Book Title: Agam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 63
________________ ૨/૩૩ બલ-વીર્ય પરિણામવાળા, ઘણાં પ્રકારની મધવિધિ હોય, તે પ્રમાણે તે મત્તાંગાદિ દ્રુમગણ અનેક બહુ વિવિધ વિસસા પરિણત, મધવિધિ યુક્ત ફળ વડે પૂર્ણ બીસદંતિ, કુસ-વિકુસ રહિત વૃક્ષમૂળ યાવત્ છન્નતિછન્ન, શ્રી વડે અતિ શોભિતઅતિશોભિત હેલ છે. સૂત્ર વ્યાખ્યા – આ સંકેત વાક્ય છે. બીજે સ્થાને પણ વ્યાખ્યા કરાયેલ કલ્પદ્રુમસૂત્રોથી જાણવું. ચંદ્રપ્રભા ચંદ્રના જેવી પ્રભા જેની છે તે. મણિશિલા, શ્રેષ્ઠ એવી તે સીધુ-વરસીધુ, શ્રેષ્ઠ એવી તે વારુણી-વરવારુણી, સુજાતસુપરિપાકગત પુષ્પો, ફળો, ગંધ દ્રવ્યોનો જે રસ, તેના વડે સાર તથા ઘણાં દ્રવ્યોના ઉપબૃહણકોનો સંયોગ. તેનું પ્રભૂત્વ જેમાં છે તે. તથા સ્વસ્વને ઉચિત સંધિત અંગભૂત દ્રવ્યોનું સંધાન યોજવું. તેમાંથી ઉત્પન્ન થાય તે કાલ સંધિજા. આવા પ્રકારે તે આસવ છે. ૧૧૧ - અહીં શું કહે છે ? પત્રાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારનો આસવ તે પત્રાસવ. - ૪ - મધ વિશેષ ષ્ઠિરત્ન વર્ણની આભા, જે શાસ્ત્રાંતરમાં “જંબૂકલકલિકા” નામે પ્રસિદ્ધ છે. દુગ્ધજાતિ - આસ્વાદથી દુધ જેવી. પ્રસન્ન - સુરા વિશેષ, તલ્લકસુરાવિશેષ, શતાયુ - જે સો વખત શોધિત છતાં સ્વ-રૂપને છોડતી નથી. “સાર” શબ્દ બધાં સાથે જોડતાં ખજૂંરસારથી બનેલ આસવ વિશેષ તે ખજૂંરસાર, મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સારથી નિષ્પન્ન આસવ તે મૃદ્ધીકાસાર. કપિશાયન - મધ વિશેષ, સુપવપરિપાક પામેલ, જે ક્ષોદરસ-શેરડીનો રસ તેમાંથી નિષ્પન્ન ઉત્તમ સુરા. આ બધાં મધ વિશેષ છે. - ઉક્ત મધ લોકપ્રસિદ્ધ છે, આ પણ બીજા શાસ્ત્રોથી કે લોકથી યથા સ્વરૂપ જાણવું. આ મધ વિશેષ કેવું છે ? વર્ણના પ્રસ્તાવથી અતિશાયી, એ પ્રમાણે ગંધ-રસસ્પર્શી સહિત, બળહેતુક વીર્ય પરિણામ જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના જાતિભેદયુક્ત એ ભિન્ન ક્રમથી યોજવું. તેવા સ્વરૂપથી, પરંતુ અન્ય પ્રકારની નહીં તેવી મધ વિધિ વડે યુક્ત તે મતાંગ મગણ છે. અન્યથા દૃષ્ટાંત યોજના સમ્યક્ ન થાય. કેવી વિશિષ્ટ મધવિધિ? તે કહે છે અને - વ્યક્તિ ભેદથી, વહુઁ - પ્રભૂત, વિસસા-સ્વભાવથી, તેવા પ્રકારની ક્ષેત્ર વિશેષ સામગ્રીથી જનિત-પરિણત, પણ ઈશ્વરાદિ વડે નિષ્પાદિત નહીં, તે મધવિધિ વડે યુક્ત, તાલાદિ વૃક્ષની માફક અંકુરાદિમાં નહીં, પણ ફલાદિમાં, તેથી કહે છે - ફળોમાં પૂર્ણ મધવિધિ વડે. સામર્થ્યથી તે જ અનંતરોક્ત મવિધિ વડે થવે છે. ક્યાંક વિવ્રુત્તિ પાઠ છે. તેમાં “વિકસે છે” એમ વ્યાખ્યા કરવી. અર્થાત્ તે ફળો પરિપાકગત મધ વિધિ વડે પૂર્ણ સ્ફૂટ થઈ-થઈને તે મધવિધિને છોડે છે. - X - હવે બીજા કલ્પવૃક્ષના જાતિ સ્વરૂપને કહે છે – તે આરામાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણાં ‘ભૃગાંગ’ નામે વૃક્ષ ગણ કહેલા છે. જેમ તે વાસ્ક, ઘટક, લશક, કરક, કર્કરી, પાયંચણિ, ઉદંવર્ણની, સુપ્રતિષ્ઠક, વિષ્ટરપારી, ચસક ભંગાર