Book Title: Agamoddharaka Ghasilalji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249023/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ , *- ૨૩. આગમોઢારક શ્રી ઘસીલાલજી મહારાજ ભૂમિકા : જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ન્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી બાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમના શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન્ન થતા એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મ : તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલાબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં ૧૭૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હૃદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરના. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બનોલ ગામમાં વિ. સં. ૧૯૪૧ માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતાં. જોનારને લાગતું કે આ બાળક ભવિષ્યમાં કોઈ મહાપુરુષ થશે. જયોતિષીએ એમની કુંડળી જોઈને કહેલું કે આ બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતાપિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. શિક્ષણ અને સંસ્કાર : તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા. પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતી અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતો. મહાપુરુષને માટે સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક બાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમદષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાવ્યા હતા. પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાન સંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતા, પણ બાળક ઘાસીલાલ નો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. આ બધાંથી વિલક્ષણ એવો ચિંતનશીલતાનો ખાસ ગુણ પણ આ બાળકમાં પ્રથમથી જ દૃષ્ટિગોચર થતો હતો. જીવનની દરેક ઘટના પર તે વિચારે અને ચિંતન કરતો. બાળસુલભ રમતો રમવા છતાં તેના સ્વભાવની વિલક્ષણના હની ચિતન અને મનન. જ્યારે પણ અવસર મળતો ત્યારે તે આસપાસના જંગલમાં ચાલ્યો જતો અને કલાકો સુધી કોઈ વૃક્ષની શીતળ છાયામાં બેસીને ચિતનમાં નિમગ્ન થઈ જતો. આમ જાણે કે પૂર્વસંસ્કારોથી જ તે એકાંતપ્રિય સ્વભાવવાળો હતો. દસ વર્ષની નાની ઉંમરમાં જ તેમના પિતા અને બાર વર્ષની વયે તેમની માતાનો તેમને વિયોગ થયો. કદાચ કર્મદશા જ તેમને નાનપણમાં સ્વાવલંબનનો પાઠ શીખવવા ઇચ્છતી હતી. જાણે કે પ્રકૃતિનો સંકેત જ ન હોય ! મહાપુરુષા વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યકાળથી જ થાય છે. બાસીલાલજી જશવંતગઢમાં Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ નરપાલમાં આવ્યા, ત્યાં આગળ ધારસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમના વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડયો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નિરખી બાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક બાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મ-રહિત થવાનો એકમાત્ર ઉપાય છે.’ ધાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો : ‘સેંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.’' ધાીલાલજીની દેઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પારસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ. સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે બાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્ણ હિંમત અને ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા હતી, જેમાં તેઓ સફળ પણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી જીવનની ને ઉત્તમ નિશાની હતી, “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.’ ૧૭૩ અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યો. બાળમુનિ ધાૌલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા અને નિરંતર જ્ઞાન-અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ કરવા લાગ્યા. શરૂશરૂમાં તેમનો શાનનો ક્ષયોપશમ ઘણો મંદ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડયું. આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી દીધો. મુનિશ્રીનો બીજો ચાતુર્માસ બ્યાવરમાં, ત્રીજો બીકાનેરમાં, ચોથો ઉદેપુરમાં, પાંચમો ગંગાપટમાં, છઠ્ઠો રતલામમાં, સાતમો ચાંદલામાં, આઠમો જાવરામાં અને નવમો ઇન્દોરમાં થયો. વિવિધ ચાતુર્માસોમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. ઇન્દોરના ચાતુર્માસમાં તેમણે સંસ્કૃત માર્ગોપન્દેશિકા, હિતોપદેશ, સિદ્ધાંતકૌમુદી, ઉર્દૂ, ફારસી, અરબી તથા પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરીને તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની કાવ્યશક્તિ પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય કાવ્ય-રચનાઓ શ્રાવકદમાં ગવાતી હતી. ઈન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી મહારાજે પોતાના શિખ્યમુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ કર્યો અને તે અનુસાર દસમો ચાતુર્માસ અહમદનગરમાં કર્યો. દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે દક્ષિણના પ્રસિદ્ધ સંતોનાં સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અનેક રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તીવ્ર બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે. ત્યારબાદ અગિયારમો ચાતુર્માસ જનેરમાં, બારમો ઘોડનદીમાં, તેરમો જામગામ, ચૌદમો અહમદનગરમાં, પંદરમો ઘોડનદીમાં, સોળમો મિરીમાં તથા સત્તરમો ચાતુર્માસ હિવડામાં કર્યો. ત્યારબાદ દક્ષિણ ભારતમાં (મહારાષ્ટ્રમાં તેમણે ઘણા ચાતુર્માસ કર્યા. વિ. સં. ૨૦૦૦ પછી થોડા ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યા. વીરમગામનો પપમાં ચાતુર્માસ પૂરો કરીને વિ. સે. ૨૦૧૪ની સાલથી તેઓ અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧૬ ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગમલેખનના ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ તથા સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકરણ, ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુદી ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીએ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમના અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જેન–જનેરોએ મેળવ્યો. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતિઓને માન આપી તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુધી અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો. આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧૬ વર્ષના સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં છપાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હતા. એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગણી શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરાતી ભાષાંતરો આવે–આ પ્રકારની આગમ-સંકલનાની તેમની શૈલીને વિશાળ દષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય. પૂજ્ય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું પણ જૈન સમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરેલા પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાષા દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરીકે એમનો અપાર ઉપકાર સ્થાનક્વાસી જૈન સમાજ ઉપર વિશેષ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમોબારક કી ઘાસીલાલજી મહારાજ ૧૭૫ સન્માનનીય ઉચ્ચ પદવીઓ : ઘાસીલાલજી મહારાજની વિદ્વતાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંધે “જેન દિવાકર” અને “જેન આચાર્ય” પદવી ધરા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. વિશાળ સાહિત્યરચના : સ્થાનક્વાસી સમાજના આ મહાન જયોતિર્ધર આચાર્ય રચિત સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: અગિયાર અંગસૂત્રો: આગમ સાહિત્ય પર કરેલી ટીકાઓનાં નામ: (૧) આચારાંગ આચારચિતામણિ (૨) સૂત્રકૃતાંગ સમયાઈ બોધિની (૩) સ્થાનાંગ સુવ્યાખ્યા (૪) સમવાયાંગ ભાવબોધિની (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પ્રમેય-ચંદ્રિકા (૬) જ્ઞાતા-ધર્મકથા અનગાર ધર્મામૃતવર્ષિણી (૭) ઉપાસક દશાંગ સાગર ધર્મસંજીવિની (૮) અન્નકૂદ્ર દશાંગ મુનિ કુમુદચંદ્રિકા (૯) અનુસરોપપાનિક દશાંગ અર્થબોધિની ટીકા (૧૦) પ્રશ્ન વ્યાકરણ સુદશિની ટીકા (૧૧) વિપાક સૂત્ર વિપાક ચંદ્રિકા બાર ઉપાંગોનું સાહિત્ય : (૧) પપાતિક પીયૂષવર્ષિણી (૨) રાજપ્રશ્રીય સુબોધિની (૩) જીવાભિગમ પ્રમેયદ્યોતિકા (૪) પ્રજ્ઞાપના પ્રમેયબોધિની (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂર્યશક્તિ પ્રકાશિકા (૬) ચંદ્રપ્રતિ ચંદ્રપ્રશપ્તિ (૭) જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ પ્રકાશિકા વ્યાખ્યા (૮) નિરયાવલિકા (કલ્પિકા) સુન્દર બોધિની (૯) કલ્પાવતસિકા (૧૦) પુપિકા (૧૧) પુષ્પચૂલિક (૧૨) વૃષિણ દશાંગ Page #6 -------------------------------------------------------------------------- ________________ 176 અર્વાચીન જૈન જ્યોતિર્ધશે ભાગ્ય મૂલ સૂત્રો (1) ઉત્તરાધ્યયન પ્રિયદર્શિની (2) દશવૈકાલિક આચાર મણિ મંજૂષા ટીકા (3) નન્દીસૂત્ર જાનચંદ્રિકા (4) અનુયોગ દ્વારા અનુયોગચંદ્રિકા છંદ-સૂત્રો : (1) નિશીથ ચૂર્ણિ-ભાગ્ય અવચૂરિ (2) બૃહકલ્પ (3) વ્યવહાર (4) દશાશ્રુતસ્કંધ મુનિહર્ષિણી ટીકા આવશ્યક સૂત્ર : મુનિતોષિણી પૂ. શ્રી વાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતના,વિદ્વત્તા અને સર્વતોમુખી પ્રતિભાની દ્યોતક છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચું શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝધડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ. સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેતા હતા. પરંતુ તા. ૨–૧-૭૩ના રોજ સવારે દશ વાગે પૂજ્યશ્રી છોટેલાલજી, શ્રી કનૈયાલાલજી તથા સમસ્ત ચતુર્વિધ સંઘની હાજરીમાં સંલેખના(સંથારા)નો વિધિવત્ સ્વીકાર કર્યો અને વર્તમાન જીવનનાં 88 વર્ષ પૂરાં કરી તેમનો આત્મા આ અસાર સંસારને છોડીને તા. 3-1-'13 ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાટો 9-29 મિનિટે મહાપ્રયાણ કરી ગયો. પોતાના દી સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્યાઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીંધેલા આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌ કોઈનું પરમ કલ્યાણ સમાયેલું છે.