઠ કેમ ન કહીં શકાય ? ઉત્તર : વાત સાચી છે.. ટેકનોલોજી દર બે-ચાર વર્ષે ફરી જાય છે. જૂની માઇક્રોફિલ્મો આજે ચાલતી નથી, એના ઉપાયરૂપે એ સમયના બદલાતા પ્રવાહને અનુરૂપ સ્કેનીંગ કરેલા માહિતીઓ નવા નવા ફોર્મેટમાં ટ્રાન્સફર કરી દેવી જોઇએ. તથા એ માહિતીની ટકાઉ કાગળો ઉપર પ્રીન્ટ કાઢી લેવી જોઇએ. હાલમાં એક સંસ્થા દ્વારા આ રીતે પ્રાચીન હસ્તપ્રતોની અવચિીન મુદ્રિત આગામાદિ ગ્રંથોની ૮૦૦-૧૦૦૦ વર્ષ ટકાઉ રહે તેવા કાગળો પર પ્રીન્ટ તૈયાર કરાય છે. તેમાં વિશિષ્ટ સહી વાપરવામાં આવે છે... અને આ રીતે સેંકડો વર્ષ સુધીનું શ્રુતરક્ષાનું એક ભગીરથ કાર્ય સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે. એ સિવાયના કાગળો, જેની આવરદા ૮૦-૧૦૦ વર્ષની હોય તેના, પર છપાયેલા ગ્રંથો ૮૦-૧૦૦ વર્ષે જીર્ણ થવા આવે ત્યારે તેને પુનર્મુદ્રણ કરીને સાચવી લેવા જોઇએ. પુનઃમુદ્રણ એટલે મુદ્રિત ગ્રંથને સ્કેનીંગ કરીને મુદ્રણ કરાવવું. જો નવેસરથી કંપોઝ કરીએ તો ચીવટપૂર્વક પ્રુફ ચેકીંગ કરવું જરૂરી બને છે. નહીંતર નવા પ્રીન્ટીંગમાં પણ સંખ્યાબંધ ભૂલો રહેવાની શક્યતા છે. ૮૦-૧૦૦ વર્ષ પૂર્વે પ્રકાશિત અને હાલ અપ્રાપ્ય એવા ૪૦૦ થી અધિક ગ્રંથો શી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વાર પુનર્મુદ્રિત થયા છે. તેમજ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર દ્વારા ૧૫૦ થી વધુ ગ્રંથોની નકલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તથા અન્ય સંસ્થાઓ દ્વારા પણ આ પદ્ધતિના કાર્યો થયા છે.. અને થઇ રહ્યા છે.