Book Title: Agam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ ૧/૬ નીલાદિ પણ જાણવા. આ બધાં કેવા પ્રકારે છે, તે કહે છે – સ્વચ્છાદિ સ્પષ્ટ છે. રૂપાનો વજ્રમયના દંડની ઉપરનો પટ્ટ જેમાં છે તે, વમય દંડ રૂયપ મધ્યવર્તી જેમાં છે તે, જલજાનની માફક-પદ્મ માફક અમલ, કુદ્રવ્ય ગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિધમાન છે તે જલ જામલ ગંધિકા. તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય આદિ પૂર્વ. તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિ છત્રો, પતાકાતિ-પતાકા, ઘંટા યુગલ, ચામર યુગલ, ઉત્પલ હસ્તકાદિ યાવત્ સહસત્ર હસ્તક, બધાં સર્વત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – તે તોરણોની ઉપર ઘણાં - છત્રથી લોકપ્રસિદ્ધ એક સંખ્યાકથી અતિશાયીની બે સંખ્યા કે ત્રણ સંખ્યા રૂપ છત્રો, તે છત્રાતિચ્છત્ર, ઘણી પતાકાથી અતિશાયી દીર્ધત્વથી વિસ્તાર વડે પતાકા તે પતાકાતિપતાકા. ઉત્પલહસ્તકા-ઉત્પલ નામક જલજ કુસુમ સમૂહ વિશેષ, એ પ્રમાણે પાહસ્તકાદિ કહેવા. આ છત્રાતિછત્ર આદિ બધાં પણ સર્વરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. યાવત્ શબ્દ સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટાદિ વિશેષણ લેવા. ૫૫ હવે પર્વતક સૂત્ર આ રીતે તે મુદ્રિકા, વાપી ચાવત્ બિલપંક્તિઓ તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતી પર્વતો, દારુપર્વત, દકમંડપ, દગમંચક, દકમાલક, દકપ્રાસાદ, ક્ષુદ્રા, આંદોલક, પક્ષ્મમાંદોલક સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. સૂત્રની વ્યાખ્યા – તે લ્લિકા, વાપી સાવત્ બિલપંક્તિ આદિ કહ્યા. તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિચિત્રક્રીડા નિમિત્તે વૈક્રિય શરીર રચે છે. નિયતિ - તૈયત્યથી પર્વતો અથવા નિયત-સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વતો. જ્યાં જંતર દેવ-દેવીઓ - ભવધારણીય વૈક્રિય શરીરથી પ્રાયઃ સદા રમણ કરે છે. જગતી પર્વત, દારુ નિર્માપિતા સમાન પર્વતો, સ્ફટિક મંડપ ઈત્યાદિ છે. આ સ્ફટિક મંડપાદિમાં કોઈક ઉંચા, કોઈક લઘુ, કોઈક અતિલઘુ અને લાંબા તથા આંદોલક અને પઢ્યાંદોલક, ત્યાં આવીઆવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવી-આવીને પોતાને આંદોલિત કરે છે, તે પચંદોલક છે. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડાયોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાતપર્વતાદિ કેવા સ્વરૂપના છે? તે કહે છે – સર્વત્નમય, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્. તે ઉત્પાતપર્વત ચાવત્ પર્યંદોલકમાં ઘણાં હંસાસન, ઊઁચાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રણતાસન, દીર્ધાસન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, પદ્માસન, સીંહાસન, દિશા સૌવસ્તિકાસન સર્વ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. - સૂત્રવ્યાખ્યા તે ઉત્પાત્ પર્વતમાં