Page #1
--------------------------------------------------------------------------
________________
अहिंसा परमो धर्मः
ઉપેન્દ્રરાય જ૦ સાંડેસરા
મ હાભારતને “ભારતની મૂર્તિમંત સરસ્વતી” એ રીતે સંક્ષેપમાં ઓળખી શકાય. કેટલાક વિદ્વાનો
* એને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ, તો કેટલાક પ્રાચીન ભારતના ઇતિહાસ”ના આકર ગ્રંથ તરીકે ઓળખાવે છે. પણ ખરેખર તો તે માનવજીવનના અપાર વૈવિધ્યને આલેખતો, ‘વિરાટ’ શબ્દના સર્વ અને સાર્થક કરતો, અને વ્યાપક જીવનદર્શન કરાવતો મહત્તમ “ગ્રન્થ-સાગર” છે. એના કર્તા મહર્ષિ વેદવ્યાસ, દાસ માતા અને બ્રાહ્મણ પિતાના પુત્ર હોઈ જડ માન્યતા અનુસાર તો જહીન કક્ષાના ગણાય ! પરંતુ આ જ મહર્ષિએ ચારે વેદોને બરાબર વ્યવસ્થિત કરી, તેના કાળજીપૂર્વકના અભ્યાસની ગોઠવણ કરી, શ્રીમદ્ ભગવદ્ગીતાનું દિવ્ય ગાન સાંભળ્યું અને જગતને સંભળાવ્યું, તથા ધર્મ–વિશાળતાના ધર્મ, શુદ્ધધર્મ–ની પરંપરા અનુસારના આ મહાભારતની જગતને ભેટ ધરી એમ મનાય છે. આ મહાન કાર્યો માટે એ મહાકવિની પ્રશંસા, વૈદિક મતાનુયાયી કવિઓ તથા સ્વયે મહાભારતની છેલ્લી વાચના તૈયાર કરનારાઓએ તો કરી જ છે, પરંતુ તદુપરાંત અન્ય ભારતીય અનુગમોધર્મ સંપ્રદાયોના વિદ્વાનો જેવા કે, “બુદ્ધચરિત’ના કર્તા અશ્વઘોષ, “કુવલયમાલા”ના કર્તા દાક્ષિણ્યચિહ્ન ઉદ દ્યોતનસૂરિ, અને “તિલકમંજરી'ના કર્તા ધનપાલ જેવાઓએય કરી છે. વળી “તન્નાખ્યાયિકા” તથા “પંચતંત્ર” જેવા કેવળ રાજનીતિ આલેખતા ગ્રન્થકારોએ પણ કરી છે એટલું જ નહિ, પણ
અનુગાર” અને “નન્દીમૂત્ર” જેવા જૈન આગમગ્રન્થોએ પણ મહાભારતાદિ ગ્રથોને મિથ્યાશ્રુત કહેવા છતાં, “યથાર્થ રીતે ગ્રહણ કરાયેલા આ ભારતાદિ ગ્રંથો સમ્યગ્દષ્ટિવાળાઓને માટે સમ્યફ શ્રત છે, અથવા મિથ્યાદૃષ્ટિવાળાઓ માટે પણ આ સમ્યફ શ્રત છે કારણ કે એમના સખ્યત્વમાં એ કારણભૂત થાય છે; અને એમ તેમાંથી પ્રેરણા લઈને પોતાની મિથ્યાદષ્ટિ ત્યજી દે છે–સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે.” એમ કહીને મહાભારતની પ્રતિષ્ઠા, મહત્ત્વ અને વિશાળ દૃષ્ટિનો સ્વીકાર કર્યો છે. ૧ (વ) નન્દી સૂત્ર’ (અનુવાદક-સંશોધક : હસ્તિમલ મુનિ, ૧૯૪૨) સૂત્ર ૪૧, પૃ૦ ૧૧૦, ૧૧૧
() “અનુયોગવાર સૂવ” (જિનદત્ત રિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ, ૧૯૨૧) સૂત્ર ૨૫, ૨૬, પૃ. ૨, ૩]; સૂત્ર ૧૪૭ [પૃ૦ ૪૦, ૪૧].
સુ૦ ગ્ર૦ ૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
મહાભારત એ ‘વિશાળતાના ધર્મ'નો ગ્રન્થ હોઈ એમાં તત્કાલીન હિંદુસ્તાનમાં પ્રચલિત સર્વ મુખ્ય અનુગમો અને આચારની પરંપરાઓનું રહસ્ય સરળતાપૂર્વક પ્રસ્તુત કરવામાં આવ્યું છે, અને એમ જ્યાં જયાં જે કંઈ સારું હોય તે આત્મસાત્ કરવાની ઉચ્ચ પ્રણાલિનું તેજસ્વી દર્શન કરાવવામાં આવ્યું છે. તેથી દેખીતી રીતે જ એમાં જૈન અનુગમની પરંપરાઓનું પણ બહુમાનપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે, તેમાંથી અહિંસાને સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે—પરમ ધર્મ તરીકે નિરૂપતાં કેટલાંક ઉદાહરણ જોઇ એ. મહાભારત અહિંસાને “ ěિા વમો ધર્મ: સ ૨ સત્યે પ્રતિક્તિઃ ।। ''ર—સત્યમાં પ્રતિષ્ઠિત એવો શ્રેષ્ઠ ધર્મ કહે છે.
