Book Title: Agamoddharaka Ghasilalji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ ૧૭ર અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હૃદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરના. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બનોલ ગામમાં વિ. સં. ૧૯૪૧ માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતાં. જોનારને લાગતું કે આ બાળક ભવિષ્યમાં કોઈ મહાપુરુષ થશે. જયોતિષીએ એમની કુંડળી જોઈને કહેલું કે આ બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતાપિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. શિક્ષણ અને સંસ્કાર : તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા. પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતી અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતો. મહાપુરુષને માટે સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક બાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમદષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાવ્યા હતા. પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાન સંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતા, પણ બાળક ઘાસીલાલ નો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. આ બધાંથી વિલક્ષણ એવો ચિંતનશીલતાનો ખાસ ગુણ પણ આ બાળકમાં પ્રથમથી જ દૃષ્ટિગોચર થતો હતો. જીવનની દરેક ઘટના પર તે વિચારે અને ચિંતન કરતો. બાળસુલભ રમતો રમવા છતાં તેના સ્વભાવની વિલક્ષણના હની ચિતન અને મનન. જ્યારે પણ અવસર મળતો ત્યારે તે આસપાસના જંગલમાં ચાલ્યો જતો અને કલાકો સુધી કોઈ વૃક્ષની શીતળ છાયામાં બેસીને ચિતનમાં નિમગ્ન થઈ જતો. આમ જાણે કે પૂર્વસંસ્કારોથી જ તે એકાંતપ્રિય સ્વભાવવાળો હતો. દસ વર્ષની નાની ઉંમરમાં જ તેમના પિતા અને બાર વર્ષની વયે તેમની માતાનો તેમને વિયોગ થયો. કદાચ કર્મદશા જ તેમને નાનપણમાં સ્વાવલંબનનો પાઠ શીખવવા ઇચ્છતી હતી. જાણે કે પ્રકૃતિનો સંકેત જ ન હોય ! મહાપુરુષા વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યકાળથી જ થાય છે. બાસીલાલજી જશવંતગઢમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6