________________ 70 ગચ્છાચાર-[૪૪] ૪િ૪-૫ગીતાર્થના વચને બુદ્ધિમાન માણસ હળાહળ ઝેર પણ નિઃશંકપણે પી જાય અને મરણ પમાડે એવા પદાર્થને પણ ખાઈ જાય. કારણકે વાસ્તવિક રીતે એ ઝેર નથી, પરંતુ અમૃતસમાન રસાયણ હોય છે, નિર્વિબકારી છે, તે મારતું નથી. કદાચ મરણ પામે છે, તો પણ તે અમર સમાન થાય છે. ૪િ૬-૪ઊંઅગીતાર્થના વચને કોઈ અમૃત પણ ન પીવે, કારણ કે તે અગીતાર્થે બતાવેલું વાસ્તવિક અમૃત નથી. પરમાર્થથી તે અમૃત ન હોવાથી ખરેખર હળાહળ ઝેર છે, તેથી કરીને અજરામર ન થાય, પણ તેજ વખતે વિનાશ પામે. 4i8-49 અગીતાર્થ અને કુશીલીયા આદિનો સંગ મન-વચન-કાયાથી તજી દેવો, કારણ કે મુસાફરીના માર્ગમાં ડાકુઓ જેમ વિખકારી છે, તેમ તેઓ મોક્ષમાર્ગમાં વિદ્ભકારી છે. દેદીપ્યમાન અગ્નિને સળગતો જોઈ તેમાં નિઃશંકપણે પોતાને ભસ્મીભૂત કરી નાખે, પરંતુ કુશીલીયાનો આશ્રય કદી પણ ન કરે. પ૦]જે ગચ્છની અંદર ગુરૂએ પ્રેરણા કરેલા શિષ્યો, રાગદ્વેષ પશ્ચાતાપ વડે ધગધગાયમાન અગ્નિની પેઠે સળગી ઉઠે છે, તેને હે ગૌતમ ! ગચ્છ ન સમજવો. [પવગચ્છ મહાપ્રભાવશાળી છે, કારણ કે તેમાં રહેનારાઓને મોટી નિરા થાય છે, સારણા-વારણા ને પ્રેરણા આદિ વડે તેમને દોષની પ્રાપ્તિ પણ નથી થતી. પિરપપ]ગુરૂની ઈચ્છાને અનુસરનાર, સુવિનીત, પરિસહ જીતનાર, ધીર, અભિમાનરહિત, લોલુપતારહિત, ગારવ અને વિકથા ન કરનાર, ક્ષમાવાનું. ઈન્દ્રિયને દમનાર, ગુપ્તિવંત, નિલભી, વૈરાગ્યમાર્ગમાં લીન, દસ-વિધ સામાચારી આવશ્યક અને સંયમમાં ઉદ્યમવાન, તથા ખર-કઠોર-કર્કશ, અનિષ્ટ અને દુષ્ટ વાણીવડે, તેમજ તીરસ્કાર અને કાઢી મૂકવાદિવડે પણ જેઓ દ્વેષ ન કરે, અપકીર્તિ ન કરે, અપયશ ન કરે, અકાર્ય ન કરે અને કંઠે પ્રાણ આવે તોપણ પ્રવચન મલીન ન કરે, તેવા મુનિઓ નિરા ઘણી કરે છે. પિક]કરવા લાયક અગર ન કરવા લાયક કામમાં કઠોર-કર્કશ-દુષ્ઠ-નિષ્ફર ભાષાથી ગુરૂમહારાજ કંઈ કહે, તો ત્યાં શિષ્યો વિનયથી બોલે કે- “હે પ્રભો, આપ કહો છો તેમ તે વાસ્તવિક છે.” આ પ્રમાણે જ્યાં શિષ્યો વર્તે છે, હે ગૌતમ ! તે ખરેખર ગચ્છ છે. પિછી પાત્ર આદિમાં પણ મમત્વરહિત, શરીર વિષે પણ સ્પૃહા વિનાના, શુદ્ધ છે આહાર લેવામાં કુશળ હોય તે મુનિ છે. અગર અશુદ્ધ મળે તો તપસ્યા કરનારા, અને એષણાના બેતાલીસ દોષરહિત આહાર લેવામાં કુશળ હોય તે મુનિ છે. [૫૮-૫૯]એ નિદોર્ષ આહાર પણ રૂપ રસને માટે નહિ, શરીરના સુંદર વર્ણ માટે નહિ, તેમજ કામની વૃદ્ધિ માટે પણ નહિ, પરન્તુ અક્ષોપાંગની જેમ, ચારિત્રનો ભાર વહન કરવાનું શરીર ધારણ કરવા માટે ગ્રહણ કરે. સુધાની વેદના શાન્ત કરવા, વૈયાવચ્ચ કરવા, ઈયસિમિતિ માટે, સંયમ માટે, પ્રાણ ધારણ કરવા માટે અને ધર્મચિન્તવન અર્થે, એમ એ જ કારણે સાધુ આહાર ગ્રહણ કરે. [0]જે ગચ્છમાં નાના મોટાનો તફાવત જાણી શકાય, મોટાના વચનનું બહુમાન થાય, અને એક દિવસે પણ પર્યાયથી મોટો હોય તેમજ ગુણવૃદ્ધ હોય તેની હીલના ન થાય, હે ગૌતમ ! તે વાસ્તવિક ગચ્છ જાણવો. For Private & Personal Use Only . Jain Education International www.jainelibrary.org