ઈત્યાદિ - x જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિચિત્ર | વૃત્ત - - ૪ - સુવર્ણ, મણિ, રત્ન આદિથી ચિત્રિત ભાજન વિધિ-ઘણાં પ્રકારે હોય. તે પ્રમાણે તે ભૃગાગ વૃક્ષો અનેક બહુવિધ વિસસા પરિણત ભાજન વિધિથી ઉપયુક્ત ફળો વડે પૂર્ણવત્ રહેલાં છે. સૂત્ર વ્યાખ્યા શ્રૃત - ભરવું, પૂરવું તે. અંગ-કારણ. ભરણ ક્રિયા, ભરવાના ભાજન વિના થતી નથી. તેના સંપાદકપણાથી વૃક્ષો પણ ભૃતાંગ છે. જેમ તે વાસ્કમરુદેવ પ્રસિદ્ધ માંગલ્યઘટ, ઘટક-નાનો ઘડો, કળશ-મોટો ઘડો, કરક-પ્રસિદ્ધ છે, કર્કરી-તે જ વિશેષથી, પાદકાંચનિકા - પગ ધોવા માટેની સોનાની પાત્રી, ઉદંક-જૈના વડે પાણી છોડાય છે, વાર્તાની-ગલંતિકા, જો કે નામકોશમાં કરક, કર્કરી, વાહિનીમાં કંઈ જ ભેદ નથી, તો પણ અહીં સંસ્થાનાદિ કૃત્ ભેદ લોકથી જાણવો. સુપ્રતિષ્ઠકપુષ્પ પાત્ર વિશેષ, પારી-તેલાદિનું વાસણ, ચષક-સુરાપાનનું પાત્ર, શૃંગાર-કનકાલુપ, સરક-મદિરાપાત્ર, દવાક-પાણીનો ઘડો, વિચિત્ર-વિવિધ વિચિત્રયુક્ત, વૃત્તક-ભોજન ક્ષણે ઉપયોગી ઘી આદિના પાત્ર. તે જ મણિપ્રધાન વૃત્તક તે મણિવૃત્તક, શુક્તિચંદનાદિના આધારભૂત, બાકીના વિપ્ટર કરોડી, નલ્લક, પલિતાદિ લોકથી કે સંપ્રદાયથી જાણવા, સુવર્ણ અને મણિ રત્નોના ચિત્રો વડે ચિત્રિત ભાજનના પ્રકારો ઘણાં પ્રકારે છે અર્થાત્ એક એકમાં અનંતર અનેકભેદ છે. ભૃતાંગ પણ વૃક્ષગણ છે. ભાજનપ્રકારથી યુક્ત, ફળો વડે પૂર્ણ હોય તેમ વિકસે છે. તેનો આ અર્થ છે – તેના ભાજન પ્રકારો ફળોની જેમ શોભે છે. અથવા 'વ' શબ્દની ભિન્ન ક્રમથી યોજના કરવી, તેથી ફળો વડે પૂર્ણ ભાજન વિધિથી યુક્ત છે. ૧૧૨ હવે ત્રીજા કલ્પવૃક્ષનું સ્વરૂપ – તે આરામાં તે-તે દેશમાં ઘણાં ત્રુટિતાંગ નામે વૃક્ષ સમૂહો કહેલા છે. જેમ તે આલિંગ-મૃદંગ-પ્રણવ-પટહ-દર્દક-ડિડિમ-કરડીભંભા-હોરંભ-કણિય-ખરમુખી-મુકુંદ-શંખિઅ-પિલી-વંસ-વેણુઘોષ-વિપંચી-મહતિકચ્છભી-તલતાલ-કાંસ્યતાલથી સુસંપયુક્ત આતોધવિધિ, નિપુણ ગંધર્વ શા કુશલ વડે સ્પંદિત ત્રિસ્થાન કરણ શુદ્ધ હોય, તે પ્રમાણે તે વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણત તત-વિતત-ધન-ઝુસિર આવોધવિધિથી ઉપયુક્ત ફળથી પૂર્ણવત્ રહે છે. - x - સૂત્ર વ્યાખ્યા જેમ તે આલિંગ નામક જે વાદક વડે મુરજ આલિંગ્ય વગાડાય છે. અર્થાત્ હૃદયે ધારણ કરીને વગાડાય છે. મૃદંગ-નાનું મર્દલ. પ્રણવભાંડ, પટહ-લઘુપટહ, દકિ-જેના ચાર ચરણ વડે સ્થિત ગાયના ચર્મ વડે અવનદ્ધ વાધ વિશેષ. ડિડિમ-પહેલા પ્રસ્તાવનું સૂચક પ્રણવ વિશેષ, ભંભા-ઢક્કા - ૪ - હોરંભમોટી ઢક્કા, ણિતા-કોઈક વીણા, ખરમુખી - કાહલ, મુકુંદ-મુજ વિશેષ, શંખિકા નાના શંખરૂપ, તેનો સ્વર કંઈક તીક્ષ્ણ હોય છે, પણ શંખ જેવો અતિ ગંભીર નહીં, પિલી અને વર્ચક-તૃણરૂપ વાધ વિશેષ છે. પરિવાદની-સાત તારી વીણા, વેણુ-વંશ વિશેષ, સુઘોષા-વીણા વિશેષ, વિષંચી-તંત્રી, વીણા-મોટી શતતંત્રિકા, કચ્છપી-ભારતી વીણા, રિગિસિગિકા - ઘર્યમાણ વાજિંત્ર વિશેષ. -

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96