(૧) જાજલિ નામનો એક બ્રાહ્મણ, આદિનાથના પુત્ર બાહુબલિની જેમ ઉગ્ર તપ તપતો હતો.૭ થાંભલાની જેમ અવ્યગ્ર રહીને તપ કરતાં તેની જટામાં, એક ચકલાચકલીના જોડાએ માળો બાંધ્યો. તેમાં ઈંડાં મૂક્યાં. તેમાંથી બચ્ચાં જન્મ્યાં ! ધીરે ધીરે તે બચ્ચાં મોટાં થયાં અને સ્વાવલંી થઈ ઊડીયે ગયાં ! જાજલિ તે પછી પણ એક મહિના સુધી દયાને લીધે સ્થિર બેસી રહ્યો. જ્યારે તેને ખાતરી થઈ કે ચકલાં પાછાં આવશે જ નહિ, ત્યારે ઊઠયો. ઊઠ્યા પછી તેને તરત અભિમાન થયું. એટલે ગર્વથી બોલ્યો, ધર્મ પ્રાપ્ત કર્યો છે.” ત્યારે અંતરીક્ષ વાણીએ કહ્યું કે, “ તું મહાપ્રાન તુલાધારના જેટલો ધાર્મિક નથી, કાશીનો એ તુલાધાર પણ તું બોલે છે એવી ગર્વવાણી ઉચ્ચારતો નથી જ. (તો તું ખોલે તે કેમ છાજે ? ) ’૪
મેં
આ સાંભળીને ચિડાયેલો જાજલિ વારાણસી ગયો. ત્યાં જઈ ને તેના વેપાર ઉપર આક્ષેપ કરતાં તુલાધારને પૂછ્યું, “ હે મહાતિ વિષ્ણુપુત્ર ! તું સર્વ રસો, ગન્ધો, વનસ્પતિઓ, ઔષધિયો અને તેનાં મૂળ તથા ફળને વેચે છે; છતાં તને નૈષ્ટિક બુદ્ધિ કેવી રીતે મળી છે? ' ૫
"
ત્યારે ખાર વ્રતો પૈકી ત્રીજા વ્રતના અતિચાર જૂતુટ ફૂટમાળેથી વિરામ પામેલા, ત્રાજવાથી નિષ્પક્ષ રીતે પ્રામાણિકતાથી સમાન તોલનાર, અને પ્રાણીમાત્ર પ્રત્યે સમષ્ટિથી જોનાર કોઈ સાચા જૈન શ્રાવકની યાદ આપતાં, આ વૈશ્ય તુલાધારે જવાબ આપતાં કહ્યું, “ ગુજરાનની જે વૃત્તિ પ્રાણીઓના તદ્દન અદ્રોહથી—સંપૂર્ણ અહિંસાથી, અથવા અલ્પદ્રોહથી—ઓછામાં ઓછી હિંસાથી, ચાલે છે તે શ્રેષ્ઠ ધર્મ છે, અને તે પ્રમાણે હું આજીવિકા કરું છું. હું૬ નાનામોટા સુગંધી પદાર્થો અને મદ્ય સિવાયના રસોનો નિષ્કપટપણે વેપાર કરું છું. (શાસ્ત્રો કહે છે કે) જે મન, કર્મ, વચનથી સદૈવ સર્વનો સુહૃદ છે, અને સર્વના હિતમાં રત છે, તે ધર્મને જાણે છે. તેથી હું કોઈની નિન્દા, પ્રશંસા, દ્વેષ કે કામના રાખ્યા
2.
(i) મહાભારત ( ભાંડારકર ઓરીએન્ટલ ઇન્સ્ટિટયૂટની વાચના ), આરણ્યકપર્વ ૧૯૮-૬૯.
(૬) સર૦ સત્યનાં દર્શન અહિંસા વગર થઈ જ ન શકે, તેથી જ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ: '
-ગાંધીજી ( ‘ નિત્યમનન ' પૃ૦ ૪ )
૩.
મહાભારત, શાન્તિપર્વ, ૧. ૨૫૩ થી ૨૫૬,
'. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૩-૪૧, ૪૨, ૪૩.
૫. મહાભારત, શાન્તિર્વ, ૨૫૪-૧થી ૩.
5.
છે.
