Book Title: Aho Shruta gyanam Paripatra 05
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ શ્રુિતજ્ઞાનના ક્ષેત્રે તાકીદનું અત્યાવશ્ય કરવા યોગ્ય ડાયી પૂ. ગણધર ભગવંતો અને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો પ્રારંભમાં તો મુખપાઠે વહ્યા. વલ્લભી વાચના બાદ તાડપત્ર અને એ પછીના કાળે કાગળે કલમારૂઢ થયા. આખો મધ્યકાળ હસ્તલેખનની પ્રવૃત્તિમાં જ રહ્યો. બાદ યાંત્રિક યુગ આવતા સૌપ્રથમ ભીમસિંહ માણેક નામના સુશ્રાવકે ગ્રંથો છપાવાની પહેલ કરી. સનાતન નિયમ મુજબ સૌ પ્રથમ તેનો વિરોધ થયા બાદ તે ધીરે ધીરે સ્વીકાર્ય બન્યું ને સર્વગ્રાહી પણ. હસ્તલિખિત પરથી લિવ્યંતરણો દ્વારા પ્રેસકોપીઓ થઈને તે પુસ્તક કે પ્રત સ્વરૂપે અસ્તિત્વમાં આવતી. એવે સમયે હસ્તલિખિત ગ્રંથો કયા, કેટલાં ને ક્યાં ઉપલબ્ધ છે તેની પૂરક અને સબળ માહિતીની આવશ્યકતા ઉભી થતાં કેટલાંક અતિમહત્વના અને આવશ્યક ગ્રંથો કેટલોગ બહાર પડ્યા, જેમકે, પુસ્તકનું નામ (૧) જૈન ગ્રંથાવલી (૨) જિન રત્નકોષ (૩) કેટલોગ ઓફ સં.પા.મેન્યુસ્ક્રીપ્ટ જેસલમેર કલેક્શન ભાગ ૧ થી ૪ (૪) કેટલોગ ઓફ ગુજરાતી મેન્યુસ્ક્રીપ્ટ (૫) હસ્તલિખિત ગ્રંથસૂચી ૧ થી ૩ (૬) કેટલોગ ઓફ સા.પા.મેન્યુ. ૧ થી ૬ (૭) જેસલમેર કે પ્રાચીનગ્રંથ ભંડારોકી સૂચી (૮) હસ્તલિખિત ગ્રંથસૂચી(પાટણ)-૧,૨,૩ (૯)| રાજસ્થાન કે જૈન શાસ્ત્રાભંડારોકી ગ્રંથસૂચી ભાગ-૧ થી ૫ (૧૦) કૈલાશશ્રુતસાગર ગ્રંથ સૂચી-૧ થી ૭ લેખક પ્રકાશક શ્રી જૈન શ્વે.કોન્ફરન્સ શ્રી જૈન શ્વે.કોન્ફરન્સ શ્રી એચ.ડી.વેલણકર શ્રી ભાંડારકર ઈન્સ્ટી. શ્રી પુણ્યવિજયજી લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. શ્રી પુણ્યવિજયજી શ્રી પુણ્યવિજયજી મુની જિનવિજયજી શ્રી જંબૂવિજયજી શ્રી જંબૂવિજયજી કસ્તૂરચંદ કાલીવાલ લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટી. રાજસ્થાન ઓરી. ઈન્સ્ટી. મોતીલાલ બનારસીદાસ શારદાબેન ચીમનલાલ શ્રી દિ.જૈન અતિશય ક્ષેત્ર वर्ष સં. ૧૯૬૫ ઈ. ૧૯૪૪ ઈ. ૧૯૭૨ ઈ. ૧૯૭૮ ઈ. ૧૯૬૫ ઈ. ૧૯૬૩ ઈ. ૧૯૯૯ ઈ. ૧૯૯૧ ઈ. ૧૯૫૪ પં. મનોજભાઈ જૈન મહાવીર જૈન આરાધના કે દ્ર ઈ. ૨૦૦૫ આ કેટલોગ દિવાદાંડી સમા આદર પામ્યા. જેને આધારે પૂજ્ય જ્ઞાની ભગવંતોએ અથાક પ્રયત્નો કરીને લિવ્યંતરણો, પ્રેસકોપીઓ, સંશોધન, સંપાદનો કરીને તે ગ્રંથો પ્રકાશમાં આણ્યા. જો કે, ઉપરોક્ત કેટલોગ ગ્રંથોને'ય કાળનો કાટ લાગ્યો છે. આજે ઘણા ખરાં જ્ઞાનીસંશોધન-સંપાદનરત મહાત્માઓની એક અત્યાવશ્યક પૂછપરછ એ હોય છે કે આ ગ્રંથ છપાયો છે કે નહીં ? કારણ કે છેલ્લાં ૬૦-૭૦ વર્ષમાં સંશોધન + મુદ્રણકાર્ય અતિવેગે વધ્યું છે. ઘણું અપ્રગટ પ્રગટીભૂત થયું છે. પ્રગટ થયેલું એવું પણ ઘણું-ખરૂં કોઈ વ્યવસ્થિત પ્રચાર માધ્યમાદિના અભાવે વિદ્વાનોની જાણમાં આવતું નથી. તેને કારણે (૧) નવા સંશોધકો જે તે ગ્રંથના સંશોધન માટે શંકાશીલ રહે છે. (૨) ક્યારેક એકના એક ગ્રંથો બેવડાય છે, તો (૩) ક્યારેક છપાયેલા તે ગ્રંથોની અભ્યાસ માટે જેઓને આવશ્યકતા હોય તેઓ પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સંજોગોમાં આજ સુધીમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે પણ ગમે તે દ્વારા એકવાર પણ મુદ્રિત થયેલાં ગ્રંથોનું લીસ્ટ બહાર પડે તો ઉપરોક્ત ત્રણેય પ્રશ્નનું સમાધાન થઈ રહે એમછે. આ અમારા મનમાં ઉગી રહેલું વિચારબીજ સ્વપ્ત છે. એ બાબત સક્રિય માર્ગદર્શનની પણ એટલી જ જરૂરીયાત છે. અમે અનુભવી મહાત્માઓને આ બાબત યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવા કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. તથા જિનશાસનના કર્મઠ, યોગ્ય મહાત્માઓને આ કાર્ય ઉપાડી લેવા અંજલિબદ્ધ વિનંતી કરીએ છીએ. આ બાબતે અમે પૂર્ણપણે શક્ય સહયોગ આપવા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8