Book Title: Agamoddharaka Ghasilalji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ નરપાલમાં આવ્યા, ત્યાં આગળ ધારસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમના વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડયો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નિરખી બાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક બાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મ-રહિત થવાનો એકમાત્ર ઉપાય છે.’ ધાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો : ‘સેંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.’' ધાીલાલજીની દેઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પારસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ. સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે બાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્ણ હિંમત અને ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા હતી, જેમાં તેઓ સફળ પણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી જીવનની ને ઉત્તમ નિશાની હતી, “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.’ ૧૭૩ અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યો. બાળમુનિ ધાૌલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા અને નિરંતર જ્ઞાન-અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ કરવા લાગ્યા. શરૂશરૂમાં તેમનો શાનનો ક્ષયોપશમ ઘણો મંદ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડયું. આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી દીધો. મુનિશ્રીનો બીજો ચાતુર્માસ બ્યાવરમાં, ત્રીજો બીકાનેરમાં, ચોથો ઉદેપુરમાં, પાંચમો ગંગાપટમાં, છઠ્ઠો રતલામમાં, સાતમો ચાંદલામાં, આઠમો જાવરામાં અને નવમો ઇન્દોરમાં થયો. વિવિધ ચાતુર્માસોમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. ઇન્દોરના ચાતુર્માસમાં તેમણે સંસ્કૃત માર્ગોપન્દેશિકા, હિતોપદેશ, સિદ્ધાંતકૌમુદી, ઉર્દૂ, ફારસી, અરબી તથા પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6