अद्रोहेणैव भूतानामल्पद्रोहेण वा पुनः । या वृत्तिः स परो धर्मस्तेन जीवामि जाजले ॥
रसांश्च तांस्तान्विप्रर्षे मद्यवर्जानहं बहून् ।
સ્ત્રીવા વૈ પ્રતિવિજ્ઞોને પરરતામાયયા ॥ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૮
સર૦ સાતમા વ્રતમાં પંદર જાતના ધંધાનો પ્રતિબંધ આવે છે. તેમાં રસવાણિજ્યના અતિચારનો ઉલ્લેખ છે. મદ્યનો
વન્દિત્તા સૂત્ર’ ૨૨, ૨૩
તેમાં સમાવેશ થાય,
મહાભારત, શાંતિપર્વ, ૨૪-૬.
Page #3
--------------------------------------------------------------------------
________________
અહિંસા પરમો ધર્મ : ૫૧
વિના સર્વ પ્રત્યે સમદષ્ટિ રાખું છું, તે મારા વ્રતને જુઓ. ષ્ટ, અનિષ્ટ, પ્રીતિ અને રાગથી છૂટું થયેલું એવું મારું ત્રાજવું સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન છે. મ વૃદ્ધ, રોગી અને કૃશ મનુષ્યો વિષયો પ્રત્યે નિઃસ્પૃહ હોય છે, એમ અર્થ અને કામના ઉપભોગમાં હું નિઃસ્પૃહ છું— વિગતતૃણું છું...પ્રાણીઓને અભય દેનાર ધર્મ જેવો ધર્મ ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થશે પણ નહિ; તેને અનુસરનારો નિર્ભય પદને પ્રાપ્ત કરે છે...(સામાન્યત:) બહિર્મુખ બુદ્ધિવાળા, ચતુર અને સમગ્ર પરિસ્થિતિ અનુસાર તત્ત્વનો નિર્ણય કરનાર વિદ્વાનો, કીર્તિને માટે જે સહાયવાન હોય કે દ્રવ્યયુક્ત હોય, કિંવા ખીન્ન અન્ય ભાગ્યશાળી હોય તેની શાસ્ત્રોમાં (તેનાં સત્કાર્યો માટે, એરણની ચોરી અને સોયના દાન જેવાં !) સ્તુતિ કરે છે. પણ (વસ્તુસ્થિતિ એ છે કે) તપ, યજ્ઞ અને દાન કરવાથી તથા પ્રજ્ઞાયુક્ત વાક્યો બોલવાથી જે ફળ મળે છે તે જ મહાફળ અભયદાનથી મળે છે. જગતમાં જે મનુષ્ય અભયદક્ષિણા આપે છે, તેને સર્વ યજ્ઞો કર્યાંનું ફળ મળે છે. (વધારામાં) પોતાનેય અભયદક્ષિણા મળે છે. પ્રાણીઓની અહિંસાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ છે જ નહિ.૧૦...જે સર્વ પ્રાણીઓનો આત્મા બન્યો છે, જે પ્રાણીઓને સમ્યક્ જુએ છે, એવા (પરમ) પદના અભિલાષી છતાં પદ વિનાના-પગલાંની, રસ્તાની નિશાની વિનાના—-પુરુષની ગતિથી દેવો પણ મોહ પામે છે.”૧૧ પછી “ આ અભયદાનનો અહિંસક ધર્મ બહુ અપલાપ કરનારાથી—બહુ નિવથી જાણી શકાતો નથી, પણ આચારથી જાણી શકાય છે,’૧૨ એમ કહી આગળ ચાલતાં તુલાધાર બોલ્યો, “ જેઓ પશુઓનાં વૃષણ કાપે છે—ખસી કરે છે, નાચે છે, બહુ ભાર ઉપડાવે છે, માંધે છે, દુ:ખ દે છે અને કેટલાક તો મારી નાખીને માંસ પણ ખાઈ જાય છે, તેની તું કેમ નિન્દા કરતો નથી ? (અને મારા અહિંસક વ્યાપારને નિંદે છે ?) ” વળી આગળ ચાલતાં અત્યારના યુગમાં, ગુલામી જવા છતાંય નોકરો પ્રત્યે ગુલામ જેવું વર્તન રાખતા ‘ શેઠિયા’ઓએ ધ્યાનમાં રાખવા જેવાં વચનો ઉચ્ચારીને આ અહિંસક વણિકે કહ્યું, “ કેટલાક મનુષ્યો મનુષ્યોને જ ગુલામ બનાવીને તેમની પાસે વૈતરું કરાવે છે. વળી એ લોકો મરણતોલ માર મારવાથી થતું દુ:ખ જાણે છે, છતાં રાતદિવસ માર મારી અને
. सर्वेषां यः सुहृन्नित्यं सर्वेषां च हिते रतः ।
વર્મળા મરક્ષા વાત્રા સ ધર્મ વેક્ નાનઙે || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૯
नानुरुध्ये विरुध्ये वा न द्वेष्मि न च कामये ।
સમોઽસ્મિ સર્વમૂતેષુ વય ને નાનછે વ્રતમ્ || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૧૧ इष्टानिष्टविमुक्तस्य प्रीतिरागवहिष्कृतः ।
તુહા મે સર્વભૂતેષુ સમા તિવ્રુતિ નાનછે || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪–૧૨ सहायवान्द्रव्यवान्यः सुभगोऽन्योऽपरस्तथा ।
९
१०
ततस्तानेव कवयः शास्त्रेषु प्रवदन्त्युत ।
શ્રીર્ત્યર્થમપદ્ધવાઃ વટવ: હ્ભનિળયાઃ || શાન્તિપર્વ ૨૫૪–૨૭,
लोके यः सर्वभूतेभ्यो ददात्यभयदक्षिणाम् ।
स सर्वयशेरीजानः प्राप्नोत्यभयदक्षिणाम् ।
ન મૂતાનામહિંસાયા ન્યાયાસ્પોડરિત વૃશ્ચન || મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૨૯. ११ सर्वभूतात्मभूतस्य सम्यग्भूतानि पश्यतः ।
વૈવાષિ માર્ગ મુન્તિ અવવસ્ય વૈષિળઃ ॥ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૩૨.
सूक्ष्मत्वान्न स विज्ञातुं शक्यते बहुनिह्नवः ।
૩૫૦મ્યાન્તરા ત્રાસ્યાનાવાડાનવનુષ્યતે || શાન્તિપર્વ, ૨૫૪-૩૬.
१२
Page #4
--------------------------------------------------------------------------
________________
પર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ
બાંધીને કે કેદમાં પૂરીને રાતદિવસ તેમની પાસેથી કામ લે છે.૧૭ પંચેન્દ્રિય પ્રાણીઓમાં દેવોનો નિવાસ છે, છતાં કેટલાક લોકો તેમને જીવતાં હોય છતાં ય વેચે છે તો પછી, મૂએલાંને તો વેચે જ એમાં શી નવાઈ ? તો હે બ્રાહ્મણ ! જો હું તેલ, ઘી, મધ અને કાઔષધિઓનો વેપાર કરું છું તો તેમાં તમને શું વાંધો નડે છે?” પછી કૃષિમાં રહેલી હિંસા દર્શાવી, ખેતી કરતાં ગોવંશને-બળદોને જે દુઃખ દેવામાં આવે છે તેનું વર્ણન કર્યું, અને વિનતિ કરી કે, “ જાજલિ ! જગતમાં જે જે અમંગલ અને ધોર આચારો પ્રવર્તે છે, તેને તમે કેવળ ગતાનુતિકતાથી જ આચરો છો પણ નિપુણતાથી સમજતા નથી, માટે (કાર્ય−) કારણ તરફ નજર રાખીને આચરણ કરવું—(સામાન્ય, કામનાવાળા આસક્ત) લોકો વર્તતા હોય તેમ નહિ. જેમ મારો કોઈ તિરસ્કાર કરે કે સ્તુતિ કરે તે બન્ને તરફ મને તો સમાનભાવ છે, કેમકે મને પ્રિય-અપ્રિય કંઈ છે જ નહિ. આ ધર્મને મનીષિઓ પ્રશંસે છે, યુક્તિસંપન્ન તિઓ આનું સેવન કરે છે, અને સતત ધર્મશીલ જનો તેનું સૂક્ષ્મતાથી અવલોકન કરે છે.”૧૪
પ્રાન તુલાધારે એ પછી યજ્ઞરહસ્ય સમજાવી, નિષ્કામ અને અહિંસક યજ્ઞથી સમદષ્ટિવાળી પ્રજા જન્મે છે તે સ્પષ્ટ કર્યું. આવા નિષ્કામ અહિંસક યજ્ઞોના પ્રભાવથી અગાઉ કૃષિ વિના પણ જોતું અન્ન નીપજતું તેની યાદ આપી, અને માનસિક ઋતુઓની૧૫(=યનોની) મહત્તા સ્થાપિત કરી. છેવટે સાત્ત્વિકી શ્રદ્દા રાખી ધર્માચરણુ કરવા કહ્યું.૧૬ વાતચીતનો સમારોપ કરતાં તુલાધારે કહ્યું કે, ધર્માર્થદર્શનવાળા સંતોએ આ પ્રમાણે ધર્મ કહ્યો છે. જિજ્ઞાસુ એવા એમને તે ધર્મ ધર્મદર્શનથી પ્રાપ્ત થયો છે.’’૧૭
6.
१३
૧૪.
