Book Title: Ahinsa Parmo Dharm Author(s): Upendrarajya J Sandesara Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ ૫૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ મહાભારત એ ‘વિશાળતાના ધર્મ'નો ગ્રન્થ હોઈ એમાં તત્કાલીન હિંદુસ્તાનમાં પ્રચલિત સર્વ મુખ્ય અનુગમો અને આચારની પરંપરાઓનું રહસ્ય સરળતાપૂર્વક પ્રસ્તુત કરવામાં આવ્યું છે, અને એમ જ્યાં જયાં જે કંઈ સારું હોય તે આત્મસાત્ કરવાની ઉચ્ચ પ્રણાલિનું તેજસ્વી દર્શન કરાવવામાં આવ્યું છે. તેથી દેખીતી રીતે જ એમાં જૈન અનુગમની પરંપરાઓનું પણ બહુમાનપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે, તેમાંથી અહિંસાને સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે—પરમ ધર્મ તરીકે નિરૂપતાં કેટલાંક ઉદાહરણ જોઇ એ. મહાભારત અહિંસાને “ ěિા વમો ધર્મ: સ ૨ સત્યે પ્રતિક્તિઃ ।। ''ર—સત્યમાં પ્રતિષ્ઠિત એવો શ્રેષ્ઠ ધર્મ કહે છે. (૧) જાજલિ નામનો એક બ્રાહ્મણ, આદિનાથના પુત્ર બાહુબલિની જેમ ઉગ્ર તપ તપતો હતો.૭ થાંભલાની જેમ અવ્યગ્ર રહીને તપ કરતાં તેની જટામાં, એક ચકલાચકલીના જોડાએ માળો બાંધ્યો. તેમાં ઈંડાં મૂક્યાં. તેમાંથી બચ્ચાં જન્મ્યાં ! ધીરે ધીરે તે બચ્ચાં મોટાં થયાં અને સ્વાવલંી થઈ ઊડીયે ગયાં ! જાજલિ તે પછી પણ એક મહિના સુધી દયાને લીધે સ્થિર બેસી રહ્યો. જ્યારે તેને ખાતરી થઈ કે ચકલાં પાછાં આવશે જ નહિ, ત્યારે ઊઠયો. ઊઠ્યા પછી તેને તરત અભિમાન થયું. એટલે ગર્વથી બોલ્યો, ધર્મ પ્રાપ્ત કર્યો છે.” ત્યારે અંતરીક્ષ વાણીએ કહ્યું કે, “ તું મહાપ્રાન તુલાધારના જેટલો ધાર્મિક નથી, કાશીનો એ તુલાધાર પણ તું બોલે છે એવી ગર્વવાણી ઉચ્ચારતો નથી જ. (તો તું ખોલે તે કેમ છાજે ? ) ’૪ મેં આ સાંભળીને ચિડાયેલો જાજલિ વારાણસી ગયો. ત્યાં જઈ ને તેના વેપાર ઉપર આક્ષેપ કરતાં તુલાધારને પૂછ્યું, “ હે મહાતિ વિષ્ણુપુત્ર ! તું સર્વ રસો, ગન્ધો, વનસ્પતિઓ, ઔષધિયો અને તેનાં મૂળ તથા ફળને વેચે છે; છતાં તને નૈષ્ટિક બુદ્ધિ કેવી રીતે મળી છે? ' ૫ " ત્યારે ખાર વ્રતો પૈકી ત્રીજા વ્રતના અતિચાર જૂતુટ ફૂટમાળેથી વિરામ પામેલા, ત્રાજવાથી નિષ્પક્ષ રીતે પ્રામાણિકતાથી સમાન તોલનાર, અને પ્રાણીમાત્ર પ્રત્યે સમષ્ટિથી જોનાર કોઈ સાચા જૈન શ્રાવકની યાદ આપતાં, આ વૈશ્ય તુલાધારે જવાબ આપતાં કહ્યું, “ ગુજરાનની જે વૃત્તિ પ્રાણીઓના તદ્દન અદ્રોહથી—સંપૂર્ણ અહિંસાથી, અથવા અલ્પદ્રોહથી—ઓછામાં ઓછી હિંસાથી, ચાલે છે તે શ્રેષ્ઠ ધર્મ છે, અને તે પ્રમાણે હું આજીવિકા કરું છું. હું૬ નાનામોટા સુગંધી પદાર્થો અને મદ્ય સિવાયના રસોનો નિષ્કપટપણે વેપાર કરું છું. (શાસ્ત્રો કહે છે કે) જે મન, કર્મ, વચનથી સદૈવ સર્વનો સુહૃદ છે, અને સર્વના હિતમાં રત છે, તે ધર્મને જાણે છે. તેથી હું કોઈની નિન્દા, પ્રશંસા, દ્વેષ કે કામના રાખ્યા 2. (i) મહાભારત ( ભાંડારકર ઓરીએન્ટલ ઇન્સ્ટિટયૂટની વાચના ), આરણ્યકપર્વ ૧૯૮-૬૯. (૬) સર૦ સત્યનાં દર્શન અહિંસા વગર થઈ જ ન શકે, તેથી જ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ: ' -ગાંધીજી ( ‘ નિત્યમનન ' પૃ૦ ૪ ) ૩. મહાભારત, શાન્તિપર્વ, ૧. ૨૫૩ થી ૨૫૬, '. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૩-૪૧, ૪૨, ૪૩. ૫. મહાભારત, શાન્તિર્વ, ૨૫૪-૧થી ૩. 5. છે. अद्रोहेणैव भूतानामल्पद्रोहेण वा पुनः । या वृत्तिः स परो धर्मस्तेन जीवामि जाजले ॥ रसांश्च तांस्तान्विप्रर्षे मद्यवर्जानहं बहून् । સ્ત્રીવા વૈ પ્રતિવિજ્ઞોને પરરતામાયયા ॥ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૮ સર૦ સાતમા વ્રતમાં પંદર જાતના ધંધાનો પ્રતિબંધ આવે છે. તેમાં રસવાણિજ્યના અતિચારનો ઉલ્લેખ છે. મદ્યનો વન્દિત્તા સૂત્ર’ ૨૨, ૨૩ તેમાં સમાવેશ થાય, Jain Education International મહાભારત, શાંતિપર્વ, ૨૪-૬. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6