Book Title: Ahinsa Parmo Dharm Author(s): Upendrarajya J Sandesara Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ अहिंसा परमो धर्मः ઉપેન્દ્રરાય જ૦ સાંડેસરા મ હાભારતને “ભારતની મૂર્તિમંત સરસ્વતી” એ રીતે સંક્ષેપમાં ઓળખી શકાય. કેટલાક વિદ્વાનો * એને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ, તો કેટલાક પ્રાચીન ભારતના ઇતિહાસ”ના આકર ગ્રંથ તરીકે ઓળખાવે છે. પણ ખરેખર તો તે માનવજીવનના અપાર વૈવિધ્યને આલેખતો, ‘વિરાટ’ શબ્દના સર્વ અને સાર્થક કરતો, અને વ્યાપક જીવનદર્શન કરાવતો મહત્તમ “ગ્રન્થ-સાગર” છે. એના કર્તા મહર્ષિ વેદવ્યાસ, દાસ માતા અને બ્રાહ્મણ પિતાના પુત્ર હોઈ જડ માન્યતા અનુસાર તો જહીન કક્ષાના ગણાય ! પરંતુ આ જ મહર્ષિએ ચારે વેદોને બરાબર વ્યવસ્થિત કરી, તેના કાળજીપૂર્વકના અભ્યાસની ગોઠવણ કરી, શ્રીમદ્ ભગવદ્ગીતાનું દિવ્ય ગાન સાંભળ્યું અને જગતને સંભળાવ્યું, તથા ધર્મ–વિશાળતાના ધર્મ, શુદ્ધધર્મ–ની પરંપરા અનુસારના આ મહાભારતની જગતને ભેટ ધરી એમ મનાય છે. આ મહાન કાર્યો માટે એ મહાકવિની પ્રશંસા, વૈદિક મતાનુયાયી કવિઓ તથા સ્વયે મહાભારતની છેલ્લી વાચના તૈયાર કરનારાઓએ તો કરી જ છે, પરંતુ તદુપરાંત અન્ય ભારતીય અનુગમોધર્મ સંપ્રદાયોના વિદ્વાનો જેવા કે, “બુદ્ધચરિત’ના કર્તા અશ્વઘોષ, “કુવલયમાલા”ના કર્તા દાક્ષિણ્યચિહ્ન ઉદ દ્યોતનસૂરિ, અને “તિલકમંજરી'ના કર્તા ધનપાલ જેવાઓએય કરી છે. વળી “તન્નાખ્યાયિકા” તથા “પંચતંત્ર” જેવા કેવળ રાજનીતિ આલેખતા ગ્રન્થકારોએ પણ કરી છે એટલું જ નહિ, પણ અનુગાર” અને “નન્દીમૂત્ર” જેવા જૈન આગમગ્રન્થોએ પણ મહાભારતાદિ ગ્રથોને મિથ્યાશ્રુત કહેવા છતાં, “યથાર્થ રીતે ગ્રહણ કરાયેલા આ ભારતાદિ ગ્રંથો સમ્યગ્દષ્ટિવાળાઓને માટે સમ્યફ શ્રત છે, અથવા મિથ્યાદૃષ્ટિવાળાઓ માટે પણ આ સમ્યફ શ્રત છે કારણ કે એમના સખ્યત્વમાં એ કારણભૂત થાય છે; અને એમ તેમાંથી પ્રેરણા લઈને પોતાની મિથ્યાદષ્ટિ ત્યજી દે છે–સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે.” એમ કહીને મહાભારતની પ્રતિષ્ઠા, મહત્ત્વ અને વિશાળ દૃષ્ટિનો સ્વીકાર કર્યો છે. ૧ (વ) નન્દી સૂત્ર’ (અનુવાદક-સંશોધક : હસ્તિમલ મુનિ, ૧૯૪૨) સૂત્ર ૪૧, પૃ૦ ૧૧૦, ૧૧૧ () “અનુયોગવાર સૂવ” (જિનદત્ત રિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ, ૧૯૨૧) સૂત્ર ૨૫, ૨૬, પૃ. ૨, ૩]; સૂત્ર ૧૪૭ [પૃ૦ ૪૦, ૪૧]. સુ૦ ગ્ર૦ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6