૧૫
૧૬
૧૭
ये च छिन्दन्ति वृषणान्ये च भिन्दन्ति नस्तकान् । वहन्ति महतो भारान्बध्नन्ति दमयन्ति च ॥ हत्वा सत्त्वानि खादन्ति तान्कथं न विगर्हसे | मानुषा मानुषानेव दासभोगेन भुञ्जते ॥ वधबन्धविरोधेन कारयन्ति दिवानिशम् । आत्मना चापि जानासि यद्दुःखं वधताडने ॥ આ સાથે સરખાવો, પ્રથમ અણુવ્રત અહંસાના पढमे अणुव्वयम्मी थूलगपाणाश्वायविरईओ । आयरिअप्पसत्ये इत्थ पमायप्पसंगेणं ॥ वह बंध छविच्छेए अइभारे भत्तपाणवुच्छेए । पदमवयस्सऽइआरे पक्किमे देसिअं सव्वं ॥
વન્દિત્તા સૂત્ર ’ ૯, ૧૦.
પહેલા અણુવ્રતમાં પ્રમાદને લીધે (ક્રોધાદિક) અપ્રશસ્ત ભાવો પ્રમાણે વર્તીને સ્થૂળ પ્રાણાતિપાતવિરતિને તોડીને જે અતિચાર કર્યો હાય, તથા વધ, બંધ, અવયવનો છેદ, અત્યંત ભાર ઉપડાવ્યો હોય અને ખાવાપીવાનો વિચ્છેદ—એ પ્રાંચ પ્રથમ વ્રતના અતિચારોનું આચરણ કરવાથી થયેલા દિવસ સંબંધી સર્વ દોષથી હું પ્રતિક્રમું છું.
મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૩૬.
મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪૩૭.
મહાભારત, શાન્તિર્વ, ૨૫૪–૩૮. અતિચાર.
મહાભારત, શાન્તિપર્યે, ૨૫૪–૪૯થી પર.
ઉત યા હતાયા મળ્યું નાર્હન્તિ તે ચિત્। મહાભારત, શાન્તિપર્વ ૨૫૫-૩૭.
યજ્ઞ હોય કે અયજ્ઞ હોય તે ‘મખ’ને (મણું માનસિä ઋતુમ્ । મહાભારતનો ટીકાકાર પં, નીલકંઠ) પહોંચી ન શકે,
મહાભારત, શાન્તિપર્વ ૬૦ ૨૫૫ અને ૬૦ ૨૦૬,
इति धर्मः समाख्यातः सद्भिर्धर्मार्थदर्शिभिः ।
वयं जिज्ञासमानास्त्वा संप्राप्ता धर्मदर्शनात् ॥
ટીકાકાર પં. નીલકંઠ ધર્મવાનાત્ પદનો અર્થ · ધર્મદર્શન નામના મુનિથી ’ એવો કરે છે.
મહાભારત શાન્તિપર્વ ૨૫૫-૧૬.
Page #5
--------------------------------------------------------------------------
________________
અહિંસા પરમો ધર્મઃ ૫૩ (૨) ગોમેધ યજ્ઞમાં વૃષભને મૃત્યુ પામેલો જોઈને નિર્વેદ પામેલો રાજા વિચ— “૩ાવિ હિ સભ્યો ધર્મભ્યો ઉપાય મત !--અહિંસા જ સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ છે.”૧૮ એમ બોલ્યો, અને ગાયોને અભયદાન આપ્યું. અર્થાત હિંસક ય બંધ કર્યા. “કામ, મોહ, લોભ અને લોલુપતાથી આ હિંસક વજનવાળા ય પ્રવર્યા છે. વિષ્ણુનું સર્વવ્યાપી પરમાત્માનું વજન તો પાયસ (ખીર જેવી ખાસ ચીજ) અને પુષ્પોથી થઈ શકે.”૧૯ એમ કહ્યું. અને તારવ્યું કે, “(યજ્ઞ માટે) આ સિવાય (પાયસ અને પુષ્પો ઉપરાંત) પણ જે વરીય દ્રવ્ય મહાત્માઓએ શુદ્ધભાવથી અને અહિંસક રીતે સંસ્કારેલું હોય તે સર્વ જ દેવોને અર્પણ કરવા યોગ્ય ગણાય છે.”
