SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 176 અર્વાચીન જૈન જ્યોતિર્ધશે ભાગ્ય મૂલ સૂત્રો (1) ઉત્તરાધ્યયન પ્રિયદર્શિની (2) દશવૈકાલિક આચાર મણિ મંજૂષા ટીકા (3) નન્દીસૂત્ર જાનચંદ્રિકા (4) અનુયોગ દ્વારા અનુયોગચંદ્રિકા છંદ-સૂત્રો : (1) નિશીથ ચૂર્ણિ-ભાગ્ય અવચૂરિ (2) બૃહકલ્પ (3) વ્યવહાર (4) દશાશ્રુતસ્કંધ મુનિહર્ષિણી ટીકા આવશ્યક સૂત્ર : મુનિતોષિણી પૂ. શ્રી વાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતના,વિદ્વત્તા અને સર્વતોમુખી પ્રતિભાની દ્યોતક છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચું શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝધડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ. સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેતા હતા. પરંતુ તા. ૨–૧-૭૩ના રોજ સવારે દશ વાગે પૂજ્યશ્રી છોટેલાલજી, શ્રી કનૈયાલાલજી તથા સમસ્ત ચતુર્વિધ સંઘની હાજરીમાં સંલેખના(સંથારા)નો વિધિવત્ સ્વીકાર કર્યો અને વર્તમાન જીવનનાં 88 વર્ષ પૂરાં કરી તેમનો આત્મા આ અસાર સંસારને છોડીને તા. 3-1-'13 ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાટો 9-29 મિનિટે મહાપ્રયાણ કરી ગયો. પોતાના દી સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્યાઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીંધેલા આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌ કોઈનું પરમ કલ્યાણ સમાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249023
Book TitleAgamoddharaka Ghasilalji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy