Book Title: Ahinsa Parmo Dharm Author(s): Upendrarajya J Sandesara Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ 54 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચ તપપરાયણ; (42) સ્વાધ્યાયપરાયણ; (43) જ્ઞાન એ જ સંન્યાસ છે, એમ કહેનારા; અને (44) સ્વભાવ છે એમ કહેનારા ભૂતચિન્તકો-ભૌતિકવાદીઓ.૨૩ આમ અનેક પ્રકારે ધર્મબોધ કરવામાં આવે છે, એટલે હે સુરસત્તમ ! અમે કંઈ નિશ્ચય કરી શકતા નથી. જનસમાજ, ‘આ શ્રેય છે, આ શ્રેય છે,’ આવા મતો સાંભળી વિચલિત થયો છે. અને જે મનુષ્ય જે સંપ્રદાયમાં હોય છે, તે સંપ્રદાયવાળાનો જ એ સત્કાર કરે છે ! એટલે અમારી પ્રજ્ઞા મૂંઝાઈ છે, તથા અમારું મન અનેક પ્રકારનું-ચંચળ, બની ગયું છે. તો હે સત્તમ ! “શ્રેય” શું છે તે કહો.”૨૪ એટલે લોકરક્ષક ધર્માત્મા બ્રહ્મદેવે સર્વ મતોનો ગોટાળો દૂર કરતું પ્રવચન કર્યું. તેમાં શરૂઆતનાં બે વચનોમાં સમગ્ર ધર્મતત્વનો સાર મૂકી દીધો : हन्त वः संप्रवक्ष्यामि यन्मां पृच्छथ सत्तमाः / સમરત્તમ તજીવી સવાધાર્યતા // મહાભારત, આથમેધિકપર્વ, 49-1. अहिंसा सर्वभूतानामेतत्कृत्यतमं मतम् / एतत्पदमनुद्विग्नं वरिष्ठं धर्मलक्षणम् // 45-2 ज्ञानं निःश्रेय इत्याहुवृद्धा निश्चयदर्शिनः / तस्माज्ज्ञानेन शुद्धेन मुच्यते सर्वपातकैः // 48-3 “હે સત્તમ ! તમે મને જે પૂછ્યું તે તમને સારી રીતે કહીશ. એ સર્વ સાંભળીને તમે સમ્યક વિચાર કરજે સર્વ ભૂતો પ્રત્યે (આચરેલી) અહિંસાને સર્વશ્રેષ્ઠ કૃત્ય માનેલું છે. આ પદ ઉદ્દેગરહિત છે અને વરિષ્ઠ ધર્મલક્ષણ છે. તથા પરમ કલ્યાણકારી જ્ઞાન છે એમ નિશ્ચયદર્શી વૃદ્ધો-સિદ્ધાંત સ્થાપનારા ઋષિઓ કહે છે. માટે શુદ્ધ જ્ઞાનથી (= આવી આચરેલી અહિંસાથી) મનુષ્ય સર્વ પાતકથી છૂટે છે.” આમ મતપંથોના જાળાંથી ઊભા થયેલા જબરદસ્ત ગૂંચવાડાને પાર કરવા માટે અહિંસા–સર્વત્ર સમાનભાવે પ્રેમભાવ, એ એક જ આચરણીય મૂળભૂત ધર્મ, પરમ ધર્મ તરીકે મહાભારતકારે જણાવીને, અહિંસાને આત્માને ઊંચે લઈ જનાર મહાશકિત તરીકે સ્વીકારી છે. એ મહાશક્તિ વીર્યવાન છે છતાં હજુ સુધી એનું અ૮૫તમ ભાન પણ સામાન્ય રીતે મનુષ્યોને નથી. એના સ્વલ્પાતિસ્વલ્પ પણ ન કહેવાય 23 () મહાભારત, અશ્વમેધપર્વ, ૪૮-૧૪થી 24. આ 48 મા અધ્યાયમાં લોક ૧થી 12 સુધી, બ્રહ્મને અવ્યક્ત, અનામય, ૫ર 5, સન ઈત્યાદિ રીતે ઓળખનારા ભિન્ન ભિન્ન મતો જોવા મળે છે. તેના અનુસંધાનમાં આ શ્લોક ૧૪થી 24 સુધીમાં ચાક, તાર્કિક, મીમાંસક, શુન્યવાદી બૌદ્ધો, વિજ્ઞાનવાદી બૌદ્ધો, અદ્વૈતવાદી, દૈતવાદી, ભેદભેદવાદી, વૈશેષિકો, કાલવાદીઓ, યાત્રાદી, તૈર્થિક, યોગાચારી, પરમાણુવાદી વગેરે મતોનો ઉલ્લેખ કરી તેના ગુંચવાડામાંથી કેમ છૂટવું તે પ્રશ્ન ઉઠાવ્યો છે. (8) જૈન સંદર્ભો ઉપરથી 363 ધર્મપંથો-પાર્ષોના ઉલ્લેખ મળે છે. 180 ક્રિયાવાદી (=આત્મવાદી), 84 અક્રિયાવાદી (=અનાત્મવાદી), 67 અજ્ઞાનવાદી, 32 વૈયિક (=વિનયવાદી)–સર્વધર્મસમભાવી. કુલ 363. જુઓ “નન્દી સૂત્ર' સૂત્ર ૪૬,“શ્રુતજ્ઞાનાધિકારમાં દ્વાદશાંગી વર્ણનમાં; “સૂત્રકૃતાંગ' પ્રથમ શ્રતધ, બારમું અધ્યયન; " આચારાંગ' પ્રથમ શ્રતસ્કન્ધ ૧-૧૦૩ની નિર્યુતિમાં પણ 363 મત વિશે વિવેચન છે. (ક) બૌદ્ધ સંદર્ભો ઉપરથી પાલિ સાહિત્યના કાળમાં બૌદ્ધધર્મ સહિત જુદા જુદા 63 પંથ હયાત હતા એમ જણાય છે. જુઓ “સુત્તનિપાત ”માં “સભિયસુત્ત’ ગાથા 29; “દીઘનિકાય'માં “બ્રહ્મજાલસુર’ 1-1-2; બુદ્ધચરિત’ ( ધનન્દ કોસામ્બીકૃત) 50 115. 24 મહાભારત, આથમેધિકપર્વ, ૪૮-૨૫થી 28. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6