Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 4
________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સુરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી પ્રકચરીશ્વરજી મ.ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્ત સ્વરૂપ પામ્યું.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 128