(૩) આશ્વમેધિક પર્વાન્તર્ગત આવેલી “અનુગીતા૨ ૧માં વૃદ્ધ આંગિરસ ઋષિની આગેવાની નીચે બૃહસ્પતિ, ભરદ્વાજ, ગૌતમ, ભાર્ગવ, વસિષ્ઠ, કાશ્યપ, વિશ્વામિત્ર, અત્રિ વગેરે ઋષિઓ અને નિર્દોષ (વીતકલ્મષ) બ્રહ્મદેવનો સંવાદ છે. તેમાં જ્ઞાનનાં અનેક પાસાં ચર્ચાય છે. ચર્ચા દરમિયાન અનેક ધર્મસંપ્રદાયોના બહુસંખ્ય આચાર્યોના ધર્મવિષયક વિભિન્ન મતોથી ગૂંચવાડામાં પડેલા ઋષિઓએ એમાંથી સંખ્યાબંધ મતો ટાંકતાં બ્રહ્માજીને પૂછયું, “આ જગતમાં ક્યો ધર્મ અત્યંત આચરવા યોગ્ય છે? અમે તો એમ જ જોઈએ છીએ કે, ધર્મની વિવિધ ગતિ જાણે કે નષ્ટ-ભ્રષ્ટ થઈ ગઈ છે ! (જુઓને આ ધર્મમતોનો ઢગલો !) (૧) દેહનાશ પછી આત્મા છે; (૨) દેહનાશ પછી આત્મા નથી; (૩) બધું સંશયભરેલું છે; (૪) બધું નિઃસંશય છે; (૫) (જગત) અનિત્ય છે; (૬) (જગત) નિત્ય છે; (૭) કંઈ નથી અને કંઈ છે ; (૮) એકરૂપ એવું વિજ્ઞાન દૈતરૂપે (=દિધા) થયું છે; (૯) આ જગત વ્યામિશ્ર છે, (પરમાત્માથી) ભિન્ન અને અભિન્ન છે; (૧૦) (બ્રહ્મ) એક છે; (૧૧) (બ્રહ્મ) પૃથ છે; (૧૨) બહુવ (= અનેક પરમાણુઓ) કારણ છે; (૧૩) કોઈ જટા અને મૃગચર્મ પહેરે છે (પ્રચાર કરે છે); (૧૪) કોઈ મુંડન કરાવે છે; (૧૫) કોઈ દિગંબર રહે છે; (૧૬) કેટલાક કહે છે સ્નાન ન કરવું (= (૪) નહાવું નહિ; (4) બાળપણથી જ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું) ; (૧૭) સ્નાન કરવું = (*) નહાવું; (૩) સ્નાતક થઈને ગૃહસ્થાશ્રમી થવું); (૧૮) આહાર લેવો (અને ઉપાસના કરવી); (૧૯) અનશન રાખવું; (૨૦) કર્મની પ્રશંસા કરનારા; (૨૧) શાન્તિની પ્રશંસા કરનારા-સંન્યાસી; (૨૨) દેશ, કાળ કારણ માનનારા (૨૩) દેશ, કાળ કારણ નથી એમ માનનારા; (૨૪) મોક્ષની પ્રશંસા કરનારા; (૨૫) ભેગની પ્રશંસા કરનારા; (૨૬) ધનની ઈચ્છા રાખનારા; (૨૭) નિર્ધનતા ઇચ્છનારા; (૨૮) (ધ્યાનાદિક) સાધનોથી ઉપાસનામાં માનનારા; (૨૯) આ સાધનોનો કંઈ અર્થ નથી એમ માનનારા; (૩૦) અહિંસાપરાયણ; (૩૧) હિંસાપરાયણ; (૩૨) પુણ્ય અને યશ માટે પ્રયત્નશીલ; (૩૩) પુણ્ય અને યશ જેવું કંઈ નથી એમ માનનારા; (૩૪) સભાવનિરત–સતત્વમાં શ્રદ્ધાશીલ; (૩૫) સંશયશીલ (આ સાચું કે તે સાચું એમ અસ્થિર); (૩૬) કેટલાક દુ:ખથી અને કેટલાક સુખથી ધ્યાન કરનારા (સકામ ઉપાસક) (૩૭) યજ્ઞમાં માનનારા; (૩૮) દાન મુખ્ય છે એમ માનનારા; (૩૯) સર્વ (સાધના) પ્રશંસકો; (૪૦) સર્વ (સાધનોને) નિંદનારા; (૪૧)
૧૮ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૭-૬..
મહાભારત, શાન્તિપર્વ, ૨૫૭–૧૦. यच्चापि किंचित्कर्तव्यमन्यच्चोः सुसंस्कृतम् । માતરઃ ગુમઃ સર્વે વેવમેવ તત્વ || શાન્તિપર્વ, ૨૫૭–૧૧. આ શ્લોકમાં આવતું મહાલરવ (=મહાકુલીન કે શિષ્ટજન) પદ બૌદ્ધોમાં પ્રચલિત છે. એક બોધિસત્વનું નામ પણ “મહાસત્વ' છે, એ રીતે અહીં નોંધપાત્ર છે. જુઓ મૉનિયેર વિલિયમ્સને સંરકૃત-અંગ્રેજી કોશ પૃ૦ ૮૦૧.