યાવત્ પશ્ચંદોલકમાં ચાવત્ કરણથી નિયત પર્વતાદિ પરિગ્રહ. ઘણાં હંસાસન, તેમાં જે આસનોના અધોભાગે હંસો ૫૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય તેમ હંસાસન. એ રીતે ક્રૌંચ-ગરુડાસન કહેવા. ઉન્નતાસન-ઉંચા આસન, પ્રણતાાન-નીચા આસન, દીર્ધાસન-શય્યારૂપ, ભદ્રાસન-જેના અધોભાગમાં પીઠિકાબંધ હોય પઢ્યાસન-જેના અધોભાગમાં વિવિધ પક્ષીઓ હોય. - x - પદ્માસન-પદ્માકાર આસનો. દિૌવસ્તિકાસન એટલે જેના અધોભાગમાં દિશાપ્રધાન સ્વસ્તિક આલેખેલા હોય. - X - Xx - આ બધાં આસનો રત્નમયાદિ છે. હવે ગૃહક સૂત્ર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, અક્ષણગૃહ, પ્રેક્ષણગૃહ, મજ્જન ગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, માલગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ છે. તે સર્વે રત્નમયાદિ છે. સૂત્ર વ્યાખ્યા – તે વનખંડની મધ્યમાં ત્યાં-ત્યાં પ્રદેશમાં પ્રદેશના તે-તે એકદેશમાં ઘણાં આલિગૃહો, ત્નિ - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો. માલિપણ વનસ્પતિ વિશેષ છે. - ૪ - અક્ષણ ગૃહ-અવસ્થાનગૃહ, જેમાં ગમે ત્યારે આવીને સુખાસિકથી રહે છે. પ્રેક્ષણકગૃહ-પ્રેક્ષણક નિરખે છે. મજ્જનગૃહ - જ્યાં આવીને સ્વેચ્છાથી સ્નાન કરે છે. પ્રસાધનગૃહક-જ્યાં આવીને પોતે અને બીજા મંડન કરે છે. ગર્ભગૃહ-ગર્ભગૃહાકાર, મોહનગૃહ-મૈથુન સેવા પ્રધાન ગૃહો, શાલાગૃહ-પટ્ટુશાલા પ્રધાનગૃહ, જાલગૃહ-જાલયુક્ત ગૃહ, કુસુમગૃહ-પુષ્પના ઢગલાંથી યુક્ત ગૃહ, ચિત્રગૃહ ચિત્રપ્રધાનગૃહ, ગંધર્વગૃહ-ગીત નૃત્યાભ્યાસ યોગ્ય ગૃહો - ૪ - ૪ - એ કેવા છે ? રત્નમયાદિ. તે આલિગૃહ ચાવત્ આદર્શગૃહોમાં ઘણાં હંસાસન ચાવત્ દિશા સૌવસ્તિકાસન, સર્વે રત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. હવે મંડપસૂત્ર - તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જૂહીમંડપ, મલ્લિકામંડપ, નોમાલિકા મંડપ, વાસંતી મંડપ, દધિવાસુકા મંડપ, સૂરિસ્લિમંડપ, તંબોલીમંડપ, નાગલતા મંડપ, અતિમુક્ત મંડપ, આસ્ફોટામંડપ, માલુકામંડપ, સર્વે રત્નમય યાવત્ નિત્ય કુસુમીત યાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – ખાડ઼ - માલતી, તેનાથી યુક્ત મંડપ. એ રીતે આગળ પણ પદયોજના કરવી. - ૪ - ૪ - સૂચિકાદિ પુષ્પપ્રધાન વનસ્પતિ છે. દધિવાસુકા - વનસ્પતિ વિશેષ છે. તાંબૂલી-નાગવલ્લી, નાગ-વૃક્ષ વિશેષ. તે જ લતા-નાગલતા. જેની તીર્દી તથાવિધ શાખા કે પ્રશાખા પ્રસરેલ હોય, તે લતા કહેવાય છે. અતિમુક્તક · પુષ્પ પ્રધાન વનસ્પતિ, માલુકા - એકાસ્થિક ફળ, વૃક્ષ વિશેષથી યુક્ત મંડપ, તે માલુકામંડપ. આ બધાં રત્નમય ઈત્યાદિ છે. તે જાઈ મડંપ યાવત્ માલુકામંડપમાં ઘણાં પૃથ્વીશિલા પટ્ટકો કહેલાં છે. કેટલાંક હંસાસન સંસ્થિત, કેટલાંક ક્રૌંચાસન સંસ્થિત યાવત્ કેટલાંક દિશા સૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક બહુ શ્રેષ્ઠશયન આસન વિશિષ્ટ સંસ્થાન

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96