Book Title: Agam Deep 30A Gacchachara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ views नमो नमो निम्मल दंसणस्स પંચામ ગણધાર શ્રી સુધામખ્વામિને નમઃ . aza 30 ગચ્છાચાર પDણય | Zrzzzzzzzzzz S સાતમું પ્રકિર્ણક-ગુર્જર છાયા ssssssss [૧]દેવેન્દ્રોથી નમિત મહાઐશ્વર્યશાળી, શ્રીમહાવીરદેવને નમસ્કાર કરીને, કૃતરૂપ સમુદ્રમાંથી સુવિહિતમુનિ સમુદાયે આચરેલ ગચ્છાચાર સંક્ષેપથી ઉદ્ધરીને હું કહીશ. 2] ગૌતમ ! આ જગતમાં કેટલાએક એવા પણ જીવો છે કે જે, એ ઉન્માર્ગગામી ગચ્છમાં રહીને અથવા તેનો સહવાસ કરીને ભવપરંપરામાં ભમે છે. કારણ કે અસપુરૂષોનો સંગ શીલવંત-સજ્જનને પણ અધઃપાતનો હેતુ છે. [૩-૭|ગૌતમ ! અધ પ્રહર-એક પ્રહર-દિવસપક્ષ-એક માસ-અથવા એક વર્ષપર્યન્ત પણ સન્માર્ગગામી ગચ્છમાં રહેનાર આળસુનિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ, બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયાઓમાં અલ્પ સત્ત્વવાળા જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા તજી દઈ ધમનુષ્ઠાન કરવામાં ઉત્સાહ ધરે છે. વળી ગૌતમ ! વયત્સાહવડે જ જીવે જન્માન્તરમાં કરેલા પાપો મુહૂર્તમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારી રીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્માર્ગપ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું. કેમકે જે સંયત-સન્દિયાવાનું હોય તેજ મુનિ છે. [૮]આચાર્ય મહારાજ ગચ્છને માટે મેથી, આલંબન, સ્તંભ, દ્રષ્ટિ, ઉત્તમ યાન સમાન છે. એટલે કે મેથી- (જે બંધથી પશુઓ મર્યાદાએ વર્તે તે) માં બંધાયેલ પશુઓ જેમ મયાદામાં વર્તે છે, તેમ ગચ્છ પણ આચાર્યના બંધનથી મયદાએ પ્રવર્તે છે. ખાડા આદિમાં પડતાં જેમ હસ્તાદિકનું આલંબન ધારી રાખે છે, તેમ સંસારરૂપ ગતિમાં પડતા ગચ્છને આચાર્ય ધારી રાખે છે. જેમ સ્તંભ પ્રાસાદનો આધાર છે, તેમ આચાર્ય પણ ગચ્છરૂપ પ્રાસાદનો આધાર છે. જેમ દ્રષ્ટિ શુભાશુભ વસ્તુ જીવને બતાવનાર છે, તેમ આચાર્ય પણ ગચ્છને ભાવિ શુભાશુભ બતાવનાર છે. જેમ છિદ્રવિનાનું ઉત્તમ વહાણ જીવોને સમુદ્રતીરે પહોંચાડે છે, તેમ આચાર્ય પણ ગચ્છને સંસારના તીરે પહોંચાડે છે. માટે ગચ્છની પરીક્ષા કરવા ઈચ્છનારાએ પ્રથમ આચાર્યનીજ પરીક્ષા કરવી. [9-11 હે ભગવન્! છદમસ્થમુનિ કયા ચિન્હોથી ઉન્માર્ગગામી આચાર્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21