મહાભારત આશ્વમેધપર્વ, ૫૦ ૧૬થી ૫૦ ૫૦. ૨૨. જુઓ, મહાભારત, આશ્વમેધપર્વ, ૩૫–૧૫થી ૨૦,
૨૧
નવ"
Page #6
--------------------------------------------------------------------------
________________ 54 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચ તપપરાયણ; (42) સ્વાધ્યાયપરાયણ; (43) જ્ઞાન એ જ સંન્યાસ છે, એમ કહેનારા; અને (44) સ્વભાવ છે એમ કહેનારા ભૂતચિન્તકો-ભૌતિકવાદીઓ.૨૩ આમ અનેક પ્રકારે ધર્મબોધ કરવામાં આવે છે, એટલે હે સુરસત્તમ ! અમે કંઈ નિશ્ચય કરી શકતા નથી. જનસમાજ, ‘આ શ્રેય છે, આ શ્રેય છે,’ આવા મતો સાંભળી વિચલિત થયો છે. અને જે મનુષ્ય જે સંપ્રદાયમાં હોય છે, તે સંપ્રદાયવાળાનો જ એ સત્કાર કરે છે ! એટલે અમારી પ્રજ્ઞા મૂંઝાઈ છે, તથા અમારું મન અનેક પ્રકારનું-ચંચળ, બની ગયું છે. તો હે સત્તમ ! “શ્રેય” શું છે તે કહો.”૨૪ એટલે લોકરક્ષક ધર્માત્મા બ્રહ્મદેવે સર્વ મતોનો ગોટાળો દૂર કરતું પ્રવચન કર્યું. તેમાં શરૂઆતનાં બે વચનોમાં સમગ્ર ધર્મતત્વનો સાર મૂકી દીધો : हन्त वः संप्रवक्ष्यामि यन्मां पृच्छथ सत्तमाः / સમરત્તમ તજીવી સવાધાર્યતા // મહાભારત, આથમેધિકપર્વ, 49-1. अहिंसा सर्वभूतानामेतत्कृत्यतमं मतम् / एतत्पदमनुद्विग्नं वरिष्ठं धर्मलक्षणम् // 45-2 ज्ञानं निःश्रेय इत्याहुवृद्धा निश्चयदर्शिनः / तस्माज्ज्ञानेन शुद्धेन मुच्यते सर्वपातकैः // 48-3 “હે સત્તમ ! તમે મને જે પૂછ્યું તે તમને સારી રીતે કહીશ. એ સર્વ સાંભળીને તમે સમ્યક વિચાર કરજે સર્વ ભૂતો પ્રત્યે (આચરેલી) અહિંસાને સર્વશ્રેષ્ઠ કૃત્ય માનેલું છે. આ પદ ઉદ્દેગરહિત છે અને વરિષ્ઠ ધર્મલક્ષણ છે. તથા પરમ કલ્યાણકારી જ્ઞાન છે એમ નિશ્ચયદર્શી વૃદ્ધો-સિદ્ધાંત સ્થાપનારા ઋષિઓ કહે છે. માટે શુદ્ધ જ્ઞાનથી (= આવી આચરેલી અહિંસાથી) મનુષ્ય સર્વ પાતકથી છૂટે છે.” આમ મતપંથોના જાળાંથી ઊભા થયેલા જબરદસ્ત ગૂંચવાડાને પાર કરવા માટે અહિંસા–સર્વત્ર સમાનભાવે પ્રેમભાવ, એ એક જ આચરણીય મૂળભૂત ધર્મ, પરમ ધર્મ તરીકે મહાભારતકારે જણાવીને, અહિંસાને આત્માને ઊંચે લઈ જનાર મહાશકિત તરીકે સ્વીકારી છે. એ મહાશક્તિ વીર્યવાન છે છતાં હજુ સુધી એનું અ૮૫તમ ભાન પણ સામાન્ય રીતે મનુષ્યોને નથી. એના સ્વલ્પાતિસ્વલ્પ પણ ન કહેવાય 23 () મહાભારત, અશ્વમેધપર્વ, ૪૮-૧૪થી 24. આ 48 મા અધ્યાયમાં લોક ૧થી 12 સુધી, બ્રહ્મને અવ્યક્ત, અનામય, ૫ર 5, સન ઈત્યાદિ રીતે ઓળખનારા ભિન્ન ભિન્ન મતો જોવા મળે છે. તેના અનુસંધાનમાં આ શ્લોક ૧૪થી 24 સુધીમાં ચાક, તાર્કિક, મીમાંસક, શુન્યવાદી બૌદ્ધો, વિજ્ઞાનવાદી બૌદ્ધો, અદ્વૈતવાદી, દૈતવાદી, ભેદભેદવાદી, વૈશેષિકો, કાલવાદીઓ, યાત્રાદી, તૈર્થિક, યોગાચારી, પરમાણુવાદી વગેરે મતોનો ઉલ્લેખ કરી તેના ગુંચવાડામાંથી કેમ છૂટવું તે પ્રશ્ન ઉઠાવ્યો છે. (8) જૈન સંદર્ભો ઉપરથી 363 ધર્મપંથો-પાર્ષોના ઉલ્લેખ મળે છે. 180 ક્રિયાવાદી (=આત્મવાદી), 84 અક્રિયાવાદી (=અનાત્મવાદી), 67 અજ્ઞાનવાદી, 32 વૈયિક (=વિનયવાદી)–સર્વધર્મસમભાવી. કુલ 363. જુઓ “નન્દી સૂત્ર' સૂત્ર ૪૬,“શ્રુતજ્ઞાનાધિકારમાં દ્વાદશાંગી વર્ણનમાં; “સૂત્રકૃતાંગ' પ્રથમ શ્રતધ, બારમું અધ્યયન; " આચારાંગ' પ્રથમ શ્રતસ્કન્ધ ૧-૧૦૩ની નિર્યુતિમાં પણ 363 મત વિશે વિવેચન છે. (ક) બૌદ્ધ સંદર્ભો ઉપરથી પાલિ સાહિત્યના કાળમાં બૌદ્ધધર્મ સહિત જુદા જુદા 63 પંથ હયાત હતા એમ જણાય છે. જુઓ “સુત્તનિપાત ”માં “સભિયસુત્ત’ ગાથા 29; “દીઘનિકાય'માં “બ્રહ્મજાલસુર’ 1-1-2; બુદ્ધચરિત’ ( ધનન્દ કોસામ્બીકૃત) 50 115. 24 મહાભારત, આથમેધિકપર્વ, ૪૮-૨૫થી 28.
