Book Title: Agamoddharaka Ghasilalji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ , *- ૨૩. આગમોઢારક શ્રી ઘસીલાલજી મહારાજ ભૂમિકા : જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ન્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી બાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમના શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન્ન થતા એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મ : તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલાબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં ૧૭૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6