Page #7
--------------------------------------------------------------------------
________________ અહિંસા પરમો ધર્મ : 25 એવા આચરણે દેશને આઝાદી અપાવી છે, એમ ગાંધીજીએ નોંધ્યું છે. 25 અને મહાભારતકાર તો અહિંસાથી સર્વને પ્રેમમાં લપેટતી વિશાળ ધર્મશક્તિને વર્ણવતાં કહે છે: “જેમ હાથીના પગલામાં બીજા સ ચાલનાર પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય છે, તેમ અહિંસામાં સકલ ધર્મનો અર્થતત્ત્વ સમાઈ જાય છે. (આમ સમજીને) જે અહિંસાનું પ્રતિપાદન કરે છે તે નિત્ય અમૃતમાં અર્થાત્ મોક્ષમાં વસે છે.”૨ 6 આનો અર્થ એ છે કે, અહિંસા એટલે હિંસા કરવી નહિ” એવો અભાવાત્મક વિચાર નહિ, કોઈ પણ પ્રાણીને દુઃખ ન દેવું એટલું જ નહિ, પણ સત્યશોધન માટે અર્થાત્ આત્મસાક્ષાત્કાર માટે, પ્રેમસાગરમાં લીન થવાની એવી પ્રક્રિયા કે જેમાં કરુણામૂલક સર્વને હિતકારી પ્રવૃત્તિ કરવાનો પણ ભાવ છે. તેથી તેમાં કોઈનું બૂરું કરવાનો કે ઇચ્છવાનો, કોઈનેય દુઃખ દેવાનો, કોઈનોય પ્રતિકાર–ષમૂલક પ્રતિકાર, કરવાનો એમાં અવકાશ નથી. આવી અહિંસા સિદ્ધ કરનાર મહાવીર છે. કારણ કે તેની સહાયમાં મહાન ઈશ્વરી શક્તિ અહિંસા સદાય ઊભી હોય છે. જેને લીધે મરણ કે જીવન જે આવે તેને એ શાન્તિ અને સમતાપૂર્વક ભેટવાને તૈયાર હોય છે. વેદવ્યાસે આ વીરની અહિંસાની શ્રેષ્ઠ કર્તવ્ય” અને “પરમ ધર્મ' તરીકે સ્તુતિ કરી છે, અને પ્રતિષ્ઠા કરી છે. 2x () Vide, Non-violence in Peace & War Vol. II (Gandhiji) Vol. II, Chapter 200, p. 327, 328. (3) સર૦ "., સત્યમય થવાને સારુ અહિંસા એ એક જ માર્ગ છે એમ આ પ્રકરણોને (“આત્મક્યા’નાં) પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું... અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે, અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે.” “આત્મકથા” (-ગાંધીજી, 5 મી આવૃત્તિ, સં. 1990) પૃ. 378, 380. (T) સર ... છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઈ, સત્ય પરમેશ્વર થયું..” “મંગળપ્રભાત” (-ગાંધીજી ૬ઠ્ઠી આવૃત્તિ) પૃ૦ 7. મહાભારત, શાતિપર્વ, 237-18, 19, 19 = અનુશાસનપર્વ 115-6; “યોગશાસ્ત્ર' (2-30) ઉપરની વૃત્તિમાં નાગોજી ભટ્ટ અને વ્યાસભાગ્ય’માં વ્યાસે આ વચન (શાન્તિપર્વ 237-18; અનુશાસન 0 114-6) ટાંકેલું છે. 26 Rii . હe Sii .